________________
૨૦
પ્રબુદ્ધ જીવન
સાધનાના એક પ્રતિષ્ઠાન-Establishment-માં તેએ પલટાઈ ગયા છે. તમામ પક્ષોના રાજકારણીઓ, ઉદ્યોગ - વેપારની આલમ, મેટા ખેડૂતા, સંગઠિત કામદાર વર્ગ અને એ બધાના ઉપજીવી જેવા બુદ્ધિજીવીઓ એ બધાનું એ પ્રતિષ્ઠાન બનેલું છે.—બની ગયું છે. જનતા—masses–ને નામે, વિચારસરણીઓ અને આદર્શને નામે, કાર્યક્રમને નામે,એ પ્રતિષ્ઠાનનાં ઘટક તત્ત્વો વચ્ચે સદાય ચાલતા તીવ્ર રાંઘષૅ અંગત કે જૂથગત સ્વાર્થસાધનાના પર્યાયરૂપ જાણે કે બની ગયા છે. આપણી લેાકશાહી જાણે કે એ ત્રીસ ટકાની, તેમને માટે અને તેમના વડે જ ચાલી રહી છે. જાહેર જીવનની રમતના એ નવા ધોરણ અનુસાર વર્તવાને તૈયાર ન હોય એવાં સમાજનાં તમામ ઉદાત્તા તત્ત્વાને એ પ્રતિષ્ઠાને જાહેર જીવનના વનવાસમાં હડસેલી મૂકયાં છે.
આ સ્થિતિમાં એ સ્વયંભૂ રીતે સ્થાપિત થયેલા પ્રતિષ્ઠાનની બહારનું કોઈક સત્ત્વ આવિષ્કાર ન પામે તે ઉગારાની કોઈ જ શા નથી, એવા ખ્યાલ, શુભેચ્છાવાળા તમામ નાગરિકોના મનમાં દઢ થવા લાગ્યા હતા. બરાબર એવી જ પળે આ પક્ષનિરપેક્ષ અને પ્રતિષ્ઠાનની મોહજાળમાં નહિ ફસાયેલી વિદ્યાર્થી સત્તાને ગુજરાતમાં ઉઠાવ આવ્યો એ તેમને બધાને ખૂબ જ આશાસ્પદ લાગ્યો છે.
પરંતુ એ ઉંાવ નવા ઉદય પણ છે કે કેમ તે હજુ ોવું રહે છે. આવાં તમામ સ્વયંભૂ લાક—આંદોલનોની બાબતમાં બનતું હોય તેમ તેના આર’ભ તે એક છેક જ મામૂલી બાબતથી થયા - એન્જિ નિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓના છાત્રાલયના ભાજનખર્ચમાં થઈ રહેલા ગાંડા વધારા સામેના વિરોધથી, પરંતુ એ ઉઠાવે એ જ પ્રકારના લોકવ્યાપક અસંતષને વાચા આપી હતી એટલે જોતજોતામાં એ તણખાએ ભડઠાનું રૂપ ધારણ કરી લીધું. બરફના દડાની માફ્ક આંદોલન પુષ્ટ બનતું ચાલ્યું;અને તે સાથે તેના ધ્યેયમાં પણ ફેરફાર થતા ચાલ્યા. પ્રજાને વાજબી ભાવે પોષણક્ષમ પ્રમાણમાં અનાજખાદ્ય પદાર્થો-મળવું થાય, અને ગુજરાતની ભ્રષ્ટાચારી પટેલ સરકાર દૂર થાય એવી બે માગણીઓમાં પ્રથમ તબકકે તે થોડું સ્થિર થયું.
પરંતુ આંદોલનના ક્રમ દરમ્યાન બીજી ઉદાત્ત આકાંક્ષાઓ પણ એમાં ભળી, જેને વિદ્યાની એ આલમે નવનિર્માણ એવું ભાવવાચક નામ આપ્યું. તેઓ પેાતાને ‘નવનિર્માણ સમિતિએ કહેવા લાગ્યા. એ નામાભિધાને આ લખનાર જેવા ઘણાની આંખો ચમકાવી. એ આકાંક્ષાને કેવળ વિદ્યાની આલમ સ્પષ્ટ ધ્યેયા, માંગા અને કાર્યક્રમોનું સ્વરૂપ નહિ આપી શકે અથવા તો પોતાની રીતે આપે
મેં તેના ગુણદોષની વિચારણા દ્વારા એ નવાદિત પાવક સત્તાને સહાયભૂત થવું જોઈએ એમ તમાન' શુભેચ્છાવાળા નાગરિકોને લાગ્યું છે. આ વિશેષાંક પ્રગટ કરવામાં ‘પ્રબુદ્ધ જીવન’ના ઉપક્રમને પણ એ વૃત્તિના એક આવિષ્કારરૂપ જ લેખું છું.
રાષ્ટ્રના - પ્રજાના - અર્થ - સામાજિક જીવનના નવનિર્માણની એ આાંક્ષાને સદેહ બનાવતાં અંગોપાંગા સૂચવવાનું તત્કાળ તા કોઈને ન સૂઝે; સામૂહિક સહચિન્તનમાંથી સબક મેળવતા જવું, ભૂલા થાય તે સુધારતા જવું એ ક્રમે તેનું આગળ વધવું વધતેઓછે અંશે અનિવાર્ય લાગે છે, પરંતુ નવનિર્માણ સંબંધમાં આ લખનારનું ચિન્તન આજે વર્ષોથી ચાલે છે એટલે જે થાડાક ઉપાયો તત્કાલ ખ્યાલમાં આવે છે તે કેવળ સૂચનેરૂપે રજૂ કરું છું:
. (૧) આ આન્દોલને પાતાનું પક્ષનિરપેક્ષ સ્વરૂપ અબાધિત રાખવું જોઈએ. તમામ રાજકીય પક્ષો તેમનાં સૂત્રો અને પૂર્વગ્રહા અને રાગદ્વેષોથી ખદબદી રહ્યા છે. એટલે નવનિર્માણ સમિતિઓ જે ધ્યેયો કે કાર્યક્રમો રજૂ કરે તેને જે તે પો! ભલે અપનાવે પણ કોઈ પક્ષને આ આન્દોલને ન અપનાવવા જોઈએ.
(૨) ધારાસભાના વિસર્જન અને નવી ચૂંટણીની આળપંપાળમાં નવનિર્માણ સમિતિઓએ અટવાવા જેવું નથી, પરંતુ એમ કરે તે। તેમાં કાંઈ બહુ વાંધા જેવું પણ નથી. પરંતુ નવનિર્માણ સમિતિઓના મુખ્ય અને અટલ આગ્રહ
તા. ૧૬-૨૭૪
તપાસના જ
ભ્રષ્ટાચારના આક્ષેપેાની તટસ્થ પંચ રા હોવા જોઈએ. ભ્રષ્ટાચાર એકલા ગુજરાતના નહિ પણ આખા રાષ્ટ્રશરીરના જીવલેણ જેવા રોગ છે, એટલે ગુજરાતને નિમિત્તે તેનું વ્યાપક પગેરું પ્રકાશમાં આવે એ બેહદ જરૂરી છે.
(૩) નવનિર્માણ સમિતિઓએ આખી આયોજનપદ્ધતિનો કાયાપલટ માગવા જોઈએ. હાલની આયોજનપદ્ધતિ દ્વારા આપણા અર્થસામાજિક જીવનનું જે નવનિર્માણ ચાલી રહ્યું છે તે નખ્ખાદિયું છે. એનાથી રાષ્ટ્રની સંપત્તિ સાધવાના ઉપકરણાનું વિસ્તરણ અને વૈવિધ્યીકરણ નથી સધાયું એમ નહિ; હકીકતમાં આર્થિક સ્વાવલંબનની ભૂમિકા લગભગ તૈયાર થઇ છે. પણ એ બધું ઉપર્યુકત પ્રતિષ્ઠાનને જ આધીન રહ્યું છે. જે ગરીબી, બેકારી અને આવકોની વિષમતાના મૂળભૂત ધ્યેયની સાધનાને નામે આયોજન હાથ ધરાયું હતું તે માર્યું ગયું છે, અને ત્રણેય દૂષણા સમાજની શાન્તિ અને સ્થિરતાને ઉથલાવી નાખે એટલી હદે પ્રતિવર્ષ કરતાં ચાલ્યાં છે. એટલે એ અવળે પાટે ચડી ગયેલી ગાડીને સવળા પાટા પર મૂકવી જ જોઇએ. તે માટે નવનિર્માણ સમિતિઓએ પૂર્ણ રાજગારીના પાયા પરના આયોજનની માગ બુલંદ બનાવવી જોઈએ. તેનાથી ઉપર્યુકત ત્રણ મૂળભૂત ધ્યેયો આપોઆપ સિદ્ધ થવા લાગશે. પ્રા. દાંડેકર જેવા ખ્યાતનામ અર્થશાસ્ત્રીએ એમ માને છે કે એવું આયાજન જેટલું જરૂરી છે તેટલું શકય પણ છે.
(૪) શાસન અને શાસક પક્ષના રાષ્ટ્રીયકરણ અને ‘હાથ કરો’ના ઘાતક ધખારા તત્કાલ બંધ પડવા જોઈએ. આપણે જે ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ વિહિત માન્યું હોય - અને છેજ- તો આપ અર્થનીતિ સર્વોદયી સમાજવાદની હોવી જોઈએ. પ્રજાના તમામ આર્થિક વર્ગી અને સ્તરોના સ્વૈચ્છિક અને ફરજિયાત આર્થિક સદાચાર સિદ્ધ કરવાને આપણે કમર કસવી જોઈએ.
એના પેટામાં જાહેર તેમ જ ખાનગી ક્ષેત્રના તમામ ઉઘોગાનું, તેમ જ સમગ્ર વિતરણ વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ નહિ પણ સામાજીકરણ સાધવું જોઈએ. શાસને ઉઘોગાને નહિ પણ ઉદ્યોગપતિઓને અને વેપારને નહિ પણ વેપારીઓને હાથ કરવા જોઈએ.
(૫) આખી ચૂંટણી પ્રથાના કાયાકલ્પ સાધવા જોઈએ. વહેલામાં વહેલી તકે ઉમેદવારોના ચૂંટણીખર્ચની ઠગારી મર્યાદા, અને વેપારી પેઢીઓના ચૂંટણીભંડોળના ફાળા પરના પ્રતિબંધ રદ થવા જોઈએ. નવાં વ્યવહારુ નિયમના મુકરર ન થઈ શકે ત્યાં સુધી ગમે તેને ગમે તેટલું ચૂંટણીખર્ચ અને ગમે તેટલા ચૂંટણી ફાળો આપવાની છૂટ હોવી જોઈએ, પણ તે ખુલ્લી રીતે, અને તેની હિસાબનોંધણી આવકના કે બીજા કોઈ વેરાની તપાસની ઢબે તટસ્થ તપાસને આવીન હાવી જોઇએ. ગોટાળા કરનારાઓ માટે એવુ જ દંડવિધાન પણ હોવું જોઈએ.
પક્ષાના ભંડોળના હિસાબ પણ ખુલ્લા લેવા જોઈએ, એવી જ તપાસને આધીન હોવા જોઈએ. કોઈ પણ કારણે પક્ષાન્તર કરનાર લેકપ્રતિનિધિ પોતાનું એ પ્રતિનિધિત્વ આપોઆપ ગુમાવે એમ પણ થવું જોઈએ.
આથી જાહેર જીવનના ભ્રષ્ટાચારના પ્રમાણ અને પ્રકારો પર મહદ્ અંશે અંકુશ આવી જશે. બાકી સમાજજીવનમાં સા ટકા શુદ્ધિની અપેક્ષા આપણે રાખી શકીએ નહિ.
આવાં તે બીજાં ઘણાંક સૂચનો મગજમાં સળવળે છે, જેમ કે, લાઈસન્સ - પરમિટ - કવોટા રાજ્યનું શકય તેટલું નિરાકરણ અને અંગત કરવેરાની વ્યવહારુ સપાટી વગેરે; પણ તેમની રજૂઆત માટે આ નાના લેખમાં અવકાશ હોઈ શકે નહિ.
આવું બધું સાધવા માટે નવનિર્માણ સમિતિએ સજાગ અને સંગઠિત રહી શકશે કે કેમ તે આપણે જાણતા નથી, રહે તેમ આપણે ઈચ્છવું અને પ્રાર્થવું જોઈએ; કેમકે ઉપર જે સર્વપક્ષીય અને સંપત્તિ-સત્તાવાન વર્ગીય પ્રતિષ્ઠાનના ઉલ્લેખ કર્યોછેતે અથવા તેમાંના કોઈ આ બધું કરવાને તૈયાર થાય એવી આશાને અવકાશ નહિવત છે. તેથી ઊલટું જે નવનિર્માણ સમિતિએ પોતાની સત્ તા’ જાળવે અને દેશભરમાં પ્રસારે તે, એ પ્રતિષ્ઠાનમાં અવશ રીતે વાઈ ગયેલાં ઘણાંક સારાં તત્ત્વો પણ તેમની ઈશારતે સક્રિય બને એવા સંભવ છે જ. તા. ૧૪-૨-’૭૪
રવિશંકર વિ. મહેતા