SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૭૪ પ્રબુદ્ધ જીવન પર્યુષણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ગુરુવાર, તા૦ ૧૨ મી સપ્ટેમ્બરથી શુક્રવાર તા. ૨૦ મી સપ્ટેમ્બર સુધી તેમ નવ દિવસ ભારતીય વિદ્યાભવનમાં વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી. એકંદરે આખી વ્યાખ્યાનમાળા ઘણી જ સરસ રીતે યોજાઈ હતી. બધા જ વ્યાખ્યાતાઆએ પોતપોતાના વિષયને ઘણી સારી રીતે ન્યાય આપ્યો હતો. ભકિતસંગીત પછી રોજ બે વ્યાખ્યાના રાખવામાં આવ્યાં હતાં. બધા જ વકતાઓ સમયસર ઉપસ્થિત રહેતા, એથી આખા કાર્યક્રમ નિયત ક્રમ પ્રમાણે પાર પડયા હતા. શ્રેતાઓની હાજરી કોઈ કોઈ વખત એટલી બધી વધી જતી કે બેસવાની જગ્યા મળતી જ નહિ. યુવક સંધ દ્વારા યોજાતી વ્યાખ્યાનમાળાની આકર્ષકતા અને સફળતાનું એ નિર્દેષક છે. વ્યાખ્યાનમાળા પ્રથમ દિવસે પહેલું વ્યાખ્યાન શ્રીમતી મૃણાલિની દેસાઈનું ‘સંતશાનેશ્વર અને જ્ઞાનેશ્વરી ' એ વિષય પર હતું. શ્રીમતી ભૃણાલિની દેસાઈએ મધુર અને ભાવવાહી ભાષામાં પેાતાનું વકતવ્ય રજૂ કર્યું હતું. તેમણે જ્ઞાનેશ્વરના સમયની ધાર્મિક જડતાનો ખ્યાલ આપી, જ્ઞાનેશ્વરને થયેલા વિવિધ સામાજિક અન્યાયોના ઉલ્લેખ કર્યો હતો. જ્ઞાનેશ્વરીની પંકિતઓ, શાનદેવને કયારે અને કેવી રીતે સ્ફુરી તે પ્રસંગ વર્ણવી, તેમણે, જ્ઞાનેશ્વરે મરાઠીમાં ભગવતગીતા કેવી રસિક રીતે ઉતારી છે અને એમાં જ્ઞાન અને કવિતાના કેવા સમન્યવય થયો છે અને તેમાં કેવું તત્ત્વજ્ઞાન રહ્યું છે, તે દર્શાવ્યું હતું. પ્રથમ દિવસે બીજું વ્યાખ્યાન પ્રો. જ્વેન્દ્ર ત્રિવેદીનું ‘સંત કબીર ’ ઉપર હતું. વ્યાખ્યાતાએ કબીરના જન્મ વિષે પ્રવર્તતી દંતકથાઓના પિરચય કરાવી કબીર ઉપર નાથપંથ, સૂફીવાદ અને વૈષ્ણવભકિતસંપ્રદાયના કેવા પ્રભાવ પડયા છે તે બતાવ્યું હતું. બાહ્યાચારના આડંબરને વિરોધ કરનાર કબીર, ઈશ્વર, નિરંજન અને નિરાકાર છે એમ માને છે. કબીરની વાણીમાં યોગ અને ભકિત એ બન્નેનો સમન્વય છે એ વ્યાખ્યાતાએ કબીરની પુષ્કળ પંકિતઓ સચોટ રીતે ટાંકીને દર્શાવ્યું હતું. બીજે દિવસે પ્રથમ વ્યાખ્યાન ‘અલ્પજીવનમાંથી મહાજીવન તરફ’ એ વિષય પર શ્રી જમુભાઈ દાણીનું હતું. તેમણે વર્તમાન જીવનની અશાંતિ કેટલી પ્રવર્તે છે અને તેનાં મૂળ કેટલાં ઊંડા રહેલાં છે તે દર્શાવી, “માનવીને માયામાં બાંધનાર ઇન્દ્રિયોનો ઉપભાગ કેટલું અલ્પસુખ આપે છે તે સમજાવ્યું હતું. સ્વ-સ્વરૂપના આનંદમાં લીન થવા માટે આરાધના, સાધના અને આચાર પર તેમણે ભાર મૂકયો હતો. " તે દિવસે બીજું વ્યાખ્યાન શ્રીમતી વસુબહેન ભટ્ટનું “માતા આનંદમયી ” તે વિષય પર હતું. પાતાને માતા આનંદમયીનાં દર્શન પ્રથમ કયારૅ થયાં અને માતાથી પોતે કેવી રીતે પ્રભાવિત થયાં તે બતાવી એમણે માતા આનંદમયીના ગૃહસ્થજીવનના પરિચય કરાવી કેવા સંજોગામાં નિર્મલાસુંદરી માતા આનંદમયી બને છે તેનો ખ્યાલઆપ્યો હતો, માના બે કપડાંનો પરિગ્રહ, માની યાદશકિત, માના વાણી ઉપર સંયમ, માની સમાધિઅવસ્થામાંની પ્રાર્થના, માની મનેવૃત્તિ વગેરેનો પરિચય કરાવી અંતરશુદ્ધિ ઉપર મા કેટલા ભાર મૂકે છે તે વિવિધ પ્રસંગાનો ઉલ્લેખ કરીને સમજાવ્યું હતું. ત્રીજે દિવસે ‘ઉપનિષદે ' તે વિષય ઉપર શ્રી નર્મદાશંકર શાસ્ત્રીનું વ્યાખ્યાન હતું.“ ઉપનિષદો’માં કર્મ, ઉપાસના અને શાનના વિષયની કેવી છણાવટ કરવામાં આવી છે તે બતાવી બ્રહ્મનું સ્વરૂપ કેવું છે તે બાળક ભૃગુનીથા દ્વારા ણેમણે સમજાવ્યું હતું અને સાધના માટે તથા વાસનાઉપર વિજય મેળવવા માટે દાન, દમન, અને દયાની કેટલી આવશ્યકતા છે તે દર્શાવ્યું હતું. એ દિવસે બીજું' વ્યખ્યાન ‘અનેકાંતવાદ’વિષે પ્રા. તારાબેન શાહનું હતું. એમણે ભિન્ન ભિન્ન ઉદાહરણ આપી અનેકાંતનું (૧૨ ૧૩૭ ✩ પારિભાષિક સ્વરૂપ સમજાવી, અનેકાંતવાદ જીવનમાં સાચી રીતે ઉતારવા માટે ભગવાન મહાવીરે જેચાર શરતા કહી છે તે સમજાવી હતી અને કુટુંબથી માંડીને વિશ્વ સુધી સંવાદ અને શાંતિ સ્થાપવા માટે અનેકાંતવાદ કેવી મહત્ત્વની શકિત ધરાવે છે તેને ખ્યાલ આપ્યો હતા. ચેાથે દિવસે પ્રથમ વ્યાખ્યાન ‘ગણધરવાદ ’વિષે મારુ પેાતાનું હતું. ગણ, ગણધર અને ગણધરવાદ તે શબ્દો સમજાવી, જુદા જુદા તીર્થંકરાના ગણ અને ગણધરો વિશે માહિતી આપી. ભગવાન મહાવીર, ઈંન્દ્રભૂતિ, ગૌતમ અને બીજા દસ વેદપંડિતા સાથે જીવ, કર્મ, પાપ, પુણ્ય સ્વર્ગ, નરક, મેાક્ષ વગેરે વિષય પર શાસ્રાર્થ કરી વેદનાં જ પદા દ્વારા તેમને કેવી રીતે સમજાવે છે અને તેમનાં હ્રદય જીતી લે છે તે મેં દર્શાવ્યું હતું. તે દિવસે બીજું વ્યાખ્યાન ‘મારી વિહારયાત્રા' એ વિષય પર ફાધર વાલેસનું હતું. ફાધર વાલેસે છેલ્લાક કેટલાક મહિનાઓથી જુદે જુદે ઘરે થાડા થાડા દિવસ રહેવનો જે એક પ્રયોગ આરંભ્યો છે તેની પ્રેરણા અને અંતરસ્ફુરણા પેાતાને કેવી રીતે થઈ તે બતાવી, વિહારયાત્રામાં વિવિધ કુટુ બમાં રહેવાના પેાતાના કેવા કેવા અનુભવે થનાં જાય છે તેને ખ્યાલ આપ્યા હતા. તેમની નિખાલસ અને નિર્મળ વાણી તેમના નિખાલસ અને નિર્મળ અંત:કરણની ઘોતક હતી. વિહારયાત્રાારા ફાધર વાલેસ પેાતાના સાધુ જીવનની કેવી ઉચ્ચતાએ પહોંચ્યા છે તેની પ્રતીતિ તેમના વકતવ્યથી થતી હતી. પાંચમે દિવસે પ્રથમ વ્યાખ્યાન “મારે ગીત અનેખું એક ગાવું છે” તે વિષય પર પ્રા. હરીભાઈ કોઠારીનું હતું. એમણે વિવિધ પ્રસંગેા ટાંકીને જીવનમાં, જડતા, વિસંવાદ, દંભ વગેરે કેવાં રહેલાં છે તે બતાવી જીવનમાં સમજદારી, જાગૃતિ, ઊંડાણ વગેરે લાવવા માટે લશ્કરની શિસ્ત અને મંદિરને ભાવ એ બન્નેના સમન્વયની કેટલી આવશ્યકતા છે તે સમજાવ્યું હતું. એ દિવસે બીજું વ્યાખ્યાન ‘સંઘર્ષ અને સમન્વય' તે વિષય ઉપર આચાર્ય શ્રી યશવંત શુકલનું હતું. તેમણે અણુએ અનંતની સંખ્યામાં હાવા છતાં તેમની વચ્ચે પરસ્પર કેવી રીતે સહકાર છે તે બતાવી આખા વિશ્વમાં વ્યવસ્થા કેવી રીતે રહેલી છે તે સમજાવ્યું હતું. જગતમાં માણસને હમેશાં પરસ્પરવિરોર્બી અનુભવ થયા કરે છે. એમાંથી સંઘર્ષ કેવી રીતે જન્મે છે, સંઘર્ષની મુદ્રા કેવી રીતે બદલાય છે અને સંઘર્ષો અને એ વિરાધામાંથી સંવાદ અને સમન્વય તરફ કેવી રીતે ગતિ કરી શકાય છે તે સરસ રીતે સમજાવ્યું હતું. છઠે દિવસે પ્રથમ વ્યખ્યાન ‘સીમા વિનાનું વિશ્વ ’તે વિષય પર પ્રા. રામુભાઈ પંડિતનું હતું. વિશ્વ કેટલું નાનકડું બનતું જાય છે તથા વિશ્વની સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક, ક્ષેત્રની કેટલી પ્રગતિ થઈ છે અને કેવા પ્રશ્નો ઊભાં થતા જાય છે, તેનું આંકડા આપીને પૃથક્કરણ કરી બતાવ્યું હતું. બળતણ, તેલ,અનાજ, વધતી જતી વસ્તી, દૂષિત વાતાવરણ, કુદરતી સંપત્તિનો નાશ વગેરે વિશ્વની મેડટી સમસ્યાઓ ઉકેલવા માટે, દેશ દેશ વચ્ચે પરસ્પર સહકારની કેટલી આવશ્યકતા છે તેના પર તેમણે ભાર મૂકયા હતા. તે દિવસે બીજું વ્યાખ્યાન “ વર્તમાન પરિસ્થિતિમાં લોકશાહી” તે વિષય પર શ્રી ગેાવિંદરાવ દેશપાંડેનું હતું. બીજા વિશ્વયુદ્ધ પછીની રાજકીય પરિસ્થિતિ વિષેનું વિશ્લેષણ કરીને, રશિયા, અમેરિકા આરબ દેશ વગેરેનાં પરસ્પર સંબંધેા અને યુદ્ધની પરિસ્થિતિ અને તંગદિલીના ચિતાર આપીને, અમેરિકામાં અને ભારતમાં લોકશાહી અને લેકતંત્રની બાબતમાં કેટલે વિસંવાદ પ્રવર્તે છે તેનું તેમણે પૃથક્કરણ કરી બતાવ્યું હતું.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy