________________
Bord No. MH. "y south 54 Licence No.: 37
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસ’રણુ વર્ષ ૩૬ : અ ૧૬
મુંબઇ, ૧૬ ડિસેમ્બર ૧૯૭૪ સેમવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૨૨
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ પાક્ષિક:મુખપત્ર છૂટક નલ ૦-૫૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સંસ્થા-સંચાલન
✩
ઘણા લોકો મને વારંવાર પૂછે છે કે આટલી બધી સંસ્થાઓનું સંચાલન પ્રમાણમાં સફળતાપૂર્વક અને તે સાથે બીજી અનેક પ્રવૃત્તિઓ તથા મારા વ્યવસાય, જે નાના નથી, એ બધું કરવાનો મને સમય કેવી રીતે મળે છે? ‘પ્રબુદ્ધ જીવન”નું તંત્રીપદ સ્વીકાર્યું ત્યારથી લખાણ પણ ઠીક ઠીક કરવું પડે છે. તે માટે વાચન પણ વધ્યું છે, મારી શારીરિક સ્થિતિ બહુ સારી નથી. મેટે ભાગે ઘર અને ઍસિ સિવાય બહુ આવજા કરી શકતા નથી.
આ બાબત મારા અનુભવ લખું છું તે કોઈ આત્મપ્રશંસા માટે નહિ, પણ જે વાત મને વખત વખત પૂછવામાં આવે છે તેના કાંઈક ખુલાસેા કરવાના ઈરાદે લખું છું.
આપણામાં કહેવત છે કે જે માણસ બહુ કામમાં હાય તે વધારે કામ કરી શકે. મુખ્ય વાત એ છે કે શું કરવું છે અને તે કેવી રીતે કરી શકાય તેને સ્પષ્ટ ખ્યાલ હાય તે વિચારમાં વખત જતે નથી અને કામમાં ઝડપ આવે છે. મોટા ભાગના માણરોને પેાતે શું કરવું છે અને તે કેવીરીતે થાય, આ બન્ને બાબતામાં ચક્કસ નિર્ણય. હાતા નથી એટલે વધારે સમય વિચારમાં જ જાય છે. પછી તા કામ કામને શીખવે છે, અને અનુભવ વધે તેમ કામની કળા હસ્તગત થતાં કુશળતા આવે છે. મારા વિચારોમાં સ્પષ્ટતા છે, નિર્ણયામાં મક્કમતા છે અને પરિસ્થિતિને અનુકૂળ ફેરફાર ઝડપથી કરી શકું છું.
સંસ્થાઓને લાગેવળગે છે ત્યાં સુધી મારું સદ્ભાગ્ય છે કે દરેક સંસ્થામાં યાગ્ય સાથીઓ મળી રહ્યા છે અથવા મારી સાથે કામ કરી તૈયાર થયા છે. બીજાએ પાસેથી કામ લેવાની આવડત જોઈએ. હુ પોતે બધું કરીશ એવેા આગ્રહ ન રાખવા.સાથીઓપ્રત્યે આદર રાખવા, જેથી તેમને આપણા પ્રત્યે આદર થાય. સમાન ભાવે વર્તતા હેઈએ ત્યાં પણ વિનાસંકોચ આપણુ માર્ગદર્શન સ્વીકારે અને તેમાં નાનપ ન લાગે એટલું જ નહિ પણ ગૌરવ માને એવી ભાવના પેદા થવી જોઈએ. મારી સાથે કામ કરવામાં સાથી કાર્યકર ગૌરવ અને આનંદ અનુભવે છે. દરેક વાતમાં તાત્કાલિક સ્પષ્ટ નિર્ણય અને માર્ગદર્શન આપી શકીએ તે સાથીઓને મૂંઝવણ થતી નથી અને કામ કરવામાં સરળતા રહે છે.
જે કામ થાય તેને યશ સાથીઓને આપવે. બધા યશ પોતે લેવાના પ્રયત્ન ન કરવા. સાથીએ ભૂલ કરી હોય તે ખાનગીમાં બાલાવી ચેતવણી અથવા ઠપકો આપવા, પણ જાહેરમાં તેની જવાબદારી પેાતે સ્વીકારી સાથીના બચાવ અથવા રક્ષણ કરવું. સાથીમાં પૂરો વિશ્વાસ મૂકવે અને કામમાં છૂટ આપવી. પૂરી દેખરેખ રાખવા છતાં તેને સ્વતંત્રતા લાગવી જોઈએ. તેનામાં સ્વયંસ્ફુરણા હેાય તેને ઉત્તેજન આપવું. દરેકને તેની શકિત પ્રમાણે કામ સોંપવું અને તેની મર્યાદા ઓળંગવા ન દેવી. જુદા જુદા સાથીએ વચ્ચે મતભેદ, ઈર્ષા કે હરીફાઈ થાય ત્યાં દરેકને તેના સ્થાને રાખવા.
સંસ્થાના સંચાલનમાં પ્રામાણિકતાને પૂરો આગ્રહ રાખવા. લાખો રૂપિયાના ફંડફાળા મેં કર્યાં છે. દાન આપનારને ખાતરી હોવી જોઈએ કે તેનું દાન ઊગી નીકળશે, અનેકગણુ થશે. કોઈ સાથી વિશ્વાસનો દુરુપયોગ કરે અથવા વિશ્વાસને પાત્ર ન હોય તે તેને ક્ષણ પણ નિભાવવે નહિ; પણ આ ત્યારે બને કે જો પેાતાનું વર્તન નિર્મળ અને સ્વચ્છ હોય. પોતાને કાંઈ જ છુપાવવાનું ન હેાય, કોઈ ખોટા લાભ ઉઠાવ્યા ન હોય, કયાંય પક્ષપાત કર્યો ન હોય, માત્ર સંસ્થાના હિતમાં જ નિર્ણય કર્યા હોય તે કોઈને ડર રાખવાની જરૂર ન રહે. પ્રશંસા કે કીતિને માહ ન રાખવા. આપોઆપ આવી મળે છે, આપણે ઈછીએ કે લાયકાત હાય તેના કરતાં પણ વિશેષ, જો નમ્રતા હોય, નિરાભિમાનતા હોય.
કોઈ સંસ્થાના રોજેરોજના વહીવટમાં હું માથું નથી મારતે. જેને સોંપ્યું હાય તેની જવાબદારી. મને પૂરા માહિતગાર રાખવા પડે. અગત્યની બાબતમાં મારી સંમતિ વિના કાંઈ ન થઈ શકે. પણ આવા નિર્ણય સાથીઓ સાથે ચર્ચાવિચારણા કરીને લેવાય, જે સંસ્થાના સંચાલનની મારી જવાબદારી છે ત્યાં ભાગ્યે જ વિરાધનું વાતાવરણ હોય છે. મતભેદે હોય છે. મુક્ત વિચારવિનિમય કરી નિર્ણય થાય છે. મેટે ભાગે અંતિમ નિર્ણય મારે કરવાના રહે છે. બધાના વિચારો જાણી નિર્ણય કરું છું અને તેનાં કારણે વિગતથી સમજાવું છું. કેટલીક વખત એવું બને છે કે હું કારણેા આપું તેના જવાબ આપી ન શકે પણ મનમાં વસવસૅ રહે કે બરાબર નથી. તે મારી પાસે આવી ફરી સમજી લે અથવા મારામાં વિશ્વાસ રાખી સ્વીકારે. હું પણ સંજોગ પ્રમાણે બાંધછોડ અને સમાધાન કરું. પણ મુખ્ય મુદ્દાઓમાં મને ખાતરી ન થાય તે, નમતું ન મૂકું.
જયાં મારાથી સક્રિય કામ ન થાય ત્યાં નામની ખાતર અધિકારપદે અથવા કાર્યવાહક મંડળમાં રહેતા નથી. હું જયાં અધિકારપદે હાઉ' ત્યાં મોટે ભાગે કામની જવાબદારી સ્વીકારું છું. સ્પષ્ટ વિચાર। અને મક્કમ નિર્ણયને કારણે કામના બોજો મારે માથે આવી પડે છે. તેથી મારાથી બની શકે તેટલું જ માથે લઉં છું. મહત્ત્વાકાંક્ષી યોજનાઓ કે મેટીમેટી વાર્તાથી દૂર રહું છું. જેટલું બની શકે તેવું હાય તેનાથી એછું કહેવું અને વધારે કરી બતાવવું.
પ્રવૃત્તિથી હું ઉદાસીન છું. નવું નવું કરવાની વૃત્તિ નથી, પણ માથે આવી પડે તે સાંગપોંગ પાર ઉતારવાના આગ્રહ રાખું છું. જવાબદારીના ભાનથી દબાઈ જતા નથી. મન મુકત રહે છે. થાય તેટલા બધા પુરુષાર્થ કરવા છતાં ધાર્યું પરિણામ ન આવે તે લેશમાત્ર નિરાશા થતી નથી. કેટલીક વખત ચિંતા રહે છે, તે પણ સદ્ભાગ્યે છેવટ બધું સારી રીતે પાર ઊતરી જાય છે.