________________
69
૧૫૨
બુદ્ધ જીવન
દેવાની જરૂર છે કે આ રીતે સૂર્યની ગરમીને કેન્દ્રિત કરવાની તરકીબ પહેલવહેલી શેાધનારો સાઈરેકયુઝનો વિજ્ઞાની આર્કિમિડિઝ હતો. એણે સાઈરેફ્યુઝના બંદરને ઘેરો ઘાલનારાં રોમન વહાણાના કપડાના શઢને ષટ્કોણી અંતર્ગોળ અરીસા વડે કેન્દ્રિત કરાયેલાં સૂર્યનાં કિરણા દ્વારા બાળી મૂકયાં હતાં. આ બનાવ ઈ. સ. પૂર્વે ૨૧૫માં બન્યો હતા. એ સમયથી આજ સુધી, સૂર્યની ગરમીરૂપે પ્રાપ્ત થતી શકિતના ઉપયોગ વિષે માનવીએ વિચાર કર્યો છે, અને હવે એવું લાગે છે કે આ વિચારણા વધારે ઘનિષ્ટ રૂપ ધારણ કરી રહી છે. અલબત્ત, ઈતિહાસમાં એક સમય એવા પણ હતો કે જ્યારે આવી ઘનિષ્ટ વિચારણા કરનાર ફ્રેન્ચ વિજ્ઞાની લેવાઈઝીએને ફાંસીએ ચડાવવામાં આવ્યો હતો. આજે સ્થિતિ એટલી બદલાઈ છે કે સંશોધનને સર્વ ઠેકાણેથી સૂર્યની ગરમીના ઉપયોગ માટે થતા પ્રોત્સાહન મળી રહ્યાં છે.
સૂર્યની ગરમીના આજે રાંધવામાં ઘણે ઠેકાણે ઉપયોગ થઈ રહ્યો છે. ભારતની નેશનલ ફિઝિકલ લેરેટરીન વિજ્ઞાની શ્રી એમ. એસ. ધાઈએ પણ એક એવા સૂર્યચૂલા બનાવ્યો છે. જેના વહેલી સવારે અને માડી સાંજે પણ ઉપયોગ થઈ શકે એમ છે. આ સૂર્યચૂલાની કિંમત લગભગ દોઢસો રૂપિયા જેટલી છે. આવા સૂર્યચૂલાઓ ઈઝરાયેલમાં ઘણા વપરાય છે. હકીકતમાં તો વિષુવવૃત્તની ઉત્તરે ૪૦ અંશ તથા દક્ષિણે ૪૦ અંશ સુધીના પટ્ટામાં આવા ચૂલા ઉત્તમ કામ આપે એમ છે અને બળતણના પ્રશ્નના ઉકેલમાં સહાયભૂત થાય એમ છે. ભારતમાં જો આવા ચૂલાઓને ઉપયોગ વધે તો છાણાં વગેરે સારા ખાતર તરીકે ઉપયોગમાં આવે એવી વસ્તુઓના બળતણ તરીકેના ઉપયોગ ઘટે. વનસમૃદ્ધિ પણ નષ્ટ થતી ઓછી થાય. સૂર્યસૂલામાં સૂર્યશકિતનો જે ઉપયોગ થાય છે તે ઉપરાંત હજી હમણાં જ રાજસ્થાનમાં એક સંશાધન કેન્દ્ર, સૂર્યશકિતથી ચાલતા પંપ શોધી કાઢ્યા છે. સૂર્ય જ્યારે પ્રકાશતો ન હોય ત્યારે કૂવામાંથી પાણી ખેંચાઈને ઢાંકીમાં ભરાય છે અને સૂર્ય પ્રકાશવા માંડે ત્યારે એ ટાંકીમાંથી બહાર ફેંકાય છે. આ પંપ હજી પ્રાયોગિક દશામાં છે અને એમાં સુધારોવધારો થતાં એ નાના ખેડૂતો માટે તે આશીર્વાદ સમાન થઈ પડે એમ છે. બળતણના કશાય ખર્ચ વિના પાણી મળ્યા કરે એવી એની વ્યવસ્થા છે. અલબત્ત, આ શેાધ તુમારી ઈન્દ્રજાળમાં અટવાઈ ન જાય એવું તો આપણે ઈચ્છવું જ રહ્યું. સૂર્યની ગરમીના ઉપયોગની વાત તો ઘણી લાંબી છે. એનાથી દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનું યંત્ર ચલાવી શકાય એમ છે, તે બીજું બધું ઘણું કરી શકાય એમ છે. આ ટૂંકા વાર્તાલાપમાં એનું વર્ણન શકય નથી,
પરન્તુ સૂર્યની શકિતને વિદ્યુત શકિતમાં ફેરવવા અંગેની જે શોધખોળ હમણાં થઈ રહી છે તેની તો વાત છેલ્લું કરવી જ જોઈએ. પૃથ્વીના પડના ચાથે। ભાગ સિલિકોન નામના તત્ત્વનો બનેલા છે અને આ તત્ત્વના મણિના પાતળા પલીતાની એક બાજુને બોરોન નામના તત્ત્વના ઢાળ ચડાવવામાં આવે અને પછી એ પલીતા પર સૂર્યપ્રકાશ ફેંકવામાં આવે તો એ સૂર્યશકિતનું સીધું વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર થાય છે એવું શેાધી કાઢવામાં આવ્યું છે. આવા સંખ્યાબંધ પલીતાઓને જોડીને એક બેટરી પણ બનાવવામાં આવે છે અને અવકાશયાનામાં હવે આવી જ બેટરીઓ વપરાય
છે. સૂર્યપ્રકાશ પડે કે આપેાઆપ વિદ્યુત પ્રવાહ
ઉત્પન્ન થાય
અને એ રીતે એ બેટરી નિરતર ચાલ્યા જ કરે. આવી બેટરીથી મોટર ચલાવવાનો પ્રયોગ પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતે;
પરન્તુ અત્યારે આવી બેટરીની કિંમત એટલી મોંઘી પડે છે કે અવકાશયાના અને બીજી એવી અગત્યની દિશાએ સિવાય એના ઉપયોગ થવાની શકયતા કલ્પી શકાતી નથી. પરન્તુ જો આ બેટરીની કિંમત ઘણી ઓછી કરી શકાય તેા ઘરની છત પર આવી બેટરીઓ ગોઠવીને ઘરમાલિક પેાતાને જોઈતી બધી વીજળી સૂર્યમાંથી મેળવી લે એવું પણ બની શકે. વિજ્ઞાનીઓ આ શક્યતાના ઈનકાર કરતા નથી. આ બેટરીનું વિજ્ઞાન અટપટુ છે એટલે એમાં ઊતરવાને અર્થ નથી.
છેલ્લે, સૂર્યશકિત દ્વારા ઉત્પન્ન થતી વરાળ વડે ઈલેકિટ્રક જનરેટર ચલાવવાની વાતનો ઉલ્લેખ કરીને મારો આ વાર્તાલાપ પૂરો કરીશ. વિજ્ઞાનીઓની ગણતરી એવી છે કે ૧૦૦૦ મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરે એવા મથક માટે ૪૦ ચારસ કિલામીટર જેટલા વિસ્તારમાં, ગરમીને કેન્દ્રિત કરનારા લેન્સ-દર્પણ વગેરે મૂકવાં પડે, વિશિષ્ટ પ્રકારની નળીઓની રચના કરવી પડે અને એ બધાં માટે ચાર અબજ રૂપિયાનો ખર્ચ થાય. આ ખર્ચ વિજ્ઞાનીઓને અત્યારે ઘણા વધારે પડતા લાગે છે. પરન્તુ મને તે ખાતરી છે કે એક સમયે આવા ખર્ચ કરવા વિજ્ઞાની તૈયાર થશે જ. દુનિયાનું અત્યારનું તેલ, કોલસા વગેરે જેવું જે પ્રણાલિકાગત બળતણ છે તેને ખાતર વગેરે જેવા બીજા ઉપયોગમાં લઈને સૂર્યશકિત વડે જોઈતી વીજળી ઉત્પન્ન કરવાની દિશામાં વિચાર થવા જ જોઈએ. અત્યારે અણુશકિત દ્રારા જોઈતી વીજળી ઉત્પન્ન કરવાની દિશામાં વિચારણા થઈ રહી છે એ તે બધાને ખબર હશે જ.
આપણા પ્રાચીન તત્સ વિતુર્વર્યં ભર્ગોદેવસ્ય ધીમહી ધીયો યોન: પ્રચાદયાત એ મંત્ર વડે સવિતાની-સૂર્યનારાયણની પ્રાર્થના કરતા અને આજે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે જ્યારે એ સવિતા જ આપણને ઘેરી રહેલી ઉર્જા કટોકટી-શકિત અંગેની કટોકટીમાંથી ઉગારી શકે એમ છે.
મનુભાઈ મહેતા (આકાશવાણી પર આપેલા વાર્તાલાપ સુધારાવધારા સાથે )
સ્વાગતમ્ (અછાંદસ)
તા. ૧-૧૨-૭૪
આવે
તમે વળી અમારે ઘેર કર્યાંથી ? પ્રભાતનાં કુમળાં રશ્મિઓથી તમારું, સ્વાગત કરું,
બાપાને
આપતાં વધે તો ...) [કંઈ નહીં, જરા લીંબુનું શરબત કરાવ્યું....
અરે, સાંભળે છે કે?
તેની મધુર સુગંધથી તમારું હૈયું ભૂરું... આવે! આવે! બેસે તે ખરાં ! ચા પીશેા કે કોફી? (અરે, પણ થેભે, દૂધ તો એક જ બાટલી મળ્યું છે : લાઈનમાં ગઈ? અરે અરે પણ તમેય કર્યાં ચાલ્યાં?
મમ્મી કેરોસીન લેવાની
એમાંથી પાંચ છોકરાં તે માંદા
બે ગ્લાસ લીંબુનું શરબત – શું શું? કહ્યું?
રૅશનની ખાંડ
દશમી તારીખે જ પૂરી થઈ ગઈ! વારું, પણ ‘બ્લેક કોફી’તા ચાલશે ને’ સાંભળ! તું જરા સ્ટવ પેટવ હું ‘બ્લેક કોફી’કરી દઈશ ...
પેવ્યો કે સ્ટવ? અરે, સાંભળતી નથી ?
શું કહ્યું, બચુ ?
પૃથ્વી નથી !
હમણાં એ આવશે ત્યાં સુધી આપણે કલ્પનાને હિંચકો ખાતાં પ્રેરણાભર્યા
તરંગાનું પાન
તા કરીએ!
આવે ને..!...
ગીતા પરીખ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનરથળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–વ