________________
તા. ૧૬-૧૧-૭૪
દ્વારા આવે છે. ભેાજનપાન વગેરેને વિકટ આરંભ–સમારંભ પણ થાય છે. આજની સમસ્યાના ઉકેલ માટે ભેજનસમારંભમાં અમુક સંખ્યામાં જ લાકોને આમંત્રવાના રાજ્યના કાયદાની અવહેલના કરીને રાજય વિરુદ્ધ અને રાષ્ટ્ર વિરુદ્ધ કાર્ય પણ થાય છે. આ પાપ શા માટે કરવામાં આવે છે, આ પાપકાંડમાં તથાકથિત ઉગ્નનામધારી સાધુએ કેમ શા માટે સામેલ થાય છે? દર્શનાર્થીઓની ભીડ કેમ થાય છે? એમને અહીંતહીં આવતા - જતા અને ભોજન ચેોજતા કેમ રોકવામાં આવતા નથી? વેરાગીને જંગલમાં ગૂપચાપ દીક્ષા શા માટે આપવામાં આવતી નથી? ધર્મના નામ પર, કથની અને કરણીમાં, કેટલીબધી અસંગતિ ચાલી રહી છે ?
પ્રબુદ્ધ જીવન
શ્રામણ ભગવાન મહાવીરની પચીસેમી નિર્વાણ શતાબ્દીના પુણ્યપ્રસંગ કેટલીક યાજનાએ કરવામાં આવી છે. આ યોજનાએમાં શિક્ષણ, ચિકિત્સા વગેરેની કલ્યાણભાવનાએ છે, વૃદ્ધ તથા અસહાય આદિને માટે ધર્મ સાધનાની સાથે યથેાચિત સેવાસુ^ષા વગેરેની વ્યવસ્થા છે. સાધના અને સત્સંગની ભવ્ય યોજના છે. ભારતીય ધર્મ અને દર્શનના તુલનાત્મક અધ્યયનની સાથે જૈન દર્શનનું ઉચ્ચ સ્તરે અધ્યયન - અધ્યાપનના નિર્મળ કાર્યક્રમ પણ છે, દેશ-વિદેશમાં અહિંસાના પ્રચાર પ્રસારને પ્રયત્ન છે, શરાબ આદિ દુર્વ્યસનના નિરાકરણ માટેને કાર્યક્રમ છે. હું પૂછું છું કે, કાર્યક્રમેામાં એવા ક્યા પાપાચાર છે કે જેને માટે હાહાકાર મચાવવામાં આવે છે? દોપદર્શનની દષ્ટિ જરે મર્યાદા એળગી જાય છે ત્યારે એને સાચું પણ ખરાબ દેખાય છે, ગુણ પણ દોષ જ લાગે છે. આ વૈચારિક ભ્રાંતિને કમળા થયા હાય ને પીળું જ દેખે એવા રાગ છે. વિવેકભ્રષ્ટ લેાકોના આવી રીતે જ શતમુખ વિનિપાત થાય છે.
કેટલાક મહાનુભાવા જનકલ્યાણની યાજનાનો વિરોધ કરવા માટે તથાકથિત આચાર્યો તથા ઉગ્રપંથી કહેવાતા સાધુઓને લાંબીચોડી અપીલા કરે છે. આ તથાકથિત આચાર્યો અને સાધુએ પૈસા આપીને પોતાના નામે પુસ્તકો લખાવે છે, અને છપાવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ અનેક સંસ્થાઓ ચલાવે છે. અખબારો વગેરે પ્રગટ કરાવે છે. જીવનરક્ષા માટે હિંસાપ્રધાન દાકતરી ચિકિત્સાનો પ્રયોગ કરે છે. દીક્ષા આદિના હિંસામૂલક ઉત્સવે!માં ભાગ લે છે. અહિંસાના નામે પોકાર કરનારા આ મહાનુભાવાની દષ્ટિએ આ બધા સાધુ જ નથી ! નિર્વાણ શતાબ્દીની શુભ સંકલ્પમુકત જનકલ્યાણની યોજનાના વિરોધમાં અપીલ કરતાં પહેલાં તથાકથિત સાધુઓના નામેાલ્લેખ કરીને એમને ‘અસાધુ’આ ધર્માભિમાની અહિંસાપ્રેમી સજનાએ જાહેર કરવા જોઈએ. એ પછી એમણે જે કરવું હોય તે કરે. ત્યારે જ લોકોને એમની સત્યતા અને પ્રમાણિકતાનો ખ્યાલ આવશે. નહિ તે આજના લોકો એટલા ભાળા નથી કે એમને ધર્મ અને ધર્મધ્વંસના જૂના સૂત્રેાથી બુદ્ધુ બનાવી શકાય. થોડાક અનાથ લોકો સિવાય બાકીની પ્રબુદ્ધ જનતા આ બધી ચાલબાજીઆને બરાબર સમજે છે.
અહિંસાના નામે અર્થહીન સૂત્રો પોકારવાથી કંઈ વળવાનું નથી. હિંસા અને અહિંસાના મૂલગ્રાહી ધર્મને સમજવા પડશે. હિંસા થાય તો પણ કેટલીક વાર એ હિંસા ગણાતી નથી. કઈ રીતે આમ નથી થતું એ વિશે જરા શાંત મગજે ચિન્તન કરવું જોઈએ, સમજવું જોઈએ અને વિચારવું જોઈએ. હિંસા-અહિંસાનું એક સુક્ષ્મ ગણિત છે અને એ વ્યકિતગત મનોભાવ પર આધાર રાખે છે. એનું મૂળ ષમાં, ઘૃણામાં અને વેરમાં છે. અનેક કર્મ એવા છે કે જેમાં સ્થૂળરૂપે ગૃહસ્થથી જ નહિ પણ સાધુઓથી પણ હિંસા થાય છે. પણ એ વાસ્તવિક હિંસાની કક્ષામાં આવે છે કે નહિ એ તટસ્થ દષ્ટિએ જોવું અને પારખવું જોઈએ. આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું છે: ‘પ્રમત્તયોગાત્’ પ્રાણવ્યપરોપ હિંસા - રાગટું યાદિના પ્રમત્ત યોગથી થતું પ્રાણવ્યપરોપણ જ હિંસા છે, કેવળ પ્રાણવ્યપરોપણ હિંસા નથી. જરા ઊંડા ઉતરીએ તો પ્રાણવ્યપરોપણ નહિં, પણ કેવળ રાગદ્વેષાદિ રૂપ પ્રમત યોગ જ હિંસા છે. આ વિવેચન માટે આગમાના શબ્દોને ઉપર ઉપરથી જોવાથી કંઈ ખ્યાલ નહિ આવે. અહિંસા અને હિંસાની વચ્ચેના ભેદને સમજવા હશે, એને એના ખરા અર્થમાં જાણવું - સમજવું હશે તે પ્રાચીન જૈન દર્શનશાસ્ત્રોનાં ચિન્તન, મનન અને ગંભીરપણે એનું અવગાહન કરવું પડશે. જૈન ઈતિહાસની પુરાતન ગાથાઓનું મુકત મને અધ્યયન કરવું પડશે. મનોવિશ્લેષણના આધારે અંતરવૃતિઓનું મંથન કરવું પડશે. એ બધાનું અધ્યયન, ચિન્તન - મનન કર્યા વિના અહિંસાના નામે કંઈ પણ કહેવું એ પ્રલાપમાત્ર છે, બીજું ક’ઈ નહિ.
*
કોલાહલ અને ઉતાવળ વચ્ચે
મુબ્ધ થયા વિના ગતિ કરો
અને નીરવતામાં કેવી શાંતિ હશે તેનું સ્મરણ કરશે. શક્ય હોય ત્યાં સુધી સૌ સાથે સારા સંબંધ રાખા, કોઈનેય શરણે ગયા વિના
કાલાહલમાં શાંતિ *
તમારું સત્ય ઋજુતાથી અને સ્પષ્ટપણે પ્રગટ કરો, સૌની વાત સાંભળે – મંદબુદ્ધિ અને અશાનીઓની પણ; એમને પણ કંઈ કહેવાનું છે.
વાચાળ અને આક્રમક માણસાને ટાળે,
તેઓ આત્માને તંત્રસ્ત કરે છે. બીજા સાથે સરખામણી કરવાથી તમે મિથ્યાચારી અને કટુ બનશે;
કારણ, હમેશાં તમારા કરતાં મોટા અને નાના માણસા હોવાના. તમારી કર્તુત્વો તેમ જ યોજનાઓની મજા માણેા.
તમારા જીવનકાર્યમાં રસ લેવાનું ચાલુ રાખે, ભલે એ મામુલી હોય, સતત પલટાતી દેવગતિમાં એ જ સાચા પરિગ્રહ છે. રોજ-બ-રોજની પ્રવૃત્તિઓમાં સાવચેતી રાખા; કારણ, જગત નર્યા. પ્રપંચથી ભરેલું છે. પણ એથી તમને જગતમાંના જે કંઈ સદ્દગુણ હોય તે `પ્રત્યે અંધ થવાની જરૂર નથી. ઘણા માણસે ઉચ્ચ આદર્શો માટે મથે છે; અને સર્વત્ર જીવન વીરતાથી પૂર છે.
તમારામાં મસ્ત રહે. ખાસ કરીને મમતાને ડોળ કરશે નહીં, અને પ્રેમને વકતાથી ન જોત, નરી શુષ્કતા અને નિર્ભ્રાન્તિ વચ્ચે પ્રેમ તૃણસમ સનાતન છે. ભલા થઈ સમયની સલાહ સ્વીકારો.
યૌવનનાં પ્રાધનાનું ગરવાઈથી નૈવેદ્ય ધરી દો. આકસ્મિક સંકટમાં રક્ષણ મેળવવા આત્મબળને પેષો, કલ્પનાઓથી જાતને દુ:ખી ન કરો.
ઘણી ભીતિ થાક અને એકલતામાંથી ઉદ્ભવતી હોય છે. નરવી શિસ્તને અતિક્રમી જાત સાથે કોમળ બના વૃક્ષા અને તારલા જેટલાં વિશ્વનાં સંતાન છે તેટલા તમે પણ છે.
અહીં રહેવાને તમને હક છે.
૧૩૯
તમારા મનમાં આ સ્પષ્ટ હોય કે ન હોય, વિશ્વ જેટલું ઊઘડવું જોઈએ તેટલુ નિ:શંક ઊઘડી રહ્યું છે. ભગવાન સાથે સુલેહ કરી લે. એના વિશે તમારો ગમે તે ખ્યાલ હોય;
તમારા ગમે તેટલા ટ્રામ અને આકાંક્ષાઓ હાય જીવનની કોલાહલભરી સંકુલતામાં તમારા આત્મા સાથે પણ સુલેહ કરે.
બધા ડાળ, વેક અને સ્વપ્નભંગે છતાં,
આ જગત સુંદર છે.
સાવધ રહે.
સુખી થવા મથામણ કરો.
-અમેરિકાના બાલ્ટિમેટર શહેર ખાતેના પુરાણા સેન્ટ પેાલ દેવળમાંથી લખાયા સાલ : ઈ. સ. ૧૬૯૨.
[કવિતામાંથી સાભાર ]
અનુ.: કાન્તિલાલ કાલાણી
નિર્વાણ મહાત્સવ જગન્નાથના રથ છે. અને એ અહીંતહીંના કેટલાક નગણ્ય દ’ભીગ્રસ્ત અપવાદોને બાદ કરતાં યોગ્ય દિશામાં ગતિ કરી રહ્યો છે, આગળ વધી રહ્યો છે. લાક સમક્ષ અનેક ભવ્ય યોજનાઓ આવી રહી છે. એના વિશે કેટલેક ઠેકાણે કામ પણ થઈ રહ્યું છે. આશા હતી એના કરતાં વધુ લોકોના સહકાર મળી રહ્યો છે. હવે આની ગતિને કોણ રોકી શકે તેમ છે? (‘વલ્લભ સંદેશ’ માંથી ટૂંકાવીને)
ઉપાધ્યાય મરમુનન