________________ 162 પ્રબુદ્ધ જીવન તા. 16-12-74. ભારે શાસ્ત્રો કયાં ઊભા રહેશે? પંડિત આપણું ગાડું ચાલશે કેમ? ‘નૂ કહતા કાગજ કીલીખી, મેં કહેતા આંખન કી દેખી.' પંડિતો પાસે આને કોઈ જવાબ હતો? એને જવા દો. આજના શાસ્ત્ર પંડિતોની પાસે એને જવાબ છે? તીર્થકર મહાવીરે જવાબ આપ્યો હતો, ‘સત્ય શબ્દોમાં નથી, અનુભવમાં છે. પરંતુ ખેદ તો એ વાતને છે કે મહાવીરના આ ઉત્તરને બીજા તો ઠીક પણ સ્વયે જૈન પણ કેટલો સમજ છે? - - હું એમ કહેવા માગતા નથી કે શાસ્ત્રનું પ્રયોજન નથી કે એને ઉપયોગ નથી. પ્રારંભિક ભૂમિકા માટે એની મહત્ત્વપૂર્ણ જરૂર છે પણ ત્યાં આવીને અટકી જવું કે બીજાને અટકાવી રાખવા એ બરાબર નથી. ગુરુ અમુક હદ સુધી ભલે અન્ય શિષ્યને શાસ્ત્રોની વાત સંભળાવે, માર્ગ બતાવ્યા કરે પણ હમેશ માટે એ આમ ન કરી શકે. જીવનભર શિષ્યને અંધ રાખવો અને એને હાથ પકડીને ફર્યા કરવું એ ગુરુનું કઈ જાતનું ગુરુત્વ છે? ગુર એ છે જે શબ્દ નહિ પણ આંખ આપે છે. “નમેjણ’ સૂત્રમાં એટલા માટે તીર્થકરોને ‘ચકખદયાણ અર્થાત આંખથી જોવા વાળા કહ્યા છે. ગુરુ શિષ્યને આંખ આપે છે, એની અંદરની આંખ પરના જાળાને ઉતારી દે છે અને પછી કહે છે કે હવે તું જે કંઈ છે તે તારી પિતાની આંખથી જો. તારા પોતાના વિવેકથી નિર્ણય કર કે સત્ય શું છે, અસત્ય શું છે, હિત શું છે, અહિત શું છે, માર્ગ ક્યો છે, અપમાર્ગ કર્યો છે. જ્યાં રાધી | પિતે તારી આંખથી નહિ જુએ, તારા પિતાના વિવેકથી નિર્ણય નહિ કરે, ત્યાં સુધી તારી ભ્રાંતિ દૂર નહિ થાય, સમસ્યાઓનું સમાધાન નહિ થાય. શાસ્ત્રના નામે હજારો સીધા-ઊલટા શાસ્ત્ર છે. દરેક પરંપરા પાસે શાસ્ત્રોનો ઢગલો છે જે પરસ્પર એકબીજા સાથે ટાય છે, એના શાસ્ત્રત્વને યથોચિત નિર્ણય તારે પોતે સ્વયંના વિવેકથી કરવો પડશે. પશુને ડંઠાથી જયાં હાકીએ ત્યાં એ જશે એવું તે નથી. અને આ હાંકવાવાળા પણ બેચાર નહિ, હજારો છે, લાખે છે. સાધક બિચારો કોના કોના ડંડાને માર ખાય. શાઓને અમુક અંશ જ ત્રિકાલિક સત્ય હોય છે. અધિક અંશ તો દેશ, કાળ અને તત્કાલિન વ્યકિત તેમજ સમાજની પરિસ્થિતિ ના આધારે રચાયેલા હોય છે. એ એક પ્રકારે વ્યાવહારિક સત્ય હોય છે. એટલે દેશ કાળ અનુસાર એમાં પરિવર્તન થાય છે. આધ્યાત્મિક ભાવ વીતરાગત્વ, સમત્વ છે, એ જ શાસ્ત્રોનું નવનીત છે. એટલે ભૂગેળ, ખગોળ, તથા સાંપ્રદાયિક સ્કૂલ ક્રિયાકાંડ આદિ પર શાસ્ત્રીય સત્યતાને આગ્રહ રાખવાને બદલે વીતરાગભાવ, સમભાવ પર જ લક્ષ્ય રાખવું જોઈએ. આ એક એવું લક્ષ્ય છે જેના પર કોઈ વિવાદ કે સંઘર્ષ થવા માટે અવકાશ નથી. આના આધારે જ વિભિન્ન રૂપમાં વિખરાયેલી ધર્મપરંપરાઓમાં એકત્વ સ્થાપી શકાશે. ધ્યાન રાખે, આ વીતરાગત્વ અને સમત્વ પણ શાસ્ત્રીય શબ્દોમાં જ ન રહે, એ અનુભૂતિમાં ઉતરવું જોઈએ. અનુભૂતિની ગહરાઈમાં ઊતર્યા વિના એ માત્ર જીભ પરનું પેપટિયું રટણ થશે, બીજું કંઈ નહિ, જેને માટે કહેવામાં આવે છે: ‘લાખ તેતે કે પઢાયા ફિરભી હૈવાં હી રહા.” ઉપાધ્યાય અમરમુનિ યુગ ધ્રુજી રહ્યા છે.... દિશા બદલાતી નથી, પ્રકૃતિમાં ય કોઈ પરિવર્તન નથી : રોજ પૂર્વ દિશા ઝળહળે છે, પશ્ચિમ દિશા પૂર્વ અધ્ય આપે છે હજુ વીજળી આકાશે પ્રકાશે છે, મેઘધારા ગગનમાંથી વરસે છે-- જે હજાર અને લાખો વર્ષો પૂર્વે જયાંથી વરસતી હતી. રોજ ફલ ખિલે છે, સાગર દાઘવે છે, નદીઓ અને ઝરણાં વહે છે, પર્વત ઉન્નત થઈને ઊભાં છે, અરણ્યના અગમ્ય ગીત હજુ ય પવનમાં લહેરાય છે ... પ્રકૃતિના પ્રાણ હજુ એવા જ ધબકે છે, એમાં કોઈ કાળે પરિવર્તન આવ્યું નથી- આ જગતમાં પરિવર્તન આવ્યું હોય તો એ માત્ર માણસમાં આવ્યું છે! માણસની ગતિમાં પ્રકૃતિએ કોઈ મંદતા આણી નથી– માત્ર માણસની બદલાઈ ગયેલી દષ્ટિ અને જીવનકાળમાં અકલ્પ્ય પરિવર્તન માણસ સામે આવે અભિાસ ખડો કરી દીધું છે! નીતિમત્તાની નિર્બળતાએ, શ્રદ્ધાશકિતના અભાવે અને મનની શિથિલતાએ આજે માણસને પામર જેવું બનાવી દીધું છે! કાળની ગતિના પરિભ્રમણમાં પરિવર્તન લાવવાના માણસને નિરર્થક પ્રયાસેનું પરિણામ એ માત્ર આજનું પરિણામ નથી; આજ પૂર્વે પણ આવા પરિણામ આવ્યા હતા.... અને એટલે જ હવે, સત્ય ખાતર મરી ખૂટવાનું સહેલું બની ગયું છે. અસત્ય અને અતિ અલભ્ય ભૂટ અને ભૌતિક સુખોની પરંપરામાં જીવવાનું હવે સહેલું થઈ ગયું છે..... બુદ્ધિવાનોએ માનવતાની આણ માટે :જેલા કાનૂન હવે દ્રવ્ય-વિક્રયી બન્યા છે, એ કાનૂનોને પરાસ્ત કરવા, સત્ય અને ન્યાયને વટલાવવા માટે તમારે માત્ર શ્રીમંત જ હોવું જરૂરી છે કાળા ડગલાના ગજવામાં કાયદાને અને ન્યાયને બેભાન કરવાની “ક્લોરોફોર્મ”ની શીશીઓ ભરેલી પડેલી જ હોય છે! મંદિરના પગથિયે બેસી, ઈશ્વર પાસે ફરિયાદ કરવાનું હવે માંડી વાળો–આ યુગને પામર માનવી હવે પોતાની જ. ને “ભગવાન” કહેવરાવતો થઈ ગયો છે!! મંદિરના પૂજારીઓ હવે ઈશ્વર કરતા વધુ પૂજાવા માંડયા છે: હવે તમે ઈશ્વર કરતાં માનવીમાં-એવા માનવીઓમાં જેની પાસે સત્તા અને સંપત્તિ હોય-શ્રદ્ધા રાખો, કારણ કે હવે જગત ઉપર ભગવાન કરતાં ઈન્સાનેનું ગજું વધી ગયું છે. હું તમને હજારો સદીઓથી કહેતો આવ્યો છે કે પ્રસાદ ભાગ એ ઈશ્વરને નહીં, પૂજારીએ અને ભૂખાળવા માનવીને રાક છે-આટ આટલી સદીઓથી તમે મારા સ્વરને રૂંધતા આવ્યા છેઅપાર યાતના હું હજી પણ ભેરવી હ્યો છું: જો એક મંદિરના ભગવાનને તમે ભૂખે રાખવાનો નિર. કરે તે હજારો ભૂખે ટળવળતાં ગરીબોને તમે જમાડી શકો! આવી દષ્ટિ નથી સૂઝતી કારણ કે, માણસ જ માણસને હવે શત્રુ બની ગયો છે... સત્યના હિમાલયમાં હવે દવ લાગી ગયા છેસળગી ગયેલાં સત્યની રખ્યામાંથી આજના ભગવાનના મહાલો ચણાવા માંડયા છે! હવે આ જગત ઉપર મહા-પ્રલયને જન્મ થઈ ગયો છે! ધર્મના હવે છેલ્લાં શ્વાસ ઘૂંટાઈ રહ્યાં છે! જયારે સ્વયં મૃત્યુ જ ટળવળતું લાગે ત્યારે સમજજો કે હવે જગત એગ્નિશિખાની ટોચ ઉપર જીવી રહ્યું છે! હવે માણસના દૂષિત શ્વાસેથી ફલે ગંધાઈ ઊઠયાં છે! આ યુગના વિનાશક પરિબળો હવે ‘સત્ય” જેવા લાગવા માંડયા છે! માણસ આજે “ભગવાન” ને નહિ, શૈતાનને પૂજે છે- ભજે છે એ આજનું આમૂલ પરિવર્તન છે! આજના યુગને સભ્ય માનવી જે એમ સમજતો હોય કે પથ્થર યુગના અને મૃગચર્મ પહેરનારા સત્ય નહોતા સમજતા તે એને જવાબ એ છે, કે એ સત્ય સમજતા હતા જ અને અસત્ય પણ નહોતા અચારતા. આજના માણસનું મેટામાં મોટું ભયસ્થાન કયું છે? એવું જ કોઈ મને પૂછે તો હું આત્મ સ્વરે કહી શકું છું કે આજના માણસ માટે મોટામાં મોટું ભયસ્થાન મૃત્યુ નહિ માણસ છે! સત્ય તો એ છે, કે માણસ માણસને હણીને બળવાન બની . શકયે છે, માણસ માણસને લૂંટીને રાંપત્તિવાન બની શકે છે, જો તમે આ યુગના માનવી હો તે તમારે આ સત્યને સ્વીકારવું પડશે ! સત્વહીન ગરીબીમાં સબડતા માનવીઓના ન્યાય ઝંખતા આત્મના આકંદથી સત્યના પિરામિડાના પાયા હચમચી ઊઠ્યા છે– આ સત્યના પિરામિડા નીચે યુગ ધ્રુ જી રહ્યો છે. કંપી રહ્યો છે! એટલું સમજી લેજો કે, સત્યની વાણીને કોઈ કાળ નથી, પણ કેઈપણ કાળને શ્વાસ વાણી છે: દેહ અને આકાર વિનાના કાળની ગતિમાં જે સત્ય ભીંસાનું હોય તે, સમજી લેજો કે સ્વયં ઈશ્વરને આક્રંદ કરવાનો સમય આવી ગયો છે ! –ગુણવંત ભટ્ટ ધર્મના જગત ઉપર મહારાજ મહાલો ચણાવ અલા માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: 385, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪, ટે. નં. 350296, મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ છેસ, કીટ, મુંબઈ-૧