________________
તા. ૧૬-૧૨-૭૪
ધર્મ સાધનાના પ્રકારના ગ્રહ કરતા નથી. એટલે કોઈ ખાસ વિધિનું પાલન અથવા કોઈ નિશ્ચિત બૌદ્ધિક વિશ્વસ સુધી સીમિત નથી પણ જીવનવ્યાપ્ત અનુભૂતિ છે. માનવજીવનના દઢ પાયા પર સ્થિત હાવાથી તે- ‘વિશ્વતા મુખમ’ છે. દેશકાળ અબાધિત સંસારના પ્રત્યેક ભાગના નિવાસીઓનાં હ્રદય, આત્મા અને મસ્તકને સર્વ સ્થિતિમાં સંપૂર્ણ સંતોષ આપવાની ક્ષમતા તે ધરાવે છે. અહીં એક વાત સ્પષ્ટ કરી દઉં કે સનાતન ધર્મ કોઈ સંપ્રદાય નથી, પણ અનેક સંપ્રદાયોના જનક-પિતા છે; અને તે પિતાની જેમ પાતામાંથી આવિર્ભાવ પામેલા તમામ સંપ્રદાયાને સમાન ભાવે પરિપાષૅ છે, કે જે સંપ્રદાયે કોઈ ખાસ સમયની જરૂરિયાતેની પૂર્તિ માટે, તથા ભિન્ન ભિન્ન રુચિ, પ્રકૃતિ અને બુદ્ધિ સાથે અનુકૂળ સાધન-ધારાએ રૂપે આમાંથી જીવન પામીને પ્રવાહિત થયા છે. માનવજીવનની કર્મ, જ્ઞાન તથા ભાવરૂપી ત્રિધારા સૂતાંજાગતાં અવિરત પ્રવાહિત થતી રહે છે. સનાતન ધર્મ સત્કર્મ અને અસત્કર્મનું વિવેચન કરી તેનું પૃથક્કરણ કરે છે, સત્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનના અનુભવ કરાવે છે અને સ્પર્શ જ્યારે મનુષ્યબુદ્ધિની અજ્ઞતાથી પરાભૂત થાય છે ત્યારે એના આત્માને સ્પર્શ કરી પવિત્ર અને કુત્સિત પ્રેમની વિષયતાના અનુભવ કરાવે છે. પરિણામે માનવજીવનની પ્રત્યેક સ્થિતિમાં શું ગ્રહણ કરવું અને શું ત્યાગવું તે સમજાવે છે. એક જ વાકયમાં કહીએ તો, આ મહાન ધર્મનું આત્મતત્ત્વ તો કેવળ માનવજીવનની કર્મવૃત્તિ, જ્ઞાનવૃત્તિ અને ભાવવૃત્તિઓને સુનિયંત્રિત કરી તેને અમૃત જીવનમાં લીન કરે છે. આ યોગ્યતાના બળે જ વેદોએ સપ્તસાગરથી આવૃત્ત આ વિશાળ ભૂમંડળના સર્વ પુત્રાને જેમાં આદિવાસી, અનેક અર્ધસભ્ય અને અસભ્ય જાતિઓ તેમ જ સુસંસ્કૃત દ્રાવિડ અને વૈદિક ધર્મ પણ સમ્મિલિત છે. એ બધાને એકસૂત્રે બાંધીને આર્યના નામથી એક જ માતાના પુત્રરૂપે સિદ્ધ કરી જગત સામે પેાતાનું સર્વગ્રાહી રૂપ પ્રગટ કર્યું. આ તત્ત્વની ઝાંખી પામતા એક પાશ્ચાત્ય ઈતિહાસકાર નિસેન્ટ સ્મિથે પોતાના પુસ્તક ‘ઑક્સફર્ડ હિસ્ટ્રી આફ ઇન્ડિયા”માં લખ્યું છે કે, “આજે જ્યારે સમસ્ત જગત જાતિય, સાંસ્કૃતિક અને ધાર્મિક ભ્રાંતિઓથી ભરપૂર છે, એવા સમયે આપણને આત્મઘાતી સંઘર્ષમાંથી સનાતન ધર્મ જ બચાવી શકશે.” આ સત્યને આપણે તેના સ્વરૂપમાં ઓળખીએ: “ભારતવર્ષમાં સ્ત્રી-પુરુષો ભિન્ન ભિન્ન વર્ણનાં વસે છે અને ભિન્ન ભિન્ન દેવાની પૂજા કરતા વિવિધ કર્મ કરે છે. આ ઉપરથી સનાતન ધર્મની પ્રતિષ્ઠા કરી, જેના તેજોમય સ્વરૂપમાં બધાં વિરોધી તત્ત્વો સમાઈ ગયાં અને પોતાના આ મહાન કાર્યમાં કૃતકૃત્ય થયા પછી આપણા પૂર્વજોએ ઘોષણા કરી કે 'તું વર્ષ ભારતે नाम भारतीय संतति : જ્યાં ભારતીય સંતતિ છે તે દેશ ભારત' એ ધોષણાને સેતુબંધ રામેશ્વરથી હિમાલય સુધીના બધા ભારતનિવાસીઓએ પોતાના ગૌરવ તરીકે સ્વીકારી એની વિરુદ્ધ કોઈએ વિરોધ કર્યો. નહિ, કારણ કે એ એક શકિતશાળી સમાજની ધીરગંભીર ઉદ્ઘોષણા હતી, દુર્બળ કંઠને અવાજ નહોતા. આવા મહાન ધર્મના કેન્દ્ર ઉપર ભારતમાતાના પુત્રાએ પોતાના જીવનનાં બધાં પાસાંઓને સુનિયંત્રિત કરી સેંકડો નહિ પણ હજારો વર્ષ સુધી અતિસન્માનપૂર્ણ અને તેજોમય જીવન વિતાવ્યું અને લગભગ હજાર વર્ષથી પરદેશીઓ દ્વારા અક્રાંત થવા છતાં, પરાજય પર પરાજયની પછાટો ખાવા છતાં પણ ઉન્નત મસ્તકે ઊભાં છે. આતતાયીઓ સામે આપણે કદી પણ ઝૂકયા નથી. આ મહાન ધર્મ દ્વારા માત્ર ભારતમાં જ અસંગત તત્ત્વોનું સમીકરણ નથી થયું પણ સમયે સમયે શક, હૂણ, તથા કુશાન વગેરે જે જાતિએ અહીં આક્રમણ કરીને આવી તે દરેકને આપણે
અપનાવી લીધી છે.
હા, આજ આ કડવું સત્ય પણ કેમ ભુલાય કે સૈકાઓથી
પ્રબુદ્ધ જીવન
૧૫૯
પરદેશી શાસનને લઈ આપણે ઘણા નિર્બળ અને દરિદ્ર બની ગયા છીએ. આપણી આકૃતિ, આપણુ શરીર, મિલન અને જીર્ણશીર્ણ થઈ ગયાં છે. બાહ્ય સ્વરૂપમાં અનેક વિકૃતિઓ આવી છે છતાં આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ તેમ છીએ કે, જો આપણે પોતે આપણા જીવનમાંથી આ અમૃત્વ ધર્મને ભૂલીશું નહીં, મતલબ કે આત્મઘાત કરીશું નહીં, તે આપણા અસ્તિત્વને કોઈ મિટાવી શકશે નહીં. અંગ-વિચ્છેદ ભૌતિક શરીરને અસર કરી શકશે, પણ આપણું જીવન તે એથીય પર છે અશ્વો નિત્ય: શાવતોઅં પુરાનો ન ન્યતે. દૃશ્યમાને શરીરે-દેહ હણાતાં આત્મા હણાતા નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને અનાદિ છે'. શ્રદ્ધા રાખજો કે, આ આપણી આત્મશ્રાદ્ધા નથી, અટલ સત્ય છે. જ્યારે જગતની કોઈ પણ પ્રજા ભૌતિક ઉત્કર્ષની મર્યાદા આળખી લઈ અમરત્વની પ્રાપ્તિ માટે વ્યાકુળ બનશે ત્યારે આપણી પાસેથી દીક્ષા ગ્રહણ કરશે.
અનવર આગેવાન
* ઈશ્વર અને
મર્ટ્રાન્ડ
રસેલ *
ન્યુયોર્ક શહેરની સિટી કૉલેજમાં બર્ટ્રાન્ડ રસેલ પ્રાધ્યાપક હતા. ત્યારે તેમણે ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકા ઉઠાવી એટલે તેમને કાલેજના સંચાલકોએ શિક્ષક તરીકે ‘અનફિટ’ જાહેર કર્યા હતા અને કૉલેજમાંથી છૂટા કર્યા હતા. ઈશ્વર વિશે શંકા ઉઠાવનારા બર્ટ્રાન્ડ રસેલના લેખા જેમાં આવે તે મેગેઝિનના પણ ઘણા લોકો બહિષ્કાર કરતા હતા. પરંતુ તે પછી ઘણાં વર્ષે અમેરિકાના ‘લૂક’ (Look) નામના મેગેઝિનના પ્રતિનિધિ શ્રી લીએ રેસ્ટને બર્ટ્રાન્ડ રસેલની મુલાકાત લીધી.
રસેલ નાસ્તિક નહોતા. પેાતાને તે ‘એગ્નોસ્ટિક' (Agnostic) તરીકે ઓળખાવતા હતા. ‘લૂક' મેગેઝિનને એમ્નેસ્ટિસિઝમ વિશે વાચકોના મનમાં સ્પષ્ટતા કરવી હતી. અંગ્રેજીમાં એગ્નાસ્ટિકના શબ્દકોશનો અર્થ આમ થાય છે:
"Agnostic is one who holds that nothing is known or likely to be known of the existence of a God or of anything beyond material phenomena'. એમ્નેસ્ટિક
એ શબ્દ ગ્રીક ભાષાના agnostos (theos) ઉપરથી આવ્યો છે. એગ્નેસ્ટોસ એટલે અશાત. આ શબ્દ થેાડો સંસ્કૃતને પણ મળતા આવે છે. પણ એગ્નોસ્ટિક એટલે નાસ્તિક નહિં, રસેલ એક એમ્નેસ્ટિક તરીકે એટલું માનતા કે ઈશ્વરના અસ્તિત્વ વિશે હજી સુધી જગત અજ્ઞાત છે અનેં બનતા સુધી જગત શાત રહેશે. ભાતિક ઘટનાને અતિક્રમીને તેનાથી આગળ કઈ જાણવાનું અશકય છે તેમ રસેલને લાગતું હતું.
રસેલને નાનપણથી જ ટેવ હતી કે તેને કોઈ વસ્તુ પ્રતિપાદિત કરવામાં ન આવે ત્યાં સુધી તે કોઈ વાતને માનતા નહિં, એમને આ અભિગમ ઈશ્વરના અસ્તિત્વની શંકા ઉઠાવવા સુધી પહોંચી ગયા.
એમ છતાંય પાતે નાસ્તિક નથી તે પછી ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકા કેમ ઉઠાવે છે તેની સ્પષ્ટતા કરવા ‘લૂક’મેગેઝિનના પ્રતિનિધિ શ્રી રાસ્ટને તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નો અને જવાબો અહીં અક્ષરશ: ટાંકવામાં આવ્યા છે:
રોસ્ટેન : તમે નાસ્તિક (એથેઈસ્ટ) છે! કેઅનિશ્વરવાદી(એગ્ગાસ્ટિક) છે?
રસેલ : ચાલબા, હુ એગ્ઝોટિક છું. નાસ્તિકલાકો તે ખ્રિસ્તીધર્મીઓ જેવા છે. એટલે આ નાસ્તિકો અને ખ્રિસ્તીઓ બન્ને એમ માને છે કે ઈશ્વર છે કે નહિ તે વાત તેઓ જાણે છે. ખ્રિસ્તીઓ દાવા કરે છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે.