SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પ્રાદ્ધ જીવન એક ઘટમાળ હોય છે, દા, ત, જ્યારે હ્રદયના ધબકારા વધુ પડતી ઝડપે થાય છે ત્યા૨ે હૃદયનું સંકોચન (સિસ્ટોલ) ઓછું થાય છે. આ સિદ્ધાંત માનવીના માનસ અને લાગણીતંત્રને લાગુ પડે છે, કારણકે મન અને લાગણીતંત્ર શરીરરચનાના એક ભાગ જ છે. માણસના મનની પ્રવૃત્તિની આ લેાલકક્રિયાને પૂરી રીતે સમજવી જોઈએ. આપણે કોઈ વ્યકિત ઝળકી જાય ત્યારે કહીએ છીએ કે “આજે તે તે કમાલ કરતા હતા,”“આજે તે સેળેકળાએ ખીલ્યા હતે.” આનો અર્થ એમ ઘટાવી શકાય કે માનવીનાં શરીર અને મનની સ્થિતિ ત્યારે સર્વોત્તમ કક્ષાની હતી, પરંતુ ઉપર આપણે લેકની વાત કહી તે લાલકના નિયમ મુજબ માનવીના લાગણીતંત્રને પણ ઊંચે - નીચે જવું પડે છે. માનવીએ ખ્યાલ રાખવા જોઈએ કે મગજના લાલકને નીચે આવવાના ગાળા આવે ત્યારે મગજને થકવી નાખવું ન જોઈએ, અગર તો તેને કૃત્રિમ રીતે ઉત્તેજિત કે કાર્યરત રાખવું ન જોઈએ. આના ઉપરથી ફલિત થાય છે કે હવે તીબેએ મગજના આરોગ્ય માટેના નિયમેા ઘડનું એક નવું વિજ્ઞાન વિકસાવવા માંડ્યું છે તે જરૂરી છે. મગજના આરોગ્યની વાત તે! શાળામાં જ શીખવવી જોઈએ. આધુનિક સમાજમાં બુદ્ધિજીવીએ એકસાથે ઘણા જટિલ પ્રશ્નોને ઉપાડવા પડે છે. કોમ્પ્યુટર અનેક પ્રશ્ના એકીસાથે ઉપાડી શકે છે, પણ માનવીનું મન એ કાંઈ યંત્ર નથી. આપણું મગજ તે એક સમયે એક જ પ્રશ્નને હાથ ધરી શકે છે. મને વૈજ્ઞાનિક અને બાયૅકેમિકલ સંશે ધનૅ દ્વારા માલૂમ પડયું છે કે જ્યારે ઘણી સમ સ્યાએ એકીસાથે સુલઝાવવાનું હાથ ધરાય છે ત્યારે મગજ ઉપર તાણ આવે છે એટલું જ નહિ પણ મગજના બંધારણમાં પણ કેટલાક લાક્ષાણિક ફેરફારો થાય છે. આનો અર્થ એ થયો કે બચપણથી જ મગજને યેગ્ય પ્રકારે કાર્યાન્વિત રાખીને તેના બાજને સરખા પ્રમાણમાં વહેંચીને મગજ કેમ કુશળતાપૂર્વક કામ કરી શકે તેની તાલીમ લેવી જોઈએ. આખા દિવસના કામને યોગ્ય રીતે વિભાજિત કરીને સૌથી વધુ મહત્ત્વની સમસ્યા હોય તેને પ્રથમ ઉકેલવી જોઈએ, અર્થહીન માહિતી અને મુલ્લાક બાબતાની પ્રત્યે લાપરવા રહેવું જોઈએ, જેથી કરીને વધુપડની જટિલ સમસ્યા આવી પડનારી હાય તેને વશમાં લેવાની તાકાત બચી રહે. બાયોકેમિકલ અર્થાત્ જીવ – રસાયણશાસ્ત્રમાં જે તાજેતરનાં સંશાધન થયાં છે તે બતાવી આપે છે કે માનસિક શ્રમમાં ચોક્કસ પ્રકારનાં રસાયણા જરૂરી બને છે. આનો અર્થ એમ થયું કે જ્ઞાનતંતુ ઉપર બાજ આવે ત્યારે મગજ ઉપર સીધી રીતે ઈલાજ કરીને તે બાજથી મુકત થઈ શકાય છે. માનવીના મગજની રાસાયણિક સમતુલાને માનસિક તાણ અસમતલ બનાવે છે. એટલે કે કેટલાંક હાનિકારક તત્ત્વ વધે છે અને આવશ્યક તત્ત્વ ઓછાં થાય છે. કેટલાંક ઔષધાદ્રારા આ તત્ત્વોને સમાલ રાખી શકાય છે. દા ત. ગ્લુકોઝ, ગ્લુટેમિક એસિડ, ગામા - એમિનેટ્રિક એસિડ, ગામાહાઈડ્રોકસી બુટિક એસિડ વગેરે પ્રકારનાં રસાયણા કુદરતી રીતે જ મળેલાં છે, જે આ રાસાયણિક તત્ત્વાના ચોક્કસ ડોઝ અપાય તે મગજની પ્રવૃત્તિને અંકુશમાં લઈને મગજને તંદુરસ્ત રાખી શકાય છે. ડા. ખારીલે એમ પણ કહ્યું છે કે ઉપર લખ્યાં તેવાં ઔષધા સિવાયના અભિગમ પણ મગજની તંદુરસ્તીને જાળવી શકે છે, એટલે કે યોગ, જપ, પ્રાર્થના અને બીજા આધ્યાત્મિક સાધના અજમાવવાની શક્યતાને પણ ડૉ. ખાગેલ આડકતરી રીતે નકારતા નથી. કાંતિ ભટ્ટ ‘યુનેસ્કો ફીચર્સ’માં ડૉ. ઈન ખારોલના લેખ ઉપરથી ) તા. ૧-૧૨-૭૪ મારી વિહારયાત્રા 樂 [ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ફાધર વાલેસે આપેલું વ્યાખ્યાન અહીં પ્રગટ કરવામાં આવ્યું છે.] ગયા વર્ષે હું આપની પાસે આવ્યો હતો. ત્યારે વિદાય લેતી વખતે મેં આપ સાની પાસેથી એ આશીર્વાદ માગ્યો હતો કે આવતે વર્ષે ફરીથી આપની પાસે આવવાનું થાય તો હું આપની સમક્ષ મૂકી શકું એવું કંઈક લઈને--એટલે કે વર્ષ દરમિયાન અનુભવીને આવું. આપન આશીર્વાદ ફળ્યો છે, અને આભારની લાગણી સાથે એના અહેવાલ આપની આગળ રજૂ કરવા આવ્યો છું. છેલ્લા દસ મહિનાથી મારું સ્થાયી રહેઠાણ છેડીને અમદાવાદ શહેરમાં ઘેરઘેર વિહાર કરતા રહેવાનું મેં વ્રત લીધું છે. મારું કામ તે હતું તે જ રહે છે: કાલેજમાં ગણિત ભણાવવાનું અને છાપાંઓ ને માસિકોમાં લેખો લખવાનું. પણ રહેવા માટે શહેરના કોટ વિસ્તારની પાળેામાં મધ્યમ વર્ગનાં કુટુંબા પાસેથી આતિથ્યની ભિક્ષા માગીને ફરું છું. એની પાછળની પહેલી ભાવના તો આત્મત્યાગની છે. મેં જૈન સાધુઓને વિહાર કરતા અનેકવાર જોયા છે, અને પ્રેરણા મળી છે કે એમના અદ્દભુત ત્યાગનું થોડું અનુકરણ પણ આપણે કરી શકીએ તે કેવું સારું ! “સાધુ ચલતા ભલા.” અપરિગ્રહના વ્રતનું રક્ષણ વિહાર જ કરે છે. સતત ફરતા રહેવાનું, પછી મિલકત શાની ને પરિગ્રહ શાના! અમે ફાધરો પણ આજીવન વ્રત લઈએ છીએ: આજ્ઞાપાલન, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, પણ અમે પોતે કબૂલ કરીએ છીએ કે અમારે ત્યાં આશાપાલન અને બ્રહ્મચર્ય જેવાં પળાય છે તેવા અપરિગ્રહ પળાતો નથી, મજાકમાં ને આત્મટીકામાં એટલે સુધી કહીએ છીએ કે અપરિગ્રહની બાબતમાં વ્રત તો અમે લઈએ છીએ, પણ તે પાળે છે બીજા. એ પરિસ્થિતિ મને ખૂંચતી હતી. સુવાળા બ્રહ્મચારી નહિ શે।ભે. ત્યાગ હશે તો જ સાધના ફળશે. એ ખાતરી વર્ષોથી મનમાં હતી, માટે પ્રસંગ આવ્યા ત્યારે એ દિશામાં કંઈક કરવાની તક હર્ષથી વધાવી લીધી. ભગવાન દત્તાત્રેયનો ઉપદેશ હતો: “મધુકર પાસેથી હું શીખ્યો કે મધુકર જેમ કમલના પરિમલમાં મુગ્ધ બની એમાં જ ગુંજારવ કરે છે અને કમલ બિડાતાં સંધ્યાકાળે કેદ થાય છે. કઠિન કાષ્ઠ કોરનાર આ કોમળ બંધ છેદી શકતો નથી અને ગૂંગળાઈ મરે છે અગર તે હાથીના ભક્ષ બને છે, તેમ યેાગીએ એક જ ગૃહસ્થ કુટુંબમાં આસકિત રાખી એનું આતિથ્ય માણ્યા ન કરવું, પણ ભ્રમર જેમ પુષ્પોના પરિમલ ગ્રહણ કરે છે તેમ ઘરઘરમાંથી સાજન્ય, આતિથ્ય વગેરેના સારાસાર ગ્રહણ કરવા અને વિશ્વને અનુભવનું અમૃત પાવું.” મારે હાથીના ભક્ષ થવું નથી એટલે ઘેરઘેર ફરવાનું રહ્યું. બીજી ભાવના લેાકસંપર્કની હતી. મારાં લખાણાથી મને ઘણા લોકોનો પરિચય થયો છે, ઘણાને મારો પણ થયો છે. હવે દૂરથી સલાહ ને ઉપદેશ આપવાં સહેલાં છે પણ વ્યર્થ જ છે. લોકો મને કહે છે: “તમે અમારામાંના એક બની ગયા છે.” પણ મને ભાન રહ્યા કરે છે કે હજી ઘણું અંતર છે. હું નવરંગપુરામાં, બંગલામાં, પૂરી સગવડોની વચ્ચે રહું, અને મારા વાચકો શેરીઆમાં ને પાળામાં સંકડાશમાં ને અગવડમાં રહે એ બરાબર નથી. જેમને માટે હું લખું છું, કામ કરું છું, જીવું છું એમની વચ્ચે ને એમની જેમ હું રહી શકું તે જ એ લખાણા સાચાં ગણાય કેટલાક લોકો ભાળપણે એમ માને છે કે નવાં પુસ્તકો ને લેખો લખવા માટે મસાલા મળે એ જાતના અભ્યાસ ને તપાસ કરવા માટે હું પોળામાં રહેવા ગયો છું. પણ એ સાચું નથી. નવાં લખાણાના વિષયો શોધવા હું ગયો નથી, પણ જૂનાં લખાણા સાચાં પડે એટલા માટે ગયો છું. હા, ગયા પછી લખવાના અનેક રસિક વિષયા મળ્યા છે એ વધારાનો લાભ થયો. પણ એ મારો મૂળ હેતુ નથી. એ બે ભાવના મારી વિહારયાત્રાના મૂળમાં છે, પણ પૂરું સત્ય
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy