________________
' તા. ૧૬-૧-૭૪
. પ્રબુદ્ધ જીવન
૨૦૩
રક મની
20 સામાન્ય
છે. પુસ્તક
પ્રાર્થનાની શકિત પ્રાર્થનાની શકિત અમાપ છે. શરીરને જેમ અમુક સમયના અંતરે ખોરાક દ્વારા પણ આપી કામ કરવા માટે શકિતમાન રાખવું પડે છે તેમ અવારનવાર પ્રાર્થનાદ્રારા મનની તાકાતને જાગૃત રાખી શકાય છે.
માનવપ્રકૃતિ એવી છે કે તે વારંવાર દોમાં સરી પડે છે. ચિત્ત એટલું ચંચળ છે કે તે કયાં કયાં દોડે છે અને અનેક મથામણોમાં રચ્યુંપણું રહે છે. હર્ષ - શેકના ભાવો આપણને સતત •ખળભળાવતા રહે છે. આ બધી વિપરીત બાબતથી બચવા માટે પ્રાર્થના કરવાની ટેવ ખૂબ લાભદાયી નીવડે છે. કંઈ નહિ તે સવારસાંજ બે વાર તે પ્રાર્થના જરૂર કરવી જોઈએ. આમાં એકાંત સ્થળ મળે તો ઠીક છે; નહીંતર ગમે તે કામ કરતા કે કઈ સ્થળે રહીને પણ ઈશ્વરને યાદ કરી શકાય છે. '
ઊંડા શ્વાસોચ્છવાસ -પ્રાણાયામ-ની ટેવ પણ ચિત્તને શાંત કરવામાં ખૂબ મદદ કરે છે. આ ક્રિયા વખતે નામસ્મરણ, ચાલુ રાખવાથી આંતરિક શુદ્ધિ વધે છે. શ્વાસેષ્ઠ વાસમાં સ્થિરતા આવે છે અને શરીરનું આરોગ્ય જળવાય છે.'
સતત પ્રવૃત્તિમાં કે દોડધામમાં રહેવું પડતું હોય, સમયને ચાને જગ્યાનો અભાવ હોય એવા લોકો હાલતાચાલતાં કે કોઈ પણ કામ કરતાં પણ પ્રાર્થના કરી શકે છે. પ્રાર્થના કરવા પાછળનું અંતિમ હેતુ પણ એ જ છે કે, વ્યાવહારિક જીવનમાં ઈશ્વરને પ્રગટા- વો અને આપણા સારાયે અસ્તિત્વને ઈશ્વરમય બનાવવું. ' . એકાંતમાં બેસી પ્રાર્થના કરવી એ તો એક મર્યાદિત તબક્કો છે. આમાંથી ધીરે ધીરે નીકળી જઈ હરકોઈ પ્રવૃત્તિ સાથે ઈશ્વરનું જોડાણ કરવું જોઈએ. હાથમાં કામ અને દિલમાં રામ-આ બે કિયા વચ્ચે સંવાદિતા જાળવવી એ મુશ્કેલ તો છે, પરંતુ રેજના અભ્યાસથી, વચ્ચે નડતા માનસિક વ્યાપારે હળવા બની આખરે સદાને માટે ચાલી જાય છે. * * *
આ પુરુષાર્થને ફળીભૂત બનાવવા માટે આપણે બે પ્રકારની ચેતનાને વિકસાવવી પડે છે. એક ચેતના મોખરે રહી બાહ્ય પ્રવૃત્તિ સંભાળે છે અને બીજી ચેતના દેવી શકિત એટલે કે ઈશ્વર જોડે સંબંધમાં રહે છે. આ બંને ચેતનાને વિકાસ જેમ જેમ તીવ્ર બનતે જાય છે તેમ તેમ, માણસમાં ગંભીર અને જવાબદારીભર્યા કામે સંભાળવાની શકિત ખીલે છે તથા તેના હાથે થતાં કામ પૂર્ણ અને પ્રભાવિત્પાદક બની રહે છે. આવી વ્યકિત બાહ્ય અને આંતરિક રીતે શિસ્તબદ્ધ, ઘણી શકિતશાળી અને છતાંય અત્યંત શાત હોય છે.
* * . ', ' ' - પ્રાર્થના કરવાની નાની એવી ટેવના આરંભમાંથી જીવન પ્રાર્થનામય–દિવ્યતા પ્રત્યે સતત સમપિત–બની રહે છે ત્યારે માણસને અંદરથી જે ખજાને પ્રાપ્ત થાય છે તે કોઈ સંતોની વાણી કે કોઈ પુસ્તક આપી શકે તેમ નથી. આ ખજાનાની બરોબરી દુનિયાની કોઈ સંપત્તિ કરી શકે તેમ નથી. ' ' . બહારના બધા ચાધારી છોડી પ્રાર્થનાદ્રારા આપણા સાચા સ્વરૂપની શોધ કરવી એ જ છેતરપિંડીના આ યુગમાં સલામત માર્ગ છે.
- શારદાબેન બાબુભાઈ શાહ મરકં૫ના * શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આત્માસમા સ્વ. પરમાનંદભાઈનાં પુત્રી શ્રીમતી મેનાબહેને મુંબઈની કળાશાળા અને શાન્તિનિકેતનમાં શ્રી નન્દલાલ બેઝ જેવા પ્રખર કલામર્મશ ' પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી છે. શ્રીમતી મેનાબહેન પિતાના જેટલાં જ પ્રવાસપ્રિય છે. તેઓ તાજેતરમાં જ એમના પતિ શ્રી અજિતભાઈ સાથે અમેરિકાને ચાર મહિનાને પ્રવાસ કરી સ્વદેશ પાછા ફર્યા છે. એમની રહેણીકરણી ખૂબ જ સાદી રહી છે અને જીવનભર કળાની સાધના કરી છે. આ અખંડ સાધના અને બહોળા
અભ્યાસના નિચોડના પરિણામે તેઓએ ‘મયૂરકલ્પના’ નામનું
સ્વતંત્ર અને ખૂબ જ આકર્ષક પુસ્તક બહાર પાડયું છે. અલબત્ત, કાકાસાહેબના જ શબ્દોમાં કહેવું હોય તેમેનાબહેને ભગવાનની સૃષ્ટિમાંથી પિતાના કળાવિલાસ તથા કાવિકાસ માટે પક્ષીઓને જ પસંદ કર્યો. અને એમાંય આકાશને છેડે શોધવા મથનાર પક્ષી કરતાં, પૃથ્વી ઉપર પોતાની કળાના તજાતના પ્રયોગ કરનાર મયૂર પક્ષી એમને વધારે. વહાલું છે. મયુર રંગ અને રૂપ બને સૃષ્ટિમાં પ્રયોગ કરનાર પ્રયોગવીર તે છે જ, એને રંગ અને લાવણ્ય અનેક રીતે બતાવવાની સૂઝ છે ને ગમે છે. પણ એને તે, નાચતાં ને ઊડતાં નવી નવી શાકૃતિઓ બનાવવાને ખાસ શેખ હોય છે. પિતા પાસેથી એને ‘મેના પક્ષીનું નામ મળ્યું. એમને જો પિતાનું નામ પસંદ કરવાની છૂટ આપી હોત, તો એમણે મયૂરી નામ પસંદ કર્યું હોત. આ ચેપડી જીવતા શિક્ષકનું કામ ચાપી શકે એમ છે. '' ' . .
પુસ્તકનું મુદ્રણ, ચાકર્ષક છે અને મેનાબેને આ પુસ્તક કળાપ્રેરક એમના માત-પિતાને અર્પણ કર્યું છે.
પુસ્તકની કિંમત રૂા. ૨૦ સામાન્ય રીતે જોતાં વધારે લાગે, પરંતુ કળાની કિંમત અર્થમાં ન જ થાય. આ પુસ્તકને અમે આવકારીએ છીએ અને મેનાબેનને હાર્દિક અભિનંદન આપીએ છીએ. કળારસિક ભાઈબહેનને આ પુસ્તક અમારા કાર્યાલયમાંથી વેચાતું મળી શકશે. મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ શ્રી મણિલાલ મેકમચંદ શાહ, સાર્વજનિક
વાચનાલય અને પુસ્તકાલય - શ્રી મુંબઈ જેન યુવક સંઘ સંચાલિત શ્રી મ. એ. શાહે સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના લાભાર્થે રોક નાટકના ચેરીટી શોનું આયોજન. ફેબ્રુઆરી અસના અંત ભાગમાં વિચાર્યું છે, એવી જાહેરાત તા. ૧૬-૧૨-૭૩ના અંકમાં કરવામાં આવી હતી. ' .
ત્યાર બાદ, પંદર દિવસ પહેલા, વિસ્તૃત માહિતી સાથે પરિપત્ર દરેક સભ્યો - ગ્રાહકો તેમ જ શુભેચ્છકોને એક્લવામાં આવેલ છે. પરંતુ તેને બહુ જ થોડે અંશે સાનુકૂળ જવાબ મળ્યો છે. તે દરેક શુભેચ્છકેસભ્યો તેમજ ગ્રાહકોને આથી નમ્ર છતાં આગ્રહભરી અને હાર્દિક વિનંતિ કરીએ છીએ કે સૌ પિતાને ગ્ય ફાળે ભેટદ્વારા અથવા તો જે સેવીને પ્રગટ કરવામાં આવનાર છે તેમાં જાહેર ખબર આપીને મોકલી આપે - કેમકે સમય ઓછો હોવાને કારણે દરેકને અંગત રીતે મળવાનું શક્ય નથી. ' આ ચેરીટી શે માટે, જેના પ્રથમ પ્રયોગ અમદાવાદમાં સારી એવી લોકપ્રિયતા મેળવી છે તે – ઈન્ડિયન નેશનલ થિયેટરનું નાટક “સંતુ રંગીલી” પસંદ કરવામાં આવેલ છે. તે રવિવારે તારીખ ત્રીજી માર્ચના રોજ સવારના નવ વાગ્યે ભૂલાભાઈ ઓડિટેરિયમમાં રજૂ કરવામાં આવશે. ટિકિટના દરને લગતી માહિતી આવતા અંકમાં પ્રકટ કરવામાં આવશે. 1 . અમને જણાવતા આનંદ થાય છે કે ઈન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્સિયલ કન્સ્ટ્રકશનનું જે મોટા પાયા પર કામ કરી રહેલ છે તે યશવંત કૅર્પોરેશન” ના પ્રાયટર શ્રીયશવંતભાઈ ઘદભાવાળાએ આ સમારંભના પ્રમુખ થવાનું સ્વીકાર્યું છે. ''. આ ચેરીટી શે અંગે દરેક રીતને સહકાર આપવા મિત્રોને ફરીથી વિનંતિ કરીએ છીએ. • : ' " ' ' ' ' '
': ': શાન્તિલાલ દેવજી. નન્દુ મંત્રી, શ્રી મ. એ. શાહ, સા.વા. પુ.
શિક્ષક છે. તે તાજેતરમાં
પ્રવાસ કરી દે છે