________________
૨૦૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૭૪.
થાય
ગર જ
ન હોય ત્યાં જીવનમાં
મન સ્થિર થવાનું નથી. બુદ્ધને એક પ્રસંગ છે: શિયને મન સ્થિર કરવાનું ભગવાન કહે છે. પણ એ કેમ કરવું એ વિશે કશું કહેતા ' નથી. કહે છે: હમણાં સમય નથી, પછી કહીશ. પણ તું તારું મન અહીં મૂકી જા. તેની હું મરામત કરીશ. એ પછી બે - ત્રણ દિવસે લઈ જજે. હવે મન જુદું નથી એથી એ શિષ્ય વિચારે ચડયો.
જીવનમુકિત એટલે શું? જ્યાં મન શાંત-નિશ્ચિત્ત થયું એટલે બસ જીવનમુકિત થઈ ગઈ. એટલે મુકિત પ્રાપ્ત થઈ. આ માટે હિમાલય જવાની જરૂર નથી અને એ ઘણું સરળ અને સરસ છે.
સંત કબીરે એક ઠેકાણે કહ્યું છે: ‘હું વાળ કેમ કપાવે છે? માથાનું મુંડન કરાવે છે તે ઠીક નથી. તારે મનનું મુંડન કરાવવું જોઈએ. શંકરે વધારે કડક રીતે કહ્યું છે કે જે જેવા છતાં જોતો નથી એ અંધ છે. એક અંગ્રેજ લેખકે પણ એવું જ કહ્યું છે:
"None is so blind who refuses to see.”
સામાન્યપણે લોકો પોતાના સ્વાર્થ માટે, પેટ માટે કામ કરે છે. નરસિહ મહેતા કહે છે તેમ તે ઉદરપોષણ માટેનું કામ છે. એમાં કહેવાતે ત્યાગ હશે, પણ ખરા અર્થમાં ત્યાગ નથી. આપણા કબાટમાં જાતજાતનાં કપડાં હોય છે અને તેને જુદે જુદે સમયે પહેરવામાં જે ઉપયોગ કરીએ છીએ તેમ જાતજાતના વિશે એ માટે અંગીકાર કરીએ છીએ. આ પલાયનવાદ છે. - શંકરે ત્રણ શબ્દો - આશાવાયુ, આશાપીડન અને એશાપિષમ - ને ઉપયોગ કર્યો છે. ઈચ્છા પ્રકટે એમાં ખોટું નથી. ઈચ્છાનું સાતત્ય કર્યું. એમાંથી તૃષ્ણા પેદા થાય છે. એક અંગ્રેજ લેખકે કહ્યું છે: “Man drinks the drink, drink drinks the drink and drink drinks the man.” જેવું થાય છે. શંકર પણ આવું કહે છે. આમ જીવનની જે સમસ્યાઓ જલદી હલ થઈ શકે તેમ છે તેને આપણે વિકટ બનાવી દીધી છે.
આગળ જતાં શંકર બહારનું અવલોકન કરતાં કરતાં અંદરનું અવકન કરવાનું સૂચવે છે. આ યથાર્થ દર્શન પછી અને જીવનને માર્ગ લાધશે એમ શંકર કહે છે.
આજના યુગમાં યુવાને ધર્મથી વિમુખ થયા હોય તો એ માટે આપણે સૌ જવાબદાર છીએ. કારણ કે આજે બાહ્યાચાર દેખાય છે. બહારથી સંપાદન કરેલી માહિતી નહીં, અનુભૂતિ થવી જોઈએ. આજે તે બંને વચ્ચે મોટું અંતર છે. શંકરે માયાવાદની વાત કરી છે, છતાં એમણે કહ્યું છે કે તમે રોગમાં કે ભેગમાં રત રહો, લોકોના સંગમાં રહો કે સંગ છેડી જતા રહે, મારે મન બધું સરખું છે. યોગમાં કે ભાગમાં રહેવા છતાં જેનું ચિત્ત સત્ય તરફ રહે છે, જેની ચેતના પેલા તીર જેવી છે, તે તેના આનંદમાં મસ્ત છે.
આપણું ચિત્ત શાંત થવું જોઈએ. આ કચરો સાફ થવો જોઈએ. અને એ માટે શંકરે આપણને નિરંતર આનંદ મેળવવા પ્રયાસ કરવાનું સૂચવ્યું છે.
શંકર જીવનને મોટો પ્રશ્ન અહીં પ્રસ્તુત કરે છે. જીવનમાં કશું નવું દેખાતું નથી. એક તરફથી કહીએ છીએ કે તે નિરંતર છે નદીની પેઠે. જીવનમાં ક્ષણે ક્ષણે નવું લાગે તે એમાં આનંદ આવે છે. એ સૌન્દર્યથી ભરપૂર છે, પણ એના પર પણ આપણે આવરણે મૂકી દીધાં છે.
અતિ પરિચયથી પણ એક પ્રકારની સમસ્યા ઊભી થાય છે. અને જાણીએ છીએ એવી પરિસ્થિતિ એવી ને એવી રહે છે. જીવન રોજે રોજ બદલાતું હોય છે તેથી તે જાણી શકાતું નથી. પુનરપિ જીવનને જાણવા પ્રયાસ કરવો જોઈએ. પરિચિતને અપરિચિત બનાવવા જોઈએ.
જીવન તો નિરંતર અપરિચિત છે. મનને થાપાર તેને પરિ-ચિત બનાવે છે. તે ક્ષણ ક્ષણ રેકાઈ જાય તો આપણને તે જીવનને આનંદ પરખાય છે. અંકલપ - વિકલ્પના વ્યાપાર પોતાની મેળે સ્થિગિત થાય, તે જીવનનું અનુપમ દર્શન થાય, કે જેનું આપણે કદી જોયું પણ ન હોય!
શંકરે વધુમાં પુણ્ય અને અપુણ્ય ત્યાગ કરવાનું કહ્યું છે. ગીતામાં પણ કહ્યું છે, શુભ અને અશુભને ત્યાગ કર. ઈસાઈ ધર્મમાં પણ આ જ વાત છે. ઈશ્વરે માણસને પેતા જેવો બનાવ્યું,
એ ડાઘાએ એ ઈશ્વરને માણસ જેવો - પેતા જે બનાવ્યો અને પછી તે આ ઈશ્વરને પૂજવા લાગ્યો! (God created man of his image, a wiser man created God of his image ) કવિ અખો પણ આવું જ કહે છે કે સજીવ નિર્જીવને સર્જે છે અને પછી નિર્જીવને એ પૂજે છે. પરંતુ આ ગ્ય નથી.
ક્ષણ પણ જીવનની અનુભૂતિને વિસ્તાર શંકરે આમ કર્યો છે. કામ, ક્રોધ, લોભ, મોહ એ ચાર જ વસ્તુ નથી. ક્રોધને સંઘર્ષ જવાને નથી, કારણ કે એ કામમાંથી ઉત્પન્ન થાય છે. લાભને સંઘર્ષ મેહમાંથી થાય છે.
પરિગ્રહ- અપરિગ્રહ એ બહારની વસ્તુ નથી પણ એ અંદરની વસ્તુ છે. જ્યાં સુધી અંદરને અપરિગ્રહ ન થાય ત્યાં સુધી ક્રોધ જવાનો નથી. મનુષ્યના જીવનમાં સત્યની પ્રતીતિ અસંભવ બની જાય છે. આમ ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન કેમ થાય? આત્મજ્ઞાન વગર જીવનની મતી આનંદ કેમ ખબર પડે?
માણસે જે સૃષ્ટિ જોઈ છે તે પ્રભુની નથી, પણ પોતે પેદા કરેલી છે. પોતાના સર્જનની સૃષ્ટિ તે જુએ છે. આ શાર્પરજજુના ન્યાય જેવી વાત થઈ. એથી એને એના મન જેવું ત્યાં દેખાય છે.
વસ્તુના જગતમાં આપણે જીવતા નથી, વિષયના જગતમાં જીવીએ છીએ. વસ્તુ પર આરે પણ થાય કે એ વિષય બની જાય છે. માટે એ વાસ્તવિક જીવન નથી. માટે તું મહદ્ અવધાન કરજે એમ શંકર કહે છે. તું જે કરે તે માટે જરા તું પોતે રહેજે. તું extensive aware રહેજે, એકાગ્ર બનજે. આવું મન પછી તને સમગ્ર બનાવશે. ભગવાન બુદ્ધ કહે છે તેમ જે ઘડે બંધાયેલ છે તે ચંચળ છે; જે છૂટે છે તે રાંચળ નથી. મનની કથા તો Untold story -અણકથી કથા છે. તે કથા, કબીર કહે છે તેમ, કોઈએ સાંભળી નથી. જે તેને સાંભળે છે તે કાલાતીત થઈ જાય છે. તે સમાધિ કરવી હોય તે તું મહદ્ અવધાન કરજે એવું શંકર જણાવે છે.
ભજગોવિન્દમ'ના છેલ્લા ૩૧માં શ્લોકમાં શંકર કહે છે; ઈન્દ્રિય અને મનને તું પિતતાના ક્ષેત્રમાં રાખ; એકબીજાના ક્ષેત્રમાં એ દોડી જાય છે એ અયોગ્ય છે. ઈન્દ્રિય ખરાબ નથી. એ પર દમન નહીં કરવું જોઈએ. ખુલશી રીતે સૌન્દર્ય જોવું જોઈએ. ટૂંકમાં ઈન્દ્રિયને ખરાબ કરનારું મન છે.
ઈન્દ્રિય પણ અનુભવ કરે છે. મન ઈન્દ્રિયને રોકે છે ત્યારે એમાંથી વિષય પેદા થાય છે. ઈન્દ્રિય પોતાના ક્ષેત્રમાં રોકાઈ જાય તે સંવેદના જાગે છે. પરિણામે મનુષ્યને આનંદ પ્રાપ્ત થાય છે. એનાથી તો આધુનિક માનવ તનાવમાં પડે છે. આ પ્રકારને આનંદ પ્રાપ્ત થવાથી માનવીની સમસ્યા જતી રહેવાની. એ જ આજના યુગધર્મ છે. એમાં આજના યુગ માટેનું દર્શન છે. વિરાને આપેલી વસ્તુઓ માનવહાર માટે નહીં, માનવકણિ માટે વાપરવી જોઈએ એ તેનું હાર્દ.
| રોહિત મહેતા અને શ્રીદેવી મહેતા
શ્રી હરભાઈ ત્રિવેદીને વાર્તાલાપ . દક્ષિણામૂર્તિ અને ઘરશાળાના જાણીતા કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદી, ભાવનગરથી મુંબઈ આવતા હોઈ સંઘના સભ્યો સાથે તેમને એક વાર્તાલાપ તા. ૨૧-૧-'૭૪ સોમવારના રેજ સાંજના ૬ વાગ્યે, રાંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં (૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિઝામ સામે, મુંબઈ-૪) રાખવામાં આવેલ છે. રસ ધરાવતા મિત્રોને સમયસર હાજર રહેવા પેચ નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહ સુધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ