________________
તા. ૧-૧૨-૭૪
પ્રબુદ્ધ જીવન
L
સ્થિતિમાં જે માનસિક તાણ પેદા થાય તે માનવીને ખાખ કરી નાખે છે.
મગજ ઉપરની તાણ અંગેની વિશદ છણાવટ તે સ્કેના |ડી. ઈવાન ખેલે કરી છે. જગતભરમાં લાખો લોકે માનસિક તાણના જૂના રોગી બનવા લાગ્યા છે. આ તાણની ઘાતક અસર વિશે આપણે હજી જાગ્રત નથી.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી જ માનસિક તાણનાં ગંભીર લટાણે આપણને જોવા મળ્યાં હતાં. ઔદ્યોગિક રીતે આગળ વધેલા દેશમાંથી માનસિક થાકની ફરિયાદ કરનારા ઘણા બુદ્ધિજીવીઓ મળી આવતા હતા. અમેરિકાને જ દાખલો લઈએ. ત્યાં દર વર્ષે સવા લાખ અમેરિકનોને માનસિક ગમગીનીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. બીજા બે લાખ અમેરિકને દવાખાનામાં સારવાર લે છે. ૪૦ થી ૮૦ લાખ અમેરિકને તે માનસિક ચિકિત્સકોના દાદરા ઘસે છે. દર વર્ષે ૫૦,૦૦૦ અમેરિકનો આપઘાત કરે છે, તેમાંથી અડધોઅડધ હતપ્રભ અગર તે ગમગીનીથી ઘવાયેલા
અને પોતાની તક્ષિત ઊભી કરે. કમમાં કમ વિહારમાં તો આટલું થાય જ, આની અસર સમગ્ર ભારત પર પડશે.
* અડવાણી: બિહારનું આંદોલન કઈ દિશામાં જશે? કેવું રૂપ લેશે? બધાની નજર એના પર જ મંડાયેલી છે.
વિનોબા: ગામ ગામના લોકો પોતાના માણસને સર્વાનુમતે ચૂંટે એવા બાબાના વિચારની જરપ્રકાશને તો ખબર જ છે. જો એમને આ વિચાર વ્યવહારુ લાગશે કે તેઓ બિહારમાં આ કામ ઉપાડશે. જો વ્યવહારુ નહિ લાગે તે નહિ કરે. પણ હું માનું છું કે બિહારમાં આ કામ થઈ શકે તેમ છે, મોટા ભાગના મત ગામડાના છે પણ ગામની તાકાત જમતી નથી. શહેરની તાકાત જામે છે અને મતે ખરીદી પણ શકાય છે. મેં આ લોકોને એક મંત્ર આપ્યો હતો: ‘પામુકત સરકાર અને સરકાર મુકત ગામ.’
અડવાણી: બિહારની પરિસ્થિતિમાં, કે જ્યાં જાતિવાદ બહુ પ્રબળ છે ત્યાં સર્વસંમત ચૂંટણી થવાને બદલે જતિગત આધારે દબાણ આવશે એવી દહેશત નથી રહેતી? આજે આવા દબાણને પક્ષે જ અમુક અંશે ઓછું કરી શકે છે. એ સાથે કેટલાક પક્ષે આ દબાણને લાભ પણ ઊઠાવે છે- કાલે કયાંક જનતાને પ્રભાવિત કરવાનું આ જ એક મુખ્ય કારણ બની જાય નહિ.
વિનબા: બિહારમાં જાતિપ્રથા છે. પરંતુ જયાં ગ્રામદાની ગામે થયા છે, ભલે નામમાત્રની હોય જ્યાં બધાએ ગ્રામદાનને સ્વીકાર્યું છે અને ગ્રામસભાને અધિકાર આપ્યો છે ત્યાં એવું પણ બન્યું છે કે ગ્રામસભા સરકારને ગામનું મહેસુલ એક સાથે ભરે, એટલા માટે ગ્રામસભામાં વીશ વર્ષની ઉપરના બધા લોકો એટલે ગ્રામસભાના બધા સભ્યો મળીને સર્વસંમતિથી પિતાને પ્રતિનિધિ ચૂંટે, એવું બની શકે છે. .
અડવાણી : આ પહેલાં જનસંધની કોઈ હોદ્દે દાર તમને મળ્યા હતા?
વિનબા: દીનદયાળ ઉપાધ્યાયજી મળ્યા હતા. (હસીને મારી જાતિવાળા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંધમાં ઘણા છે. તમે સમજ્યા મારી જાઈ કઈ છે? હું બ્રહ્મચારી છું. એ મારી જતિ છે.
અડવાણી: અમારા પકાના ભૂતપૂર્વ પ્રમુખ બાજવૈજી અવિવાહિત છે, હું નથી. અમારા પાંચેય મંત્રી અવિવાહિત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બધા પ્રચાર અવિવાહિત હોય છેઆગળ માટે માર્ગદર્શન અને આશીર્વાદ માગું છું.
વિનબા: મારી પાસે અનેક પક્ષવાળા આવે છે–એના નેતાઓ અને સામાન્ય કાર્યકર્તાઓ પણ. એમની સાથે વાતચીત થાય છે એમાં કેટલાક પ્રશ્ન વિશે એકમત થાય છે. (હસીને) પછી દુર જાય છે અને મતભેદ શરૂ થાય છે. અહીંના વાતાવરણમાં કદાચ એકમત થઈ જતું હશે. અત્યારની વાતચીતમાં જે બાબતો વિશે આપણી વચ્ચે મનેય થયું એના પર તમે બરાબર “અડી’ રહેજો– તો જ તમે અડવાણી સાચા. વચ્ચે વચ્ચે મળતા રહેજો.
મગજ ઉપરની તાણ લંડનમાં તાજેતરમાં ‘રોયલ સોસાયટી ઓફ હેલ્થ’ નામની સંસ્થાએ એક પરિસંવાદ યોજ્યો હતે. આધુનિક માનવ માનસિક તાણમાં જીવી રહ્યો છે અને તેનાથી તે પિતાનાં મન અને શરીર ઉપર જે આફત નેતરી રહ્યો છે તેની ચર્ચા થઈ હતી. ત્યારે ગ્લાસગે યુનિવર્સિટીના પ્રોફેસર ગેર્ડન ટુઅર્ટે એક બહુ રસપ્રદ વાત કહી હતી. માણસના મગજ ઉપર કેઈ બોજો આવી જાય કે માનસિક નંગ ૨ાવસ્થા આવી જાય ત્યારે આ અવસ્થા ઘણી વખત માનવી માટે લાભપ્રદ પણ હોય છે પ્રોફેસરે આવિચિત્ર વાતને પ્રતિપાદિત કરવા દાખલા પણ આવ્યા હતા. દા. ત. આપણે કોઈ હેડીમાં બેઠા હોઈએ અને તે તોફાનમાં સપડાય ત્યારે માનવીના મગજ ઉપર જે તાણ આવે છે તે સર્જનાત્મક હોય છે. ત્યારે તેની છુપાયેલી શકિતઓ બહાર આવે છે. આફતથી ભાગવા કે આફત સામે લડવાને તેને જુસ્સો પુરબહારમાં ખીલે છે. પરંતુ બીજા એક પ્રકારની માનસિક તાણ પણ છે. કંટાળાભરેલી સ્થિતિમાં કયાંય ફસાઈ પડવું, વિમાનનું અપહરણ થયું હોય ત્યારે ઉતારુ તરીકે લાચાર બનીને મુકત થવાની રાહ જોવી, વચ્ચે ટ્રેન અટકી જવી, લિફ્ટમાં સપડાઈ જવું વગેરે
લગભગ આવી જ સ્થિતિ પશ્ચિમ જર્મની, ફ્રાન્સ અને જાપાનની પણ છે. આ સ્થિતિ શું કામ છે તેનું વિશ્લેષણ પણ ડે. ખેરોલે સુંદર રીતે કર્યું છે.
યુનેસ્કોના એક અભ્યાસ પ્રમાણે પ્રતિભાસંપન્ન અને બુદ્ધિમાન લેકમાંથી ૯૦ ટકા અત્યારે કોઈ ને કોઈ સંશોધનની પ્રવૃત્તિમાં પડયા છે. વિજ્ઞાન જેટલું આગળ વધ્યું છે તેવી જ રીતે કદાચ આપણું મગજ પણ ઘણું વિકસિત બન્યું હશે. શું એમ પણ ન કહી શકાય કે વિજ્ઞાનના વ્યવસાયમાં વધુ ને વધુ માણસે પડ્યાં એટલે આપણે આટલી પ્રગતિ કરી શકયા છીએ?
આ પ્રશ્નને ગમે તે જવાબ આપીએ, પણ એક વાત ચેક્સ છે કે માનવીનું મગજ એટલી હદે વિકસ્યું છે અને એટલે બધે બેજ ઉપાડી રહ્યું છે કે કદાચ તે ફાટી પડે. તેનાં કારણે દેખીતાં છે:
* ચેકડાબંધ જ્ઞાનથી માણસને પેતાનું મગજ ભરવું પડે છે. સ્મરણશકિત ઉપર જબરો બેજ છે.
* રોજિંદા જીવનની દેહધામ વધી છે. મગજ પણ તેજગતિએ દેડીને સંયોગે સાથે કદમ મિલાવે છે.
* રાજકીય, નૈતિક, ટેકનિકલ અને બીજા પરિવર્તનને કારણે માનવના મગજે તે ફેરફાર સાથે તાલ લેવો પડે છે. માનવીના સમગ્ર શરીરની રચના બાહ્ય સંગે સાથે મેળ લેવાની તાકાત જરૂર ધરાવે છે, પણ તે તીકાતની પણ મર્યાદા છે.
* માનવીના સંબંધે અગર કહે કે લફરાં વધી પડ્યાં છે. વ્યકિત કે જથ સાથેના સંબંધ વખતે તે લોકોનો મિજાજનો ખ્યાલ રાખો પડે છે. આ પ્રકારના જટિલ સંબંધને કારણે મગજ ઉપર વધારાની તાણ આવે છે.
* શિક્ષણ અને તાલીમને ગાળો વધ્યો છે. ૪૦ વર્ષની વયે પણ નવી નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા પડે છે. ૪૫ વર્ષે ઘણા વિશાનીઓ નવી તાલીમ લેવા જાય છે. એક જમાનામાં ગ્રેટ બ્રિટનમાં વિલિયમ પીટ માત્ર ૨૨ વર્ષની વયે વડા પ્રધાન બન્યા હતા. ભારતમાં કે બીજા ઘણા દેશોમાં પળિયાં આવે ત્યારે આવું પદ મળે છે. એક ગણતરી મુજબ એક બુદ્ધિશાળી માણસ તેના જીવનનો ત્રીજો ભાગ કેળવણીમાં વાપરે છે. આ શિક્ષણમાં તે સતત માનસિક તાણ હેઠળ રહે છે. એ પણ નોંધવું જોઈએ કે બાળક હજી ઘણું નાનું હોય ત્યાં જ ઘણા દેશોમાં તે નિશાળે જતું થઈ જાય છે.
ઉપરની સૂચિ ઘણી લાંબી થાય. માનસિક તાણને કોઈ પાર નથી તેવા દાખલા અનેક છે. ૨૦મી સદીમાં થોકબંધ માહિતી મગજમાં ખડકવી પડે છે. અગાઉના જમાનામાં ત્રણચાર પેઢીમાં જે જ્ઞાન મેળવાતું તે આપણે ત્રણચાર વર્ષમાં મેળવવા કોશિશ કરીએ છીએ. અનાથી જબરો ઉલ્કાપાત થતો નથી. કારણકે માનવીનું મગજ ઘણી અનામત શકિતના સ્રોત ધરાવે છે.
આ બધુ છતાં આપણે મગજને વધુ તાણથી ત્રસ્ત ન કરવું જોઈએ. ઘડિયાળના લેલિકની માફક માણસના શરીરની ક્રિયાની