________________
૧૦
બુદ્ધ જીવન
નાસ્તિકા કહે છે કે ઈશ્વર નથી. ત્યારે એગ્નોસ્ટિક માત્ર એટલું જાણે છે કે કોઈ સુપ્રીમ--બીઈંગ અથવા દિવ્ય શકિતનું અસ્તિત્વ છે તેની હા કે ના પાડવા જેટલા પુરાવાઓ તેની પાસે નથી. એટલે હું માનું છું કે ઈશ્વરનું અસ્તિત્વ એ બહુ અશકય વાત ન હોય છતાં ઈશ્વરનું અસ્તિત્વ અસંભાવ્ય છે. ખરેખર
અસંભવિત છે.
રોસ્ટેન : તે પછી તમે આ પ્રકૃતિનાં સૌંદર્ય અને સમતુલાના કઈ રીતે ખુલાસા કરશેા ?
રસેલ : એક કાદવના જંતુમાં હું બહુ સૌંદર્ય જોઈ શકતા નથી. ‘સુંદર’ પ્રકૃતિનાં ઘણાં પ્રાણીએ ઘાતકી છે અને દયા વગર એકબીજા ઉપર હુમલા કરે છે. તમારા સમરાગી સ્વર્ગના તારાએ ધડાકા સાથે તૂટી પડે છે અને તેમની આસપાસનાં તત્ત્વોનો નાશ કરે છે. ખરેખર સાંદર્ય એ તે વ્યકિતગત વાત છે, સૌંદર્ય તમારી દષ્ટિમાં રહેલું છે...તમે બીજો પ્રશ્ન પૂછે.
રોસ્ટેન : માને કે ઈશ્વર છે. એક સર્વોપરી શકિત છે. તે પછી તમે ઈશ્વરથી કે તેના ચુકાદાથી ડરા ખરા કે ?
રસેલ: જો ખરેખર કોઈ સર્વોપરી શકિત હાય- જો કે મને તે તેમાં સંશય છે—અને માનો કે તેવી શક્તિ હોય તે મારા સંશયશીલ સ્વભાવથી તે નારાજ થાય તેવે દંભી સ્વભાવ તેને ન જ હોય. હવે આ પ્રકારના મારો મત તમે અમેરિકન મેગેઝિનમાં છાપશેા? અમેરિકન લેાકા તે ઈશ્વરથી બહુ ડરે છે. અને ઈશ્વર નારાજ થાય તેવાં જ કામા કરે છે.)
રોસ્ટેન: હુ` ખાતરી આપું છું કે ઈશ્વર વિશેનાં તમારાં કોઈ પણ મંતવ્યા અમે છાપીશું જ.
રસેલ : તો પછી તમે વધુ પ્રશ્ન પૂછે.
રેસ્ટન : માનવીને આત્મા છેતે વાતને પણ તમે સ્વીકારતા નથી ? રસેલ : આત્મા એટલે તમે શું કહેવા માગેા છે? અચેાક્કસ
કે અરપષ્ટ સવાલનો ચાક્કસ કે સ્પષ્ટ ઉત્તર તમે મેળવી ન શકે. રોસ્ટન: મને શંકા છે કે જ્યારે સામાન્ય માનવી જેઆત્મા વિષે વાત કરે છે તે આત્મા વિષે તમે ન કહી શકો તે માન્યામાં આવે તેવી વાત નથી.
રસેલ : હું... હું માનું છું કે કોઈ બિનભાતિક સત્ત્વનેં માટે આત્મા શબ્દ વપરાય છે. માનવીના ભૈતિક શરીર સાથે કામચલાઉ રીતે સાંક્ળાયેલી આ ચીજને લોકો આત્મા કહે છે. જે લોકો અમરત્વમાં માને છે તેઓ એમ કહે છે કે શરીરને છેાડયા પછી પણ આત્મા એક યા બીજા સ્વરૂપે ભવિષ્યમાં અનંતકાળ સુધી પ્રગટ થાય છે. જો કે હું આવું કઈ માનતો નથી. પણ તેથી તમે નહિં માનતા કે હું ભાતિકવાદી (મટીરિયાલિસ્ટ) છું. હું શરીરની વાસ્તવિકતા વિષે જેટલા સંશયી છું એટલેા જ...
રોસ્ટેન : તે પછી તમે મન અને પદાર્થ વચ્ચેનો કોઈ ભેદ પરખાવી શકો છે ?
રસેલ : અરે ભાઈ, તમારો એ પ્રશ્ન તે આપણને આધિêાતિકવાદની ઉપાધિમાં ઘસડી જાય તેવા છે. મારી દષ્ટિએ ‘મન' અને ‘પદાર્થ’(માઈન્ડ એન્ડ મેટર) એ બન્ને પ્રતીક માત્ર છે અને તે ફિલસૂફીની માથાફોડ કરતી વખતે શબ્દોરૂપે વપરાય છે.
રોસ્ટેન: તમે માનો છે કે પદાર્થનું અસ્તિત્વ છે? રસેલ : મને કે પદાર્થના ‘અસ્તિત્વ’ વિષે શંકા ઉઠાવવાનાં ઘણાં જ કારણેા છે.
રોન : તે તેના અર્થ એમ થયો કે ભવિષ્ય અથવા તે પુનર્જન્મ વિષે તમે માનતા નથી. મરણ પછી કાંઈ જ નથી તેમ જ તમે માનો છે?
રસેલ : મને ચાટ કરી જાય તેવા મરણેત્તર સ્થિતિનો કોઈ પુરાવા મળ્યો નથી. અધ્યાત્મવાદીઓ, ગુઢતત્ત્વવાદીઓ, સંશોધકો
તા. ૧૬-૧૨-૭૪
વગેરે ઘણાં ફાંફાં મારીને આ વાત પુરવાર કરવા મથ્યા છે, પણ મને કાંઈ તથ્ય મળ્યું નથી, જો કે હું પુરાવા મળે તે વાત માનવા તૈયાર છું. કોઈ પ્રતિભાસંપન્ન વ્યકિત તરફથી માન્યામાં આવે તેવી ‘ડેટા’ પૂરી પાડવામાં આવે તે હું કાળજીપૂર્વક મરણેાાર સ્થિતિ અંગેનો અભ્યાસ કરું. (જો કે રસેલના ધ્વનિનો વળાંક કહેતા હતા કે આવી કોઈ ‘ડેટા' તેમની પાસે કોઈ રજૂ કરી શકે તેમ નથી તેવા તેને દઢ વિશ્વાસ છે.)
મિ. રોસ્ટેન, તમને ખબર છે? એગ્નાસ્ટિસિઝમની લોકોનેં ઘણા ગતાગમ નથી. ઘણા તે શબ્દથી મૂંઝાઈ જાય છે.
પ્રથમ વિશ્વયુદ્ધ વખતે એક શાંતિચાહક તરીકે મે યુદ્ધવિરોધી દેખાવા કર્યા ત્યારે મને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં વોર્ડરે મને પૂછછ્યું, “તમારો ધર્મ કયો છે?”
મેં કહ્યું, ‘એગ્નાસ્ટિક.' ત્યારે તે બાઘાની જેમ જોઈ રહ્યો અને પછી એ બુઢ્ઢો વોર્ડર બબડયા “હા, સાહેબ, ઘણી જાતના ધર્મો છે, એમ એગ્નાસ્ટિક એ પણ એક ધર્મ હશે. અંતે તો તમામ ધર્મા ઈશ્વર તરફ જ લઈ જવાના રસ્તા છે ને? અને એ બધા ધર્મા એક જ ઈશ્વરને ભજે છે ને ?”
(આમ કહીને રસેલ હસ્યા.)
સ્ટેન: કેટલાક ધર્માત્માઓ ચમત્કારો કરે છે તે વિષે તમે શું માનો છે?
ચમત્કાર
રસેલ : માય ડિયર બાય, શ્રદ્ધાને કારણે ખરેખર થાય. તેનાથી રોગો પણ સારા થાય. કેટલાક લોકોના રોગ સારા થાય પણ તેનાથી કોઈ ‘ચમત્કારિક’ વાત પુરવાર થતી નથી.
સ્ટેન : એક એગ્નોસ્ટિકને મન જીવનનો શો અર્થ છે? રસેલ : ‘“જીવનના અર્થ”નો તમે શું અર્થ કરો છે? (રસેલે સામેા પ્રશ્ન પૂછ્યો) હું નથી માનતા કે જીવનને વળી કોઈ ૨ાર્થ હાય. એ તે માત્ર ઘટના છે. સ્ત્રી અને પુરુષોને પોતપાતાનાં લક્ષ્ય અને હેતુ હોય છે, નવી નવી ઉમેદો હોય છે. એસ્ટિસિઝમમાં એવું કાંઈ નથી કે તેમાં માનનારે પોતાની ઉમેદો કે મહત્ત્વાકાંક્ષા
ઓના ત્યાગ કરવા પડે.
રોસ્ટેન : આપને છેલ્લો પ્રશ્ન પૂછું છું. ધારો કે આ ફાની દુનિયા છેડીને તમે સ્વર્ગમાં ગયા અને ઈશ્વર સામે ઊભા રહ્યા. તે તમે શું વિચાર। ?
રસેલ : હું એમ માનીશ કે મને સ્વપ્ન આવ્યું છે (!) રોસ્ટેન : પણ માનો કે એ સ્વપ્ન નથી. એમ માની જ લા કે તમે ઈશ્વર સામે ખડા છે. તે તમે તેને શું કહેશે?
રસેલ: તા કદાચ હું ઈશ્વરને કહીશ, “અરે સાહેબ, તમે મને તમારા અસ્તિત્વ વિષે કેમ જરા વધુ સારા પુરાવા ન આપ્યા!' કાંતિ ભટ્ટ (“સેટરડે રિવ્યુ”માંના શ્રી લીઓ રાસ્ટનના લેખના આધારે) આપણું મન, આપણું ઘર
વાર્તા છે કે જ્યારે હઝરત મે!હમ્મદ સ્વર્ગ જોવા માટે ગયા, તા ત્યાં તેમને થોડી ઊંચાઈ પર બનેલા કેટલાક મેાટા મેટા મહેલ દેખાયા. તેમની સુંદરતા સામે આખા સ્વર્ગની સુંદરતા ઝાંખી પડી જતી હતી. મેાહમ્મદ તેમને સ્વર્ગ દેખાડતા દેવદૂતને પૂછ્યું: “અય જિબ્રાઈલ, આ મહેલ ક્યા લોકો માટે બનાવવામાં આવ્યા છે ?” જિબ્રાઈલે જવાબ આપ્યો : “જે લોકો પોતાના ક્રોધને કાબૂમાં રાખે છે અને પેાતાનું અપમાન કરનારને પણ ામા આપવાનું જાણે છે, તેવા લોકો માટે.
સાચે જ શાંત અને દુષરહિત મન એક ભવ્ય મહેલ છે, જયારે આવેશ અને હિંસાથી પૂર્ણ મન વિશે એવું ન કહી શકાય, આપણું મન આપણું ધર છે. આપણે ઈચ્છીએ તે તેને સૂરીલા લયબદ્ધ સંગીતથી ભરેલું, સ્વચ્છ, શાંત, સુંદર મહેલસમું બનાવી શકીએ છીએ. અથવા તેને કટુ શબ્દો અને કર્કશ ચીસાથી ભરેલી અંધારી શ્રી માતાજી ભયાનક ગુફા પણ બનાવી શકીએ છીએ.