SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ પ્રબુદ્ધ જીવન રૂપે નથી જોતા; આપણને ટેવ પાડવામાં આવી છે એ રીતે જોઈએ છીએ. આ રીતે આપણે અભિગમની તાજગી ગુમાવી બેસીએ છીએ. એ કહે છે: “વ્યકિતના ચહેરા પરનું, નદીનું, રસ્તામાં પડેલા પાંદડાનું, સ્મિતનું કે ઊડતાં પંખીનું સાન્દર્ય જોવા માટે આવેગની જરૂર છે, વિરાટ લાગણીની જરૂર છે. પણ ડાપણને લાગણી નથી હોતી. લાગણીમાં સંભાળનો અર્થ રહેલા છે-તમારાં બાળકોની સંભાળ, તમારા પડોશીની સંભાળ, તમારી પત્નીની સંભાળ, અને આપણે સંભાળ લેતા નથી, કારણ કે આપણી પાસે આવેગની વૃત્તિ નથી એટલે સમીપતા પણ નથી, સાન્દર્ય જોડે સંવાદ પણ નથી.” અહીં કૃષ્ણમૂતિ બીજો પ્રશ્ન ઊભા કરે છે: આપણને કશું પણ જોતાં આવડે છે ખરું? આપણે પત્ની કે પતિ સામે જોઈએ ત્યારે સમગ્ર ભૂતકાળ સાથે, તમામ જખમો સાથે અને તમામ ઉલ્લાસ સાથે જોતા હોઈએ છીએ. આપણે મનની ચેાકીથી અલગ થઈ કશું જ જોતા નથી અને તે પછી કઈ પણ જોઈએ છીએ ખરા? આપણી સ્મૃતિના બાજને અલગ કરી જીવવાની તૈયારી આપણામાં છે. ખરી? જેમ શાંતિ એ કોલાહલને વિરામ નથી, એમ પ્રેમ એ દ્વેષના અભાવ નથી, એ ચોનાથી કઈક વિશેષ છે. દ્વેષના અભાવ અને પ્રેમની વસંત-ો વચ્ચે કૃષ્ણમૂર્તિને કોઈક સર્જનાત્મક વિરામ દેખાયો છે. “જ્યારે સંપૂર્ણ આત્મ-વિસર્જન હોય છે ત્યારે જ પ્રેમ પાંગરે છે. પ્રેમ જ વ્યવસ્થા, નવા સંસ્કાર, નવા જીવનમાર્ગ વિકસાવી શકે છે.” કૃષ્ણમૂર્તિ આ પ્રેમના તત્ત્વ પર ભાર મૂકે છે. એ કહે છે: “જગતના આ વિશીર્ણ રણમાં પ્રેમ નથી કારણ કે સુખ અને વાસના જ મોટો ભાગ ભજવે છે અને છતાં પ્રેમ વિના તમારા નિત્યજીવનનો કોઈ અર્થ નથી. તમારું હૃદય અને મન પ્રેમને જાણે ત્યારે જ સૈાદર્ય નીપજે છે. પ્રેમ વિના કેવળ વિરૂપતા અને દરિદ્રતા જ ફ્લેફાલે છે. પ્રેમ કેમ કરવો એ જો તમે જાણી શકો તો તમારી બધી જ સમસ્યાઓ ઉકેલાઈ જાય છે.” પ્રેમ એ સમગ્રતા છે: પ્રેમ સમગ્રતા સાથે પરિસ્થિતિ સામે ઊભા રહેવાની તાકાત આપે છે. અને એટલે જ કૃષ્ણમૂર્તિ એના આ મહિમા કરે છે. પણ આ બધું જ શબ્દોરૂપે છે. કૃષ્ણમૂર્તિ આપણે શબ્દોમાં માનીએ એમ નથી ઈચ્છતા. અહીં જવિકટ વાત આવીને ઊભી રહે છે. આપણે લાગણી, આવેગ, સાન્દર્ય અને પ્રેમની વાતો નથી કરવાની—એ અનુભવવાનાં છે. જીવનના પ્રતિક્ષણે ઊભા થતા પડકાર સામે સમગ્રતાથી ઊભા રહેવાનું છે. વ્યકિત નહીં, માનવી બનવાનું છે. વ્યકિતમાંથી માનવી બનવાનું ઉપનિષદ કૃષ્ણમૂર્તિએ આલેખ્યું છે–પણ એ ખરા અર્થમાં ઉપનિષદ છે. એ વાંચવા માટે નથી, સમજવા માટે છે. કૃષ્ણમૂર્તિના શબ્દોમાં આવતા ઝબકારા આપણા માટે અગાઉ કહ્ય' એમ ચિત્રમાંના સૂરજ છે. આપણા પોતાનો સૂરજ કેમ પ્રગટાવવા એ જ કૃષ્ણમૂર્તિ કહેવા પ્રયત્ન કરે છે. જ્યારે તેમને સાંભળનારા અને માનનારા ઘટશે અને ધ્યાન આપનારા અને સમજનારા વધારે હશે ત્યારે કદાચ વ્યકિતમાંથી માનવી બનવાનો કીમિયો બધાને હસ્તગત થયા હશે, પ્રેમનો મર્મ સાને સમજાયા હશે. પ્રત્યેક વ્યકિતએ માનવી બનવા માટે પોતાના રસ્તા લેવાના છે. એટલે જ કૃષ્ણમૂર્તિ ભગવાન તરીકે નહીં, મિત્ર તરીકે આપણી સાથે રહ્યા છે. એટલે જ એમને ગુરુ બનવામાં રસ નથી. શિષ્યો ઊભા કરવામાં આનંદ નથી. કૃષ્ણમૂર્તિ વ્યકિત નથી, માનવી છે, અને આપણે સા વ્યકિત મટી માનવી બની રહીએ એમ ઈચ્છે છે. હરીન્દ્ર દવે તા. ૧૬-૧૭૪ અહિંસક વર્ષ [ભગવાન શ્રી મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહેસવની ઉજવણી માટે નીમેલી રાષ્ટ્રીય સમિતિના અતિથિવિશેષ મુનિશ્રી યશેવિજીએ ગુજરાત સરકારને ઉદ્દેશીને નીચેનું નિવેદન પ્રગટ કર્યુ છે.] ગુર્જરેશ્વર કુમારપાલે તેરમી સદીમાં પ્રચાર અને કાનૂન દ્રારા ગુજરાતની પુણ્યભૂમિ ઉપર હમેશના માટે નાનાં – મોટાં બધાં પ્રાણીઓની ‘હિસાબંધી કરીને ગુજરાતને અહિંસક બનાવ્યું હતું. એજ ભૂમિ ઉપર વનખાતાના પ્રધાન કાીગંગારામ રાવળે ગઈ કાલે અહિંસા ધર્મના સર્વોચ્ચ ઉપદેશ શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ૨૫૦૦મા નિર્વાણવર્ષ નિમિત્તે શિકારની પરવાનગી ન આપવાની જાહેરાત કરીને અહિંસાના ક્ષેત્રમાં જે ક્રિયાશીલ પગલું ભર્યું છે તે માટે પ્રધાન શ્રી રાવળ તથા પ્રધાનમંડળ સહિત ગુજરાતના માનનીય મુખ્ય પ્રધાનને ધન્યવાદ આપું છું અને અન્ય રાજ્ય સરકારો પણ તેનું અનુકરણ શીઘ્ર કરે તેવો અનુરોધ કરું છું. ગુજરાત સરકારની આ જાહેરાતથી અહિંસાપ્રેમી જનતાને અનહદ આનંદ થયો છે. ગુજરાતની શાણી સરકારને યાદ આખું કે આપણા મહાન દેશમાં બીજા પ્રાંતોની અપેક્ષાએ વધુ અહિંસક ભાગ જો કોઈ રહ્યો હોય તો મારા ખ્યાલ મુજબ ગુજરાતનો છે. આથી ગુજરાતના મુખ્ય પ્રધાન તથા તેમના પ્રધાનમંડળને નમ્રતાના ભાવ સાથે સાદર અનુરોધ કરું છું કે કમમાં કમ ૨૫૦૦માં નિર્વાણવર્ષ પહેલા દિવસ અને છેલ્લે દિવસ, એટલે કે તા. ૧૩-૧૧-’૭૪ અને તા. ૧૩-૧૧-૭૫ અને તે ઉપરાંત તા. ૪-૪-’૭૫ને શ્રી મહાવીર જન્મદિવસ (મહાવીર જ્યંતી) આ ત્રણ દિવસેએ ગુજરાતનાં કતલખાનાં બંધ રહે, જાહેર ભાનગૃહમાં માંસ ન પીરસાય દુકાનો ઉપરથી જીવતાં પ્રાણીઓનું વેચાણ ન થાય, હિંસક વ્યાપારો સર્વથા બંધ રહે અને દરિયાઈ શિકાર પણ બંધ થાય એવી જાહેરાત વહેલી તકે કરીને ભગવાન શ્રી મહાવીરને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોટિની ભાવાંજલિ આપે. આવી જાહેરાતથી ગુજરાત સરકાર મહાન પુણ્ય બાંધશે, લાખા કરોડો મૂંગાં પ્રાણીઓનાં તથા ગુજરાતની અહિંસાપ્રેમી જનતા, પ્રાણીપ્રેમીઓ, હજારા જૈન સાધુ-સાધ્વીજીઓ, લાખા જૈના તેમ જ બીજા સાધુસંતો તથા કરોડો અહિંસાપ્રેમી લોકો આ બધાયના આશીર્વાદ અને ધન્યવાદને મેળવશે. ભગવાન મહાવીરના અનુયાયી તરીકે આગળ વધીને એમ પણ કહું કે કુમારપાલ અને શ્રી હેમચંદ્રાચાર્યજીની ધર્મભૂમિ અને ગાંધીજીની કર્મભૂમિથી ઓળખાતા ગુજરાતની ધર્મપ્રેમી સરકાર સમગ્ર નિર્વાણવર્ષને ‘ચાહિસક વર્ષ જાહેર કરવાની પહેલ શા માટે ન કરે? અનેક ક્ષેત્રમાં દેશને માર્ગદર્શક બનાર અમારી ગુજરાત સરકાર અહિંસા કે અભયદાનના ક્ષેત્રમાં શા માટે પાછળ રહે? ગુજરાત સરકાર ગુજરાતની પ્રજાને નિર્વાણવર્ષ દરમિયાન ભગવાન શ્રી મહાવીરના સર્વોત્તમ જીવનના તથા તેઓશ્રીના માનવજાતનું કલ્યાણ કરનારા ચાહિંસા અને અપરિગ્રહના ઉદાત્તા સિદ્ધાંતે તેમ જ તેઓશ્રીના નિર્વાણલક્ષી આદેશે અને ઉપદેશોના સર્વાંગી પ્રચાર દ્વારા શ્રેષ્ઠ પરિચય થાય એ માટેના કાર્યક્રમ ઘડી કાઢી ગુજરાતને વધુમાં વધુ અહિંસક અને ત્યાગની ઉન્નત ભાવનાવાળું બનાવે એવી આશા રાખું છું. આ માટે યોગ્ય કરવા ધર્મસ્નેહી મુખ્ય પ્રધાન શ્રી ચીમનભાઈને સાગ્રહ અનુરોધ કરું છું. અંતમાં પરમ વિભૂતિ વિશ્વવત્સલ કરુણાના અવતાર ભગવાન શ્રી મહાવીરની કૃપા તમારા પર ઊતરી રહે એજ પરમાત્માને મુનિની ચાવિજ્યજી પ્રાર્થના.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy