________________
૧૫૬
પ્રશુળ જીવન
વર્તમાન પરિસ્થિતિમાં લેાકશાહી
[ગઈ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી ગોવિંદરાવ દેશપાંડેએ ‘વર્તમાન પરિસ્થિતિમાં લોકશાહી' એ વિશે આપેલા વ્યાખ્યાનનો સારભાગ અહીં આપ્યા છે.
“વીસમી સદીમાં કશુંક બહુ જ મોટું જીવનમાં બની રહ્યું છે, અને કશુંક બહુ જ મોટું ખતમ થઈ રહ્યું છે.” અમેરિકાના ડેમોક્રેટિક સેનેટર માઈકેલ હેરિંગ્ટન “એકિસડેન્ટલ સેન્ચુરી”માં આવું કહ્યું છે. આવું બીજું પુસ્તક “વર્લ્ડ ડાઈમેન્શનલ મૈન” છે.
આ અને આવાં બીજાં પુસ્તકોમાં લોકશાહી અંગેના બધા પ્રશ્નો અને સમસ્યાઓના વિચાર છેડાયો છે, પરંતુ આજથી જ પૂર્વના દેશોએ આ સમસ્યાઓનો વિચાર કરવા જ પડશે. કોઈ પણ રાષ્ટ્ર કર્યાંય સીમિત નથી. યંત્રતંત્રથી ઉત્પાદન વધ્યું છે અને તેના ફેલાવા જગતભરમાં ફેલાતા રહે છે.
આ વેગના, ઝડપનો યુગ છે. એથી ૧૯૬૮માં અમેરિકામાં ટેકનોલાજી પેદા થઈ, તા ૧૯૭૮માં તે ભારત અને અન્યત્ર પહોંચશે જ, એવું ગણિત હવે નહીં ચાલે. કદાચ એ પહેલાંય એ પહોંચી જશે. સંભવ છે કે વાસ્તવિકતામાં એ ન પહોંચી હોય, તોય ભાવનામાં તો એ પહોંચી જ ગઈ હોય છે.
દુનિયાની સ્થિતિ પર દષ્ટિ કરવા જેવી છે. છેલ્લા વિશ્વયુદ્ધની ત્રણ દેણગી છે: (૧) સંયુકત રાષ્ટ્રસંઘ, (૨) આણ્વિક શકિત, અને (૩) ટેકનોલાજી. બંને મહાસત્તાઓ વચ્ચેની ભાવનાઓમાં અધિનાયક સત્તાને કારણે રાજકારણમાં ફેરફાર થયા જ છે, અને એક પ્રકારે વિષમ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં થઈ છે.
લશ્કરી સત્તા માટે જે શોધખાળ થઈ છે તેના ટેકનોલોજીને ક્ષેત્રે ભારે ઉપયોગ થયો છે.
રશિયામાં શાસનયુકત સત્તા પેદા થઈ છે. રાજનૈતિક તત્ત્વ અને શૈક્ષણિક તત્ત્વ વચ્ચે અંતર ખૂબ ઘટયું. મદદ કરવાની વિચારધારા ન રહી. Standardized માનવી બનાવવાની જ વૃત્તિ રહી. માનવી ભિન્ન વિચારવાળા ન બને એ રાજકારણે ત્યાં જોયું. જો કે પરિણામે એથી ત્યાં ઉત્પાદન ખૂબ વધ્યું.
રશિયાને અનુશાસન લાવવા માટે શૈતાની તત્ત્વોના અમલ કરવા પડયા, અમેરિકાના સમાજ પર આની અસર પડી એમ કહી નહીં શકાય. અમેરિકી વિચારવાનોએ યુનિવર્સિટીના Campus (પ્રાંગણ)માં આણ્વિક શિક્ષણ અપાય છે તે સામે ફરિયાદ કરી, આ માટે શિસ્તની જરૂરિયાત છે. આમ અમેરિકામાં શિક્ષણ, શિક્ષણશાંસ્રીઓ પાસેથી લશ્કરીઓના હાથમાં ગયું.
પહેલાં ત્યાં શિસ્ત કમ હતી અને તત્ત્વ વધું હતું. પણ હવે ત્યાં તત્ત્વ ઘટયું છે અને શિસ્ત વધી ગઈ છે, આથી પરિણામે લોકતંત્રમાં જે સ્વયંસ્કૃતિ જોઈએ તે ત્યાં કયારની ખતમ થઈ ગઈ. રાજકારણની આ પદ્ધતિની અસર યુરોપ પર પણ પડી, કેમકે યુરોપ અમેરિકા પર નિર્ભર રહ્યું છે. આમ અમેરિકામાં જે દુષ્પરિણામ હતું એય યુરોપને ભાગવવું પડયું. તેમણે અન્ન માગ્યું તે તેમને શસ્રો આપવામાં આવ્યાં હતાં.
અમેરિકામાં લાકતંત્ર લાકથી વિમુખ થઈ ગયું છે. ત્યાં હવે દેખાવની લાકશાહી રહી છે. આમ સામાન્ય જીવનમાં પણ લોકતંત્ર ત્યાં રહ્યું નથી. આમાં ટેકનોલોજીએ ખૂબ ફાળો આપ્યો છે.
યંત્રના વિકાસ સાથે માનવી વિચારતો થયો કે મારું સ્થાન કર્યાં છે? એને એક પ્રકારની અનિશ્ચિતતા થવા લાગી. આની અસર મન પર થઈ હોવાનું ત્યાં અનુભવાય છે.
• વધુ ઉત્પાદન માટે કાચો માલ જોઈએ. કાચા માલ પૃથ્વી પરથી જ આવે છે. માટે વધુ ને વધુ શોષણ થતું જ રહેવાનું. ૧૯૬૯માં ઈટાલીના પાટનગર રોમમાં એક ગોષ્ટિ યોજાઈ હતી. એણે
તા. ૧૬ ૧૨-૭૪
“ Limits of Growth ” નામની પુસ્તિકા પ્રકાશિત કરી છે. એમાં આના સુંદર ઉલ્લેખ થયો છે.
હેન્રી રૅડે એક નવું કારખાનું શરૂ કર્યું ત્યારની વાત છે. ઘણા મહેમાનો આવેલા. એમાં એમના કારખાનામાંના કામદારોના મંડળના નાયક પણ હતા. હેન્રી ફોર્ડે ગૌરવપૂર્વક આખું કારખાનું ફરીને બતાવ્યું અને કામદારનેતાને કહ્યું: “બાલા, આમાં તમારું કામદાર મંડળ કર્યાં છે?” આખું કારખાનું ઑટોમેટિક જ હતું. તરત જ ફોર્ડને જવાબ મળ્યો: “તમારા ઘરાકો કર્યાં છે?”
હકીકત છે કે જેમ જેમ ટેકનોલાજી વધતી જાય છે તેમ તેમ માનવીની જરૂરિયાત કળ-કારખાનામાં ઓછી થાય છે. માનવી વધુ ને વધુ બેકાર થતા જાય છે તેમ તેમ તેમની વેચાણશકિત ઘટતી જાય છે.
અમેરિકામાં હમણાં એક સૂત્ર ચાલે છે: “Human use of human hands”.-માનવીય હાથનો માનવી માટે ઉપયોગ આ સંકટભર્યો પ્રશ્ન છે. વિચારોની સીમા રહી નથી. દુષ્ટ વિચારો માટે કદાચ સીમા હતી જ નહીં. સુવિચાર માટે તે સીમા રહેતી નથી, પણ એને વાર લાગે છે.
અને આની અસર ભારત પર પડયા વગર રહેવાની નથી. અમેરિકાના જીવનની વાતો વિશે વિચાર કર્યા વગર રહેવાય જ નહીં.
અમેરિકી જીવનમાં ભ્રષ્ટાચાર છે, એ જાણીતું છે. ઉપરને સ્તરે ભ્રષ્ટાચાર હોય તે તે નીચેના સ્તરે આવવાના જ. આમ એ એતપ્રાત જ છે, આની સાથે દંભ વિપુલ માત્રામાં ભપિડયો છે. ત્યાં હસવાનું છે, પણ તેય કૃત્રિમપણે. ત્યાં અવ્યવસ્થા પણ આવી છે અને અનિશ્ચિતતા યઆવી છે. આને tension—તાણ કહીએ છીએ.
ત્યાં બાળક જન્મતાની સાથે bore થવાનું શીખે છે. જ્યારે યુવાની દરમિયાન તાણ વર્તાય છે. અમેરિકાના જીવનમાં આમ એક યુદ્ધ જેવી પરિસ્થિતિ બની રહી છે. એ જીવનમાં નૈસગિકતા જોવા મળતી નથી. ત્યાં કાનૂનો છે, પણ ખાનગી ક્ષેત્રમાંના ઉત્પાદકોને • ઉપયોગમાં આવે એવા કાયદાઓ બનાવાતા હોય છે.
ટેકનોલાજીની શેાધ માનવીય ઉપયોગ માટે થઈ હતી. જ્યારે આજે માનવીનું સંચાલન ટેકનોલોજી કરે છે. આમ આ એક ખતનાક ચિત્ર છે.
આજે લોકતંત્ર રહ્યું નથી પણ દળતંત્ર બની ગયું છે. ત્યાંના મતદાર મતદાન ન કરવા જવા વિચારતા થયા છે. એ અમેરિકા છોડી ભારત, આફ્રિકા તરફ પણ ભાગી જવા લાગ્યો છે. અમેરિકાના યુવાન યુદ્ધથી દૂર રહેવા બીમાર પડે છે. જ્યારે આપણા જેવા ગરીબ દેશમાં જીવન જીવવા માટે ગરીબ–ભિખારીઓ અંગફોડ કરે છે! આથી લોકશાહી પર ખતરો વધે છે.
માનવી સામાન્યપણે સહચર્ય શેાધતા હોય છે, પણ અમેરિકાના માનવી આવા સહચર્યમાંથી ભાગે છે. એ સદા Lonely–એકાકી
થઈ ગયા છે. વળી એ Vacant brain-ખાલીખમ-મગજ પણ અનુભવે છે. પારિવારિક મૂલ્યોની ઊમિલતા ત્યાં ખતમ થયેલી અનુભવાય છે. આવા “ Lost souls ” ભારતભણી આવી રહ્યા છે. આની જાગૃતિ જ્યારે ત્યાં આવશે ત્યારે ત્યાં લાકશાહી શરૂ થઈ કહેવાશે.
આ પરિસ્થિતિ એશિયા- આફ્રિકામાં વત્તાઓછા ફેરફાર સાથે જોવા મળશે. આફ્રિકામાં આધુનિકતાની કમી છે. નૈસગિક જીવનની, સંપત્તિની વિપુલતા સ્વાભાવિકપણે ત્યાં છે. આ બંનેનું સંધાણ કેમ કરવું?
એશિયામાં નૈસર્ગિક જીવન કદાચ વધારે નથી. માનવીની વિપુ લતા અહીં છે જ. ઘરઆંગણે જોઈએ તે બ્રહ્મદેશ, પાકિસ્તાન, તેમજ અગ્નિ એશિયામાં પણ તે જોવા મળે છે.
દક્ષિણ કોરિયામાં અખબારનવેશોના પીછા પોલીસ કરતી જ