________________
99
૧૪૨
પ્રાદ્ધ જીવન
લેાકવાદ બનામ ફાસીવાદ
બિહારમાં શ્રી જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળના વ્યાપક જનઆંદોલને દેશની'‘રાજકીય ક્ષિતિજ પર કેટલાક નવા અભિગમમાં પ્રસારિત કર્યા છે.
સ્વરાજય અને લોકશાહી સાથે સત્યાગ્રહ અને આંદોલના કેટલે અંશે સુસંગત છે તેની ચર્ચા અત્યારે તે અપ્રસ્તુત લાગે છે, પરંતુ એક કાળે તેનું સ્થાન નથી એવું પ્રતિપાદન કેટલાક ગાંધીનિષ્ઠ વિચારકોએ જોરશેારથી કર્યું હતું. પારડીમાં સ્વ. શ્રી ઈશ્વરભાઈ દેસાઈની આગેવાની હેઠળ ત્યાંના ભૂમિહીનોએ ઘાસિયા આંદોલન કર્યું ત્યારે સ્વ. મગનભાઈ દેસાઈએ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યા હતા. સત્યાગ્રહ કરી શકાય તેવા શ્રી વિનોબાજીના વિધાનને પણ તેઓએ પડકાર્યું હતું. જે ગાંધીપરસ્તો સત્તા પર અધિષ્ઠિ હતા—દાખલા તરીકે. સ્વા ઠાકોરભાઈ દેસાઈએ આવું આંદોલન અહિંસક રહી શકે નહીં, તેવા પ્રતિવાદ કરી કેટલાક વિચારવમળા ઊભા કર્યા હતા.
આઝાદીના સત્તાવીશ વર્ષના અનુભવ પછી આવા હક પ્રજાને છે જે, એટલું જ નહિ, તેનું આચારણ નહીં થાય તે! લેાકશાહી નિ:સંત્ત્વ અને પાલી રહેશે તેવી પ્રતીતિ સૌને થવા માંડી છે.
લોકશાહીમાં અભિપ્રેત ન્યાય, સમાનતા, સમતા વગેરે ભાવનાને જનતાભિમુખ કરવી હોય તો આવી જનજાગૃતિ માટે પ્રેરક અને પોષકે એવી 'લડતા માટે સભાન પ્રજાએ સદાય તૈયાર રહેવું જોઈએ. તેમ નહિં થાય તો લોકશાહીને નામે શાસક પક્ષો અને સરકાર સર્વ સત્તા હાથ ધરવા જ પ્રયાસ કરશે. લાકશાહીના પોતે જ મોટા સંરક્ષકો છે, અને બંધારણ દ્વારા ચૂંટાઈને આવતા હોવાથી લોકશાહીના એ એકલા જ પ્રતિપાળા છે, તેમના આવા દાવાને વાજબી કારણેાસર પહંકારનારા,તમામ લોકશાહીના દુશ્મને છે; પ્રતિક્રાંતિકારીઓ છે; તેવી ડંફાસા હૉકશે પ્રજામાં આ વિચાર અને નીતિરીતિના આદર નહીં થાય તે પાછા લોકશાહીને નામે આંદોલનને કચડવા, દબાવવા પ્રયત્નશીલ થશે. પોતાને સરકાર ચલાવવાના જાણે અબાધિત પરવાનો મળ્યો છે તેમ ગણીને પાતાની બિનલેાકશાહી રીતરસમાને વાજબી ઠેરવવા મથશે. આંદોલનમાં જો થોડી હિંસા થાય તો તે માફ ન કરી શકાય. અહિંસાના પોતે પ્રખર પુરસ્કર્તા છે તેમ માનીને આવા બનાવાના પ્રગટઃ તિરસ્કાર કરશે, આંદોલનના નેતાઓને વખાડશે. પરન્તુ પોતાના રાજયમાં પેાલીસ અને લશ્કર દ્વારા જે પ્રગટ અપ્રગટ બેફામ હિંસા આચરાય છે તેને એ ક્ષમ્ય લેખશે. કારણ કે રાજ્યતંત્રમાં આવી હિંસા અભિપ્રેત અને અનિવાર્ય છે, તેમ માનીને, કહીને. -
આ બન્ને અભિગમોના પ્રબળ વેગ આજે બિહાર અને અન્યત્ર દષ્ટિગોચર થઈ રહ્યો છે, શ્રી જયપ્રકાશજીના આંદોલનમાં થોડીક વિચારની અસ્પષ્ટતા હશે, વિધાનસભાનું વિસર્જન જ થાય. તેથી વર્તમાન સમસ્યા હલ થવાની નથી. જે નવા રાજકીય વિક્લ્યા ગાંધીવિનોબાના રાહે ઊભા કરવાના પ્રયાસ થાય છે. તે તરંગી, અવાસ્તવિક અને અવ્યવહારુ લાગતા હશે. પરંતુ બુનિયાદી સવાલ એટલો જ છે કે પ્રજાના મેાટા વગે જો સંસદ, વિધાનસભાના મંતદારો જે મત પાત્ર વસતિના ૩૦ ટકાથી વિશેષ નથી, તેના ૩૫થી ૪૦ કટા મત મેળવીને જે પક્ષ સત્તાનાં સૂત્રા હાંસલ કરે છે તે બહુમતીના નામે બાલી શકે કે કેમ તે એક મહત્ત્વના સવાલ છે. અને તેનો સંતોષકારક જવાબ કોઈ આપતું નથી) સરકારમાંથી, તેની શકિતમાંથી શ્રાદ્ધા ગુમાવી હાય, આઝાદ લોકશાહી સમાજવાદમાં અવિચ્છિન્ન કહી શકાય તેવા કાર્યક્રમના અમલના અભાવ તેને દેખાત હોય, કોઈ જુદી જ દિશામાં સરકારની નીતિઓનું પ્રસ્થાન દષ્ટિગોચર થતું હોય તો પ્રજા તેવી સરકારની વાપસી માટે આંદોલનનો આશ્રય લઈ શકે છે અને લેવા જોઈએ. તેમ ન કરે તો તે લેાકશાહીનું નામ પૂરતું છદ્મવેશી માળખું કાયમ રહેતું હોય છતાંય બધા અધિકારો તે ગુમાવી બેસે. આટલું બિહાર લડતમાં અવશ્ય પ્રતિપાદિત થયું છે. શ્રી જયપ્રકાશ નારાયણને પ્રજાને સચેત કરવા, અને
માલિક: ફ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક અને પ્રકાશક : શ્રી મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬.
તા. ૧૬-૧૧-૭૪
લોકશાહીના રક્ષણ અર્થે તત્પર કરવા માટે તો અવશ્ય અભિનંદન આપવાં જોઈએ.
સરકારને, પેાતાને સર્વસત્તાધીશ લેખતી સરકારને ખરો ડર જ છે. તેને સત્તાના ચાલી જવા કરતાં, સત્તાના પોતે સેવેલા આ ખ્યાલો નષ્ટ થઈ જવાના ભારે ભય છે. સરકાર અને શાસન પ્રજાના ઉત્કર્ષનું એકએકમાત્ર નહીં સાધન છે, માધ્યમ છે તેમ એ બધા કહે છે ખરા, લાકશકિત વગર લોકશાહી ટકતી નથી તેવું જાહેરમાં અવારનવાર ઉચ્ચારે છે પણ ખરા પરન્તુ આ શકિતને તેને અંદરખાનેથી ભય છે અને તેથી આવા આંદોલનોને, લડતને એક યા બીજા નામ પાડી વગાવે, વખાડેછે અને તેમાં નાકામયાબ થતાં તેને દબાવવાકચડવા પ્રવૃત્ત બને છે.
હું સર્વસત્તાધીશતા અને
સરમુખત્યારશાહી–ફાસીવાદ–વચ્ચેનું અંતર ઘણુ નાનું છે. એક જ રીતિના એ પૃથ્થક નામધારી અંશે છે; એ એકબીજાના ઉધબીજ છે અને તેમાં જ તેમની પરિણિત છે. લોકજાગૃતિ ન હોય તો સર્વસત્તાધીશ. વલણીઓને લાકશાહી રીતરસમેાની બાહ્ય જાળવણી ખાસ કઠતી નથી, તેના ડોળ ચાલુ રહે છે, પરંતુ જયાં આવા અધિકારોના પડકારની, પ્રતિકારની વાતો થાય છે, ત્યાં પેલા અંચળા બાજુએ મૂકતાં આ બળા અચકાતાં નથી. પેાતે કહે તેજ ખરું, અને તેનું જ પાલન થવું જોઈએ એવું સમીકરણ તે રચે છે. મૂલ્યો, સિદ્ધાંત, વિચારોનો સ્રોત વ્યકિત છે અને તે' જ કહે તેને સ્વીકારીને સહુએ ચાલવું જોઈએ એવો મત પ્રચલિત કરાય છે.· સરમુખત્યારશાહી અને સામ્યવાદી અને ફાસીવાદી પક્ષોમાં સમાન વલણ હોય તો તે આ કે, વ્યકિત-મહામંત્રી, પ્રમુખ જ સર્વે સર્વા છે. થિસીસને નામે તેના વિચારોને, કાર્યોને બહાલી મળે છે; રાજ્યના, રાષ્ટ્રના એ સ્વીકૃત સિદ્ધાંત બને છે. તેને ખોટા કહેનારા અથવા તે તેને પડકાર કરનારા રાષ્ટ્રવિરોધી અને ગદ્દાર કહેવાય છે.
આવું જ કાંઈ આ દેશમાં તીત થઈ રહ્યું છે. શ્રી જયપ્રકાશ નારાયણ અને તેમના સાથીઓ સામે જે પ્રકારના શાબ્દિક હુલા થઈ રહ્યા છે, તેમના આંદોલનને કચડવા જે નીતિરીતિઓના કાય લેવાઈ રહ્યો છે, માત્ર બિહારમાં જ નહિ,સમસ્ત દેશમાં જુદા જુદા રૂપમાં નીતિઓમાં આ વલણના જે પ્રકારના પ્રતિઘાપ પડી રહ્યો છે, તે જોતાં સત્તા સાચવવા અને તેને પેાતાને માટે દઢ કરવા માટે છેક છેવટની કક્ષા-ફાસીવાદ સુધી જવાનું આ વલણ ખરેખર ખતરનાક છે.
શ્રી જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળના દાલનનાં વલણ કરતાં શાસનના અભિગમ વર્તમાન સંજોગે માં વધારે જોખમકારક છે. લેાકશાહીને વાસ્તવિક પડંકાર શ્રી જયપ્રકાશના બિહાર દાલન ' તરફથી નથી ઊભા થયા; દેશલન તરફના શાસક પક્ષીના એક જૂથના વલણમાંથી થયા છે. સામ્યવાદતરફી આ જૂથના વલણથી ઈતિહાસ જાણનારાઓને નવાઈ નહિ થવી જોઈએ. જર્મનીમાં હિટલરને વિજ્ય થયું, કારણકે ત્યાંના સામ્ય વાદીએ સાશ્યલ ડેમેકેટ્સ-સમાજવાદીઓને પસંદ કરતા નહાતા; નાઝીઓ કરતાં આ સમાજવાદીએ તેમને વધારે પ્રત્યાઘાતીએ લાગ્યા હતા. ચૂંટણીમાં તે તટસ્થ રહ્યા અને હિટલરના પક્ષ વિજયી બન્યા. તેણે લેાકશાહીને નિર્બળ કરી નાંખી. સામ્યવાદી પક્ષ અને તેના ગાચર-ગાચર હમદર્દીના વર્તમાન વલણનું પગેરુ શોધવું મુશ્કેલ નથી.
મ
જે દેશમાં સામ્યવાદ અને/અથવા ફાસીવાદના ઉદય થયો છે, ત્યાં લોકો નિષ્ક્રિય રહ્યા છે, વગરલડતે તેનું આગમન થવા દીધું છે. ૧૯૩૯ માં સ્પેને લાલડતદ્વ્રારા આવાં બળાના પ્રતીકાર કર્યો હતા. પરંતુ તે કામયાબ ન બની શક્યું. તેના મૂળમાં અત્યારે ન ઊતરીએ, પરંતુ એવી સ્થિતિનું . નિર્માણ ન થવા દેવું હાય, પ્રજા અસહાય અને મૂક બનીને પોતાના અધિકારોના બેરહમ ભાગ લેવા દે તેવું બરદાસ્ત ન કરવું હોય તો, જે. પી. ની લડત સફળ થાય તેવું લેાકશાહીના તમામ ચાહકોએ કરવું જ રહ્યું. [‘નિરીક્ષક’ માંથી સાભાર ]
-નિરુ દેસાઈ ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧