SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. By South 54 Licence No.: 37 0: _જીવન પ્રફ ફ્રેનનું નવસંસ્કરણ વર્ષ ૩૫ : અંક: ૧૯ મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૭૪ શુક્રવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ : ૧૫ ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૭-૪૦ પિસા તંત્રી: ચીમનલાલ ચકુભાઈ શાહ અને સંસદીય લોકશાહીનું ભાવિ ફિક સંસદીય લોકશાહી ઈંગ્લડની વિશેષતા છે. ઈંગ્લાંડમાં તેની ઉત્પત્તિ થઈ અને વિકાસ થયો. સાત સૈકાથી મહદ્ અંશે સફળતાથી ઈંગ્લડમાં તેને અમલ થયું છે. અમેરિકાએ, કેટલાક મહત્વના ફેરફાર સાથે, તેને અપનાવી. દુનિયાના બીજા દેશમાં પણ વધતેઓછે અંશે તેને સ્વીકાર થયું છે. જેને રાજાશાહી, સામંતશાહી અથવા સરમુખત્યારશાહી માન્ય નથી તેને સંસદીય લોકશાહી સ્વીકાર્ય લાગી છે. છતાં એમ કહેવાય છે કે બ્રિટિશ પ્રજાની ખાસિયત અને વિશિષ્ટ પ્રકૃતિને કારણે આવી રાજ્યપદ્ધતિ ત્યાં સફળ થઈ છે. બીજી પ્રજાઓએ પિતાની સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રમાણે કરવું જોઈએ. ઈંગ્લાંડનું માત્ર અનુકરણ લાભદાયી ન થાય. ઈંગ્લાંડમાં પણ : પદ્ધતિની મર્યાદા અને હાનિકારક તત્ત વિષે ગંભીર વિચારણા થાય છે અને તેની ઉપયોગિતા વિષે શંકા સેવાય છે. જે સંજોગેમાં આ રાજકીય પદ્ધતિનો જન્મ થશે અને વિકાસ થશે તે સંજોગોમાં આમૂલ પરિવર્તન થયું છે અને તેથી આ પદ્ધતિ પણ પાયાને ફેરફાર માગે છે એવું કહેવામાં આવે છે. આપણે બ્રિટિશ પદ્ધતિ સ્વીકારી છે. ૨૫ વર્ષથી તેને પ્રયોગ કરી રહ્યા છીએ. આ અનુભવે એમ લાગે છે કે તેને વિષે પુનર્વિચારણા કરવાનો સમય આવી પહેરો છે. કોઈ પણ રાજકીય પદ્ધતિનું ધ્યેય પ્રજાનું સુખ અને આબાદી છે. તે એક સાધન છે. આપણા દેશમાં સદીઓથી રાજાશાહી હતી. કેટલેક ઠેકાણે ગણતત્રે હતાં એમ ઈતિહાસ કહે છે, પણ મોટે ભાગે વંશપરંપરાગત રાજાએ રાજ્ય કરતા આવ્યા છે. રાજા પ્રજાને સેવક છે અને પ્રાહિત જ તેનું લક્ષ્ય હોવું જોઈએ એ આપો. સાંસ્કૃતિક વારસે છે. રામરાજ્ય આદર્શ ગણાયું છે. સામાજિક જીવન અને મહદ અંશે આર્થિક વ્યવસ્થા, વર્ણાશ્રમ, જ્ઞાતિએ, પંચાયત, વગેરે તો મારફત, સ્વયં સંચાલિત હતાં. રાજા, રાણ કરે, કાયદો અને વ્યવસ્થા જાળવે. બ્રિટિશ આવ્યા પછી તેમાં કાંઈક ફેર પડે પણ એકંદરે માળખું એ જ રહ્યું. જ્ઞાતિ અથવા પંચાયતેને લોકશાહી ભલે કહીએ. પણ સંસદીય લેકશાહી સર્વથા ભિન્ન વસ્તુ છે. ચૂંટણીનું તત્વ નવું છે. અતિ મર્યાદિત ક્ષેત્રે બ્રિટિશ અમલ દરમ્યાન તેને કાંઈક અનુભવ કર્યો, પણ સ્વતંત્રતા પછીનું ચિત્ર સર્વથા ભિન્ન પ્રકારનું છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર અને તેનાં પરિણામે નવો અનુભવ છે. સાચી લોકશાહીને પાયે માનવીનું ગૌરવ, સમાનતા અને સહકારની ભાવના છે. દરેક વ્યકિત સ્વતંત્રતા ચાહે છે પણ તેની જવાબદારીનું ભાન બધાને નથી લેતું.કેટલાક લેકે એમ માને છે કે પ્રજાને મેટો ભાગ અલાન હોય છે. આવી પ્રજા લોકશાહીને પાત્ર નથી. સંસદીય લોકશાહી પ્રત્યક્ષ લોકશાહી નથી. લેકના પ્રતિનિધિએનું તંત્ર છે. તેનું મુખ્ય અંગ ચૂંટણી છે અને રાજકીય પક્ષે છે. સંસદીય લોકશાહીની મર્યાદાઓ અને અનિષ્ટો આ બે માંથી પેદા થાય છે. ચૂંટણી અને રાજકીય પક્ષો પ્રજાના હિતનાં સાધન બનવાને બદલે કંઈ પણ ભેગે સત્તા અને આર્થિક લાભ મેળવવાનાં હથિયાર બને છે. સંસદીય લોકશાહીનાં અનિષ્ટો અને મર્યાદાઓ હવે અતિ સંક્ષેપમાં જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિએ પ્રજાના સાચા પ્રતિનિધિ નથી હોતા. રાજકીય પક્ષોએ ઊભા કરેલ ઉમેદવારોમાંથી પસં રહે છે. અપક્ષ ઉમેદવારો બહુ થોડા હોય છે. રાજકીય પક્ષે જે રીતે ઉમેદવારો નક્કી કરે છે તેમાં લાયકાતના ધેરણ કરતાં બીજાં કારણે વધારે હોય છે. ઉમેદવારની લાગવગ, તેની કેમ, જાતિ, ખર ચ કરવાની શકિત, પક્ષમાં તેનું સ્થાન, એવાં અનેક કારણો ભેગાં થાય છે. ઉમેદવાર લાયક નથી એવું જાણતા હોય ત્યારે પણ રાજકીય આગેવાનોએ તેની પસંદગી કરવી પડે છે. સારા, લાયક માણસ રાજકીય પક્ષોની લાચારી કરવા તૈયાર નથી હોતા. આવા સારા, ' - લાયક માણસને પ્રજાસંપર્ક પણ કદાચ નથી હોતાતે બુદ્ધિશાળી હોય, પ્રમાણમાં પ્રમાણિક હોય એટલું બસ નથી, સેવાથી પ્રજાહદયમાં સ્થાન મેળવ્યું હોવું જોઈએ. એક રાજકીય પક્ષને ઉમેદવાર લાયક ન હોય પણ તે પક્ષની નીતિ એકંદરે મતદારને સ્વીકાર્ય હોય, જ્યારે બીજા રાજકીય પક્ષના ઉમેદવાર પ્રમાણમાં લાયક હોય પણ તે પક્ષની નીતિ તેને સ્વીકાર્ય ન હોય. તેવે સમયે, નછૂટકે લાયક ન હોય તેવા ઉમેદવારને મત આપ પડે અથવા મતદાન ન કરવું એ જ વિક૫ રહે. ચૂંટાયેલ વ્યકિતએ બહુમતીના મત મેળવ્યા હોય તેમ પણ બનતું નથી. મતદાન ઓછું થાય; લોકેના પ્રમાદથી અથવા ઉદાસીનતાથી અથવા અણવિશ્વાસથી. એવા ઓછા મતદાનમાં, ચૂંટાયેલ વ્યકિતને સૌથી વધારે મત મળ્યા હોય પણ તે અલ્પસંખ્ય લધુમતીના જ મત હોય તેવું બને. આવા મત પણ અનેક ગેરરીતિથી, મેળવ્યા હોય તેમ બને છે. ચૂંટાયેલ વ્યકિતઓને મોટે ભાગ સામાન્ય બુદ્ધિશકિતને અથવા તેથી પણ ઊતરતી કટિને હોય છે. ખરેખર બુદ્ધિશાળી, પ્રમાણિક, શકિતશાળી બહુ ઓછા હોય છે. It is a crowd of mediocrities. વ્યકિત ચૂંટાયા પછી મતદારોને તેના ઉપર કોઈ કબૂ રહેતો નથી. પાંચ વર્ષ ફાવે તેમ વર્તે. પાંચ વર્ષે જવાબ આપવાને આવે ત્યારે તે હોય કે નહિ અથવા તે જ મતદાર વિભાગમાંથી ફરી ઉમેદવારી ન કરે, પાંચ વર્ષ દરમ્યાન પક્ષાન્તર પણ કર્યું હોય. . આવાં ઘણાં કારણેએ ચૂંટાયેલ વ્યકિતઓ પ્રજાના સાચા પ્રતિનિધિ નથી હોતા, એમાં લેકશાહી નથી, તેને માત્ર ભાર છે.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy