________________
૧૫૪
બુદ્ધ જીવન
-
' તા. ૧૬-૧૨-૭૪
મારામાં મેટપ કે નાનપની કેઈ ગ્રન્થિ નથી. બધા સાથે સમાન ભાવે કામ કરી શકું છું. મારી મર્યાદાઓનું અને શક્તિનું પૂરું ભાન છે. વિવેક અને નમ્રતા હોય તે કામમાં ખૂબ સરળતા રહે છે. બધું સહજપણે થતું હોય તેમ લાગે. - જે સંસ્થાઓના સંચાલનની જવાબદારી લીધી છે તે બધી નાણાકીય દષ્ટિએ અને કાર્યકર્તાએથી સમૃદ્ધ છે. હું ન હોઉ તે મારી ઊણપ કયાંય સાલે નહિ એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવાને માટે પ્રયત્ન સદા રહે છે.
કોઈ સંસ્થા સાથે મનને બાંધ્યું નથી. કેઈમાંથી છૂટા થતાં લેશમાત્ર સંકેચ થાય તેમ નથી. હકીકતમાં હવે, કમશ: છૂટા થવાનું વિચારી રહ્યો છું.
સંસ્થાના કાર્યને મારા વિકાસનું સાધન માન્યું છે. તેમાં કયાંય રુકાવટ થાય, મમત્વથી, સ્વાર્થથી, કૌતિના મેહથી, કે અન્ય કોઈ કારણે, તે ક્ષણમાત્રમાં તે છોડી દઉં એટલી તૈયારી છે. જ્યારે એમ લાગે કે સાથીઓને આદર રહ્યો નથી અથવા લોકોને અણગમો થયા છે ત્યારે પોતાના માર્ગે ચાલી નીકળતાં જરા પણ સંકેચ થવો ન જોઈએ. અંતર એટલું ભરેલું હોય કે આવી બાહ્ય ઉપાધિઓ તેને બાંધી ન શકે.
મનને એ વાતને આનંદ છે કે યત્કિંચિત પરમાર્થનું કાર્ય થઈ શકહ્યું છે. તેથી વિશેષ કંઈ આશા રાખી નથી. કોઈ દિવસ નિરાશા થઈ નથી. મનની સ્થિરતા અને સ્વસ્થતા એ જ અંતે ચિત્તની શાન્તિ અને પ્રસન્નતાને પામે છે. ૧૧-૧૨-૭૪
ચીમનલાલ ચકુભાઈ
-
પ્રકીર્ણ નેધ
પરવાના પ્રકરણ
પરવાના પ્રકરણે અભૂતપૂર્વ પરિસ્થિતિ ઊભી કરી છે. સરકારની ભૂલની પરંપરાથી સરકારે પોતાને માટે વિષમ સ્થિતિ સર્જી.
તે ડહાપણ વાપરી નમતું કર્યું અને પાર્લામેંટની પ્રતિષ્ઠા ધૂળમાં મળતી અટકી ગઈ. વિરોધ પક્ષોએ આ પ્રસંગને સકારણ પૂરો લાભ લીધે. ચાર અઠવાડિયાં પાર્લામેંટમાં બીજું કામ જ થઈ શકયું નહિ, દેકારો બોલાવ્યો અને સરકાર ઉપર તડાપીટ પડી. ગઈ બેઠકમાં આ પ્રશ્ન ઊપડયે ત્યારે ગૃહમંત્રી શ્રી ઉમાશંકર દીક્ષિતે ખાતરી આપી હતી કે સી.બી.આઈ.ને અહેવાલ આવી જાય પછી પાર્લામેંટને વિશ્વાસમાં લેવામાં આવશે. કોઈ પણ કારણે સરકારને આ બાંયધરીમાંથી છૂટવું હતું, એટલે ઉતાવળથી તુલહન સામે કેસ કરી નાખ્યા અને પછી બહાનું કાઢયું કે હવે મામલો કોર્ટ સમક્ષ હોવાથી સી. બી. આઈ.ને રિપોર્ટ પાર્લામેંટમાં રજૂ કરી ન શકાય. આ બચાવ ભૂલો હતો. પછી બીજું બહાનું કાઢયું કે સી. બી. આઈ.ને રિપોર્ટ પાર્લામેંટમાં કોઈ દિવસ રજૂ થતું નથી અને તેમ કરવાથી ખોટો દાખલો બેસાડાય. ખાતરી આપતાં પહેલાં આ વાતને વિચાર કરવો જોઈતો હતો. પાર્લામેંટના ૨૦ સભ્યો સામે આક્ષેપ હતા તેથી પાર્લામેંટને તેની તપાસ કરવાને અધિકાર છે. શરૂઆતથી જ સી. બી. આઈ.ની તપાસને બદલે પાર્લામેંટની કમિટીને તપાસ સોંપી હોત જે વિરોધ પક્ષોની માગણી હતી તો આ બધી ભાંજગડ ન થાત. દરેક તબકકે એવી છાપ રહી કે સરકાર કોઈને બચાવ કરવા માગે છે અથવા ઢાંકપિછેડે કરવા ઈચ્છે છે. ખાસ કરી એલ. એન. મિશ્ર સામે ગંભીર આરોપ છે અને મિશ્રની આબરૂ, બિહાર રાજકારણને અંગે અને અન્યથા, ખરડાયેલી છે. પિતાની સામેના આક્ષેપોને મિશ્ન ઈનકાર કર્યો છે, પણ તેથી પ્રતીતિ થતી નથી. નિકસનની પેઠે ધીમે ધીમે વધુ હકીક્તો બહાર આવતી જાય છે તેમ તેમ શંકાઓ વધતી જાય છે. ૨૦ સભ્યોની ખેતી
સહીઓ હોય તે અતિ ગંભીર બાબત છે. આ પરવાના પ્રકરણ વર્ષોથી એલતું હતું અને છેવટ બિહારના સભ્યોને પંડિચેરીમાં શું એ રસ પડશે કે ત્યાંના વેપારીઓને ન્યાય અપાવવાની લગની લાગી? તુલહનને ભૂતકાળ ભાતીગળ છે. અંગ્રેજી આવડતું નથી એમ કહી, અંગ્રેજીમાં નિવેદન આપ્યું છે અને સહી કરી છે. સરકારે કોર્ટમાં કેસ કરતા પહેલાં વિધ પક્ષોને અને પાર્લામેંટને વિશ્વાસમાં લેવાં જોઈતાં હતાં. કેસ તે વર્ષો સુધી ચાલે અને કેવી રીતે ચલાવે છે તે ઉપર પરિણામને રાધાર રહે. સી. બી. આઈ. નો રિપોર્ટ ન જ બતાવવો એવું મક્કમ વલણ લીધા પછી, માત્ર રિપોર્ટ જ નહિ પણ તેને લગતા બધા કાગળો બતાવવાની તૈયારી બતાવવી પડી તેમાં સરકારની હાર છે. અલબત્ત, આ દરખાસ્તથી સરકાર એમ કહી શકે કે તેને કાંઈ છુપાવવાનું નથી અને તેટલે દરજજે સરકારની દાનત સાફ હોવાનો દાવો કરી શકે. અહેવાલે અને બીજા કાગળ તપાસ્યા પછી શું નીકળે છે તે જોવાનું રહે છે. ગુપ્તતાના સોગંદ ઉપર કાગળો બતાવાશે, પણ એ તો માત્ર વટ જાળવવાનું ઓઠું છે. ૧૫-૨૦ વ્યકિતઓ કાગળ જુઓ પછી શું ખાનગી રહે? મોરારજીભાઈએ સ્પષ્ટ કહ્યું છે કે કાગળ તપાસ્યા પછી કોઈ સામે વધારે પગલાં લેવાની જરૂર જણાશે તો તે સૂચવવાની વિરોધ પક્ષોને છૂટ રહેશે. સરકારે મૈન સેવ્યું છે. અલબત્ત, સત્યાગ્રહની ધમકી યોગ્ય ન હતી. સત્યાગ્રહ એટલે પાલમેંટનું બધું કામ સંભાવી દેવું. ઘોર નિરાશા અને અસહાયતામાંથી જન્મેલ આ પગલું હતું. પણ વિરોધ પક્ષો માટે મરણિયા થયા સિવાય માર્ગ ન હતો. સારું થયું કે સરકારને સદ્બુદ્ધિ સૂઝી અને આવી હાંસીપાત્ર પરિસ્થિતિમાંથી સૌ કોઈ બચી ગયા.
પણ આ પ્રકરણ ગંભીર છે અને સાચો તાગ મેળવો જોઈએ. જાપાનનું વેટરગેટ
જાપાનના વડા પ્રધાન ટનાકા સામે છેતરપિંડી કરી કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાના ગંભીર આરોપ થયા. બહુ સસ્તા ભાવે જમીન લઈ, સરકારને ઊંચા ભાવે વેચી, એક જ સાદામાં ૧૨ કરોડ રૂપિયા મેળવ્યા, પક્ષમાં મતે ખરીદવા લાખો રૂપિયા વેય, ઈન્કમટેકસના ખાટાં રિટર્ન ભર્યા, ભ્રષ્ટાચારના એવા ઘણા આપે તેમની સામે થયા. ટનાકા સામાન્ય સ્થિતિમાંથી ઊંચે આવેલ વ્યકિત છે. તેના પ્રત્યે પ્રજામાં માન ન હતું. છેવટ રાજીનામું આપવું પડયું. નિકસનની પેઠે વાત લંબાવવા ન દીધી. નોંધપાત્ર હકીકત એ છે કે અમેરિકા પેઠે આ કિસ્સામાં પણ, એક વર્તમાનપત્રે આ ભાંડો ફોડવાની નીડર આગેવાની લીધી, જે જાપાનમાં ભાગ્યે જ બને છે. અમેરિકા અને જાપાન-બને દેશમાં રાજકારણમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવા છતાં, પ્રજાની આંતરિક તાકાત એટલી છે કે તેને ઉઘાડા પાડી શકે છે, આંચકો સહન કરી શકે છે અને ભ્રષ્ટાચારી વ્યકિતરોને સ્થાને બીજાની નિયુકિત કરી, કટોકટીને પાર કરી શકે છે. શ્રી વાજપેયીનું લોકસભામાંથી રાજીનામું
લોકસભામાં કાંઈ ઉપયોગી કાર્ય થઈ શકતું નથી સાને સમયને દય થાય છે એમ જણાવી શ્રી વાજપેયીએ લોકસભામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને તે માટે તેમના પક્ષની મંજૂરી માગી છે. વાજપેયી જનસંઘના અગ્રગણ્ય આગેવાન છે અને લોકસભામાં તેમની ગેરહાજરીથી જનસંઘને ખેટ પડે. વળી વાજપેયી પ્રથમ કોટિના વકતા અને અનુભવી પાર્લામેન્ટેરિયન છે તેથી લોકસભાને પણ ખોટ પડે. શ્રી વાજપેયીને આ નિર્ણય ગંભીર વિચારણા માગે છે. સંસદીય લોકશાહી નિષ્ફળ જાય છે એવું અનુમાન આ ઉપરથી તારવી શકાય. પાર્લામેંટ અને રાજ્ય ધારાસભાઓમાં વર્તમાનમાં જે સ્થિતિ પ્રવર્તે છે તે ખરેખર શોચનીય છે. આવી લેકશાહી આપણા દેશને અનુકૂળ છે કે નહિ તે પ્રશ્ન