________________
૨૧૮
‘સ્ટ્રેઇન્જર્સ ટુ ઈન્ડિયા' નામથી ઓળખાવ્યા છે. ચાપડીનું નામ પણ ‘સ્ટ્રેઈન્જર્સ ટુ ઈન્ડિયા ’છે. એ જ પ્રમાણે ગુજરાત સ્થપાયા પછી તેર વર્ષના ટૂંકા ગાળામાં બળવંતભાઈના અવસાનને કારણે ફેરબદલા થયા તેને બાદ કરીએ તા પણ ચાર સરકારો બદલાઈ છે. આ આપણા રાજપુષો માટે એક બોધપાઠ સમાન છે.
એક બીજો સવાલ હરહંમેશ સામે આવે છે. સમાજવાદન, પંડિત જવાહરલાલ નહેરુની નસનસમાં સમાજવાદ ભર્યો હતો. પણ તેમણે મિશ્રિત અર્થવ્યવસ્થા (Mixed Economy ) સ્વીકારી અને મધ્યમમાર્ગી બન્યા. લેનિન રાજસત્તા પર આવે છે. ગાણિયા સમાજવાદીઓ એમના કાર્યક્રમનું વિશ્લેષણ કરે છે. લેનિન જવાબ આપે છે કે સમાજવાદની પહેલી શરત એ છે કે સમાજ પચાવી શકે એટલા સમાજવાદ આપતા રહેવું. ટ્રોટસ્કીના રશિયન ક્રાંતિના પુસ્તકનું શરૂષ્ણાતનું વાકય છે : “આગળ ચાલો, પણ રખે લાકોથી છૂટા પડી જતા.” બાપુ ભીષણ સંગ્રામમાં પ્રજાને ઝુકાવતા પણ જ્યારે જુએ કે પ્રજા થાકી છે અગર જુદે રસ્તે જાય છે ત્યારે ‘રૂક જાવ! ’ કહી દેતા.
સમાજવાદનો પ્રયોગ કેવળ ચીન કે રૂસે જ કર્યો છે એ હકીકત સત્યથી વેગળી છે. રશિયાથી માત્ર ૮૦ કિલામીટર દૂર ફિગ્લેન્ડ નામે દેશ છે. રૂસની આંખમાં તે કણાની માફ્ક ખટકે છે. ત્યાં સમાજવાદની સાથેસાથે લોકશાસનને પણ ટકાવી રાખ્યું છે. આ જ રીતે નાવે, સ્વીડન, ડેન્માર્કને માટે પણ કહી શકાય.
ગુજરાતની શાંતિપ્રિય પ્રજાને બીજે છેડે લઈ જનાર કેવળ ગુજરાતને નહિ પણ ભારતવર્ષને નુકસાન કરે છે. ગુજરાતમાં શાંતિમય માર્ગે લોકશાસન અને સમાજવાદ સફ્ળ ન થાય તો બીજે કર્યાંય થઈ શકે એ માન્યતા મિથ્યા છે. ગુજરાત પાસે ઠરેલ કાર્યકર્તાઓનું મહાજન અને મુત્સદ્દીઓ જૂથ છે, જે વર્તમાનને પણ જુએ છે અને ભવિષ્યને પણ. ગાંધીધાર્મિક પુરુષ હતા. એમના ધર્મમાંથી ક્રાંતિ મળી. સરદાર રાજનૈતિક પુરુષ હતા. એમની રાજનીતિને કારણે હિન્દુસ્તાનને શાંતિ મળી. ગુજરાત પાસે કળાકૌશલ્ય છે, ધનસંપત્તિ છે. મુંબઈને ઊભું કરનાર અંગ્રેજો હતા પણ ચકોર ગુજરાતી ન હોત તો આ કક્ષાએતે પહેોંચ્યું ન હેાત. તુલસીદાસજીો આનું બહુ જ સુંદર ચિત્ર આપ્યું છે. ‘ વિપ્ર મહાજન સચિવ ' એ ત્રણેયને એક સપાટી પર મૂકયા છે ને સિઠને ગુરુરૂ સ્થાને. વસિષ્ઠ લોકોની ઈચ્છા શું છે એ ભરતને સમજવા કહે છે. ભરત જવાબમાં વિપ્ર મહાજન સચિવની સભા બોલાવે છે અને વસિષ્ઠને તેના અધ્યક્ષ બનાવે છે. એવી જ રીતે પોતાના અભિષેકને વખતે રામચંદ્રજી કહે છે: “ વિમલ વંશ સહુ અનુચિત એક બંધ વિહાયઃ બડેહુ અભિયૅકુ.” મોટાભાઈને જ એકલાને રાજ મળે તે બીજાને નહિ એ રઘુવંશને માટે અનુચિત છે. સત્તા, લેકશાસનનો વ્યવહાર ગુજરાને રચનાત્મક દષ્ટિએ કેળવ્યાં. આજે પણ લોકશાસન લેાકહ્રદયના સાચા પડઘા નહિ દર્શાવતું હોય તો ચાર સિંહાસન તો ડોલી ગયાં ને એક પછી એક સિંહાસન ડોલ્યા જ કરશે.
અને સમાજવાદ સંબંધમાં મારી દઢ માન્યતા છે કે ૮૦ ટકાને ઉદ્દેશીને કહેવું કે ઉપરના ૨૦ ટકા જેટલી ઝડપથી ચાલે છે એટલી ઝડપથી એ ચાલે. તેને બદલે એમ કહું કે ઉપરના ૨૦ ટકા ૮૦ ટકાને સમજાવીને આગળ લઈ જવા કોશિશ કરે.
વર્ગવિગ્રહને જવાબ માત્ર શબ્દમાં વર્ગમેળ નથી, પણ વર્ગવિગ્રહને જવાબ–Persuasion—સમજણ છે.
આટલું તત્ત્વજ્ઞાનનું પાસું સ્વીકારવામાં આવે તેમ ગુજરાત પાસે શું નથી ? દુનિયાભરના અનુભવ પ્રાપ્ત કરેલ માનવધન છે. ગુજરાત પાસે માથાદીઠ બીજા પ્રાંના કરતાં વિશેષ જમીન
પ્રભુ જીવન
છે. Mac Murdoch કહે છે : ‘જેટલું ઝરણાનું ને નદીનું પાણી ગુજરાતને ઉપલબ્ધ છે એટલું બીજા કોઈ પ્રદેશને ભાગ્યે જ હશે.' અંગ્રેજોએ આ પ્રદેશનાં નામ રેવાકાંઠા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીકાંઠા, તાપ્તીવેલી, એ રાખ્યાં એ એમની દૂરંદેશીનું ચિહ્ન છે. ગુજરાત પાસે પશુધન પણ પુષ્કળ છે. ગુજરાતની ગીર અને કાંકરેજની ગાયોએ ગુજરાતના ગામડાનાં ધંધાનાં સત્ત્વાને પાધ્યાં છે. ગુજરાત પાસે વનસંપત્તિ પણ પૂરતી છે, ખનિજ પણ પૂરતું છે. ઔરંગઝેબ જેવાએ ગુજરાતના સૈનિકોની તારીફ કરી છે. એટલું છાત્રબળ છે. સેંકડો વર્ષ પહેલાં એક ગ્રીક સાદાગર ગુજરાત વિષે લખે છે કે ગુજરાતના નાવિકો ભલભલાને હંફાવે એવા છે. ગુજરાતના સાતસે - આઠસો માઈલના બંદરકાંઠો મુંબઈ જેલાં અનેક બંદરો સર્જી શકે તેમ છે. સૌથી વિશેષ તે ગુજરાતમાં માનવદયા અને ઉદારતા એટલાં છે કે જ્યારે પણ રાંકટ આવે છે– પછી હિન્દુસ્તાનના ગમે તે ભાગ ઉપર હાય–ત્યાર કરકસરિયા ગુજરાતી તે વખતે પેાતાના હાથ લંબાવતાં અચકાતા નથી. આમ માનવતા ને સાહસે ગુજરાતને ગાંધી અને સરદાર આપ્યા. એમની નમ્રતા અને એમનાં શિસ્ત પણ છે.
તા. ૧૬-૨૭૪
પણ આ બધું હાવા છતાં કંઈક ખૂટે છે એ શું છે ભલા? કોંગ્રેસ બાપુ વિના કંઈ ન હતી. પણ તે એક જ વખત પ્રમુ બન્યા. સરદારે બે વખત જવાહરલાલજીને પ્રમુખપદ માટે માર્ગ કરી આપ્યો. બાપુના એક વેણને આધારે જવાહરલાલજીના પ્રધાનમંડળના શિસ્તબદ્ધ સૈનિક સભ્ય રહ્યા. દરબારસાહેબે અલગ મતને ખાતર ગુજરાતને આંચ ન આવે એટલા માટે લગભગ નિવૃત્તિ લીધી. આ બધાને મન રાજકારણ માથાગણતરીનું શાસ્ત્ર નહોતું પણ ધર્મકારણ હતું. જ્યારે સત્તા માત્ર માથાગણતરીને વિષય બને છે ત્યારે વિપ્ર (શિષ્ટ જ્ઞાની મહાનુભાવા), મહાજન (જેમણે ઉઠારતા કેળવી છે એવા સેવાભાવી ખેડૂતો, કારીગરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ), સચિવ (તટસ્થ અનુભવી તંત્રસંચાલકો ) ના અભિપ્રાયોનો આદર થતો નથી. આથી સમાજને પારખવાની રચનાત્મક કઢીમાં કોઈક ઠેકાણે એવી આટી પડી જાય છે કે યથાર્થ નિર્ણયો લેવાતા નથી.
ઉછરંગરાય ના ઢેબર
અભૂતપૂવ લાકક્રાંતિ પછી શું ?
ગુજરાતની પ્રજાઓ, જે અભૂતપૂર્વ લોકક્રાન્તિ કરી બતાવી તેનું તાત્કાલિક પરિણામ તે ચીમનભાઈ પટેલ પ્રધાનમંડળના રાજીનામામાં અને રાષ્ટ્રપતિનું શાસન પ્રસ્થાપિત થવામાં આવ્યું, પરંતુ હવે લાંબા ગાળાનાં પરિણામોનું શું, એ પ્રશ્નનો વિચાર કરવામાં સૌએ પ્રવૃત્ત થવું જોઈએ, કારણ કે જે કેટલાક નિર્દેશો મળે છે તે ચિતા પ્રેરે એવા છે, ક્રાન્તિને નિષ્ફળ બનાવે એવા છે.
ઉદાહરણ તરીકે, વડોદરામાંથી ચૂંટાયેલા શ્રી સનત મહેતાને ૪૮ કલાકમાં વડોદરા આવવાનો આદેશ આપવે, વિધાનસભાનું વિસર્જન ન થાય તો રાજભવનને ઘેરા ઘાલવા-આ અને આવી બીજી બાબતો, પરિપકવ વિચારણામાંથી જન્મેલી નથી લાગતી. વિધાનસભાના વિસર્જન અંગે બે મત છે. હું અંગત રીતે તા વિધાનસભાનું વિસર્જન થવું જ જોઈએ એમ માનું છું, કારણ કે શ્રી ધનશ્યામભાઈ ગાઝાએ જણાવ્યું હતું તેમ ૧૬૮માંથી ૧૪૦ બેઠકો પ્રજાએ શાસક કોંગ્રેસને આપ્યા પછી પણ સત્તાની ખેંચતાણ એવી સતત ચાલ્યા કરી કે ગુજરાતમાં સ્થિર, સ્વસ્થ અને સ્વચ્છ શાસન સ્થપાયું જ નહિ અને આખરે પ્રજાને પોતાને પરિસ્થિતિની સુધારણા માટેના દોર પોતાના હાથમાં લેવા પડયો. હવે આપણે એમ કેમ માનીશું કે આ ૧૪૦ બધા શાણા થઈ ગયા છે,