________________
૨૦૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૭૪
પુનર્જન્મ
નું
ન
એક મિત્રે આગ્રહપૂર્વક મને કહ્યું છે કે પુનર્જન્મ વિષે મારા વિચારો મારે જણાવવા. પુનર્જન્મ સાથે પૂર્વભવને વિચાર ત્રણ રીતે થાય: અનુભવ, તર્ક અને શ્રદ્ધાથી. મને એ કોઈ અનુભવ નથી જેના આધારે હું નિશ્ચિત કહી શકું કે પુનર્જન્મ અને પૂર્વભવ છે જ, પણ બીજાએ જેને એવો અનુભવ થયો છે તેમાં શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામાં મને પૂર્ણ વિશ્વાસ છે. શ્રીમદ્રનાં લખાણ વાંચતાં એમ જણાય છે કે પૂર્વભવનું જાતિસ્મરણીય જ્ઞાન તેમને થયું હતું. પૂર્વભવ અને પુનર્જન્મ વિશે અનુભવથી વિશ્વાસપૂર્વક તેમણે કહ્યું છે. આ અનુભવની હું અવગણના કરી શકતા નથી.
શ્રદ્ધા અને તર્ક અથવા બુદ્ધિ વચ્ચે વિરોધ નથી. બુદ્ધિ પહોંચી શકે ત્યાં સુધી બુદ્ધિથી વિચાર કર. પણ જીવનનાં બધાં રહસ્યોને ઉકેલ બુદ્ધિ કરી શકતી નથી, તેની મર્યાદા છે. બુદ્ધિથી વિચારતાં ઘણા પ્રશ્ન અણઊકલ્યા રહે છે. તેવા સંજોગોમાં મારી વિચારણા આ પ્રકારની છે. પ્રથમ પ્રશ્ન પુનર્જન્મ (પુનર્જન્મનું કહું તે સાથે પૂર્વભવ સમજી લેવ) શક્ય છે કે નહિ? બુદ્ધિથી વિચારતાં જે કોઈ વસ્તુ સર્વથા અશકય લાગે તો તેને વિશે શ્રદ્ધા ન હોઈ શકે. અશકયને અર્થ એમ છે કે તે હોય જ નહિ, શકય જ નથી. પુનર્જન્મને હું અશકય નથી માનતે, કેવી રીતે તે હવે કહીશ. બીજો પ્રશ્ન, પુનર્જન્મ અનિવાર્ય છે? એટલે કે અશક્ય નથી એટલું જ નહિ પણ હોવો જ જોઈએ. મારી માન્યતા એવી છે કે પુનર્જન્મ હોવો જ જોઈએ. તે ન હોય તે જિન્દગીને તાળા મળતું નથી. ઘણા પ્રશ્નો અણઊકલ્યા રહે છે. પણ પુનર્જન્મ હોય તો તેને ઉકેલ દેખાય છે, અને તે ઉકેલ સુસંગત બુદ્ધિગમ્ય લાગે છે. ત્રીજું પગલું, જે શકય છે અને જે અનિવાર્ય છે, તે છે: What can be, and What must be, that is-Exists. આ છેલ્લું પગલું શ્રદ્ધાનું છે, પણ તે અધિળી શ્રદ્ધા નહિ પણ બુદ્ધિગમ્ય, બુદ્ધિની પેલે પારની, જ્ઞાનમય શ્રદ્ધા છે. ' - હવે પુનર્જન્મ શકય છે અને અનિવાર્ય છે તે શા માટે? પુનર્જન્મ કોને? દેહને તે નહિ જ. પંચમહાભૂતને આ દેહ અનિત્ય છે, પંચમહાભૂતમાં મળી જશે. આ આપણે અનુભવું છે. મૃત્યુ થતાં તેને ભસ્મીભૂત કરીએ છીએ. માટે પુનર્જન્મ કહીએ ત્યારે આત્માને. તે પછી દેહથી ભિન્ન આત્મા છે એ પ્રતીતિ પહેલાં થવી જોઈએ. , .
' - ભારતીય દર્શનેમાં, ચાર્વાકને બાદ કરતાં, બધાં દર્શને આત્મવાદી છે. બૌદ્ધદર્શન અનાત્મવાદી કહેવાય છે, છતાં પુનર્જન્મમાં માને છે. તેની ચર્ચામાં અત્યારે નહિ ઊતરું. આત્મા છે એવું પપટિયું રટણ આપણે કરીએ છીએ. આપણે બધા પરંપરાગત વારસાથી માની બેઠા છીએ કે આત્મા છે, પુનર્જન્મ છે, કર્મ છે, કર્મથી મુકિત છે. પણ વિરલ વ્યકિતએ આ વસ્તુને વિચાર કરે છે. આ અતિ ગહન વિષયો છે અને તેને વિચાર કરવાની શકિત બહુ ઘેડી વ્યકિતઓમાં હોય છે. સંતપુરુએ અને શાસ્ત્રોમાં વારંવાર કહ્યું છે કે આત્માને ઓળખે. આત્માને જાણે તેણે સર્વ જાણ્યું. આત્મા જ્ઞાનસ્વરૂપ કહ્યો છે. તેનું લક્ષણ ચેતના અથવા ઉપયોગી છે. વિચાર કરતાં એમ અનુભવાય છે કે દેહથી ભિન્ન કાંઈક બીજું તત્ત્વ છે જેને ચેતન તત્ત્વ કહીએ. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેણે જાણ્યું છે એવી વિરલ વ્યકિતઓને સમાગમ અને વાણીને યુગ પ્રાપ્ત થાય તે પરમ સદ્ભાગ્ય છે. પણ જીવને એવી રુચિ હોય તે જ આવે
ગ' થાય. આવી રુચિ કેટલાકને સ્વાભાવિક હોય છે, કેટલાકને નિમિત્તથી થાય છે. સાંસારિક પ્રવૃત્તિઓમાં ડૂબેલ માણસ આ દિશામાં જવા પ્રયત્ન કરે ત્યારે બહુ મૂંઝવણ અનુભવવી પડે છે. આ દિશામાં જવા માટે જે ત્યાગ, વૈરાગ્ય જોઈએ તે ન હોય માંવિક શ્રી મુંબઈ જેને યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક: મુંબઈ-૪. ટે ન ૩૫૦૨૯૯ -
તે તેની વાત કે પ્રવૃત્તિ માત્ર દંભ કે દેખાવ જ બને છે. સમગ દર્શન અને સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર્યની રત્નત્રયી શાસ્ત્રોએ કહી છે. મારી એવી માન્યતા છે અને છેડે અનુભવ છે કે ચિત્તશુદ્ધિ અને કાંઈક ચારિત્ર્ય ન હોય ત્યાં સુધી જ્ઞાનદર્શનની દિશામાં પ્રગતિ થતી નથી. આ ત્રણે પરસ્પરાવલંબી છે. પણ મારે મન પ્રથમ પગથિયું ચારિત્ર્ય છે. પણ આ બધું કહેવાને હું કયાં પાત્ર છું? થોડું પ્રકટ ચિન્તન કરું છું એટલું જ. પણ મારા મનની મૂંઝવણ મારે જ સમજવાની રહે છે. એટલું જ કે સલ્તાઓનું સતત વાચન, ચિનાન કરીએ તે ચેડે કંકાશ કોઈ વખત પડે. પણ આ કાંટાળે માર્ગ છે. એ દિશામાં જવાની તૈયારી ન હોય તે નહિ ઘરના, નહિ ઘાટના એવી દશા થાય.
બે ગ્રંથાએ આ ચિન્તનમાં મને સારી એવી મદદ કરી છે. એક છે હેટોને મહાન સંવાદ ફીડે અને બીજો શ્રીમદ્ રાજચંદ્રની આત્મસિદ્ધિ. બીજા પણ ગ્રંથ છે. સમય સમયે વાંચતા, કેઇ વખત કઇક પ્રકાશ પડે છે. ' જૈનદર્શન કીડી અને ક્રિકથી માંડી મનુષ્ય સુધીના સર્વ જીવને સત્તાઓ-Potentially સમાન માને છે. વિકાસની દષ્ટિએ મનુષ્ય કક્ષાએ છે. તેથી મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. જીવને નિત્ય, અજર, અમર માન્યો છે. વિજ્ઞાનની દષ્ટિએ વિચારીએ તો જીવની ઉત્પત્તિનું મૂળ હજીવિજ્ઞાન શેધી શકયું નથી. પણ ભૌતિક પદાર્થોમાંથી ચેતનની ઉત્પત્તિ થાય. એવું માની શકાતું નથી. મનુષ્યની બુદ્ધિ અને ચેતનાની અસીમ શકિતનો વિચાર કરીએ ત્યારે જીવ - આત્મા - ના અંતિમ શુદ્ધ સ્વરૂપની કાંઇક ઝાંખી થાય છે. મારા અતિ ૨૫ ચિત્તનના અનુભવે મને એમ લાગ્યું છે કે. આત્મા દેહથી ભિન્ન છે, પુનર્જન્મ છે, રાગદ્વેષથી મુકત આત્મા શુદ્ધ સ્વરૂપને પામે છે. ૨-
આત્મ, કર્મ, કર્મનું ફળ અને તેમાંથી મુકિત ન હોય તો જિંદગી અર્થશૂન્ય ભાસે છે. જીવનયાત્રા અને સાધના અધૂરી રહે અને સદ્વર્તનને ઇ પાયે મળે નહિ.
પણ માણસના વર્તનને આધાર આવા પ્રશ્નો ઉકેલ ઉપર અવલંબિત નથી, ને હવે જોઇએ. અલબત્ત, આવું શાન. હોય તો તેને 'શ્રદ્ધાનું બળ મળે છે અને સદ્વર્તનને આધાર મળે છે. કેટલાક ધર્મો આત્માને માને છે, પણ પુનર્જન્મને માનતા નથી. કયામતના દિવસે બધા ખડા થશે અને ઈશ્વર તેમને ન્યાય કરશે. છતાં બધા ધર્મોએ સદ્વર્તનને જીવનના સુખને પાયે માન્ય છે અને ઉપદેશ છે. દયા, ક્ષમા, કરુણા, મૈત્રી, ત્યાગ, આ ગુણાને સર્વર્તનને પા કહ્યો છે. પુનર્જન્મ હોય કે ન હોય તે પણ સુખની ચાવી આવા વર્તનમાં જ છે.
ભગવાન બુદ્ધ આવો અંતિમ પ્રશ્નના વિવાદમાં ઊતર્યા નથી. છતાં દુ:ખમાંથી મુકિત મેળવવા અને સાચું સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ
વૈર અને કરુણા જે બતાવ્યો છે. આવા પ્રશ્નના વિવાદમાં ઊતરી ગૂંચવાડે ઊભું કરવાની તેમણે ના પાડી છે. એક સુંદર ઉદાહરણ આપે છે. કોઇ મનુષ્યને ઝેરી બાણ વાગ્યું હોય ત્યારે વૈદ્યને બેલાવે અને તેની સારવાર શરૂ કરે તે પહેલાં જ એવો આગ્રહ રાખે છે આ બાણ' કયાંથી આવ્યું, કેણું માર્યું, શા માટે માર્યું એ બધું મને સમજાવે અને પછી સારવાર કરે, તે આ બધું જ્ઞાન તેને થાય તે પહેલાં જ તે મૃત્યુને શરણ થશે. તેમ આ સંસાસ્માં દુ:ખ છે, તેને ઉપાય કરવાને બદલે આત્મા, પુનર્જન્મ, કર્મ, મેક્ષ વગેરેના વિવાદમાં પડીશું તેદુ:ખમાંથી મુકિત મેળવવાને બદલે દુ:ખ વધતું રહેશે.
છતાં મનુષ્ય આવા પ્રશ્ન પૂછતે જ રહેશે, તેને વિચાર પણ Wશે જ, તેને ઉકેલ પણ શોધશે. આત્મા છે, પુનર્જન્મ છે એવી માન્યતાથી ઘણા પ્રશ્નોને મને ઉકેલ મળે છે અને સદ્વર્તનને પાયે દઢ થાય છે.. .
૯-૧-'૭૪, , , , , , : ચીમનલાલ ચકુભાઈ ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, 1. '' '' મુદ્રાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ-૧,