________________
તા. ૧૬-૧૨-૭૪
પ્રાદ્ધ જીવન
સત્યની પ્રતીતિના બે રૂપ
[ઉપાધ્યાય કવિ અમર મુનિ, વિદ્રાન નિર્ભીક ચિન્તક છે. શાસ્ત્રોને નામે લોકોને ભ્રમમાં નાખવામાં આવે છે ત્યારે શાસ્ત્રોની મર્યાદા બનાવવાને લગતો તેમને આ લેખ મનનીય છે. “મંત્રી
સત્યની પ્રતિતિના બે રૂપ છે. એક છે શ્રુત અને બીજું છે દષ્ટ. શ્રુતના અર્થ છે – સાંભળેલું. કોઈ ગુરુ મારફત શાસ્રવચને દ્વારા સત્યની જે ઉપલબ્ધિ થાય છે એ શ્રુત સત્ય છે, એને પરાક્ષ સત્ય પણ કહેવામાં આવે છે. આ પ્રકારનું સત્ય, સત્યના સંકેત માત્ર છે, શબ્દોના માધ્યમદ્ગારા વસ્તુસ્થિતિને એક ધુંધળા અર્થ કરી લઈએ છીએ, એના સ્પષ્ટ સાક્ષાત્કાર નહિ, અને જ્યાં સુધી સત્યને સ્પષ્ટ સાક્ષાત્કાર, જેને દર્શનની ભાષામાં દષ્ટ એટલે અનુભૂત સત્ય કહેવામાં આવે છે, એ ન થાય ત્યાં સુધી સત્યને યથાર્થ બાધ એની નિશ્ચિત મંજીલ સુધી પહોંચી શકતા નથી. સત્યના યથાર્થ બાપની જિજ્ઞાસા શ્રુત સત્યથી શાન્ત નથી થતી, એ તે સ્વયં દ્વારા સાક્ષાત દષ્ટઅને અનુભૂત સત્યથી જ થાય છે
બાહ્યજગતની અપેક્ષાએ અન્તર્જગતને તત્ત્વબાધ તે શબ્દાની જાળમાં વિશેષ ગૂંચવાઈ જાય છે. અંદરનું જગત એટલું બધું સુક્ષ્મ, રહસ્યમય છે કે ત્યાં તે શબ્દની સ્થિતિ તે શું, ગતિ પણ નથી હોતી. વૈદિક મહર્ષિ એ સંબંધમાં કહે છે – ‘યતા વાચા નિવર્તતે અપ્રાપ્ય મનસા સહ”. અર્થાત ત્યાંથી મન અને વાણી કંઈ મેળવ્યા વિના, જરાય જાણકારી પ્રાપ્ત કર્યા વિના, નિષ્ફળ થઈને જ પાછાં આવે છે. તીર્થંકર મહાવીરે પણ કહ્યું હતું-‘સવ્વ સરા નિયટ્ટૈતિ’– ત્યાંથી સઘળા સ્વર પાછા આવે છે. ‘તક્કા તત્વ ન વિજઋઈ” – ત્યાં તર્ક પગ પહેોંચી શકતે નથી. વમાણ વિજજખે’- એને માટે કોઈ ઉપમા પણ નથી. ‘ઉરુવી સા’- એ એક રૂપ સત્તા છે. ‘પયસ પણત્થિ' પદનું કોઈ પદ નથી હાતું, દશ્યચિન્હ નથી હતું. આ કથનથી સ્પષ્ટ થાય છે કે એ અનિર્વચનીય પરમતત્ત્વરૂપ પરમ ચૈતન્યના દ્રાર ખાલવા માટે શબ્દોના ધક્કા કેટલા દુર્બળ છે, અર્થહીન છે.
મહાવીરનું દર્શન એવું છે કે જયાં સુધી શ્રુત શાન છે,અને એ શાબ્દિક શ્રુત શાનના આધારે ચર્ચા થાય છે ત્યાં સુધી કૈવલ્ય રૂપ પૂર્ણ પ્રત્યક્ષ શાન થતું નથી. આ સિદ્ધાંત ઘણે! અદભુત છે; સત્ય સંબંધે સાંભળ્યું તે ઘણુ' હાય છે પણ સાંભળવાથી માધુર્યાનુભૂતિ કાને થઈ છે ? માધુર્યાનુભૂતિ એટલે આનંદાનુભૂતિ. કૈવલ્ય માટે શ્રુતથી આગળ દષ્ટની યાત્રા કરવી પડશે. પરાક્ષમાંથી પ્રત્યક્ષમાં ઉતરવું પડશે. શબ્દના જંગલને પાર કરવું પડશે, તે સત્યની નગરી સુધી પūોંપી શકાશે. એટલા માટે જ આચાર્ય શંકરે કહ્યું હતું – ‘શબ્દાલં મહારમાં, ચિત્તા - ભ્રમણ કારણમ ’-ચિત્તને ભ્રાન્ત બનાવીને અહીં તહીં ભટકવાવાળી શબ્દજાળ ભયાનક જંગલ છે. વસ્તુત: આવશ્યકતાથી વધારે પ્રમાણમાં રહેતી શાસ્રવાસના સત્યના યથાર્થ પરિબાધ થવા દેતી નથી. શાસ્ત્રપ્રતિબદ્ધતા મત, પંથ કે સંપ્રદાય દિદ્રારા આરોપિત સત્યોના બાધ કરાવી શકે છે, પરન્તુ મત - થાથી પર મૂળ સત્યને પરિબાધ કરાવી શકતી નથી . કૈવલ્પરૂપ પ્રત્યા બાધ શ્રુત પરોક્ષજ્ઞાનથી એટલું દૂર છે કે એટલી દૂરનાને જાણવા માટે સ્વયં શાસ્ત્રોને પણ અનન્તતા સિવાય બીજો કોઈ શબ્દ મળ્યા નહિ. આ પરથી પરાક્ષ અને પ્રત્યક્ષામાં કેટલું અંતર છે એ સમજી શકાય છે. મહાવીરના દર્શનમાં પ્રત્યક્ષ સ્વસાપેક્ષ છે અને પરોક્ષ પરસાપે. સ્વ-સાપેક્ષને અર્થ છે – ‘મન અને ઈન્દ્રિય આદિ બાહ્ય સાધનાથી નિરપેક્ષા સર્વથા સ્વતંત્ર સ્વસંવેદન.' મહાવીરનું મહાભિનિષ્ક્રમણ. આ જ પરનિરપેક્ષ સ્વસં`દત માટે હતું. સાડાબાર વર્ષની સુદીર્ઘ સાધનાના ફળસ્વરૂપ કેગે પોક્ષ શ્રુતતી નિમ્નસ્તરીય સીમાથી અાગળ વધીને સર્વત્યના પ્રખ્યા સ્વસંવેદનની, કલ્પની સવેચ્ચિ ભૂમિકા પર પહોંચ્યા, જાપાંની જિત બન્યા ‘જીન' થાનો જ એક માર્ગ છે જેના પર મહાવીર ચાલ્યા હતા.
'
૧૬૧
આજે ધર્મના નામે ચાલી રહેલા સંપ્રદાયોમાં જે છે, સંઘર્ષ છે, આનું એક માત્ર કારણ ભદ્ર લેાકોને શાસ્ત્રોના નામ પર મૂર્ખ બનાવવામાં આવે છે. વેદના નામે પ્રાચીન કાળથી બ્રાહ્મણ પરંપરા લાકોના મનમાં ભ્રાંતિ ઊભી કરે છે. અને આગમાના નામે કામણ - પરંપરા પણ એમજ કરેછે. જે ગુરુને જે કંઈ મનમાં આવે એને સિદ્ધ કરવા માટે શાસ્ત્રોની દુહાઈ આપવામાં આવે છે, એ જ શાસ્ત્ર છે, એમાં મૂર્તિપૂજાનું વિધાન પણ છે, નિષેધ 'પણ છે, શ્રી જાતિનું અપમાન પણ છે, સંમાન પણ છે. બે શ્રાવણ હાવાથી બીજા શ્રાવણનું પર્યુષણ પર્વ પણ છે, બીજા ભાદરવાનું પણ છે. ઉદય કાલની પંચમી આદિ પર્વતિથિ પણ છે અને અસ્ત કાલ પણ છે. કોઈ દીનહીનની ધનાદિથી સેવા કરવામાં પુણ્ય પણ છેઅને આ સેવામાં પાપ પણ છે. કોઈ મરતા પ્રાણીની રક્ષામાં પુણ્ય પણ છે, ધર્મ છે અને આ જ રક્ષામાં પાપ તથા ધર્મ પણ છે. એક સંપ્રદાયની દષ્ટિએ આપણા અમુક ક્રિયાકાંડ શાસ્ત્ર અનુસાર શ્રેષ્ઠ છે, વિહિત છે. તે! એ જ ક્રિયાકાંડ બીજા સંપ્રદાયની દષ્ટિએ એ જ શાસ્ત્ર અનુસાર નિષ્કૃષ્ટ છે; નિષિધ છે. શાસ્ત્રને ભાનુમતિના પટારા બનાવી દેવાયા છે જે કંઈ જોઈએ તે શાસ્ત્રોમાં મળી શકે છે. ટીકાની દષ્ટિએ એક જ વાક્યના કંઈ ને કંઈ અર્થ કરવામાં આવે છે. આને પરિણામે
or
મૂળથી જ વૈદિક પરંપરાના અનુયાયીએ પાતાનાં શાસ્ત્રો અનુસાર પરસ્પર વિરુદ્ધ આસ્તિક પણ છે, નાસ્તિક પણ છે. શૈવ, વૈષ્ણવ આદિમાં એક બીજા પરત્વે એટલા કલહ અને વિગ્રહ છેકે એ વિશે પુછવા જેવું નથી. શાસ્ત્રના મેહે જૈન પરંપરાની પણ ખરાબ હાલત કરી છે. ભગવાન મહાવીરની વાણીની દુહાઈ આપીને દિગમ્બર - શ્વેતામ્બરોને જૈન નથી માનતા અને શ્વેતામ્બરા દિગમ્બરોને જૈન નથી માનતા. સ્થાનકવાસી, તેરાપંથી, પણ આ જ ભૂમિકા પર ઊભા છે. તેઓ પોતાના સિવાય બીજા કોઈને જૈન માનવા તૈયાર નથી. પેતાના સિવાય બી જૈન નથી, જૈનાભાસ છે – એમ આ બધા પેાતાના શાસ્ત્રો અનુસાર એમની દ્રષ્ટિએ માને છે. એ રીતે અત્યારે જનગણના આંકડામાં એક પણ જૈન, સ્વયં જૈનેાની દષ્ટિએ નથી. શ્વેતામ્બર સ્થાનકવાસી અને તેરાપંથીના તે શાસ્ત્રો પણ એક જ છે. પણ એ એક જ શાસ્ત્રો અનુસાર તેએ એકબીજાને મિથ્યાદ્રષ્ટિ જાહેર કરી રહ્યા છે. આજે યુગ અનુસાર ધર્મગુરુઓ દ્રા એકતાના સૂત્રેા જે ઉચ્ચારાઈ રહ્યા છે, એ મહદ અંશે મંચ પરથી બાલવા માટે છે. આ સૂત્રેાની નીચે ઘણા મેટા પ્રમાણમાં અસત્ય અને દંભ છુપાયેલાં છે. વાત જરા કડવી છે પણ એ કેટલી સત્ય છે એ એકાન્તમાં બેસી વિચારવાથી જાણી શકાય છે. મહાવીર અને મહાવીરના તત્ત્વબેાધને સમજવા માટે આ દંભને તેડવા જ પડશે અને જ્યારે ગુરુનો શાસ્રતાના નામ પર થતા સર્વ સત્તાને દાવે તૂટશે ત્યારે આ દંભ પણ તૂટશે. આજે ણે કે દરેક ગુરુની પાસે મહાવીરની વાણી સીધી પહોંચે છે. શાસ્ત્રના માધ્યમ દ્વારા મહાવીરનું સત્ય કેવળ એમને જ સંભળાય છે, બીજા કોઈને નહિ. ધર્મગુરુઓએ શાસ્ત્રોના નામે સત્યના મૂળ રહસ્યને જેટલું ગુંચવ્યું છે એટલું સરળ બનાવ્યું નથી. એક જ ધર્મના પરસ્પર વિરોધી સંપ્રદાય અને ઉપ-સંપ્રદાય આ જ ગુંચવાડાનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
શ્રમણપરંપરાના મહાન અનુભવી સંત કબીરની પાસે કાશીના ખંડિત વિચારચર્ચા માટે ગયા ત્યારે પોતાની સાથે શાઓ-ગ્રંથોથી ભરેલી અનેક ગાડીઓ પણ લઈ ગયા. કબીરે એ જોઈને કહ્યું: ‘ભાઈ, આ શું છે?” પંડિતે કહ્યું: “આ શાસ્ત્રો છે. ચર્ચામાં પ્રમાણ રજૂ કરવા માટે લાવ્યા છીએ.’ કબીરે હસીને કહ્યું : ‘ભાઈ, મારા અનુભવના માર્ગ તે એટલા સૂક્ષ્મ છે કે એમાં માન્યતાઓની વાતોનો એક દાણા પણ ટકી શકે તેમ નથી. તો ત્યાં આટલા લાંબાચાઢા