SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧-૭૪ કે ધર્મ અને સાહિત્યકાર પર ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્ર. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ‘ધર્મ અને સાહિત્યકાર’ એ વિશે આપેલા વ્યાખ્યાનને સાર] ધર્મ એ માનવીના અંત:સ્થલમાં પડેલી વૃતિ છે. ત્યાં સુધી પહોંચીએ ત્યારે જીવનની દષ્ટિ બદલાઈ જાય છે. ત્યારે જગત. જુદી જ દષ્ટિએ દેખાય છે.' ધર્મ વ્યકિતગત વસ્તુ છે. અને છતાં યે તે સમષ્ટિગત છે. આમ ધર્મનું આંતરિક મૂલ્ય છે અને વળી તેનું વ્યકિતગત મૂલ્ય પણ છે. માનવી કેવળણી પામેલે ત્યારે કહેવાય કે જ્યારે તે સ્વમાન જાળવીને ગુજરાન ચલાવી શકે છે અને જગતને ઉત્તમ નાગરિક બની શકે. આમાં એને આધ્યાત્મિક મૂલ્યો છે એનું એને ભાન થવું જોઈએ. આવું સી. ઈ. એમ. જોડે કહ્યું છે. આજે આધ્યાત્મિક મૂલ્યોની વાત કરવી એ કદાચ નવાઈ લાગે એવું છે. પરંતુ તે માનવજીવન માટે શ્રદ્ધા પ્રેરે એવી બાબત છે. - જેમ આજે અવકાશ યાત્રા થતી હોય છે એમ તે અંદરની એક અવકાશયાત્રા જ છે. પરિણામે ઊંડે ઊંડે બીજું વિશ્વ જેવા મળે છે. કોઈએ રવિન્દ્રનાથ ટાગોરને પૂછ્યું: ધર્મ શું છે? નાટક ચાલનું હોય અને પડદો ખેંચવા માટે દોરી ખેંચવાની જ આપણી જવાબદારી છે. નેતા કે અભિનેતા આપણને કોણ બનાવે? આપણે તો નાના માણસ છીએ. આમ પડદો ખેંચીને પાછળનું રહસ્યમય જે જગત છે એ જોવા પામીએ છીએ. ફાંતદર્શી, તત્વદર્શી આવું પડદો ઊંચકવાનું કામ કરે છે. અને એની પાછળનું જગત આપણને લાવે છે. આવું લખનારાઓ કહે છે. એ બધાં સંત છે, સાહિત્યકાર નહીં. તે નરસિહ, અખો વગેરેએ આ કામ કર્યું છે. મર્મને જાણનારા હોવાથી આ લોકો મરમિયાં કહેવાયા. મૂળમાં ઉપનિષદનું તત્વજ્ઞાન એમની નસેમાં વહે છે. મીરાંને મન રામ-કૃષ્ણની ભકિતમાં કઈ તફાવત નથી. એણે તો બસ ભકિત જ કર્યો રાખી. અંતરના માર્ગે જવા મુશ્કેલી જરૂર પડે છે. એ પથગામીને ભોગવવું પણ પડે છે. ભગત અને જગતને મેળ જ ખાતે નથી. આ એક વાસ્તવિકતા છે. - સંત કબીરમાં પણ આવું જોવા મળે છે. “પાણીમે મીન પિયાસી, મુઝે દેખત આવે હાંસી.”માં તટસ્થ દષ્ટિ અનુભવ પામવા મળે છે. આમાં માનવસમાજ માટેની વાત કરાઈ છે. આવો સરસ માનવજન્મ મળે છે છતાં જે તરફ છે તેનાથી સંતેષ થતો નથી, તૃણા છુપાતી નથી અને છિપાતી નથી, મન વધુ ને વધુ ઝંખનું રહે છે. જ્યારે સંતને અનંત તરફ, અસીમ તરફનો વિસ્તારનો અનુભવ કરવો ગમે છે. મદારી, નાગને ડોલાવી, ટપલી મારી જેમ સુવાડી દે છે એમ આપણા આત્માને સુવાડી દેતા હોઈએ છીએ. રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મેર-”આ જ ભાવગીત જોઈએ તો એમાં અંદરના મોરલાની વાત છે. કવિને કંઈક કહેવું છે એથી તો રૂપકદ્વારા સમગ્ર આત્માને અમૃત જડી જાય એ રીતે કહી જાય છે. વેદની ઋચાઓ પણ કવિની બાની છે. એમાં રૂપને માર્ગે અરૂપને ખેળવાની વાત છે. રવીન્દ્રનાથ ટાગોરે પણ એવું જ કહ્યું છે. - સાહિત્યકારે વાત કરવા માટે કલ્પના અને રૂપકોને ઉપયોગી કર્યો છે એ મહત્વનું છે. “હું હસતો રમતા હારમાં પો” (અખો) આ આત્મા માટે તદ્દન જ સ્વાભાવિક છે તે સહજ છે. માયાને સમજી લેવી જોઈએ. પરંતુ એ યુદ્ધ છે, માટે “હું ઘણું ઝૂઝ, ઘણું લડયા.” (સુન્દરમ), અંતરના પુરુષને જીતવા માટે નિશ્ચય. કર્યો કે, માથું કાપીને એના ચરણમાં મુક્યું. પછી માનવતાનો જ્યજ્યકાર કર્યો. માથું મુકવું એટલે શું? શીર કાપીને મૂકવાની વાત પણ માથામાંના અહંકારનો નાશ કરીને એ ઈશ્વરને ચરણે ધરવાની એમાં વાત છે. મીરાં કહે છે, “ચિતડું ચેરાણ”. પોતાની ખુમારીને એ સુંદર રીતે રજૂ કરે છે. “ભરી બજારે હાથી ચાલ્યો જાય.” “શ્વાન ભસે એમાં હાથીને શું થાય રાણા?” સંસારીઓ શું કહેશે એનું શું મહત્વ? આત્માને પંથે જનારા તે આગળને આગળ જવાના જ. પરમતત્ત્વ મેળવવા માટે આગે જનારાઓ માટેનું રૂપક અહીં મૂકાયું છે. ભાષા એ બુદ્ધિની પ્રવૃતિ છે. જ્યાં બુદ્ધિ પહોંચી શકતી નથી ત્યાં જે અનુભવ છે તે શબ્દાતીત છે. જ્યાં વાણી અટકી જાય છે ત્યાં તેનો અનેરો અનુભવ થાય છે. તે ત્યારે શું કરવું? સાહિત્યકારોએ જુદી શકિત પ્રગટાવી અવળવાણીને ઉપયોગ કર્યો. તરણા હેઠે ડુંગર ..” આ એક દષ્ટાંત. આપણને જે મહાન લાગે છે એ તે તરાણું છે. એની પાછળ હકીકતે કયાંય વિશાળતા છે. આમાં માયાવાદની વાત છે. નરસિહે પણ આવું જ કહ્યું છે. એણે ચૈતન્ય અગ્નિ જગાડવાની વાત કહી છે. ઉપનિષદમાં પણ આવું જ કહેવાયું છે. ' આજે આખું સાહિત્ય વિષાદયોગમાંથી પસાર થઈ રહ્યાં છે. એને કૃષ્ણ મળવો જોઈએ. કૃષ્ણ મળશે ત્યારે તે પણ એમાંથી બહાર નીકળી જઈ શકશે. “જાગ અગ્નિ, જાગ અગ્નિ, જાગ અગ્નિ, 'જાગ હૈ” સ્વરૂપ અનુસંધાન કરવું જોઈશે, ઉપરનું આવરણ દૂર થાય ત્યારે સત્યરૂપ, જ્ઞાનરૂપ, આનંદરૂપ પ્રાપ્ત થાય. કારણકે સૃષ્ટિના આનંદ ક્ષણિક છે. આપણે કહીએ છીએ ને કે “નવું છે તે નવ દિવસ માટે” અને તેથી નવું નવું મેળવવાની ઝંખના આપણે રાખીએ છીએ. તેથી અનંતને આનંદ મેળવવા તાલાવેલી રાખવી જોઈએ. અખો જ કહે છે ને કે એક માણસને રવપ્ન આવ્યું છે, પણ એ ગૂંગા માનવીને એ વ્યકત કરવા જીભ નથી તો તે વ્યકત કેમ કરવું? એ રીતે જ્ઞાનીને લાધેલું જ્ઞાન વ્યકત કેમ કરવું? અનલપંખી આકાશમાં ઊડ્યા કરે છે. એ ત્યાં સળગી જાય અને પછી એમાંથી નવું પંખી જન્મે છે. આપણાં બહુ નહીં જાણીતા કવિ બુટિયાએ આવું કહેતાં કહ્યું કે, અદભૂત જ્ઞાની આશા - નિરાશાથી પર થઈને આત્માને ખેલ ખેલ્યા કરે છે. માણસજીવનની છાયા ભલે સૃષ્ટિ પર પડે. પણ જ્ઞાની તે ઉપર વિચરે છે, પેલા પંખીની પેઠે, અને પછી એ અંતરના . મોતી લઈ આવે છે, મરજીવા થઈને, અંતરમાં ડૂબકી મારીને. આમાં અંતરની યાત્રાની વાત કહેવાઈ છે. “હું તારા ગાન ગાઉં ... પીણું પીણું ટહૂકતાં બપૈયાંની જેમ ..” સુન્દરમ અહીં કહે છે કે, બપૈયાની ઝંખનાની હું તારા ગાન ગાવાની ઝંખના રાખું છું. આ કાવ્ય અદભુત છે. સુન્દરમ કવિ છે અને તેને શબદ મળ્યો છે અને તે ગીત આપે છે. છતાં એમણે ગીતદ્વારા બધું કહી દીધું છે. સમુદ્રની પેઠે એ શાન છલકાવવાની વાત એ કહી દે છે. - માનવદેહ મળવો એ એક મોટી ઘટના છે. એ રૌતન્ય છે, એ માટી નથી. ચેતના અંદર છે. એનો અનુભવ લેવાને છે. રૌતન્ય આમે ય પ્રાણીમાત્રને મળે છે. આ અનુભવ મળ્યા પછી એ સુષ્ટિને જદી જ રીતે જેતે થાય છે. આત્મારૂપે એ અન્યને જતે થાય છે. ઘરેણાના ઘાટને એ જોતું નથી. પણ અંદર રહેલા સેનાને એ જએ છે, અંદરના આત્મતત્વને જએ છે. અને અહીં વ્યકિતધર્મમાંથી સમષ્ટિધર્મ પ્રગટે છે, શરૂ થાય છે. કેટલાક કામ એવા છે કે, જે માત્ર અંતરથી જ થાય છે, એને બુદ્ધિદ્વારા સમજાવી ન શકાય. એ (irrational) - અતાર્કિકછે. શ્રીરામ, સીતા માટે કહે છે ને કે સીતા તે મારું બીજું જ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy