SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨૭૪ ૨૧૭ નહિ પણ સમાજના બધા વર્ગો આથી ચેતી પિતાના લોભ અને પરિગ્રહલાલસાને કાંઈક મર્યાદિત કરે તો આ આંદોલન સાર્થક લેખાશે. Crisis of Character-નૈતિક અધ:પતન-શબ્દો બહુ ઉચ્ચારાય છે. વર્તમાન પરિસ્થિતિથી રાકળાયેલ સમજદાર વ્યકિતઓ આકરી ભાષામાં પિતાને રોષ ઠાલવે છે. પણ કોઈને માર્ગ સૂઝતો. નથી અથવા સૂઝતું હોય તે પણ તેને અમલ કરાવવાની શકિત નથી. અને વંધ્ય પ્રકોપ જ તેમને ભાગે રહે છે. સરકાર એકલી આવી પરિસ્થિતિને પહોંચી વળે તે શકય નથી. સમગ્ર પ્રજાને પુરુપાર્થ જ તેમાં પલટો લાવી શકે. આ ગુજરાતમાં આ આંદોલન હવે શાન્ત થશે? કેટલાકની માગણી છે કે વિધાનસભા વિસર્જિત થવી જોઈએ અને તે ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવું. કેટલાંક વર્તમાનપત્રોએ પણ આવી માગણી કરી છે. જે રાજકીય પક્ષે સત્તાસ્થાને આવવા ઈચ્છતા હોય તે આવી માગણીને જોર આપે તે સ્વાભાવિક છે. અત્યારના ધારાસભ્યો સામે પ્રજાને પૂરી નફરત થઈ છે તેમાં શંકા નથી. પણ ધારાસભા વિસર્જિત કરીને ય શું? એાછામાં ઓછું છ થી બાર મહિના બીજી ચૂંટણી શકય નથી. બીજી ચૂંટણી થાય તે પણ સારા લાયક માણસે ચૂંટાશે અથવા સ્થિર રાજતંત્ર થઈ શકશે વો સંભવ ત્યારે દેખાતો નથી. ધારાસભાનું વિસર્જન થાય એટલે નવી ચૂંટણી માટેની ખટપટ અને કાવાદાવા તુરત ચાલુ થાય. અત્યારે સૌથી મટી જરૂર ઉશ્કેરાટને શાત કરવાની છે. ઘાને રુઝવવાની છે. શાસક કેંગ્રેસે રાજકીય હેતુથી ધારાસભાને જીવિત, રાખી હશે. પણ શાન્તિ થયા પછી, સ્વસ્થ ચિત્તે વિચાર કરવાને અવકાશ મળશે. નવી ચૂંટણી કરીને પણ મોંઘવારી કે બીજી સમસ્યાઓને ઉકેલ તુરત આવી જવાને નથી. અત્યારે તે રાજકારણને થડા વખત કોરે મૂકી, ગરીબોને કોઈક રાહત આપવામાં મહાજને, વેપારીઓ ૨ાને બીજા બધા વગે કામે લાગી જાય તે હિતાવહ છે. સૌને આત્મનિરીક્ષણ કરવાની તક મળશે. ધારાસભાનું વિસર્જન કરાવવા માટે જ અત્યારે ચાંદોલન ચાલુ રાખવામાં આવશે તે તે માત્ર રાજકીય હેતુથી જ હશે, પ્રજાના હિતમાં નહિ. - બ્રિટનમાં કાંઈક આવી જ ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. કોલસાના ખાણિયાઓ ચાને રૂઢિચુસ્ત સરકાર વચ્ચે મોટો સંઘર્ષ થયા છે. મિ. હીથે પાર્લામેંટનું વિસર્જન કરી નવી ચૂંટણીની જાહેરાત કરી છે. Who shall rule Britain, Parliament or the Trade Unions-બ્રિટનમાં કોનું રાજ્ય ચાલશે, પાર્લામેંટનું કે મજૂર સંઘનું, એવી હાકલ કરી છે. તે વિશે લખતાં પીટર જેન્કિસે, “ગાડિયન'માં કહ્યું છે: Election cannot demonstrate that an elected Government can govern, only that it can't With the electorate more volatile than ever, it is possible that we are in a situation in which whoever is in power will be punished. ચૂંટણીથી એવું પુરવાર નથી થઈ શકતું કે ચૂંટાયેલ સરકાર રાજ્ય કરી શકશે, એટલું જ (પુરવાર થઈ શકે) કે રાજ્ય કરી નહિ શકે. મતદારનું માનસ અસ્થિર હોય તેવા સંજોગોમાં જે કોઈ સત્તા ઉપર હશે તેને માર પડવાને. ગુજરાતમાં અત્યારે કાંઈક આવા જ સંજોગે છે. નવી ચૂંટણીથી કોઈ તાત્કાલિક ઉકેલ થવાને નથી. બલ્ક કદાચ વધારે ખરાબ સ્થિતિ થાય. નવી ચૂંટણીને ખરેખર સાર્થક બનાવવી હોય તે તે પહેલાં ઘણી સાફરાફી અને તૈયારી કરવાની રહે છે, ૧૨-૨-'૩૪. ચીમનલાલ ચકુભાઈ ગુજરાતની કેસેટીનો ઉકેલ: રચનાત્મક રાજકારણ ગુજરાતના રાજકારણ અંગે ઘણું ઘણું બોલાઈ–લખાઈ રહ્યું છે. ચીમનભાઈના આગ્રહને માન આપી આજે હું પણ કંઈક લખું છું. ગુજરાતના રાજકારણની ભૂમિકા રચનાત્મક હતી. આજે સંસ્થા તથા શાસક કેંગ્રેસના છેડાએક સભ્ય સિવાય કોઈ રાજકીય પક્ષને રચનાત્મક કામમાં રસ રહ્યો નથી. રચનાત્મક કાર્ય નેતૃત્વ અને લોકો વચ્ચે સંપર્ક જાળવી રાખવાનું અનુપમ સાધન છે. આ રચનાત્મક સંપર્ક પ્રજાના રચનાતમક માનસને ઘડે છે, એટલું જ નહિ પણ લેક હૃદયને સાચો પડઘો તે દ્વારા જ નેતૃત્વને સાંપડે છે. આવા સંબંધને અભાવ એક બાજુથી ખંડનાત્મક બળોને આકર્ષે છે અને બીજી બાજુથી નેતૃત્વને કહૃદયના સાચા અવાજથી દૂર રાખે છે. આને પરિણામે નેતૃત્વ પણ સમજી શકે છે કે પોતાનું સ્થાન કેટલું ગૌણ છે. છેવટે પ્રજાબળ જ સાચી શકિત છે. પરિણામે પોતાની તાકાત ઉપર મુસ્તાક રહેવાને બદલે પ્રજાની નાડ જેના હાથમાં છે તેવી વ્યકિતઓને અનુસરવાની વૃત્તિના જન્મ છે. ખેટી સત્તાની હરીફાઈમાંથી માણસે બચી જાય છે. નહિતર કોઠા કરવાની વૃત્તિ જન્મે છે. તેની કિંમત રૂપિયા, ચાના પાઈમાં નહિ પણ પ્રતિષ્ઠામાં ચૂકવવી પડે છે. આ મબળની હાનિ થાય છે અને પરાર્થે ટકી રહેવા જતાં સાચા – બેટા માણસને સાચવવાના વ્યવસાયમાં વ્યકિત પડી જાય છે. તેને સાચવવામાં જે કિંમત ચૂકવવી પડે છે તે ગુલામીથી પણ બદતર છે. એક તો આવા માણસે પરિસ્થિતિને લાભ ઉઠાવવાનું ચૂકતા નથી અને બીજું નેતૃત્વ જનહૃદયના મૂળિયામાં રહેતા વિશ્વાસના રસાયણના અભાવે ધીરે ધીરે સાગર ઝડપથી સુકાય છે. આ રસાયણને કારણે ગુજરાત, ખેડા, બારડોલી, રાજકોટ સત્યાગ્રહમાં અડીખમ ઊભાં રહ્યાં. આ રસાયણને કારણે જૂનાગઢને પાકિસ્તાનમાં ભળતું અટકાવી શકાયું. આ રસાયણને કારણે ગાયકવાડ સહિત ૩૦૦ મેટાં-નાનાં રાજ્યોને રાજદ્વારી દષ્ટિએ સાંકળી શકાયો, અને તેને કારણે જમીનદારી પ્રમાણમાં ઠીક ઠીક અંશે નાબૂદ થઈ. ઘણાંયે ગરીબ રાજ્યો તેનામાં ભળ્યાં હોવા છતાં ભારતમાં ચોથે નંબરે આવે છે. છેક કચ્છથી લઈને કોસબાડ સુધી રચનાત્મક કામનાં થાણાં ગોઠવાયેલાં હતાં અને રાજદ્રારી નેતૃત્વને તેની સાથે જીવંત સંપર્ક હતે. ગાંધીજી અને સરદારને આ સીધો વાર હોં. ૯૦ વર્ષના રવિશંકર મહારાજ કે ૯૬ વર્ષના નારણદાસભાઈ ગાંધીને કોઈ સ્થાનની જરૂર નથી. લોકોની વચમાં પડયા છે, તેના હૃદયના ધબકારા સાંભળે છે અને આપણને તે સુણાવે છે. આ લોકહૃદયને પડઘે એ સાચું લોકશાસન છે. માથાગણ તરી જરૂરી છે પણ તેની માથાફોડમાં એનું મહત્ત્વ ભુલાઈ જાય છે અને લેકશાસન ચીમળાઈ જાય છે. અને ચીમળાઈ ગયેલાં ફૂલની માફક તેમાંથી કોઈ સુગંધની આશા રાખવી નિરર્થક છે. જીવાતનું તે કારણ બને છે. - લોકહૃદયના પડઘાનું મહત્ત્વ ઓછું અંકાયું છે તે જ બતાવે છે કે તસ્વકાનને કોરે ગુમાવ્યું છે અને તંત્રની ઉપાસના માત્ર તંત્રમાં બેઠેલા કરી રહ્યા છે. તંત્ર તો બ્રિટિશરોને પણ ચલાવતાં આવડતું હતું. આપણા કરતાંયે કેટલું સરસ તંત્ર ચલાવી શકતા હતા. પણ લોકહૃદયના પડઘાથી અલિપ્ત રહી દિલ્હી ને સિમલાના ઊંચા પહાડ ઉપરથી રાજ કરતાં કરતાં એક માણસના રચનાત્મક પુરુષાર્થે તેમને ભેંસી નાખ્યા. એક અંગ્રેજ આઇ. સી. એસ. પેન્ડરલ મુને ૧૯૪૨માં એક ચોપડી લખી છે. તેમાં અંગ્રેજ વહીવટકર્તાઓને ભાઈ ૧૬
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy