________________
૧૪૬
પ્રબુદ્ધ જીવન
દરેક ગણનારે પેાતાને ગણ્યા જ નહિ. આ રીતે ભ્રષ્ટાચારની ગણતરીમાં આપણે આપણને છેડીને બીજાથી જ પ્રારંભ કરીએ છીએ, એટલા માટે દરેક વ્યકિતએ પ્રથમ પેતાની આસપાસ જે ભ્રષ્ટાચાર ચાલે છે એને દૂર કરવા જોઈએ. ત્યારે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે.
ચૂંટણી સંબંધમાં દરેક પા એમાં ભ્રષ્ટાચાર ન થાય એમ ઈચ્છે છે. તો પછી બધા લોકો ઈન્દિરાજીની સાથેબેસીને આ બાબતમાં વિચાર કરે. આ માટે ઈન્દિરાજી તૈયાર થશે એવી મને આશા છે. જર્મનીમાં ચૂંટણીમાં બધા પક્ષોના ખર્ચ સરકાર આપે છે. આપણા દેશ માટે આમ કરીએ તો એ અનુકૂળ થાય કે કેમ એના વિચાર કરવા જોઈએ. પણ આપણા દેશ આમ તો નામમાત્ર ‘દેશ’ છે. અસલમાં તા એ એક ‘પેટ્રાખંડ’ છે. આપણે ત્યાં પંદર વિકસિત ભાષા છે. આ બધું ધ્યાનમાં લઈને વિચાર કરવા જોઈએ. ચૂંટણીમાં સુધારા કરવા તે બધા જ ચાહે છે પણ કેવા સુધારા કરવા એ બધાએ મળીને નકકી કરવું જોઈએ.
અડવાણી: હમણાં ઈન્દિરાજીએ બધા પ્રક્ષા મળીને આ બાબતમાં વાતચીત કરે એમ કહ્યું. પણ આમ તે સંસદની એક સર્વપક્ષીય સમિતિ રચવામાં આવી હતી. એના અહેવાલ ૧૯૭૨માં સુપરત કરવામાં આવ્યા હતા. પણ અઢી વર્ષ થઈ ગયા એના વિષે કશું કરવામાં આવ્યું નથી. આ કારણે જ અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે, અને એવી ધારણા ઊભી થઈ છે કે આ આંદોલનને કારણે સાથે મળીને વાત કરવાનું કહેવામાં આવે છે.
વિનોબા: ઠીક છે. આંદાલનને લીધે એમ થયું હશે. એક પરિસ્થિતિ ઊભીથાય એના પરિણામસ્વરૂપ કંઈક થતું પણ હોય. એ ગમે તે હાય, ઈન્દિરાજી એને ટાળશે નહિ.
અડવાણી: એમણે ચૂંટણીસુધાર માટે સાથે મળીને વાત કરવાનું કહ્યું છે એને હું તે આવકાર આપુંછું, પણ સંસદીય સમિતિના અહેવાલમાં જે બાબતેા પરત્વે બધા પક્ષ સહમત હતા એને પહેલાં અમલ કરવામાં આવે અને પછીબાકીના વિષયા પર ચર્ચા કરવામાં આવેએ યોગ્ય નથી?
વિનોબા: આવા આગ્રહ નહિ રાખવા જોઈએ. જે થઈ ગયું તે થઈ ગયું. જૂની વાતને ભૂલીને નવેસરથી વિચારવું જોઈએ.
અડવાણી: આર્થિક ક્ષેત્રે એમ નથી લાગતું કે જ્યાં સુધી નાના અને ગૃહઉદ્યોગા માટે નિશ્ચિત ક્ષેત્ર રક્ષિત બનાવવામાં નહિ આવે ત્યાંસુધી મેટા ઉદ્યોગોની સ્પર્ધામાં એ ટકી શકશે નહિ અને દેશની આર્થિક વ્યવસ્થા સુધારવા માટેનું એક મુખ્ય સાધન પંગુ બની રહેશે?
વિનાબા: તમારું કહેવું સાવ સાચું છે. નાના ઉદ્યોગા, ગૃહઉદ્યોગા ગામડામાં ચાલવા જોઈએ. આ ઉદ્યોગોને બરાબર રક્ષણ મળવું જોઈએ. કાપડ ગામડામાં બને તે ગામડાં કાપડમાં સ્વાવલંબી બને, ગામના ઝઘડા અદાલતમાં ન જાય, ગામમાં શરાબ ન હોય – આ રીતે ગામ પૂરેપૂરાં પોતાનાં સાધનાથી ચાલે અને જ્યાં જરૂર હેાય ત્યાં શહેરની મદદ લેવામાં આવે એવું થવું જોઈએ.
અડવાણી: અમારું હંમેશાં એવું મંતવ્ય રહ્યું છે કે શહેરો માટેની બધી ઉપભેાકતા વસ્તુઓ છે તે બધી નાના અને ગૃહઉદ્યોગ દ્વારા બને અને ટુથપેસ્ટ, સાબુ જેવી રોજની જરૂરિયાતે ઉત્પન્ન કરતાં વિદેશી મલ્ટીનેશનલ કોર્પોરેશનોને આ ક્ષેત્રમાંથી દૂર કરવાં જોઈએ. આ દષ્ટિકોણ બરાબર છે?
વિનોબા; બિલકુલ બરાબર છે. મેં કહ્યું હતું કે ગામેમાં ગાયા છે, તે ગેબરગેસ દ્રારા ઉર્જા (એનર્જી)નું નિમાર્ણ થઇ શકે છે. આજે આરબાએ જે ‘તેલાસ’ છેાડયું છે એના એક જવાબ ગેબરગેસ પ્લાન્ટ પણ હોઈ શકે છે. આ રીતે આપણે જેટલા નાના ઉદ્યોગા ઊભા કરી શકીએ એટલા કરવા જોઈએ. શહેરવાળાં આવશ્યક તાનાં મંત્રા પૂરા પાડી શકે છે. એ સિવાય શહેરોની ઘણી ચીજો ગામવાળા બનાવી આપી શકે છે.
મે એવી માગણી પણ કરી હતી કે ગામેગામ અનાજ પેદા થાય છેઅને સરકાર પૈસામાં કર લે છે એટલે કિસાનાએ સસ્તાભાવે
તા. ૧-૧૨-૭૪
વેપારીઓને અનાજ વેચવું પડે છે. પછી વેપારીએ અનાજ મોંધું કરીને વેચેછે. મેં સૂચવ્યું હતું કે સરકારને મહેસુલ પેટે પૈસા આપવાને બદલે અનાજ જ આપવું જોઈએ. આખું ગામ મળીને સરકારને અનાજનો છઠ્ઠો હિસ્સા આપવાનું નકકી કરી શકે છે. છઠ્ઠા હિસ્સાના લોકો શહેરોમાં રહે છે તે અનાજને છઠ્ઠો હિસ્સા એમને આપવામાં આવે. સરકાર પાસે આથી બફર સ્ટોક પણ રહેશે. પછી સરકાર પોતાના નોકરોને પગારને એક હિસ્સા અનાજના રૂપમાં પણ આપી શકે છે. હમણાં રેલવે કામદારોની હડતાલ પડી હતી તેમની પણ એ માગ હતી. પણ સરકારના માણસા કહે છે કે આમ કરવાથી ઘણા મોટો સ્ટોક રાખવા પડશે, એનું રક્ષણ કરવું પડશે, ભારે ઝમેલા થશે. આવી ધમાલમાં અમે શા માટે પડીએ ? મે કહ્યું કે તમે રાય કરવાનું સ્વીકાર્યું છે ત્યારે તમે આ બાજુના પણ સ્વીકાર કર્યો છે. સાંભળ્યું છે કે ચીનમાં આ રીતે અનાજના રૂપમાં કર લેવામાં આવે છે.
અડવાણી: આબાબતમાં તમારી દષ્ટિ હંમેશાં સાફ રહી છે. ગાંધીજએ પણ આના પર ભાર મૂકયા હતા. અત્યારના રાજ્યકર્તાએ એને સ્વીકાર કેમ નથી કરતા એ મને સમજાતું નથી. આર્થિક ક્ષેત્રનું અમારું દષ્ટિબિંદુ અમારા - ભૂતપૂર્વ અધ્યક્ષા દીનદયાળ ઉપાધ્યાયે સ્પષ્ટ કર્યું હતું. એનું તમારા વિચારો સાથે સારું એવું સામ્ય છે. સરકાર તમારા આગ્રહને વશ થઈને આને સ્વીકાર કરે એવી સંભાવના કેટલી?
વિનોબા; તમે ધા બરાબર ટેકો આપશે તે સરકાર એને સ્વીકાર
કરશે.
અડવાણી: અમે તે ટેકો આપીએ જ છીએ.
વિનેા: ઈન્દિરાજી અહીં આવ્યા ત્યારે અનાજના રૂપમાં કર લેવાની વાત મેં એમની સમક્ષ કરી હતી. એ પછી ગિરિજી (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) આવ્યા ત્યારે પણ આ વાત રજૂ કરી હતી. એમને આ વાત ગમી હતી. એમણે ઈન્દિરાજી સાથે પણ આ વિશે વાત કરી હતી. ઈન્દિરાજી બીજી વાર આવ્યાં ત્યારે એમણે કહ્યું હતું કે હું આ બાબતમાં પ્રદેશ સરકારોને લખીશ; આ સ્ટેટ સબજેકટ છે. થેપ્ડા દિવસ પહેલાં સાંભળ્યું કે બિહારની અને મધ્યપ્રદેશની સરકાર આ બાબત વિચારી રહી છે.
અડવાણી: બિહારનું દિલન કેવું સ્વરૂપ ધારણ કરશે ? તમને એમાં શું સંભવ લાગે છે?
વિનબા: ચૂંટણી ૧૯૭૬માં થવાની છે. હવે દાઢ વર્ષ બાકી છે. એમ ધારી લઈએ કે ત્યાંની સરકાર દૂર કરવામાં આવે તે પણ ચૂંટણી કરતાં વર્ષ-દોઢ વર્ષ તે લાગી જશે. એટલા માટે આ લોકો પેાતાની તાકાત જનતા સારા લોકોને ચૂંટી કાઢે એવું કરવામાં લગાડે એમ હું માનું છું, કેમકે હવે સમય ઘણેા આછે છે.
અડવાણી: ચૂંટણીમાં સારા લેકે ચૂંટાય એવી ઈચ્છા બધાના મનમાં રહે છે પણ એનું વ્યાવહારિક સ્વરૂપ કેવું હશે ? અને સરકાર પેાતાને ન્યાયાલયથી પર સમજે, ન્યાયાલયના નિર્ણયને ખતમ કરે એવા અધ્યાદેશ બહાર પાડે તો જનતાની પાસે અસહયોગ આંદોલન સિવાય બીજું કર્યું હથિયાર રહે છે?
વિનેાબા: આપણી પાસે ઘણુ મેટું હથિયાર છે. આ અમે વર્ષો પહેલાં બતાવેલું છે. ખાસ કરીને બિહારમાં ગ્રામદાની ગામ છે, ભલે એ નામમાત્રનાં હાય, ત્યાં ગ્રામસભા બને અને ગામ પેતાના તરફથી સારા માણસને, સર્વાનુમતિથી ઊભા કરે, ગામમાં સારું કોણ છે, ખરાબ કણ છે એ ગામવાળા બધા જાણતા હૈાય છે. કોઈ ગામ જાણી જોઈને ખરાબ માણસને ચૂંટશે નહિ. સર્વાનુમતિથી ખરાબ માણસ ચૂંટી શકાશે નહિ. આ રીતે ગામના લેાકેા પોતાના માણસને ચૂંટે. આજે ગામના લોકોમાં જુદા જુદા પક્ષના માણસે ફૂટ પાડે છે. એમના મત વહે ચાઈ જાય છે. ગામમાં પાંચ હિસ્સા – પાંચ અષ્ટાંશ મા છે અને શહેરોમાં એક હિસ્સાના એક અષ્ટાંશ મત છે. આ માટે ગામવાળા એક થાય.