________________
૧૮૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૭૪
રાજસ્થાન હાઈકોર્ટે ૧૯૬૬માં ચુકાદો આપ્યો કે આ શ્વેતામ્બર જૈન મન્દિર છે. પણ એકબે અપવાદ સિવાય, રાજસ્થાન પબ્લિક ટ્રસ્ટ એકટ તેને લાગુ પડે છે. કોર્ટે વિશેષમાં રાજ્યને ફરમાવ્યું કે પબ્લિક ટ્રસ્ટ એકટની જોગવાઈ મુજબ શ્વેતામ્બર જૈનેની કમિટી નિયુકત કરવી અને મંદિરને વહીવટ તે કમિટીને સુપ્રત કરો. રાજસ્થાન હાઈકોર્ટે કેસરિયાજી તીર્થને વેતામ્બર મંદિર ઠરાવ્યું, કારણ કે દિગમ્બરે પક્ષકાર નહિ હોવાથી, તેમની તરફેણની જુબાની, શ્વેતામ્બરો અને રાજસ્થાન સરકારની જાણમાં હોવા છતાં, રજૂ થઈ ન હતી. રાજસ્થાન સરકાર તેને હિન્દુ મંદિર ઠરાવવા ઈચ્છતી હતી અને તાયબરે તેને શ્વેતાંબર મંદિર ઠરાવવા ઈચ્છતા હતા, એટલે બેમાંથી કોઈને પૂરી સાચી હકીકતે રજૂ કરવાનો ઈરાદો ન હતો. દિગમ્બરોને આ રીટ અરજીની જાણ હોવા છતાં, ગફલતમાં રહ્યા.
શ્વેતા+બરેએ રાજરથાન હાઈકોર્ટના ચુકાદા ઉપર સુપ્રીમ કર્ટને અપીલ કરી કે પલિક ટ્રસ્ટ એક્ટ જૈન ધર્મના સિદ્ધતિની વિરુદ્ધ છે અને મંદિરને વહીવટ શ્વેતામ્બર જૈને જ, જૈન ધર્મના સિદ્ધાંત મુજબ કરી શકે.
રાજસ્થાન સરકારે અપીલ કરી કે આ હિન્દુ મંદિર છે. આ રીટ અરજીમાં દિગમ્બરે પક્ષકાર ન હતા તેથી આ ચુકાદો તેમને ધનકર્તા ન ગણાય. દિગમ્બરએ રાજસ્થાન હાઈકોર્ટમાં રીટ અરજી કરી કે આ દિગબર મંદિર છે અને દિગમ્બરને જ તેને વહીવટ કરવાનો અધિકાર છે અને મંદિરનો વહીવટ તેમને સુપરત કરો. રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદા સામે આ અરજીમાં મનાઈહુકમ મેળવ્યું.
સુપ્રીમ કોર્ટની અપીલમાં દિગમ્બરોએ અરજી કરી કે તેમને પણ સાંભળવા. સુપ્રીમ કોર્ટે આ અરજી માન્ય કરી અને સાંભળ્યા.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ઠરાવ્યું કે :
(૧) આ હિન્દુ મંદિર નથી પણ જૈન મંદિર છે. આ તામ્બર મંદિર છે કે દિગમ્બર મંદિર છે તે નક્કી કરવાની જરૂર નથી.
(૨) ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે પહેલાં, ઉદેપુર રાજ્ય આ મંદિરને વહીવટ પિતાના હસ્તક લઈ લીધો છે અને તે કાયદેસર છે. તેથી મંદિરને વહીવટ કરવાને રાજયને અધિકાર છે. જેને અથવા તેના કોઈ સંપ્રદાયને વહીવટને અધિકાર હોય તે પણ તે અધિકાર ઉદેપુર રાજયના બંધારણ અને હુકમને કારણે હવે રહેતો નથી અને ભારતના બંધારણની ૨૫ કે ૨૬મી કલમથી એ અધિકાર પુનઃ પ્રાપ્ત થતો નથી.
(૩) રાજસ્થાન પબ્લિક ટ્રસ્ટ એકટમાં એવું કાંઈ નથી કે જેથી જૈન ધર્મના સિદ્ધાંતને બાધ આવતો હોય. તેથી જૈન મંદિરોને રાજસ્થાન પબ્લિક ટ્રસ્ટ એકટ લાગુ પડે છે. બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ વિષે પણ આવો ચુકાદો પહેલાં અપાય છે.
| (૪) રાજસ્થાન હાઈકોર્ટે આ મંદિરને શ્વેતામ્બર મંદિર ઠરાવ્યું છે અને શ્વેતામ્બર જૈનેની કમિટી રચી તેને વહીવટ સુપરત કરવું તે હુકમ રદ કરવામાં આવે છે.
આ રમુકાદાનો અગત્યને ભાગ અંગ્રેજીમાં આવું છું: (1) On a consideration of all the documents admitted, which the State has not, and cannot challenge, we have no doubt that Shri Rikhabdevji temple is a Jain temple and the State of Rajasthan has produced no evidence to the contrary to show that it is a Hindu temple where Jains of all sects as well as Hindus of all sects including the Bhils are allowed to worship.
(2) (a) In our view, the question whether the temple
is a Swetamber Jain Temple or a Digamber Jain Temple as contended by the Digambers,
does not arise in these Appeals. (b) As we have said earlier, in this case, we do
not wish to determine the question whether the temple is a Swetamber temple or a Digam
ber temple. (3) We have no hesitation in holding that the management of the temple of Rikhabdevji with its properties had validly vested in the Ruler of Udaipur, and thereafter in the successor State before the Constitution of India came into force on January 26, 1950. There can, therefore, be no doubt that any right which the Jains or any one of the two Jain denominations, namely, the Swetambers or Digambers or both, may have had in the temple or in its management was lost in the pre-Constitution period and is now vested in the State of Rajasthan. (4) The direction given in the Writ Petition No. 501 of 1962.... that Rikhabdevji is a Swetamber temple and that the State of Rajasthan should Constitute a Committee for its management as provided under the Act is set aside.
હવે શું? - રાજસ્થાન પબ્લિક ટ્રસ્ટ એકટમાં જોગવાઈ છે કે કોઈ મંદિરના વહીવટને અધિકાર રાજ્યને હોય ત્યાં પણ, એ વહીવટ તે તે ધર્મના સિદ્ધાંતો અને પ્રણાલિકા મુજબ થાય તે માટે, તે ધર્મની વ્યકિતઓની કમિટી રચી, વહીવટ તે કમિટીને સુપરત કર. આ પ્રમાણે જેની કમિટી કરવા રાજ્યને આગ્રહ કરવો જોઈએ. સુપ્રીમ કેટે ભારપૂર્વક જાહેર કર્યું છે કે આ જૈન મંદિર છે અને હિન્દુઓ અને ભીલોને તેમાં પૂજા કરવાનો અધિકાર છે તેવો કોઈ પુરાવો રાજા રજૂ કરી શકયું નથી. આ બહુ મોટા લાભ થયે છે. લગભગ એક સદી સુધી વહીવટ રાજયહસ્તક રહ્યો તેમાં જૈનને ઘણું નુકસાન થયું છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો હિન્દુઓ અને ભીલો વધારે અધિકાર ભોગવતા થશે. શ્વેતામ્બરો અથવા દિગમ્બર, ઠાઈ પણ, એ આગ્રહ રાખશે કે આ શ્વેતામ્બર કે દિગમ્બર મંદિર જ છે અને તે સંપ્રદાયને જ વહીવટને અધિકાર છે તે લડવામાં વરસો જશે, ઉભયમાન્ય જૈન મંદિર છે તેમને સ્વીકારે અને સાથે મળી રાજયને જેની કમિટી નીમવા આગ્રહ કરે તો સાંભવ છે કે જેને વહીવટ પ્રાપ્ત કરી શકશે. સંયુકત વહીવટ અને યથાવત સ્થિતિ જાળવી રાખવી અને તેમાં બન્ને પક્ષની સંમતિ વિના ફેરફાર કરવા ઠાઈએ આગ્રહ ન રાખો અથવા સીધી કે
આડકતરી રીતે પ્રયત્ન ન કરવું એ માર્ગ જ હિતાવહ છે. ઉભયમાન્ય તીર્થો માટે આ જ માર્ગ છે. તેમાં કોઈ એક પક્ષો માલિકીની ભાવના રાખવી અથવા એકલા જ વહીવટના અધિકારનો આગ્રહ રાખવા તે અનુચિત છે. આ તીર્થમાં આવી શુભ શરૂઆત કરીશું તે બીજાં તીર્થોના ઝધડા પતાવવાનો માર્ગ પણ સરળ થશે. આપણે આશા રાખીએ કે આવી બુદ્ધિ સૌને સૂઝે અને ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ પ્રસંગે એકતા અને રાંગઠનને માર્ગે આપણે પ્રયાણ કરીએ. ૨૨-૧૨-૭૩.
ચીમનલાલ ચકભાઈ