SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ મુખ્ય મંત્રી પોતે શિકારી છે, છતાં તેમણે આ માગણીના સ્વીકાર કર્યો. મુખ્ય મંત્રીને આ મહોત્સવમાંથી વંચિત રાખ્યા હોત તેા આવી માગણી કરી શકાત અથવા તેના સ્વીકાર થાત? શુદ્ધ જીવન આ બધાનો વિચાર કરીએ ત્યારે એમ જણાશે કે માણસમાં રહેલા શુભઅશુભના દ્વંદ્ર, ધર્મ અને વ્યવહારના દ્નના પ્રતીક છે. માણસ, પેાતાની અનેક નિર્બળતાઓ અથવા સંજોગોને કારણે ધર્મનું આચરણ પૂરી રીતે કરી શકતો નથી. છતાં વત્તેઓછે અંશે આચરણ કરે જ છે, કરવાની ભાવના સેવે છે. વ્યવહારમાં ધર્મનું આચરણ પૂરી રીતે શક્ય નથી, તો સંપૂર્ણ અશય પણ નથી. સામાન્ય માણસ પરંપરાગત જવન જીવે છે, જાગ્રત માણસ મનોમંથન અનુભવે, કાંઈક દંભી દેખાય છતાં બે ડગલા આગળ જવા પ્રયત્ન કરતો રહે. માણસની ભાવના હોય, ધર્મ પ્રત્યેની અભિરુચિ હોય, તે વ્યવહારમાં પણ સંયમ અને મર્યાદા જાળવે અને તેમાં આગળ વધવા પ્રયત્ન કરે. આનું નામ ગ્રહસ્થધર્મ છે. સો ટકા થઈ શકતું નથી માટે ૧૦ ટકા થાય તેપણ ન કરવું અથવા તેની ઉપેક્ષા કરવી તેમાં ધર્મના મર્મની સમજણના અભાવ છે, એક જ શરત છે : માણસમાં નમ્રતા હોવી જોઈએ. પેાતાની નિર્બળતાનું ભાન હોય તે અભિમાન ટળે. મારો અલ્પ અનુભવ કહું તો જાહેર લખતા અથવા બાલતા મને ખૂબ સંકોચ થાય છે. ‘પ્રબુદ્ધ જીવન’ માટે લખવું પડે છે, ત્યારે પણ માત્ર પ્રકટ ચિન્તનરૂપે લખું છું. એક રીતે કહીએ તો પત્રકાર એટલે દુનિયાના કાજી. પોતાની જાતને ડહાપણના ભંડાર માને અને બધા વિષયોમાં અભિપ્રાયો અને સલાહ આપવાના દાવા કરે. આવી સ્થિતિમાંથી બચવાના મારો પ્રત્યન છે. તેનું એક શુભ પરિણામ આવ્યું છે. ખૂબ વિચારવું પડે છે, કેટલીક વખત મન ચકડોળે ચડે છે. મનોમંથન ઘણુ' વધી પડે છે, તેની વ્યથા પણ અનુભવું છું, તેના આનંદ પણ અનુભવું છું. કોઈ વખત બધું મિથ્યા લાગે છે, ખોટો વલાપાત લાગે છે. શાને માટે આ બધી જંજાળ એમ થાય છે. ઘણા સમાધાનો અને બાંધછોડો કરવા પડે છે, ઘણું સહન કરવું પડે છે. પણ તેમાંથી કયાં છુટાય તેવું છે? તેની શુદ્ધિ કરવી એ જ માર્ગ છે. વ્યવહાર અને ધર્મને કાંઈક આવા સંદર્ભમાં હું જોઉં છું. તેમ કરતાં કાંઈક નિલે પતા અનુભવું છું. ૨૫-૧૧--૭૪ પ્રકી` નોંધ – ચીમનલાલ ચકુભાઈ તા. ૧-૧૨ પતિના હુકમથી આ મુદ્દાને આંચ આવતી નથી, આ ઘટન બરાબર છે કે નહિ તે તો મામા સુપ્રીમ કોર્ટે જાય તો છેવટના નિર્ણય થાય. પણ અત્યારે તો રાષ્ટ્રપતિને હુકમ ધાર્યું પરિણામ લાવી શકવા સમર્થ નીવડયા છે. મિસા અને દાણચારી દાણચારી માટે પકડાલ કેટલીક વ્યકિતઓને કોર્ટોએ છેઢી મૂકી તેથી અળાઈ, રષ્ટ્રપતિએ હુકમ બહાર પાડયો કે દાણચોરી માટે પકડાયેલ વ્યકિત કેટલાક મૂળભૂત અધિકારોને આધારે તેમની અટકાયતને કોર્ટમાં પડકારી શકશે નહિ. એમ માનવામાં આવ હતું કે હુકમ પછી દાણચોરો સામે સરકાર કડક હાથે કામ લઈ શકશે. થાડા જ દિવસમાં કોર્ટોએ આ ભ્રમ ભાંગી નાખ્યો. દિલ્હી હાઈકોર્ટે હમણાં ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિના આ હુકમથી માત્ર મૂળભૂત હક્કોને આધારે અટકાયતને પડકારી ન શકાય, પણ અન્ય કારણાથી અટકાયત ગેરકાયદેસર હાય તો તેને પડકારવામાં રાષ્ટ્રપતિને હુકમ આડે આવતો નથી. અટકાયત મિસાના કાયદા પ્રમાણે ન હોય અથવા તો ખાટી દાનતથી કરેલ હાય તો કા તેને રદ કરી શકે છે. મિસાના કાયદા પ્રમાણે સરકારે અટકાયતીને તેની ધરપકડ માટેના કારણે આપવાં પડે છે. કોર્ટોએ ઠરાવ્યું છે કે આ કારણે। સ્પષ્ટ અથવા અસંબદ્ધ હાય અથવા દૂરના ભૂતકાળનાં વાસી થઈ ગયેલાં હોય તો એવાં કારણેાસર અટકાયત થઈ શકતી નથ. આ મુદ્દા ઉપર જ અટકાયતીએ છૂટયા છે. રાષ્ટ્ર સરકાર ખરેખર કફોડી સ્થિતિમાં મુકાઈ છે. તેમાં કોર્ટોના દોષ છે એમ નહિ કહેવાય. દાષ કોઈને ગણવા હાય તે। સરકારના કાયદાના સલાહકારોના. દાણચારીનું અનિષ્ટ ભયંકર છે તે નિર્વિવાદ છે. તેને ડામવા સખત પગલાં અને તાત્કાલિક પગલાંની જરૂરિયાત વિષે મતભેદને અવકાશ નથી. સામાન્ય ગુનાઓ પેઠે કેસ ચલાવવામાં આવે તો વર્ષો વીતી જાય અને પૂરતા પુરાવાઓ પણ નં મળે. સરકાર સામે એક આરોપ છે અને તે વાજબી છે કે સરકારને આ બધી જાણ હતી તેા પણ યોગ્ય સમયે પગલાં ન લીધાં. વિશેષમાં એવા આરોપ છે અને તે પણ વાજબી છે કે આ કૌભાંડમાં ઉચ્ચ સ્થાને બેઠેલ અનેક રાજદ્દારી વ્યકિતઓ અને ઉચ્ચ અમલદારા સંડોવાયેલ છે તેમની સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પ્રજાને સંતાષ નહિ થાય. સરકારની દાનત વિષે પ્રજાને વિશ્વાસ નથી. આવા ગુનેગારોના મૂળભૂત હક્કો છીનવી લેવાય છે અથવા ન્યાયની કોર્ટોથી તેમને વંચિત રાખવામાં આવે છે તેવી ટીકામાં બહુ વજૂદ નથી. હકીકતમાં સરકાર બીજા ગુનેગારોના ઢાંકપછેડો કરે છે તે ગંભીર બાબત છે. સરકારે કંઈક જલદ ઉપાયા લીધા વિના છૂટકો જ નથી. નવે કાયદા કરવાનું વિચારી રહ્યા છે. પણ સરકારની પાયાની નીતિ બદલાવી જોઈએ અને જે કોઈ ગુનેગાર હેય તેને નસિયત થવી જોઈએ. દેશના અર્થતંત્રને છિન્નભિન કરવાવાળી આવી પરિસ્થિતિ હવે નિભાવી શકાય નહિ, આરબ–ઈઝરાઈલના ફ્રી ગંભીર મામલા ઈજિપ્ત અને ઈઝરાઈલ વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ, ઈઝરાઈલ અને સીરિયા વચ્ચે યુદ્ધ ચાલુ રહ્યું. ત્યાં પણ છેવટ યુવિરામ કરાવ્યો અને સંયુકત રાષ્ટ્ર સંઘનાં દળાએ સરહદે શાન્તિ જાળવવા ચોકિયાત મૂકયા તેની મુદત ૩૦મી નવેમ્બરે પૂરી થાય છે. પરિસ્થિતિ હવે તંગ બની છે. આ ચેાકિયાત દળા ચાલુ રહેવાની મુદત સીરિયા લંબાવવા સંમત નહિ થાય એવી ભીતિ છે. બન્ને પક્ષો યુદ્ધની તૈયારી થઈ રહી છે. બીજી મહત્ત્વની બાબત પેલેસ્ટાઈનની છે. જોરડન નદીની પશ્ચિમ સરહદ અને ઈઝરાઈલ વચ્ચે પેલેસ્ટાઈનના આરબા જુદા રાજ્યની માગણી કરે છે. પેલેસ્ટાઈનના ગેરીલાઆ ત્રાસવાદી પ્રવૃત્તિઓ ઘણા સમયથી કરી રહ્યાછે. પેલેસ્ટાઈન મુકિતદળના આગેવાન યાસર અરાફતને બીજું આરબ રાજ્યા ટેકો મળ્યો છે. હમણાં રબાતમાં આરબ રાજ્યોની પરિષદ મળી તેમાં પેલેસ્ટાઈન મુકિતદળનો સ્વીકાર થયા છે. જોરનના રાજા હુસેનના વિરોધ છતાં, પેલેસ્ટાઈન આરબા વતી તેના મુકિતદળને પ્રતિનિધિત્વ મળ્યું છે. યાસર અરાફ્ટને રાંયુકત રાષ્ટ્રસંઘમાં આવકાર મળ્યો છે અને મુકિતદળના પ્રતિનિધિને રાષ્ટ્રસંઘમાં નિરીક્ષાકનું સ્થાન મળ્યું છે. પેલેસ્ટાઈન ગેરીલાઓના અત્યાચારોને કારણે ઈઝરાઈલ તેના મુકિતદળ સાથે કોઈ વાટાઘાટ કરવા તૈયાર નથી. અમેરિકાએ ઈઝરાઈલને અને રશિયાએ સીરિયાને પુષ્કળ શસ્ત્રસરંજામ પૂરા પાડયા છે. ઈઝરાઈલની આર્થિક સ્થિતિ કટોકટીભરી હાવા છતાં, ઈઝરાઈલ લડવાની તૈયારી કરી રહ્યું છે. ઈજિપ્તના પ્રમુખ સાદતનું વલણ કાંઈક સમાધાનકારી છે, પણ છેવટ આરબ રાજ્યાની વિરુદ્ધ જઈ શકશે નહિ. આરબ રાજ્યાએ તૈલાસ્ત્ર અજમાવીને એકતા સાધી છે તેને કારણે અમેરિકા અને યુરોપ ભારે મુસીબતમાં મુકાયાં છે. ડૅા. કિસિન્હરે તેમની મુત્સદ્દીગીરી ફરી અજમાવી જોઈ, પણ બહુ સફળતા મળી નથી. રશિયા અને અમેરિકા વચ્ચે સમજૂતીનું
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy