________________
તા. ૧૨-૭૪
પ્રબુદ્ધ જીવન
(૧) ચૂંટણી માટે ખર્ચની મર્યાદા નક્કી કરી છે તેને કડક અમલ કરવો. આ મર્યાદાઓ વ્યકિતગત ઉમેદવાર માટે છે. રાજકીય પક્ષે માટે પણ આવી મર્યાદા નક્કી કરવી. સત્તાધારી પક્ષે તેમાં પહેલ કરવી. બધાએ પાકે હિસાબ રજૂ કરવા પડે. આવા હિસાબની નિષ્પક્ષ તપાસ થાય.
(૨) ચૂંટણી ખર્ચની મર્યાદાનું કડક પાલન થાય અને ચૂંટણીમાં ગેરરીતિઓ ન થાય તેની પૂરી દેખરેખ રાખવા બિનપક્ષીય નાગરિક મંડળ રચવાં. કોઈ ઉમેદવારે કે રાજકીય પક્ષો આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય કે ચૂંટણીમાં ગેરરીતિ કરી હોય તો રાજ્યના ખરચે તેવા ઉમેદવાર કે રાજકીય પક્ષ સામે કાનૂની પગલાં લેવાને આવાં નાગરિક મંડળને અધિકાર હોવો જોઈએ.
(૩) આવાં બિનપક્ષીય નાગરિક મંડળેાએ પ્રજામત એટલે જાગ્રત કરવું કે રાજકીય પક્ષે લાયક ઉમેદવારોની જ પસંદગી કરે અને અપ્રામાણિક વ્યકિતએ ઉમેદવાર તરીકે ઊભી ન રહી શકે એવું વાતાવરણ પેદા થાય.
૪) ચૂંટાયેલ વ્યકિત નિષ્ઠાપૂર્વક કામ ન કરે અથવા પોતાના મતદાર વિભાગ સાથે પૂરે સંપર્ક ન રાખે તો તેને પાછી ખેંચી લેવાને હક્ક-‘રાઈટ ઑફ રિટેં–તે મતદાર વિભાગને હવે જોઈએ.
A (૫) પક્ષાન્તર સર્વથા બંધ થવું જોઈએ. પક્ષાંતર કરવું હોય તે રાજીનામું આપી ફરી ચૂંટણી થાય.
(૬) એક માર્ગ છે – પાયામાંથી indirect election. આ વિશે મેં બહુ વિચાર્યું નથી, પણ વિચારવા જેવું છે.
એક મોટા વિષય ઉપર અતિ સંક્ષેપમાં નિર્દેશ માત્ર કર્યો છે. અત્યારની પદ્ધતિ સર્વથા રદ કરી શકીએ એવી શકયતા મને જણાતી નથી. તેથી ચૂંટણી બને તેટલી સ્વચ્છ થાય અને પ્રામાણિક તથા લાયક વ્યકિતએ ચૂંટાય તે માટે આગેવાન નાગરિકે એ લોક- જાગૃતિ કરવા સતત અને વયવસ્થિત ઉપાયે કરવા એ માર્ગ હિતાવહ છે. તા. ૨-૧-૧૯૭૪
ચીમનલાલ ચકુભાઈ
વિદ્યાર્થીઓએ આગેવાની લીધી. ચારે તરફ આગ, લૂંટ, ભાંગફેડે માઝા મૂકી. સરકારે પોલીસને છૂટો દોર ચાખ્યો અને પોલીસના જુલાએ નવો વળાંક લી. આ વિષચક્ર ચાલ્યા જ કરે છે.
જે રાજકીય પક્ષો શાસક પક્ષના વિરોધી છે અથવા શાસક પક્ષમાં પણ જે વર્તમાન મંત્રીમંડળના વિરોધી છે તેમણે આ પરિસ્થિતિને બહેકાવી. આ ફાનોને સીધી અથવા આડકતરી રીતે બચાવ કરવો કોઈ રીને યોગ્ય ન ગણાય. આવાં તેફાનેને વખોડી કાઢવાને બદલે સરકારના દો, પોલીસના જુલમે આ બધાં યોગ્ય કારણ હોવાં છતાં–તેને આગળ ધરી આ તોફાનેને પ્રોત્સાહન મળે તેવું કરીએ તેમાં પ્રજાને અન્યાય કરીએ છીએ. આ બનાવનું સૌથી શોચનીય તત્ત્વ વિદ્યાર્થીએનું વર્તન છે. પ્રજાના ગરીબ અને મધ્યમ સ્થિતિના વર્ગો જેને ખરું સહન કરવું પડે છે તે તો મૂંગે મોઢે સહન જ કરે છે. આવાં તેનાથી તેમની યાતનાઓ વધે છે. અસામાજિક તે જ લાભ ઉઠાવે છે. દુર્ભાગ્ય, આવાં તોફાનોને કાબૂમાં લઈ પ્રજાની વાજબી માગણીઓ યોગ્ય માર્ગે સંતોષાય તેવાં પગલાં કોઈએ લીધાં નહિ. ભાઈ અત્તમ માવલાંકરે થડે પ્રયત્ન કરી જોયો, પણ વિદ્યાર્થીઓએ તેમનું સાંભળ્યું નહિ. સૌથી દુ:ખની વાત એ છે કે જેની પાસેથી પ્રજાને સારું માર્ગદર્શન આપવાની અપેક્ષા રાખી શકાય એવા એક અથવા બીજ કારણે નિષ્ક્રિય થયા અથવા મૌન રહ્યા૨થવા હિંમત બતાવી ન શકયા. ગુજરાત પાસેથી વધારે સારી અપેક્ષા રાખી શકાય ત્યાં સૌથી ખરાબ પરિણામ આવ્યું.
વર્તમાન મંત્રીમંડળ સર્વથા નિષ્ફળ ગયું છે તે વિશે કોઈ શંકા નથી. કેટલાકે રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી સુધી ઈન્દિરા ગાંધી આવું કાંઈ કરે તેમ જણાતું નથી. અનાજની તંગી કે મેઘવારી તાત્કાલિક નાબૂદ થાય એવા સંજોગો નથી. લેવીની માત્રા ઘટાડી છે, ઘઉંને વેપાર છૂટો મૂકયે છે અને જિલ્લાઓ વચ્ચે અનાજની હેરફેરની છૂટ આપી છે તેવી પરિસ્થિતિ કંઈક હળવી થશે. જેને કોઈ રાજકીય હેતુ નથી એવાં આગેવાનોએ, અને રાજકીય હેતુ હોય તેવા એ પણ થોડો વખત તેને અળગે રાખી પ્રજાને આ હિંસાને માર્ગેથી પાછી વાળવાની જરૂર છે. ગરીબ વર્ગને રાહત આપવા, દુષ્કાળના સમયમાં કર્યું હતું તેમ રાહતકાર્ય શરૂ કરવું જોઈએ.
પ્રકીર્ણ નેંધ
પુરક નોંધ
ગુજરાતમાં તેફીને
ગુજરાત - સૌરાષ્ટ્રમાં બે અઠવાડિયાંથી વ્યાપક તેફાને ચાલુ રહ્યાં છે તેથી પ્રત્યેક ગુજરાતીને ઊંડી વેદના થાય, અને શરમ અનુ- ભવવી પડે એવું છે. હજી સુધી મામલે કાબૂમાં આવ્યું નથી. આ રમખાણોના મૂળમાં અનહદ મેઘવારી અને અનાજની તંગીનાં કારણે છે. પણ આ વખતે બને છે તેમ, બીજા ઘણાં તો આવી મળ્યાં છે. ગુજરાત સરકારની અણઆવડતે આ પરિસ્થિતિ સર્જવામાં મોટો ફાળે આપ્યા છે. બાજરા અને ડાંગરની લેવીના ભાવ વધારે પડતા નીચા હતા એ પ્રમાણમાં ગૌણ કારણ છે. ખેડૂતો સાથે મળી લેવીને અમલ કરવાની નિષ્ફળતા વધારે જવાબદાર છે. સંભવ છે કે શરૂઆતથી સમજૂતીથી કામ લીધું હોત તો મામલે આટલી હદે ને જતું. પછી કબૂબહારની વાત થઈ ગઈ. પુરવઠાપ્રધાન સામે ગંભીર આક્ષેપ છે અને તેમના સાથીઓએ જ કર્યા છે. તેમનું ખાતું બદલાવ્યું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. મંત્રીમંડળમાં એકરાગ નથી. તેમાંના મેટા ભાગના બિનઅનુભવી છે. મુખ્ય મંત્રી દિલહી હોય ત્યારે નાયબ મુખ્ય મંત્રી એમ કહે કે મને સત્તા નથી એ પાશ્ચર્યજનક કહેવાય. ત્રણ મંત્રીઓ સીધા ગવર્નર પાસે ફરિયાદ કરવા જાય એ ન માની શકાય એવી વાત છે. કેટલાક મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે. શાસક પક્ષમાં ફાટફટ વધતી રહી છે. કેન્દ્ર સરકારે પુરવઠે કાપી પરિસ્થિતિ વધારે વિકટ બનાવી.
આ બધાને લાભ રાજકીય પક્ષો લે એ સ્વાભાવિક છે. જનસંઘે તેમાં આગેવાની લીધી અને પ્રજાના તીવ્ર અસંતે હિંસાનો માર્ગ લીધે.
અઠવાડિયા પહેલાં ઉપરની નોંધ લખ્યા પછી ગુજરાતમાં ઘણું બની ગયું. ચારે તરફ સળગ્યું છે. છેવટ અમદાવાદ શહેર લકરને સુપરત કરવું પડતું. આવાં તેફાનમાં છેવટ પ્રજા થાકી જાય છે અને શાતિ થાય છે, પણ તે ભારેલા અગ્નિ જેવી હોય છે. હકીકતમાં વર્તમાન મંત્રીમંડળ પ્રજાને વિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી બેઠું છે. મંત્રીમંડળમાં અને શાસક કેંગ્રેસના વિધાનસભા પક્ષમાં એટલી મોટી ફાટફૂટ છે કે આ મંત્રીમંડળ ટકી ન શકે. કેન્દ્ર સરકાર તેના પિતાના કારણે રાષ્ટ્રપતિ શાસન લાવવા તૈયાર નથી. હવે પછી પરિસ્થિતિ કે વળાંક લે છે, તેના ઉપર આધાર છે. આ સંબંધ શ્રી. જી. એલ. મહેતા, સી. એલ. ઘીવાલા, વાડીલાલ ડગલી અને મેં એક સંયુકત નિવેદન બહાર પાડયું છે જે આ પ્રમાણે છે :
ગુજરાતમાં નિર્માણ થયેલી પરિસ્થિતિ એવી છે કે લેકશાહી અને સંસ્કારી જીવનપદ્ધતિમાં શ્રદ્ધા રાખતા દરેક માણસને એથી ખેદ થાય. બે અઠવાડિયાંથી ગુજરાતના એક પછી એક શહેરમાં કરફયુ દાખલ કરવામાં આવ્યો છે અને તેથી સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને વાજબી ભાવની દુકાનેથી અનાજની વહેંચણી કરવાનું પણ ખોરવાઈ ગયું છે. આ બધા સમય દરમિયાન સરકારે એમ જ માનીને ચલાવ્યું છે કે અનાજના અભાવ અને ઊંચા ભાવોને લીધે લોકો જે વિરોધ દર્શાવે છે તે બળના ઉપયોગથી દબાવી દઈ શકાશે. સમાજના કોઈ પણ વિભાગ તરફથી થતાં હિસાનાં કાર્યોને સ્પષ્ટ રીતે વખોડી કાઢવા જોઈએ, તેમ છતાં, ગુજરાતમાં જે જાતની ગંભીર અશાંતિ જોવામાં આવે છે તે ન તે, પોલીસના