________________
તા. ૧૬-૧-૭૪
*
મુદ્ધ જીવન
ઉપનિષદના ઋષિ
માનવ
થોડાંક વરસ પહેલાં જે, જે. સ્કૂલ ઑફ આર્ટસના ચોગાનમાં કૃષ્ણમૂર્તિનાં પ્રવચનો યોજાયાં ત્યારે આ બન્યું હતું. એક વેળા પ્રવચન પૂરું થયું ત્યારે લોકોની ભીડમાંથી પાતાની ગાડી સુધીના રસ્તા કરતાં કૃષ્ણમૂર્તિને થોડી તકલીફ નડી હતી. કોઈ ઉત્સાહી ભકતે આ જોયું અને તેમણે માઈક પરથી જાહેર કર્યું કે પ્રવચન પૂરું થયા પછી શ્રી કૃષ્ણભૂતિ નીકળી જાય ત્યાં સુધી લોકોએ પેાતાના આસન પર બેઠા રહેવું. આ જાહેરાત ગાડીમાં બેસતાં બેસતાં કૃષ્ણમૂતિએ સાંભળી હશે, અથવા તો કોઈએ તેમને એ વિશે કહ્યું હશે. બીજા દહાડે પ્રવચન શરૂ થતાં પહેલાં જ જાહેરાત કરવામાં આવી: ગઈ કાલે અહીંથી લોકોને વિનંતિ કરવામાં આવી હતી કે શ્રી કૃષ્ણમૂર્તિ જાય ત્યાં સુધી સૌએ પોતપોતાના સ્થાન પર બેસી રહેવું. આજે મને એ જાહેર કરવા જણાવાયું છે કે શ્રી કૃષ્ણમૂર્તિના પ્રવચનના પ્રારંભમાં, અધવચ્ચે કે તિ-જ્યારે પણ કોઈને ગું હોય તે જઈ શકે છે.”
કૃષ્ણભૂતિને સમજવા માટે પુસ્તકો ઓછા પડતા હોય છે, ત્યારે આ જાહેરાત કદાચ પૂરતી થશે. કૃષ્ણમૂર્તિ માણસની સ્વતંત્રતામાં માને છે. પ્રત્યેક માનવી પોતાના સંશય કે શ્રદ્ધાના ઉકેલ પોતાની રીતે જ આણી શકે એમ તેઓ કહેતા હોય, ત્યારે કોઈ પણ એક વકતા ' માટે આખા સમૂહને ચોક્કસ શિસ્ત જાળવવાનું કહેવામાં આવે એ તે કેમ સહન કરી શકે?
કૃષ્ણમૂર્તિનું નામ લઈએ એ સાથે ઘણું બધું યાદ આવે છે. આ માણસ એકદમ સરળ રીતે જીવવા મથે છે, પણ એથી જ સમજવામાં કદાચ સૌથી વધુ મુશ્કેલ બની જાય છે. તેમના વિવિધ૨ગી વ્યકિતત્વમાંથી ચાપણા હ્રદયને સ્પર્શી જાય એવી એક વાત તે તેમના ત્યાગ છે. હેન્લી મિલરે તા ત્યાં સુધી કહ્યું છે કે “ઈસુને બાદ કરતાં એમણે કર્યો છે એવા માટો ત્યાગ બીજા કોઈએ કર્યો નથી.” આ ત્યાગ કેવળ ભૌતિક સુખનેા ન હતા. માત્ર જગદ્ગુરુની આધ્યાત્મિક પદવીના પણ ન હતો. આ ત્યાગ વધુ સૂક્ષ્મ પ્રકારના હતા. પોતે બીજા કોઈ પણ માણસ કરતાં આગળ છે, કે કોઈનાયેં ગુરુ બની શકે કે બોધ આપી શકે એવી વૃત્તિનો તેમણે ત્યાગ કર્યો હતા.
૧૯૦૯ માં ઢિયારના સાગરકિનારા પર ફરતા તેર વરસના બાળક કૃષ્ણમૂર્તિમાં સી. ડબ્લ્યુ. લીડબીટરને કોઈક અવતારનાં દર્શન થયાં. એની બીસેટને એ બાળકમાં કોઈમસીહાના વાસ હોય ોમ લાગ્યું. પંદર વરસની વયે તો આ બાળક એટ ધ ફીટ ઑફ ધ માસ્ટર' 'લખે છે. આ શબ્દો લખનાર દેહમાં નાના છે, આત્મામાં નહીં એમ એની બીસેન્ટ એ વખતે કહે છે. તેરા વધુમાં દાવા કરે છે કે રાહીં કૃષ્ણમૂર્તિ દ્વારા કોઈ પરમપુરુષ બાલી રહ્યા છે. કૃષ્ણમૂર્તિના અધિષ્ઠાતાપદે ‘ધ ઓર્ડર ઑફ ધ સ્ટાર ઈન ધ ઈસ્ટ સંસ્થા સ્થપાઈ. એની બીસેન્ટ તથા થીઓસોફી સાસાયટીના તેમના સાથીઓએ કૃષ્ણમૂર્તિની ભગવાનના પુત્ર તરીકે પૂજા શરૂ કરી. આ દેશમાં અને દુનિયામાં યુવાન તેજસ્વી કૃષ્ણમૂર્તિનાં વ્યાખ્યાના યોજાવા લાગ્યાં. આમ જ્યારે જગતનાં બૌદ્ધિક આસ્થાળુઓના ભગવાનનું પદ તેમને માટે નક્કી થઈ ચૂકવું તે ક્ષણે જ તેમણે આખીયૅ સંસ્થાનું વિસર્જન કરી નાખ્યું. પોતે માત્ર કૃષ્ણમૂર્તિ તરીકે જ રહેવાનું પસંદ કર્યું. પાતાની સપાસ ઊભા થયેલા આધ્યાત્મિક સામ્રાજ્યના અને એના ગાદીપતિનાં પદનો તેમણે ત્યાગ કર્યો.
ઝળ કૃષ્ણમૂર્તિએ આ ત્યાગ કર્યો એ પહેલાના અને પછીના તેમના
૨૦૧
P
ઉદ્ગારોમાં બહુ મોટો ફેર છે. ૧૯૨૯ પહેલાનાં પ્રવચનોમાં પણ તેઓ માનવીનું ગૈારવ કરતા હતા. તેઓએ ત્યારે પણ જાહેર કર્યું હતું: “સત્ય અને વિશુદ્ધિને પામેલા માનવી જ ભગવાન છે. એ સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી.” છતાં એ વખતે તેમની વાણીમાંથી આવા શબ્દો પણ આવતા :
“મારે આ કરવું છે. આ ઝંખના મારા હૃદયમાં સળગી રહી છે. હું શાક અને રુશવત, વેદના અને યાતના, ક્ષણજીવી ઉલ્લાસ અને ક્ષણજીવી તર’ગસૃષ્ટિને જોઉં છું : એટલે જ હું જીવનને જગાડવા અને એને સંપૂર્ણતા પર લાવવા ઈચ્છું છું. તમારે તમારી જ્વાબદારી સમજવી જોઈએ.”
આજે કૃષ્ણમૂર્તિ આ શબ્દો સ્વપ્ને પણ વાપરી ન શકે. એ વેળા ' Path ', Goal' વગેરે શબ્દો એમની વાણીમાં દર ચોથા વાકષૅ આવતા. પણ પછી એમને શબ્દો દ્વારા ઊભાં થતાં બંધનો પણ સમજાઈ ગયાં અને એટલે જ તેમણે એક નવી ભાષા નીપજાવી લીધી છે. આ નવી ભાષા નીપજાવવી એ કૃષ્ણમૂર્તિની આગવી જરૂર હતી. એ વિચારામાં બુદ્ધ માનવી મુકત બને એમ ઈચ્છતા હતા. શબ્દો એના જ્ડ ભૂતકાળ સાથે ઊભા છે એ જાણતા હતા. છતાં આ વાત કહેવા માટે એમને શબ્દો અને વિચારોના આાય લીધા વિના છૂટકો ન હતો. પણ એમણે શબ્દ અને વિચારને એક વહેતું રૂપ આપ્યું. આ દષ્ટિએ કૃષ્ણમૂર્તિની ભાષા પર એક મહાનિબંધ લખી શકાય એટલી સામગ્રી પડી છે. એમને કશુંક કહેવું છે: પણ એ કથનને તેઓ ઉપદેશ બનાવવા માગતા નથી, વિચાર બનાવવા માગતા નથી, શબ્દ બનાવવા માગતા નથી. એટલે એ કહે છે: તમે મને ‘સાંભળો' નહીં; તમે ધ્યાન’
પેા. એ તમારી શ્રુતિ નહીં, તમારુ ધ્યાન માગે છે. એ જે કહે છે એ તમે ‘માને’ એમ નહીં, ‘સમજો’ એ એમની માગણી છે. એ તમે ‘શાધા’ એવું નથી ઈચ્છતા, ‘પામા’ એમ ઈચ્છે છે.
કૃષ્ણમૂર્તિને સાંભળવાવાળા અને માનવાવાળો વર્ગ ઘણા મોટા છે; પણ એમાં ધ્યાન આપવાવાળા’ અને ‘સમજવાવાળા' વર્ગ ઘણા ઓછા છે. અસંખ્ય વિરોધાભાસામાંથી જ એ ક્યાંક થોડો ઝબકારો મૂકી દે છે. આ ઝબકારો એ એમણે પોતે પોતાનાં કથનાની આસપાસ નીપજાવેલા છે. તમારા વિરોધાભાસાને સમજવા કે ઉકેલવા એ ઝબકારાનો આશ્રય લેવા જશેા તા એ ચિત્રમાંને સૂરજ પુરવાર થશે. તમારે એ જ રીતે તમારો પોતાના ઝબકારો મેળવી લેવાના છે. એ ઉત્તરામાં નહીં, પ્રશ્નોમાં માને છે. એ સમસ્યાઓને નહીં, એના મૂળને પામવાની વાત કરે છે. એ કહે છે: ‘બધી જ સમસ્યાઓ એક જ મૂળમાંથી ઊગે છે. આ મૂળને સમજ્યા વિના સમસ્યાઓને ઉકેલવાનો કોઈ પણ પ્રયાસ વધુ સંકુલતા તરફ દોરી જશે, અને એ સમસ્યાઓના પ્રશ્ન આ રીતે સમજે છે. એ માને છે કે જીવન હમેશાં પડકાર ફેંકે છે; અને આ પડકાર સામે સમગ્રતાથી ઊભા રહેવાની તાલીમ આપણને મળી નથી. આપણે આ પડકારને ખંડિત પ્રતિકાર કરીએ છીએ. હયાતીની, નસાની, દિમાગની, મનની, હૃદયની, સમગ્રતાથી આ પડકાર સામે આપણે ઊભા હોઈએ તો કોઈ સમસ્યા રહેતી નથી. આ બનતું નથી, કારણ કે આપણે વિચાર કરીએ છીએ. વિચાર એટલે વ્યવહાર. લાભાલાભનું ગણિત: અને આ ગણિતમાંથી આપણા આરો આવતા જ નથી, અને એક સમસ્યામાંથી બીજી સમસ્યા તરફ આપણે દોરાતા જ જઈએ છીએ.
આપણે જ્યારે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ ત્યારે એને યથાર્થ