SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૭૪. --- " A પાસે કાંઈ કાર્યક્રમ નથી તે સ્વીકારી, વિદ્યાર્થીઓએ યુવક કાનિત કરવી એવી સગાહ આપી. પૂજ્ય મહારાજ અને શ્રી પ્રકાશ નારાયણ બન્ને આગ્રહ- પૂર્વક કહે છે કે જે કાંઈ કરીએ તે શાતિય અને અહિંસક રીતે જ થવું જોઈએ. અનુભવ બીજું જ કહે છે. બંધારણીય દષ્ટિએ જોઈએ તો કેન્દ્ર સરકાર આવી માગણીને વશ થાય તે શું પરિણામ આવે? માત્ર ગુજરાતમાં જ નહિ, પણ દેશમાં, દરેક રાજ્યમાં. મુખ્ય પ્રશ્ન એ છે કે અત્યારે શાનિત કરવી છે કે ઉશ્કેરાટ, આંદોલન અને પરિણામે હિંસક બનાવો ચાલુ રાખવા છે? લોકોમાં ભયનું વાતાવરણ છે પછી કાયદો અને વ્યવસ્થા જાળવવા સરકારને પગલાં લેવા પડે તે પ્રજાની હાડમારી વધશે કે ઓછી થશે? અત્યારે છ બાર મહિના રાષ્ટ્રપતિ શાસન રહે તે હિતાવહ છે કે તુરતમાં ફરી ચૂંટણીઓ કરી, કોઈ શંભુમેળાની ધારાસભા ફરી રાજતંત્ર સંભાળે તે હિતાવહ છે? રાષ્ટ્રપતિ શાસનમાં કેન્દ્રની સીધી જવાબદારી રહે છે. સંસ્થા કેંગ્રેસના સભ્યો રાજીનામાં આપવા તૈયાર થયા છે તે સમજી શકાય તેવું છે. ફરી ચૂંટણી થાય તે અત્યારનું વાતાવરણ જોતાં વિરોધી રાજકીય પક્ષો પિતાને લાભ થશે તેમ માને છે. અને તેમ થવા સંભવ છે. પણ તેમાં પૂજ્ય રવિશંકર મહારાજને જોઈએ છે તેવાં નવાં મૂલ્યોવાળી, સેવાભાવી, નિ:સ્વાર્થ વ્યકિતએ હશે? આ બધી બાબતો વિશે આપણે સૌ ગભીરતાથી વિચાર કરીએ. ૧૫-૨-'૭૪ ચીમનલાલ રાકુભાઈ 3 ગુજરાતની લાલબત્તી ગુજરાતમાં જે બનાવ બન્યા છે તેનાં પરિણામો વ્યાપક, દૂરગામી અને દેશવ્યાપી છે. આ બનાવને પરિણામે મંત્રીમંડળને રાજીનામું આપવાની ફરજ પડી તે અભૂતપૂર્વ છે. ૧૯૪૨ ની યાદ આપે એ આ આદોલન હતું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચારે તરફ વ્યાખ્યું હતું. એક સરકારી કોલેજના વિદ્યાર્થીઓ જમવાખર્ચ વધારે પડતું હતું તેના વિરોધમાંથી શરૂ થઈ, વનની આગ માફક ફેલાયું. થોડો વખત જનસંઘની આગેવાની જેવું લાગ, પણ ટૂંક સમયમાં જ તેને દર વિદ્યાર્થીઓ, શિક્ષક અને અધ્યાપકોના હાથમાં ગયે. બીજાં ઘણાં તો આવી મળ્યાં. અનાજની અને બીજી જીવન જરૂરિયાતની તંગી તથા મેઘવારી શરૂઆતમાં મુખ્ય કારણ લાગ્યું. પછી ભૂપચાર મુખ્ય કારણ થયું. અંતે તેને પૂરું રાજકીય સ્વરૂપ મળ અને ગુજરાત સરકાર સામેના બળવાના સ્વરૂપે ઉગ્ર બન્યું. જે ઝડપથી તે ફેલાયું તેમાં ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારને વિચાર કરવાને પણ અવકાશ ન રહ્યો. શાસક કોંગ્રેસનાં વિરોધી બધાં બળ તેમાં જોડાયાં. શાસક કેંગ્રેસની અંદરની ફાટફટે અગત્યનો ભાગ ભજવ્યો. શ્રી ચીમનભાઈ પટેલ સામેના અંગત વિરોધે ઘણા મહત્ત્વને ફાળો આપ્યો. અસામાજિક તેને છૂટો દોર મળ્યો, પણ મધ્યમ વર્ગ અને શિક્ષિત સમાજ પણ મોખરે હતો. અનાજની તંગી કે મેઘવારી ગુજરાતની વિશેષતા નથી. અનાજની તંગી અને મેઘવારીનાં ખરેખર સાચાં કારણે હેત તે પ્રજને પૈષ માટલે ન થાત. પણ આ માનવસર્જિત છે, કેન્દ્ર સરકારની બેદરકારીનું પરિણામ છે, સરકારની ખેતી અનનીતિ અને વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે છે એમ પ્રજાને દઢપણે લાગતું હતું અને તેથી રોષ હતો. પણ સૌથી વધારે કોઈ કારણ હોય તે ભ્રષ્ટાચર . એક રીતે એમ કહી શકાય કે આ આંદોલન મુખ્યત્વે ભ્રષ્ટાચાર સામે હતું. ચીમનભાઈ પટેલ જેકાવાદાવા અને લાંચરુશવતથી સત્તાસ્થાને આવ્યા તે અસહ્ય હતું. તેલના વેપારીઓ પાસેથી લાખ રૂપિયા લઇ તેમને બેફામ નફે કરવા દીધું ને માન્યતા પ્રજામાં દઢ થઇ. પિોલીસના અત્યાચાએ બળતામાં ઘી હો. છેવટ લશ્કર બોલા ત્યારે સમગ્ર પ્રજાને આમા કકળી ઊઠ અને ચીમનભાઈ પટેલની સરકાર તે જવી જ જોઈએ એ નાદ બુલંદ થશે. અવ્યવસ્થિત દેખાતા આ આંદોલન પાછળ વયવસ્થા હતી. લૂંટફાટ અને હિંસા અનહદ હતાં પણ આ બધાંમાં કેટલાંક ધારેલાં નિશાન પણ હતાં અને તે રાજકીય હેતુથી હતું. રાજકીય વ્યકિતઓ સામે પ્રજાને પૂરી નફરત થઈ ગઈ.' આ આંદોલન નફરતનું આંદોલન હતું. પોલીસે ઘણા જુલમ, - ઠર્યા તેને પૂરે સામને કર્યો. ભય નહોતો રહ્યો. લશ્કરને સામેથી આવકાર્યું. થોડા વખતમાં શમી જશે એવી ગણતરી ખોટી નીવડી. વધારે ઉગ્ર થતું ગયું. આંદોલનમાં જે નવી નવી તરકીબો અને નુસખાઓ અજમાવાયા તે આશ્ચર્યજનક હતા. કેન્દ્ર સરકાર આવાં તોફાનોને નમનું ન આપે તે સ્વાભાવિક હતું. ઉત્તર પ્રદેશની ચૂંટણી ઉપર વિપરીત પ્રત્યાઘાત પડે તે કારણ ન હોત તે પણ સરકાર તોફાનને નમતું આપી ન શકે. નમવું પડે ત્યારે જ નમે. આંદોલન આટલું લાંબું ચાલી શકે કે ૨ાટલું ઉગ્ર સાને વ્યવસ્થિત બને તેની કલ્પના કેન્દ્રને કે ચીમનભાઈ પટેલને નહિ જ હોય. આવું આંદોલન શકિતમય કે અહિંસક રહે જ નહિ. જેઓએ આ આંદોલનને સીધી કે આડકતરી રીતે ટેકો આપ્યો અને સાથે શાનિત અને હિંસાને ઉપદેશ આપતા રહ્યા તે બન્ને વિસંગત વાત હતી. શાન્તિ જાળવવા કોઇએ રાગેવાની લેવાની હિંમત પણ કરી નહિ. સેંકડે સામાન્ય સ્થિતિના દુકાનદારે લૂંટાયા, ઘરે બાળી નાખ્યાં. કોઈ અટકાવી શકયું નહિ. ન કોઈ શાન્તિસેના ચાવી, ને કોઈ નાગરિક સમિતિ. ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. તેની સામે પ્રજા પિતાનો પુણ્યપ્રાપ ઠાલવે તે જરૂરનું હતું. ચીમનભાઈ પટેલની સરકાર જવી જ જોઈતી હતી. તેને છેવટ જવાની ફરજ પાડી તે આવકારપાત્ર છે પ્રજાએ તાકાત બતાવી તે શુભચિહન છે. પણ આ આંદોલનનાં ભયસ્થાને પૂરા સમજી લેવા જોઈએ. સંસદીય લોકશાહીની આંતરિક નિર્બળતાઓ-ચૂંટણી અને રાજકીય પોમાંથી ઉત્પન્ન થતી- ઉલ્લેખ “પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં મેં કર્યો હતો. લોકશાહી માટે આ બીજો ભય, હિંસક તોફાને છે. જેને સરકાર ઉથલાવી પાડવી છે, જેને સંસદીય લોકશાહીમાં શ્રદ્ધા . કે વિશ્વાસ નથી તેમને માટે આ હિંસક માર્ગ બરાબર છે. પણ લેકશાહી સાચવવી હોય તે આ માર્ગ નથી. તે• અનુકરણે દેશના બીજા ભાગમાં થાય છે તેનું પરિણામ અરાજકતા જ હોય. જરૂર છે પ્રશ્ન થાય કે આવી ભ્રષ્ટાચારી, અનીતિમય સરકારને કેમ નિભાવી લેવાય? ગાંધીજીએ માર્ગ બતાવ્યું હતું. તેને આચરવાની કોઈની હિંમત કે શઠિત નથી. હિંસક માર્ગ ખતરનાક છે તેવું જેઓ જાણે છે છતાં પોતાના કારણે, જે પરિણામ આવ્યું તે ઈચછતા હતા, અને તેથી તેને ઉત્તેજન આપતા હતા, તેમણે ગાંધીજીનું નામ લઈ શાનિત અને અહિંસાની વાતો કરવામાં ઈતિકર્તવ્યતા માની. પણ આ હથિયાર બધાની સામે ઉગામી શકાય છે એ ભૂલવું ન જોઈએ. આ દેશમાં કેટલાક રાજકીય પક્ષો એવા છે જે લેકશાહીમાં માનતા નથી અને લોહિયાળ કાતિમાં જ માને છે. તેમને માટે માર્ગ મોકળો થાય તો આશ્ચર્ય નહિ, આ વખતે સરકાર સામે આ હથિયાર અજમાવ્યું છે. હવે આ સમાજનાં બીજાં અનિષ્ટ તત્ત્વો સામે તેને ઉપયોગ થાય તેવા સંભવ છે. ભ્રષ્ટાચાર રાજકીય વ્યકિતએની જ ખાસિયત નથી. સમાજનો કોઈ વર્ગ તેથી મુકત નથી. સંગ્રહખારી, નફાખોરી, કાળાં બાર, પ્રજાની લૂંટ જેમણે ચલાવી છે, ચીજવસ્તુની અછત અને તંગીને જેમણે બેહદ લાભ લીધો છે, મોટા ખેડૂતો હોય, વ્યાપારી હોય, - વકીલ, વેંકટર, ઈજનેર કે શિક્ષક હોય, કોઈ તેમાંથી છૂટી શકશે નહિ. દલિત પેન્થર ન ઊગનું બળ છે. હળપતિઓને બારડોલીના ખેડૂતો સામે વિરોધ, ખાનદેશમાં આદિવાસીઓને મોટા ખેડૂતો સામે વિરાધ, આ બધાં ભૂગર્ભનાં બળે માટે ગુજરાતનું આ દેલન લાલબત્તી સમાન છે. સ્ફોટક પરિસ્થિતિ ઉત્પન્ન થતાં લાંબે વખત કદાચ નીકળી જાય. આવાં બળોને કેટલાક સમય દાબી દેવાય એવી પૂરી શકયતા છે. માત્ર રાજકીય વ્યકિતઓ 2 11 ----
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy