SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન - તા, ૧- ૨૪ આ પદ્ધતિ અનેક રીતે અનહદ ખચાળ છે અને વ્યાપક ભ્રષ્ટાચારને જન્મ આપે છે. : ચૂંટણીતંત્ર અતિ ખરાળ છે. એટલે કે સરકારને ચૂંટણી કરવા કરોડ રૂપિયા ખર્ચ કરવો પડે છે. - સંસદીય લોકશાહી અતિ ખરચાળ છે. એટલે કે સંસદ, ધારાસભા અથવા મોટી સુધરાઈઓ પણ ગરીબ દેશ માટે મોટા બેજારૂપ છે. સંસદના રોડ રૂભ્ય પાછળ એમ કહેવાય છે કે માસિક ખર્ચ રૂપિયા પાંચ હજારનું શાય છે. તેના દરેક પ્રધાન પાછળ હજારો- લાખે. ખર્ચ થાય છે. આ મંત્ર મટી ને કરશાહી ખડી કરે છે. સંસદ કે ધારાસભામાં ગાંડું ઘેલું અથવા બિનજરૂરી ગમે તેવું બેલાય તેવી શબ્દસહ નેધ થાય અને છપાય. એવું જ તેની કમિટીઓનું. . . ' ચૂંટણીખ અનહદ વધી ગયું છે, તેને કારણે વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે. આ રોગમાંથી કોઈ મુકત નથી. શાસક પક્ષ સૌથી વધારે જવાબદાર રહે છે. આ ભ્રષ્ટાચાર બંધાં ક્ષેત્રમાં વ્યાપ્યો છે. આ એક જ કારણે આ પદ્ધતિ ભયંકર અનિષ્ટ છે. અસામાજિક અને ગુંડા તત્ત્વોને પોષણ આપે છે. અમેરિકામાં નિકસનના ભવાડાએ ચૂંટણીના ભ્રષ્ટાચારની ભયાનકતા ઉઘાડી પાડી છે. આ પદ્ધતિનાં બીજા અનેક દૂષણ છે. અહીં તેનો ઉલ્લેખ અત્યારે નથી કરતા. પણ એટલું કહેવાય કે આ પદ્ધતિમાં જે થેડું લેકશાહી તત્ત્વ છે તે પણ ઘટતું જાય છે. વડા પ્રધાન સર્વસત્તાધીશ બનતા જાય છે. પક્ષના સભ્યોને સ્વતંત્રતા રહેતી નથી. મંત્રીમંડળમાં પણ વડા પ્રધાનની સત્તા વધતી જાય છે. કોઈ પણ મંત્રીને હઠાવી શકે અથવા તેનું ખાનું બદલાવી નાખે. અલબત્ત, કોઈક અંકુશે છે. પક્ષની મોટી બહુમતી ન હોય તે સાવચેતીથી કામ લેવું પડે. શકિતશાળી પ્રધાને હોય તે વડા પ્રધાન તેમના અભિપ્રાયને સર્વથા અવગણી ન શકે. છતાં એકંદરે પાર્લામેન્ટ કે ધારાસભા એક વાચાળ યંત્ર બનતું જાય છે. ' આ બધું વિચારતાં એમ કહેવાય કે સંસદીય લોકશાહી સાચી લોકશાહી નથી. ચૂંટાયેલ વ્યકિતઓ પ્રજના સાચા પ્રતિનિધિ નથી. ગરીબ દેશ માટે વિનાશક હદે ખરચાળ છે. અનૈતિકતા અને ભ્રષ્ટાચારની જનેતા છે. કોમવાદ, પ્રાન્તવાદ, ભાષાવાદને ઉત્તેજે છે. ઉપાય શું છે? આ પદ્ધતિ સર્વથા રદ કરવી? બીજો વિકલ્પ શા છે? ચચિલે એમ કહ્યું હતું કે સંસદીય લોકશાહીમાં અનેક દોષે હોવા છતાં નતો કરતાં વધારે સારી પદ્ધતિ ન શોધાય ત્યાં સુધી તે શ્રેષ્ઠ રાજ્યપદ્ધતિ છે, તે એટલા માટે કે બીજી રાજ્યપદ્ધતિઓના મુકાબલે આ પદ્ધતિમાં પ્રજાને કાંઈક અવાજ છે, વિચાર અને વાણીસ્વાતંત્ર્ય છે, પાંચ વર્ષે પ્રજને જવાબ આપવો પડે છે, સંસદમાં સતત દેખરેખ અને ટીકને અવકાશ છે, પ્રજને રાજ્યકર્તાઓમાં ફેરફાર કરવાની તક રહે છે. ઈંગ્લાંડ માટે કદાચ આ સારવું હશે. આપણે ત્યાં શી સ્થિતિ છે? સ્થિતિ સુધરે છે કે બગડતી જાય છે? શ્રી જયપ્રકાશ નારાય. હમણાં કહ્યું છે કે એના કરતાં વધારે સારી પદ્ધતિ શકય છે. તેને તેએા People's Democracy કહે છે. બિનપક્ષીય લેકશાહી અને તે પાયામાંથી રચવી એવી તેમની ક૯૫ના છે. ગાંધીજીને નામે તેઓ આ પેજના રજૂ કરે છે. કેટલે દરજજે ગાંધીજીની જને કહેવાય તે ચર્ચામાં ઊતરવાની જરૂર નથી. પણ તેમની જના, જેને માટે તેમણે પ્રજાને અને ખાસ કરી યુવાને હાકલ કરી છે તે સંક્ષેપમાં જણાવું. ગ્રામસભએ રવી – એટલે ગામના બધા લેફે ભેગ મળે અને પ્રશ્નની ચર્થ કરે. શહેરમાં મહોલ્લાસભાએ અથવા ૧૦૦ ફુટુમ્બની સભાઓ. બધા મળે અને સક્રિય રીતે ગામ -- " જતા સવાલને હલ કરવા વિચાર કરે. પછી આવી ગ્રામ અને મહોલ્લાસભાએ મુરિત પ્રતિનિએિ લૂંટી પ્રતિનિધિસભા રચવી. દરેક ગ્રામસભા સર્વસંમતિથી થાક,વર્ડ અવિરેધપહે-By general consensus - છવા લવાદીથી પ્રતિ નિધિ નિયુકત કરે. કોઇ પક્ષા ન હોય, કે ચૂંટણી - શાય. ફેઇ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ વ્યકિત પ્રતિનિટિ તરીકે યુિકત છે. ડાય. આવા 300 ગ્રામ પ્રતિનિ1િ સભા Delegates Council ધારાસભા મઢે ઉમેદવાર નક્કી કરે. તે પણ સર્વ સંમતિથી અથવા વિરોધથી અશ્ર્વો એવી ફેઇ પદ્ધતિ કે જેડી સર્વસંમત ઉમેદવાર નક્કી થાય. આવી રીતે ધારાસભાની ઉમેદવાર પસંદ થશે. હશે તે તેને પ્રતિનિધિ છે મર્દ જરૂર ચૂંટણીમાં સફળ જશે. પ્રતિનિધિસભર કાયમ ચાલું રહેશે, જે એક તરફ ગ્રામસભાએ! સાથે અને બીજી બાજુ ધારાસભાના સભ્યો સાથે સતત સંપર્કમાં રહેશે. એ જ પ્રમાકે શહેરમાં. આવી રીતે ધારાસભા ૨-થાય પછી તેના સભ્યો કેવી રીતે રોજ્ય ચલાવશે તે વિશે તેમણે કાંઈ કહાં નશી. તેમણે ક. છે: આ બાબત અત્યારે કાંઈ જણાવવું જરૂરનું નથી. તેની તક વિશે ત્યારે વિચારીશું. ધારાસભાથી અગિળ સંસદ વિષે મા કઇ કહ્યું નથી. તે કહયું છે : Young Men and Women, pick up this torch and march on. Destiny beckons you. Success awaits you. શ્રી પ્રકાશે જે ચિત્ર રજૂ કર્યું છે તેમાં બે મુખ્ય મુદ્દા - છે. રાજકીય પક્ષે ન જોઇએ. રાજકીય પક્ષ સાથે તાલ કાઇ વ્યકિત ન જોઇએ. લાકે ઉમેદવારની પસંદગી કરે તે પણ સર્વસંમતિથી. ધારાસભા માટે ચૂંટણી થશે તેમ સ્વીકારે છે, પાસ પક્ષના ધેરણે નહિ. સંસદનું કાંઇ કહ્યું નથી. આવી બિનપક્ષીય ધારાસભા થયા પછી રાજ્ય કેમ ચલાવશે તે કાંઈ કહ્યું નથી. રાજકીય પક્ષ નથી એટલે તેની નીતિની ઘેલાણા કરવાને કોઈ પ્રશ્નને રહે નથી. દરેક ઉમેદવાર અલગ નીતિ જાહેર કરશે ? લે કે કયા ધોરણે ચૂંટણી કરશે? ધારાસભ્યના કેઈ જ થ વચ્ચે સામાન્ય નીતિ વિની રાજયરચના શી રીતે થશે? યુવાનને હાલ તે કરી છે, પણ જ્યાં સુધી કાંઇક સ્પષ્ટ ચિત્ર રજૂ ન કરે ત્યાં સુધી યુવાને શું કરવું ? કશી યુપ્રકાશ વધારે પ્રકશિ ને પાડે ત્યાં સુધી તેમની યોજનાની ચર્ચા કરવી અસ્થાને છે. વર્તમાન પરિસ્થિતિ સામે તેમને તીવ્ર અસંતેષ સકારણ છે. પણ તેમની યોજનાનું વિગતવાર ચિત્ર રજૂ ન કરે ત્યાં સુધી વ્યવહારુ છે તેમ કહેવું મુશ્કેલ છે. તેમની પેજના, કે પોતે બિનપક્ષીય ઉમેદવારે પસંદ કરે તેટલા પૂરતી મર્યાદિત લાગે છે. ધારાસભાએ અને સંસદ માટે બંધારણ પ્રમાણે ચૂંટણી થશે તેમ તેઓ સ્વીકારતા લાગે છે. હકીકતમાં બ્રિટિશ ન્યાયપદ્ધતિ પેઠે બ્રિટિશ રાજયપદ્ધતિ, આપણા જેવા ગરીબ દેશને માટે વિનાશક રીતે ખચાળ, અનેક અનિષ્ટોથી ભરપૂર, અને આપણા દેશને પ્રતિકૂળ હોવા છતાં, તેને સ્થાને સુગમ, સહેલી અને બિનખર્ચાળ પદ્ધતિ કઈ સૂચવી શકયું નથી. ગાંધીજીની કલ્પના સર્વથા જુદા પ્રકારની હતી એમ હું માનું છું. પૂર્ણ વિકેન્દ્રિત અર્થરચના અને રાજ્યરચના તેમની કલ્પનાને પાયા હતા. ગાંધીજીના પાર્લામેન્ટ વિશેના વિચારો આ અંકમાં અન્યત્ર આપ્યા છે. કઈ નવી રાયપદ્ધતિ ન ધીમે ત્યાં સુધી વર્તમાન પદ્ધતિનાં અનિષ્ટો દૂર કરવા અથવા ઓછાં કરવા પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ. તેનાં થોડાં સૂચને અત્યારે મને સૂઝે છે તેને નિર્દેશ કરે છે:
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy