SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ મુદ્ધ જીવન પ્રકી નોંધ ✩ મિસા અને કોર્ટો દાણયારીના આરોપસર મીંસા નીચે ઘણી ધરપકડ થઈ છે તેમાંના કેટલાયને કોર્ટોએ છે!ડી દીધા છે. આ પરિણામ થેડુંક આશ્ચર્યજનક છે. મીસા ઘગે કડક કાયદે! લેખાય છે. તેમાં એવા પ્રબંધ છે કે સરકારને એમ લાગે કે કોઈ વ્યકિત દેશના રક્ષણ, વિદેશી સત્તાઓ સાથેના સંબંધો અથવ! દેશની સુરક્ષા, જીવન જરૂરિયાતના પુરવઠા જાળવવા, વિગેરેને બાધ આવે એવું કાંઈ વર્તન કરે તેમ છે, તે તેમ કરતાં રોકવા સરકાર તેની અટકાયત કરી શકે છે. ત્યાર પછી તે વ્યકિતને અટકાયતના કારણે! જણાવવા જોઈએ. તે કારણેા સામે આ વ્યકિત પેાતાનું નિવેદન આપી શકે છે. આ કાયદામાં સલાહકાર સમિતિ રચવાને પ્રબંધ છે. તેના સભ્યો હાઈકોર્ટ જજ હોય અથવા થવાને પાત્ર હોય એવી વ્યકિતએ હાવી જોઈએ. અને હાઇકોર્ટ જજ હોય અથવા થઈ ગયા હોય તેવી વ્યકિત તેના પ્રમુખપદે નિયુકત થાય, અટકાયત પછી ૩૦ દિવસમાં સરકારે સલાહકાર સમિતિને તેની જાત્રુ કરવી અને કારણ જણાવવા. સલાહકાર સમિતિ તે વિષે ઘટતી તપાસ કરી દસ દિવસમાં અટકાયત કરવાની જરૂર છે કે નહિ તે વિષે સલાહ આપે અને સરકારે આ સલાહ માન્ય રાખવી જોઈએ. જો સલાહ પડે તા આવી રીતે એક વરસ સુધી અટકાયતમાં રાખી શકાય. દાણચેરીને આ કાયદે લાગુ પડતા ન હતા. તેમાં સુધારા કટી લાગુ કર્યો. એટલે ફેર કે દાણચેરી માટે પકડાયેલ વ્યકિતને એક વરસ સુધી અટકાયતમાં રાખવા સલાહકાર સમિતિના અભિપ્રાયની જરૂર ન રહે, પશુ નવ મહિનાની અંદર સલાહકાર સમિતિને જાણ કરવી જોઈએ અને એક વરસથી વધારે અટકાયત કરવી હોય તે! સલાહકાર સમિતિને! અભિપ્રાય હાય. તે જ થઈ શકે અને તેવા અભિપ્રાય મળે તે બે વરસ અટકાયત રાખી શકે. આ કાયદાની ભૂમિકાએ છેકે, આવા અટકાયતી સામે કોર્ટમાં સામાન્ય ધારા મુજબ ગુન્હો પુરવાર થઈ શકે એવા પુરાવા નથી પણ સરકારની માહિતી મુજબ સરકારને ગુનાની ખાતરી છે અને એવ! ગુન્હાઓ રોકવા આ વ્યકિતની અટકાયતની જરૂર છે. પણ તેને દુરૂપયોગ ન થાય તે માટે હાઈકોર્ટ જજની કોટિની વ્યકિતબેની સલાહકાર સમિતિની સલાહ લેવી અને તે મુજબ વર્તવું ફરજિયાત છે. કોર્ટમાં કેસ ચલાવવાનો કોઈ પ્રશ્ન નથી. સલાહકાર સમિતિ ઘટતી તપાસ કરી સલાહ આપે. થૂકિતની સ્વતંત્રતા ઘણી કીંમની વસ્તુ છે. તેનું પૂરું જતન કરવાની ફરજ છે. પણ એવા ગુન્હાએ! હાય કે જે સામાન્ય કાયદા મુજબ કોર્ટમાં પુરવાર ન થઈ શકે છતાં એ ગુન્હા એટલે! ગંભીર હાય કે એવી વ્યકિતને સ્વતંત્ર રહેવા દેવી સમાજહિતમાં નથી. તે માટે, કેટલી; સમની! પ્રબંધ સાથે આ કાયદે સરકારને સત્તા આપે છે. કોએ અટકાયતીબેને છેાડી મૂકયા તેમાં કાયદે નિબંધારણીય છે એમ નથી ઠરાવ્યું, પણ અટકાયતના જે કારણે આપ્યા છે તે અસ્પષ્ટ છે. ( vage without particulars ) અને તેમાં જણાવેલ બનાવે કે હકીકતે જૂની – ભૂતકાળની (stale) છે અને નજીકના સમયની નથી; તેથી એ હકીકત સાચી હોય તે પણ તે વ્યકિત એવું વર્તન ચાલુ રાખશે તેમ માનવાને કારણ નથી, એવી દલીલને આધારે છેાડી મૂકયા છે. મીકાના કાયદાની મૂળભૂમિકા જોતાં આ ચૂકાદો કાંઈક આશ્ચર્યજતક છે. બધી વિગતે સહિત પુરાવાએ! હેય તે મીસાના કાયદાને ઉપયોગ કરવાની જરૂર નથી. આ કાયદાના દુરુપયોગ થવાના પૂરો તા. ૧૬-૧૧-૭૪ ☆ સંભવ છે એ હકીકત હાવા છતાં દાણચારીનું અનિષ્ટ અને તેની જાળ એટલી વ્યાપક અને ભયંકર છે કે સરકારને આ કાયદાને ઉપયોગ કરવા પડયા. સામાન્ય રીતે ન્યાય મળતા બહુ વખત લાગે છે. પણ આ કિસ્સાઓમાં તે તત્કાળ ચૂકાદાએ મળ્યા છે. અલબત્ત ન્યાય ઝડપથી મળે તે આવકારપાત્ર છે. અત્યારે તે હાઈકોર્ટના આ ચૂકાદાએ સ્વીકારવા રહ્યા. સરકારને બીજો કોઈક ઉપાય કરવેા જ પડશે. તે વિષે ગંભીર વિચારણા ચાલે છે એમ જાહેર થયું છે. આ લખ્યા પછી, રાષ્ટ્રપતિએ બંધારણની કલમ ૩૫૯ નીચે હુકમ બહાર પાડી અટકાયતીઓના કોર્ટમાં દાદ માગવાના અધિકાર ઉપર અંકુશ મૂકયો છે. આ ઘણુ કડક અને જોખમી પગ છે, છતાં કદાચ અનિવાર્ય છે. તેની મુદત છ મહિનાની જ છે. આગામી ચૂંટણીએ ગુજરાતમાં ચૂંટણી ચાર મહિના પછી થશે એમ જણાય છે. બીજા કેટલાક રાજ્યોમાં અને લેાકસભાની ચૂંટણી ૧૯૭૬ ના ફેબ્રુઆરી - માર્ચમાં થશે. ગુજરાતમાં લાયક ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી થાય તે માટે શ્રી ઉમાશંકર જોષી, શ્રી ઈશ્વર પેટલીકર, શ્રી ભગીલાલ ગાંધી વિગેરે ભાઈઓએ પ્રચારકાર્ય શરૂ કર્યું છે તે આવકારપાત્ર છે. બિહારમાં ૪થી નવેમ્બરના મારચા અને ઘેરાવ પછી શ્રી જયપ્રકાશ નારાયણે જાહેર કર્યું છે કે, બિહાર વિધાનસભા અને મંત્રીમંડળનું વિસર્જન કરાવવાની તેમને ઉતાવળ નથી. ચૂંટણીમાં લડી લેશે. તે સાથે આંદોલન ચાલુ રાખવાની 'જાહેરાત કરી છે. બીજી નવેમ્બરે વડાપ્રધાન અને શ્રી જયપ્રકાશ નારાયણની મુલાકાત થઇ, પણ બન્ને પેાતાના વલણમાં મક્કમ રહ્યા. આ મુલાકાત ઉતાવળમાં ગેઠવાઈ કે તેને માટે કાંઈ ભૂમિકા તૈયાર કરવામાં આવી હતી તે જણાયું નથી. ૪ થી નવેમ્બરના મેારચા અને ઘેરાવમાં સરકારે બદ બળને ઉપયાગ કરી તેને નિષ્ફળ બનાવવા પ્રયત્ન કર્યાં. સેા અને ટ્રેનો ટકાવી અને પટણાને લગભગ ઘેર ઘાલ્યા. છતાં એમ કહેવું જોઈએ કે બન્ને પક્ષે સંયમથી કામ થયું. શ્રી. જ્યપ્રકાશના વલણમાં કાંઈ ફેર પડયા છે કે નહિ તે કહેવું મુશ્કેલ છે. ૨૫ - ૨૬ નવેમ્બરે દિલ્હીમાં વિરોધ પક્ષાની સભા બોલાવી છે. કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ આ આંદોલનનો સામનો કરવા મક્કમ જણાય છે. ગાંધીજી પછી આવું મારું જનઆંદોલન જયપ્રકાશ નારાયણ જ કરી શકે. લોકોના અસંતોષના કારણે। દૂર કરવાના પ્રયત્ન નહિ થાય તે આંદાલન બળથી દબાવી દેવાથી અસંતોષ વધશે જ. આ સંઘર્ષ પ્રજાના હિતમાં નથી એ જાણતા છતાં લોકો અસહાય કેનિરૂપાય થઈ વર્તમાન પરિસ્થિતિ નિભાવી લે તેવી આશા રાખવી વ્યર્થ છે. જયપ્રકાશ પણ એમ માનતા થયા લાગે છે કે, આંદોલન ચાલુ રાખવું હોય તે પણ લાંબા સમય ચાલશે અને તાત્કાલિક પરિણામની આશા ન રખાય. ચૂંટણીમાં લડી લઈશું એવું તેમણે કહ્યું તે વ્યાજબી છે અને તેને માટેની તૈયારી અત્યારથી થાય તે આવકારદાયક થશે. ઘણુ કરવાનું રહે છે, બંધ, મેમરચા, ઘેરાવ વિગેરેની મર્યાદા હોય છે. અમદાવાદમાં વડા પ્રધાનની મુલાકાત ઉપર શ્રી. રવિશંકર મહારાજના આશીર્વાદથી બંધની હાકલ આપવામાં આવી પણ કાંઈ સાથ ન મળ્યો. ગુજરાતમાં શ્રી ઉમાશંકર જોષી વિગેરે ભાઈઓએ રચનાત્મક વલણ લીધું છે તેને જોર આપવું જોઈએ. પાંચ દસ સારા માણસે મેકલીયે તેથી તે લેવે ન જોઈએ. વિધાનસભાનું સ્વરૂપ બદલાવું જોઈએ. ૧૧-૧૧-૭૪ ચીમનલાલ ચકુભાઈ “નવુ વર્ષ તા કહેવાશે ! !” શનિવાર તા. ૩૦-૧૧-૭૪ના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ટ્રાયે, શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે ‘નવું વર્ષ તા કહેવાશે!” એ વિષય ઉપર શ્રી હરિભાઈ કોઠારીનું નૂતન વર્ષનું જાહેર મંગળ પ્રવચન યોજવામાં આવ્યું છે.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy