________________
૧૮૬
પ્રબુદ્ધ જીવન
કરવાનું કહે છે. લશ્કર, અમલદારી ફોજ, બધું એછામાં ઓછું રાખવાનું કહે છે. વિદેશ ખાતાની પણ જરૂર માનતું નથી. આ નવા પક્ષને ૨૮ બેઠક મળી. Second largest party.
ગાંધીજીને રાજતંત્રને ભારે અણવિશ્વાસ હતા. તેની ઓછામાં આછી દખલગીરી હેાવી જેઈએ એમ માનતા. પણ એની શરત એ છે કે માણસ સ્વેચ્છાએ સંયમ રાખશે, પરહિત જોશે, પરિગ્રહમાહ છેડશે, મિલકતના ટ્રસ્ટી બનશે, જીવનની જરૂરિયાતા ઓછી રાખશે, ટૂંકામાં માણસ થઇને રહેશે. માનવી તેને માટે તૈયાર છે?
Danish election underscored anew the troubles faced by the Social Democratic movement throughout Western Europe. મૂડીવાદ નહિ, સામ્યવાદ નહિ, લોકશાહી સમાજવાદ નહિ, તો ગાંધીનો માર્ગ સ્વીકારશું? સાચી ધર્મભાવના વિના આ માર્ગની શ્રદ્ધા અને સફળ અમલ થઈ શકે નહિ. મહારાષ્ટ્ર – કર્ણાટક સીમા ઝઘડો
દેશના ભાગલા કરવાથી હિન્દુ - મુસ્લિમ પ્રશ્નનો ઉકેલ નથી થયો તેમ ભાષાકીય ધેારણે રાજ્યરચના કરવાથી કોઇ પ્રશ્ન હલ નથી થયો, બલ્કે દેશની એકતા જોખમાઇ છે. પ્રાદેશિક હિતેા એટલાં ઉગ્ર થ જાય છે કે જાણે વિદેશી રાજ્યા હાય તેમ સીમા, નદીનાં પાણી, રાજ્યમાં નોકરીએ, વિકાસ યોજનાઓ વગેરે દરેક બાબતમાં ઝઘડા વધતા રહ્યા છે. પાકિસ્તાને પુરવાર કર્યું કે એક ધર્મના લોકો સંપ અને પ્રેમથી રહે છે તેમ નથી. તેવી રીતે એક ભાષાભાષી લોકો પણ સંપ અને પ્રેમથી રહે તેવું નથી, આન્ધ્રમાં તે જોયું. અંતે તો આર્થિક હિતેા જ બળવાન છે, છતાં ભાષાને નામે શરૂઆતમાં ઝનૂન પેદા કરી શકાય છે. એક એક ગામડા માટે લડે. બહુભાષી પ્રદેશ એક અથવા બીજા રાજ્યમાં મૂકવા જ પડે, તેથી દેશને પેાતાના માનીએ તે કોઇ ફેર પડતા નથી. દેશના બધા ભાગા, એક રીતે, થાડેઘણે અંશે બહુભાષી છેજ, મેટાં શહેરો વિશેષ. આ ઝનૂનને રોકશું નહિ તે દેશના ટુકડા થશે. પ્રાદેશિક સેનાઓ અને પક્ષો વધતા જાય છે. કોઇ મુસલમાન પાકિસ્તાનની માગણીને વિરોધ કરી શકતા નહિ, તેમ કોઇ સ્થાનિક વ્યક્તિ આવી સેના કે પાની માગણીઓનો વિરોધ કરી શકતી નથી.
મુંબઈ બંધથી બધા વિચારવંત લોકોની આંખ ખૂલવી જોઇએ. તેની ‘સફળતા’ ભયનું પરિણામ છે, અંતરની લાગણીનું નહિ. મહારાષ્ટ્ર સરકારે રાજ્યસત્તા શિવસેનાને સોંપી દીધી હતી. બાળ ઠાકરેની આણ પ્રર્વતતી હતી. છ કલાક વહેલા બંધ ઉઠાવી લે તો પણ તેના હુકમથી, અને તે રેડિયા ઉપર જાહેર થાય. આવાં પ્રાદેશિક તત્ત્વોને બળ મળે તે ઘાતક છે. પણ, મહારાષ્ટ્ર સરકારના આડકતરો ટેકો હતા અને મુંબઇ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રીરજની પટેલે જાહેર રીતે ટેકો આપ્યો. મહારાષ્ટ્ર અને કર્ણાટક બન્ને રાજ્યોમાં કોગ્રેસની સત્તા છે. કર્ણાટકમાં મરાઠીભાષી લોકો ઉપર જુલમે થયા છે, તે મહારાષ્ટ્રમાં કન્નડભાષી ઉપર કર્યાં નથી થયા? રજની પટેલે તે વિશે કાંઇ વિરોધ કર્યો છે? મુંબઇમાં લોકસભાની પેટાચૂંટણી આવે છે તેમાં શિવસેનાનો ટેકો મેળવવા આવું સિદ્ધાંતવિલ્હેણું વર્તન કર્યું? રાજકીય આગેવાનોએ સમજી લેવું જોઇએ કે પ્રજા મૂર્ખ નથી. ખુદ શિવસેનાના આગેવાનો પણ જાણ નહિ હાય કે આવું વલણ અંતે કોઇના હિતમાં નથી. ઇંડા સમય માટે એક રાજકીય પક્ષ તરીકે કદાચ બળ મળે, પણ તે દેશને નિર્બળ બનાવી કોઈ સબળ થતું નથી, સામાજિક અને અરાજક તત્ત્વા જ તેનો લાભ લે છે. પ્રજા પરેશાન થાય છે અને નિરાશા તથા રાજ્ય પ્રત્યે અણગમા વધે છે. તોફાનો થાય, જાહેર મિલકતને નુકસાન થાય, નિર્દોષ માણસાન સહન કરવું પડે, ઉત્પાદન ઘટે. - બંધથી શું મેળવીએ છીએ? પછી બે ગલાર બંધ થાય અને એ જ પરિણામ.
તા. ૧–૧-૭૪
વિરોધ જાહેર કરવાના બીજા કોઇ માર્ગ નથી? પ્રજાને સાચું માર્ગદર્શન આપવાની કોઇ હિંમત નહિ કરે ?
અહીં જવાબદારી કેન્દ્ર સરકારની અને કૉંગ્રેસના માવડી આની છે. ૧૫ વર્ષથી સળગતા પ્રશ્ન છે. કોઇ નિર્ણય લેવાતા નથી, લેવાની હિંમત નથી, બન્ને રાજ્યના મુખ્ય મંત્રીઓ કે આગેવાનોની વારંવાર મંત્રણા કરાવી, સમાધાનના પ્રયત્ન કરવા અર્થહીન છે, કારણકે મનમાં ગમે તે સમજતા હેાય તે પણ એક તસુ પણ જતું કરવાની નૈતિક હિંમત કોઇને નથી. નહિતો, ભય છે કે ઊખડી જાય. ઇન્દિરા ગાંધીના હજી પણ પ્રભાવ છે ત્યાં સુધીમાં નીડરતાથી દેશના હિતમાં આવા પ્રશ્નોના તાત્કાલિક નિકાલ કરી નાખવા જરૂરી છે. બાજી હાથમાંથી જશે પછી પસ્તાવું પડશે. ૨૪-૧૨-૭૩
ચીમનલાલ ચકભાઈ
સુખ એટલે શું?
સુખ એટલે શું? આપણે કોને સુખ કહીશું? આજે મેટા ભાગના લોકો જેને સુખ માને છે, એ ખરેખર તા બીજું કાંઇ નહિ માત્ર એમની ઇચ્છાઓની પૂતિ જ છે; પછી તે ઈચ્છાઓ સારી છે કે ખરાબ, માણસ માટે હિત છે કે અહિતકર, તેના કોઇ જ ખ્યાલ રખાતા નથી. વાસ્તવમાં એ ખ્યાલ જરૂર રહેવા જોઇએ. માણસના સમગ્ર વિકાસની દષ્ટિએ જ સુખનો પણ વિચાર થવા જોઇએ. એટલે આપણે સુખને બદલે પ્રસન્નતા, આનંદ તેમજ જીવનની સભરતાને ખ્યાલ રાખીએ તે વધારે સારું.માણસનું જીવન સભર-સંપન્ન અને સક્રિય શી રીતે બને, તે આપણે જોવું જોઈએ.
બાકી, આજના જ સમાજમાં નહિ બુલ્કે ગમે તેવા સારા સમાજમાં યે કોઇ પણ સંવેદનશીલ માણસ જીવનની કેટલીક અનિવાર્તા કરુણતારાને લીધે ભારે દુ:ખ અનુભવ્યા વિના રહી શકશે જ નહિ. જે માણ” જીવંત અને સંવેદનશીલ છે, તેને માટે આનંદ અને ગમગીની બંને અનિવાર્ય જ છે અને સુખ એટલે માનવજીવનની પૂર્ણ અનુભૂતિની અવસ્થા,
એરિક ફ્રોમ
પ્રેમ અને સંવાદિતાની સૌરભ
લગભગ છ હજાર વર્ષ પહેલાં મિસરમાં, નવેિન નામના એક જ્ઞાની રાજા રાજ કરતા હતા. એક વખત એણે આકાશમાં દેવને પ્રસન્ન કર્યા. દેવે પ્રગટ થઈ રાજાને એક તલવાર આપતાં કહ્યું, “નવેિન, હું તારા પર પ્રસન્ન છું. આ તલવારથી નું વિશ્વવિજયી થા.”
નક્વિને ઉત્તર આપ્યો, “પ્રભુ, હું આ તલવાર લઈ શું કરીશ? મારે વિશ્વવિજય નથી જોઈ. ”
“તો પછી આ પારસમણિ લે. એનાથી તું સંસારની બધી સંપત્તિ મેળવી શકીશ.” દેવે કહ્યું. :
પણ નકિવેને આથી પણ ખુશ ન થયા. નકારમાં માથું હલાવતાં એણે કહ્યું: “પ્રભુ, અપાર ધનરાશિથી મને શું મળશે?”
“તેા સ્વર્ગની સુંદર અપ્સરા તારી સેવામાં માકલી આપું.” દેવે કહ્યું.
“ના, પ્રભુ ! અપ્સરાને મેળવી, હું જીવનની કઈ સિદ્ધિ મેળવી શકવાના હતા?” નકિવેને પ્રશ્ન કર્યો.
“તા, લે. આ ફલને છે. એ જ્યાં ઊગશે ત્યાં જડચેતન, શત્રુ–મિત્ર, બધામાં પ્રેમ અને સંવાદિતાની સૌરભ ભરી દેશે!” દેવતાએ કહ્યું.
નકિવેને એ છેડ કૃતજ્ઞતાથી સ્વીકાર્યો. એની આ સુરુચિ અને નિર્ણય જોઇ. દેવતાએ સ્વર્ગનાં તમામ સુખા એના પર ન્યોછાવર કર્યાં.