________________
તા. ૧-૧૨-૭૪
પ્રબુદ્ધ જીવન
વલણ રહ્યું છે, છતાં મધ્યપૂર્વના મામલામાં કયારે અથડામણમાં આવે તે કહેવાય નહિ. આ લખાય છે ત્યારે પ્રેસિડન્ટ ફાર્ડ અને બ્રેઝનેવ વચ્ચે મંત્રણાઓ ચાલે છે. અમેરિકા ઈઝરાઈલને અને રશિયા સીરિયાને કેટલું દબાવી શકે છે તે ઉપર આધાર છે. છેવટ અમેરિકા ઈઝરાઈલને, દક્ષિણ વિયેટનામ પેઈં, પડતું મૂકી શકે તેમ નથી. અમેરિકન યહૂદીઓનો ઈઝરાઈલને માટે ટૂંકા છે. છતાં, મધ્યપૂર્વમાં ફરી યુદ્ધ થાય તે અમેરિકા અથવા રશિયા કોઈને પૈાસાય તેમ નથી. ઈજિપ્ત–ઈઝરાઈલ વચ્ચે સમજૂતી કદાચ થઈ શકે. ઈજિપ્તને કબજે કરેલ પ્રદેશ-સિનાઈછેડવા ઈઝરાઈલ તૈયાર થાય, પણ સીરિયાને કેટલાક પ્રદેશ-ગેાલન ટેકરીઓ છેડવા ઈઝરાઈલ તૈયાર નથી. પણ ૨૫ વર્ષથી સળગતા આ પ્રદેશને શાંત કર્યે જ છૂટકો છે. ઈઝરાઈલ અને આરબીએ પરસ્પરને સહન કરવા જ પડશે. આરબાએ ઈઝરાઈલના સ્વીકાર કરવા પડશે અને ઈઝરાઈલે ૧૯૬૭ પછી કબજે કરેલ પ્રદેશા ઈજિપ્ત અને સીરિયાને પાછા સોંપવા પડશે.
દસ્તાવેજી ફિલ્મના વિરોધ
ગવર્નમે ન્ટ ઑફ ઈન્ડિયાએ કેટલાંક વર્ષો પહેલાં જૈન તીર્થોની દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી હતી. તે એટલી સુંદર થઈ હતી કે તેને ઈન્ટરનેશનલ પારિતોષિક મળ્યું હતું. લગભગ ૨૦ મિનિટ ચાલે એટલી ફિલ્મ છે અને દેશભરમાં તે બતાવવામાં આવી હતી. આ નિર્વાણ મહેાત્સવ વર્ષ માટે તે ફિલ્મમાં થેાડા સુધારાવધારા કરી, ફરી બધે બતાવવાનો કાર્યક્રમ કર્યો છે. અમદાવાદમાં સિનેમામાં ન્યૂઝરીલ તરીકે તે ફિલ્મ બતાવવી શરૂ કરી તે સામે મુનિ ચન્દ્રશેખરે વિરોધ કર્યો અને ઉપવાસ આદર્યા. તેમના વિરોધનાં કારણેા ચાક્કસ જાણ્યાં નથી, પણ તેમાં ભગવાનની પ્રતિમાના ફોટો આવે છે અને તેથી અશાતના થાય એવા કારણે વિરોધ કર્યો એમ સાંભળ્યું છે. રાણકપુર, દેલવાડા આદિ મંદિરોનાં ચિત્રો તેમાં આવે છે અને આણંદજી કલ્યાણજી પેઢીએ તે ચિત્રા લેવા દીધાં તેથી તે પેઢી અને તેના પ્રમુખ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ સામે પણ વિરોધ થયો. ઉપવાસ ૩/૪ દિવસ ચાલ્યા પછી શ્રી કસ્તુરભાઈની વિનંતિથી મુનિશ્રીએ પારણાં કર્યાં. શ્રી કસ્તુરભાઈએ એવું આશ્વાસન આપ્યું કહેવાય છે કે ૧૧મી ડિસેમ્બર સુધીમાં દેશમાં આ ફિલ્મ બતાવવી બંધ થાય તે માટે તેઓ પોતાની લાગવગ વાપરી પ્રયત્ન કરશે.
આ વિરોધ સર્વથા અર્થહીન અને પાયા વિનાના છે તે ભાગ્યે જ કહેવાની જરૂર હાય. અશાતનાના ખોટા ખ્યાલ મુનિશ્રીના ગમે તેવા હેાય તે કારણે આવી સુંદર ફિલ્મનું પ્રદર્શન ન થાય તે બિલકુલ અયોગ્ય છે. હજી કદાચ સ્થાનકવાસી કે તેરાપંથી સંપ્રદાય કાઈ વાંધ લે, પણ મૂર્તિપૂજક સમાજને વાંધા હેાવાનું કોઈ કારણ નથી. જૈન કલા અને સ્થાપત્યનાં આટલાં બધાં પ્રદર્શન થાય છે, ચિત્રસંપુટા પ્રકટ થાય છે તેમ આ દસ્તાવેજી ફિલ્મ મારફત જૈન સ્થાપત્ય અને કલાને વારસા દેશ અને દુનિયાને જાણવા જેવ છે, બતાવવા જેવા છે. આ વારસા જૈન સમાજના જ નથી, ભારતવર્ષના છે. કોઈ એક કે વિશેષ મુનિની ધૂનથી દેશને આવા વારસાની જાણથી વંચિત રાખી ન શકાય.
મુનિ ચન્દ્રશેખરે નિર્વાણ મહોત્સવ સામે બે વર્ષથી વિરાધના વંટોળ જગાવ્યો છે. તેમાં નિષ્ફળતા મળી અને દેશભરમાં ખૂબ ઉત્સાહથી આ મહાત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે છેવટ આવી રીતે તરણાને પકડી, કોઈક આત્મસંતોષ મેળવવાના પ્રયત્ન કર્યા છે. એવા વિરાધને કોઈ ઉત્તેજન આપી ન શકાય.
૧૪૫
તે સમાજનું કેટલું કલ્યાણ થાય અને દુરુપયોગ થાય તે કેટલી હાનિ થાય એ બન્ને પ્રકારના અનુભવા આ પ્રસંગે થયા છે. સમાજને આ આદર ટકાવી રાખવે હાય તો શામણેાએ યુગને ઓળખવા પડશે. અપવાદો બાદ કરતાં મોટા ભાગના કામણવર્ગના આ મહાત્સવને ટેકો મળ્યા છે તે સમાજનું સદ્ભાગ્ય છે. યપ્રકાશના આંદોલન વિષે શાસકપક્ષમાં મતભેદ
શ્રામણવર્ગ પ્રત્યે સકારણ જૈન સમાજને આદર છે. તે આદરને સદુપયોગ કરવા શ્રામણેાના ધર્મ છે. તેને સદુપયોગ થાય
જયપ્રકાશે જાહેર કર્યું હતું કે દેનને મેરચે। હવે દિલ્હી બનશે. તે પ્રમાણે તેઓ દિલ્હી પહોંચ્યા છે અને વિવિધ પક્ષાના આગેવાન સાથે મંત્રણાઓ શરૂ કરી છે. શાસકપક્ષના આગેવાન અને વર્કિંગ કમિટીના સભ્ય ચન્દ્રશેખર, જયપ્રકાશના અનુરાગી છે અને જ્યપ્રકાશ સાથે કોંગ્રેસે સમાધાન કરવું જોઈએ તેના આગ્રહી છે. દિલ્હીમાં તેમને ત્યાં જયપ્રકાશને નિયંત્રણ આપ્યું અને લગભગ ૫૦ કોંગ્રેસના પાર્લામેન્ટના સભ્યોને પણ બાલાવ્યા. જયપ્રકાશે ઘણુ કડક વલણ લીધું અને ઈન્દિરા ગાંધી તથા કોંગ્રેસપ્રમુખની ઝાટકણી કાઢી. કોંગ્રેસપ્રમુખ બચુઆને ઈન્દિરા ગાંધીના હજૂરિયા તરીકે બિરદાવી તેમની મજાક ઉડાવી. કોંગ્રેસી સભ્યો બધું સાંભળી રહ્યા અને મૌન રહ્યા તે વાતને ઊંડો પ્રત્યાઘાત પડયો અને લગભગ ૧૩૦ બીજા સભ્યાએ આવા વલણને સખત વિરોધ કર્યો, નિવેદન અને પ્રતિનિવેદને થયાં. ૧૯૬૯માં કોંગ્રેસમાં ભંગાણ પડયું એવું જાણે વાતાવરણ હાય તેમ કહેવાય છે. જ્યપ્રકાશની ભાષામાં કટુતા અને તીવ્રતા વધતાં રહ્યાં છે. હવે પાર્લામેન્ટને દસ લાખ માણસાના ઘેરા ધાલવા એવી જાહેરાત કરી છે. ઈન્દિરા ગાંધી બંધારણને નેવે મૂકશે, લેાકશાહી ખતમ કરશે અને સરમુખત્યાર બનશે એમ પણ કહ્યું છે. બીજે પક્ષે એમ કહેવાય છે કે જયપ્રકાશ સમતુલા ગુમાવી બેઠા છે અને બેફામ અને બિનજવાબદાર ઉશ્કેરણી કરી રહ્યા છે. આમ સંઘર્ષ વધતા જાય છે. આ બધી બાબતો વિષે ગંભીર વિચારણા કરવા કોંગ્રેસના આગેવાને નરારા (ઉત્તાર પ્રદેશ)માં ભેગા થયા છે અને ખાનગી મંત્રણાઓ ચાલે છે. કામરાજ અને જ્યપ્રકાશની મુલાકાત થઈ. કામરાજને જયપ્રકાશનું વલણ અક્કડ જણાયું છે. આ દાનના મુખ્ય મુદ્દાઓ વિષે તાજેતરમાં જનસંઘના પ્રમુખ શી અડવાણીએ વિનેબાજુની મુલાકાત લીધી તેના સત્તાવાર અહેવાલ સર્વોદય તરફથી મળ્યા છે, જે મનનીય હાઈ આ અંકમાં અન્યત્ર આપ્યો છે. ૨૪-૧૧-૩૭૪
ચીમનલાલ ચકુભાઈ
‘બિહારમાં પક્ષમુકત સરકાર અને સરકારમુકત ગામ અને’
[ગઈ તા. ૪ નવેમ્બર ૧૯૭૪ના રોજ પવનાર (વર્ષા)માં અખિલ ભારતીય જનસંઘના પ્રમુખ શ્રી અડવાણી અને વિનેબાજીની વચ્ચે થયેલા વાર્તાલાપના અહેવાલ અહીં પ્રગટ કરવામાં આવ્યા છે.—તંત્રી.
અડવાણી : આજકાલ રાજકીય ભ્રષ્ટાચાર વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. હું પોતે ચૂંટણીસુધારા અંગે એક પ્રકારે અભિયાન કરતા રહ્યો છું. આ વિષય પરત્વેના આપના વિચાર। જણાવશે તે આભારી થઈશ.
વિનેબા: શંકરાચાર્યે એક કથા લખી છે. એનુ શીર્ષક છે, કે દશમ ? દસ યાત્રી પદયાત્રાએ નીકળ્યા. જંગલમાર્ગે જઈ રહ્યાા હતા ત્યારે ચાલતાં ચાલતાં આગળપાછળ થઈ ગયા. થોડાક કલાક પછી બધા ભેગા થયા ત્યારે બધા આવી ગયા કે નહિ એની ગણતરી કરવા લાગ્યા. એકે ગણ્યા, બીજાએ ગણ્યા, પણ સંખ્યા નવની જ થઈ. દસ જણે સર્વસંમતિથી ઠરાવ કર્યો કે આપણે નવ છીએ. આમ કેમ બન્યું? કારણ એ કે