________________
તા. ૧-૧-૭૪
પ્રકી
પ્રબુદ્ધ જીવન
સહકાર અને સા
મૂડીવાદી અર્થારચનાથી થોડી વ્યકિતઓને જ લાભ થાય છે. તેથી, વિશાળ જનસમુદાયને લાભ થાય અને થેડી વ્યકિતઓ મોટો નફો લઈ ન જાય તે માટે સહકારી ધારણની હિમાયત થાય છે. સહકારી કારખાના મારફત ઉત્પાદન, સહકારી ખરીદ - વેચાણ્ય સંધેા, સહકારી ભંડારી, સહકારી બૅન્ક વગેરે સંખ્યાબંધ સહકારી મંડળીઓ દરેક રાજ્યમાં થઈ છે. આવી સહકારી મંડળીઓની ગેરરીતિઓ વિષે અત્યારે કાંઈ લખતે નથી. એક જ મુદ્દા ઉપર ધ્યાન ખેંોંચતુ છે. આ બધી સહકારી મંડળીઓમાં બેકર્ડ ઑફ ડિરેકટર્સ અથવા કાર્યવાહક સમિતિ અને અધિકારીઓની ચૂંટણી થાય છે. આ ચૂંટણીઓ કેવાં આનો પેદા કરે છે અને સ્થાપિત હિત જમાવે છે તેને કાંઈક ખ્યાલ મહારાષ્ટ્રમાં તાજેતરમાં સાકરનાં સહકારી કારખાનાઓ અને સહકારી બકામાં થયેલ ચૂંટણીએ! ઉપરથી આવે છે. મહારાષ્ટ્રમાં ૩૯ સાકરનાં સહકારી કારખાનાં છે. તેમાં ૩૧ પશ્ચિમ મહારાષ્ટ્ર – સાંગલી, કોલ્હાપુર, સેલાપુર, અહમદનગર, વગેરે જિલ્લાઓમાં છે. કરોડો રૂપિયાને તેના વહીવટ છે. લગભગ ૨૦૦ કરોડ રૂપિયાની લે - વેચ થતી હશે. ખાંડ સિવાય બીજા ધંધામાં પણ આ કારખાનાઓ પડયાંછે, ખાસ કરી દારૂ ઉત્પાદનમાં. મહારાષ્ટ્ર રાજ્યે દારૂબંધી હળવી કરી – રદ કરી – તેનું એક કારણ આસહકારી કારખાનાઓની ડિસ્ટિલરીએ છે. મરઘાં અને ડુક્કરઉછેર પણ કરે છે. એટલે મેફકોની જાહેરાત મુંબઈમાં વધી પડી છે. આ કારખાનાઓને કરોડ રૂપિયાની મશીનરી છે, આફ્સિ માટે મોટાં મકાનો છે, એર કન્ડિશન્ડ આફિસે છે, મોટા પગારદારો છે, હજારો માણસે નોકરીમાં છે અને લાખો ખેડૂતોની જીવાદોરી તેમના હાથમાં છે. શહેરી મૂડીવાદને ભુલાવે તેવા નવા મૂડીવાદ જિલ્લાઓમાં શરૂ થયો છે. કંપની ધારાનાં બંધને આ સહકારી મંડળીઓને નથી, તેના ડિરેકટરો અને ખાસ કરી પ્રમુખો અને અન્ય અધિકારીએ વિશાળ સત્તા ભોગવે છે અને હજારા, લાખે! માણસા ઉપર આર્થિક પકડ છે. એટલી હદ સુધી કે ધારાસભાના સભ્ય થવા કરતાં સહકારી મંડળી-ખાસ કરી મોટી મંડળી – ના પ્રમુખ થત્નું પસંદ કરે છે. નવી જાગીરા ઊભી થઈ છે. થાડા વખત પહેલાં આવી એક સહકારી મંડળીના પ્રમુખે, પોતાની દીકરીનાં લગ્ન વખતે એક લાખ માણસને
જમાડયા હતા.
રાજદ્રારી પદ્મા અને ખાસ કરી સત્તાધારી પક્ષ, આવી મંડછીએ અને પંચાયતો મારફત પેાતાની સત્તા જમાવે છે. દરેક પ્રધાનને પોતાનું ક્ષેત્ર હાય છે, જ્યાં પોતાના માણસોને પોતાની લાગવગના ઉપયોગ કરી, સત્તાસ્થાને રાખે છે. This establishes a chain of power links. તેથી આ ચૂંટણીઓમાં લાખા રૂપિયા ખર્ચ થાય છે. જીપા, મેટરા સંખ્યાબંધ દોડે છે, પેટ્રોલની ત્યાં તંગી નથી. ચૂંટણીનાં જેટલાં અનિષ્ટો છે તે બધાં આવી ચૂંટણીઓમાં છે.
પણ આવી ચૂંટણીની વિશેષતા એ છે કે તેમાં શાસક કેંગ્રેસની અંદરઅંદરની જ સાની સાઠમારી છે. કોઈ વિરોધ પક્ષની તેમાં ચાંચ બૂડે તેમ નથી. પણ શાસક કૉંગ્રેસના આગેવાનો વચ્ચે તીવ્ર ગળાકાપ સંઘર્ષ છે. યશવંતરાવ ચવ્હાણ અને નાઈકથી માંડી, શંકરરાવ ચવ્હાણ, વસંતદાદા પાટિલ, માહિતે, શરદ પવાર અને અન્ય આગેવાના, દરેક પેાતાના માણસાને સત્તાસ્થાને મૂકવા પ્રયત્ન કરે છે. એકબીજાને પાડવા અને હરાવવાની હરીફાઈ જામે છે. સહકારમાંથી સત્તા મેળવવાની નવી રીત છે. શેરડીના ભાવ નક્કી
૧૮૫
નોંધ
કરવા, ખાંડના ભાવમાં હેરફેર કરાવવી, ખેતી માટે સાધનો, પાણી, ખાતર, લેાન આપવાં, અનેક રીતે મતદારોને પેાતાને તાબે લેવાની યુકિતઓ અજમાવાય છે.
આ સહકારે ઉપરના દસ ટકા માણસે, મોટા ખેડૂતો અને રાજદ્રારી વ્યકિતઓને જ લાભ કર્યો છે. બીજી ૯૦ ટકા પ્રજાની હાલત હતી તેવી જ રહી છે. કદાચ વધારે ગરીબ થઈ છે, આર્થિક ગુલામી વધી છે. સ્થાપિત હિતોનું વર્ચસ્વ એટલું વ્યાપક અને ઘનિષ્ટ છે કે વિરોધ પક્ષો, સીધે સામનેા કરી શકે તેમ નથી. કર્યાં સાચા સહકાર અને ક્યાં આ સત્તાભૂખ્યો સહકાર? લોકશાહી સમાજવાદનું ભાવિ
મૂડીવાદ અને સામ્યવાદનાં અનિષ્ટોમાંથી બચવા દુનિયાના કેટલાક દેશોએ - આપણે પણ - લોકશાહી સમાજવાદ અથવા કલ્યાણ રાજ્ય—વેલફેર સ્ટેટ–ના પ્રયોગ સ્વીકાર્યો છે. આ પ્રયોગ સૌથી વધારે લાંબા સમય માટે અને મોટા પ્રમાણમાં સફળ રીતે, ત્રણ નાના દેશ, ડેન્માર્ક, સ્વીડન અને નોર્વેએ કર્યો છે. આ દેશમાં સૌથી ઊંચું જીવનધારણ છે. જન્મથી મરણ સુધી જીવનની બધી જરૂરિયાતો રાજ્ય પૂરી પાડે છે. ત્યાં ગરીબાઈ નથી. ત્યાં લાકશાહી છે. Scandinavia for years has been the model for demo
cratic Socialism. આ ત્રણે દેશમાં ઘણાં વર્ષોથી સમાજવાદી પક્ષ સત્તા પર રહ્યો છે. તાજેતરમાં આ ત્રણ દેશેામાં થયેલ ચૂંટણીઓનાં આશ્ચર્યજનક પરિણામો લેાકશાહી સમાજવાદ કે કલ્યાણ રાજ્યના ભાવિ વિષે શંકા અને ચિન્તા ઊભી કરે છે. સ્વીડન અને નોર્વેમાં સમાજવાદી પક્ષની મોટી બહુમતી હતી તે રહી નથી. જ્યારે ડેન્માર્કમાં ૪૮ વર્ષ સત્તા પર રહ્યા પછી સમાજવાદી પક્ષ હારી ગયા અને ૧૭૯ સભ્યોની પાર્લામેન્ટમાં માત્ર ૪૬ બેઠક મેળવી શકયો. ડેન્માર્કમાં તો બધા વિરોધ પક્ષ પણ લગભગ ઊડી ગયા અને નવા પક્ષોએ વધુ ઓછી બેઠકો મેળવી. આ નાના દેશમાં હવે નવ રાજકીય પક્ષો છે અને કાઈને બહુમતી નથી એટલું જ નહિ પણ ત્રણચાર પક્ષો ભેગા મળીને પણ સ્થિર રાજતંત્ર કરી શકે તેમ નથી. One of Europe's strongest democracies of long standing, appeared headed for uncertain period of political instability and turmoil. ગરીબાઈ અથવા આર્થિક વિષમતાનું પરિણામ નથી. રાજતંત્રના જ અવિશ્વાસ છે. No confidence in the entire political establishment and a contempt for all politicians.
આવું કેમ બન્યું? લોકશાહી સમાજવાદમાં એવું શું તત્ત્વ છે કે લોકોને તેના પ્રત્યે સખત અણગમો થયો અને કટાળો આવ્યો? લોકશાહી સમાજવાદનું ધ્યેય, એટલે કે ગરીબાઈ અને આર્થિક સમાનતા નાબૂદ કરવાં, તે મોટા ભાગે આ દેશોમાં સફળ થયું છે. છતાં આમ કેમ? રાજદ્રારી નિરીક્ષકો તેનાં કારણેામાં કહે છે કે આવી સફળતા મેળવવાની જે કિ`મત ચૂકવવી પડે છે તે હવે પ્રજાને સ્વીકાર્ય નથી. એ કિંમત શું છે?માટીનેાકરશાહી, ભારે કરવેરાઓ અને રાજ્યના ચારે તરફના અંકુશા અને નિયંત્રણ. Enormous bureaucracies, staggering Tax Rates and loss of individual initiative. બધું ય રાજ્ય કરે, પારણામાંથી કબર સુધી. લોકોને પેાતાની રીતે, સ્વતંત્રપણે જીવન જીવવું ગમે છે. Man does not live by bread alone. રાજ્ય જીવનના ભરડો લે, પછી ભલે જીવનની બધી જરૂરિયાતો પૂરી પાડતા હાય ત પણ, માણસ એવા યાંત્રિક જીવન સામે પુકારી ઊઠે છે. ડેન્માર્કમાં એક એવા પક્ષ ઊભા થયા છે કે જે કરવેરા ઓછામાં ઓછા