SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્રશુદ્ધ જીવન તા. ૧-૧૧-૭૪ આ યજ્ઞ આરંભ કરેલે એમાં ભેગ તો મારા અંદરના વિકારેને આપ્યો છે. અંદરના વિકારે બાળી નાખ્યા છે. વેરની આહુતિ આપી છે. શાનદેવે આ વખતે કયાંય સંસાર વિશે એકેય કડવા શબ્દ કહ્યો નથી. જે જે મંગળ છે, શુભ છે, બસ, એનું જ વર્ણન કર્યું છે અને એમાં ભારોભાર તત્ત્વજ્ઞાન ભર્યું છે. - જ્ઞાનદેવ સજજનેને સહવાસ માગે છે. ચંદ્રમાને લાંછન ન હોય એવા કલ્પવૃક્ષનાં અરયે વધતાં જાય છે, રત્નચિંતામણિને શોધવા જવી ન પડે, ત્યાં સજજન હોય એવા સજજનોના સહવાસની શાનદેવ માગણી કરે છે. મનનું વાંકાપણું, દુષ્ટપણું નાશ પામો, આ જગત શાંત થાય અને સર્વત્ર શાંતિ થાય એવું એ માગે છે. પછી શાનેશ્વરીનું ગાન કરતા શાનદેવ ભારત ભ્રમણકરે છે. બ્રાહ્મણના અહંકારનાં પડળે ખસી જાય છે. અનેક પ્રકારના લોકો એમના મેળામાં આવતી જાય છે, જાણે કે ભકિતને વેલો જ ઊગી ન નીકળ્યો હોય. ફરતા ફરતા એ પંઢરી આવે છે. નદીને પેલે પાર એક કાગડે છે. એ મને કશુંક શકુન કહે છે: “તું હવે ઊડી જા, હવે જ્ઞાનદેવ, તારું કામ પૂરું થયું છે.' શાનદેવ કંઈ કેટલાય લોકોના ગુરુ જ માત્ર નહીં, ગુરુમહૂિલિ થયા છે. નખથી શિખ સુધી જ્ઞાનદેવ મા બની ગયા છે. સમાજ એમને છોડવા તૈયાર નથી. શાનદેવ નિવૃત્તિનાથને પગે પડી કહે છે કે હવે મને રજા આપે અને બધાં આનંદી આવ્યાં. સેનપીપળ પાસે એમનો જન્મસંભવ થયું હતું ત્યાં ત્રણ દિવસ સુધી ભજનકીર્તન કર્યા. અને પછી એક ગુફામાં નિવૃત્તિનાથ એક હાથ ઝાલીને જ્ઞાનદેવને સમાધિ માટે લઈ જાય છે. જાણકારે કહે છે કે એમને બીજો હાથ પંઢરીથી આવેલ વિઠોબાએ પકડે હતા. શનિદેવે ગુફામાં સમાધિ લીધી. ગુફામાંથી એમકારનો મંત્ર સર્વત્ર પ્રસરી ગયો. એ વાતને પાંચ વર્ષ થયાં પછી પૈઠણમાં એકનાથને સ્વપ્ન આવ્યું કે પીપળાનું મૂળિયું વીંટાઈ ગયું છે. એકનાથને સમજાયું. જ્ઞાનેશ્વરીના પાઠ વિસરાઈ રહ્યા હતા. એકનાથે એના શુદ્ધ પાઠ કર્યા. એની આમ જાગૃતિ થતી રહી. એમણે જ્ઞાનેશ્વરીના બધા અંકે એકત્ર કર્યા અને કામ આગળ ચલાવ્યું. આનંદીમાં પથ્થરની ચાખડીઓ છે. પંઢરપુરમાં અષાઢી એકાદશીએ આજે સવા લાખ ઉપરાંત લોકો ત્યાં જાય છે. વારિકરીએને લેકે પગે લાગે છે. એમનું સૌ સ્વાગત કરે છે. આ વારકરીઓ દૂરદૂરથી પૈદલ આવે છે અને નિયમ પાળવાના શપથ લે છે. અષાઢી એકાદશીએ ભકતે ત્યાં નાચતા હોય, મસ્ત અંધારું ય હોય ત્યારે મંદિરમાંના વિઠ્ઠલ બહાર આવીને નાચી લે છે અને પછી પેઢી જાય છે. આવું કહેવાય છે એમાં કંઈક સત્ય પણ હશે ને? મૃણાલિની દેસાઈ - વાણીને સંયમ કોઈ શું કરે છે યા નથી કરતું એની વાત કરવી એ બટું છે. આવી વાતોને સાંભળવી એ ખોટું છે. આવી વાત સાચી છે કે નહિ એની તપાસ કરવી એ ખેટું છે. આ આખી યે વસ્તુ પિતાનો સમય બગાડવા માટેની ને પિતાની ચેતનાને નીચી કરવાની બહુ જ ખરાબ રીત છે. ' ' ' : શ્રી માતાજી “પ્રબુદ્ધ જીવન”ની પત્રચર્ચા સ્વેચ્છાએ નિવૃત્તિ મુરબ્બી શ્રી ચીમનભાઇ, તા. ૧ ઍકટોબરના “પ્ર. જીવનમાં ‘સ્વરછાએ નિવૃત્તિ’ એ લેખ વાંચીને ઘણો જ આનંદ થયો. આ વિચાર ભારતના રાજકારણક્ષેત્રે પણ આકાર લે તે માટે ૧૯૫૮માં શ્રી જયપ્રકાશ નારાયણે સ્વ. શ્રી જવાહરલાલ નહેરુને પત્ર લખેલે કે શ્રી નહેરુએ વડા પ્રધાનપદનો ત્યાગ કરીને સંસ્થાના કામમાં સમય આપવો. એ પત્રવ્યવહાર વખતે હું શ્રી જયપ્રકાશજી સાથે કામ કરતા હતા. શ્રી નહેરુએ તે વખતના બધા જ રાજ્યના પં પ્રધાનને પોતાની નિવૃત્તિ માટેની ઈચ્છા પ્રગટ કરેલી અને બધાના વિચારો જાણવા માંગેલા. એટલે તરત જ ચારે તરફથી ‘તમે નિવૃત્ત ન થાવ - દેશને આ ક્ષણે તમારી અત્યંત જરૂરત છે એવી બધાની ઈરછાએ જાહેર રીતે કેંગ્રેસ અધિવેશન સમયે પ્રગટ થયેલી. પછી ૧૦ વર્ષની નિવૃત્તિને સવાલ આવ્યો, પરંતુ કોઈ પણ નેતાએ સ્વેચ્છાએ એમ ન કહ્યું કે, “૧૦ વર્ષથી સત્તા પર છીએ તો હવે નિવૃત્ત થઈએ, કોણ જાણે કેમ પણ ભારતના ઈનિgીસના અગત્યના સમયે એક સારા અને અપનાવો જેવા વિચારને, ભારતીય સંસ્કૃતિવાળી ધરતીમાં જ, કોઈએ ન અપનાવ્યો. સત્તાનું ક્ષેત્રમાં ૧૦ વર્ષ નહીં, પરંતુ ૧૫ અને ૨૦ - ૨૦ વર્ષથી જેઓએ પિતાની જાતને સ્થાપી દીધી છે તે લોકશાહીની ક્રુર મશ્કરી જ કરી રહ્યા છે તેમ લાગે છે. સેવાના ક્ષેત્રમાં પણ આવું જ છે. ગુજરાતના ભયાનક દુષ્કાળમાં પણ જૂના જ લેકે બધાં જ સ્થાન પર બેસીને દુષ્કાળનિવારણનું કામ કરવા માગે છે, અને નવી કોઈ જ લોકોને ઉપયોગ જ કરવા માગતા નથી. શ્રી રવિશંકર મહારાજ પણ તેમાં અપવાદ નથી. * આ લેખ ઉપર વાચકોના વિચારો પ્રગટ કરે એમ ઈરછું. સૂર્યકાન્ત પરીખ નૈતિકતા માટે પારિતોષિક મંત્રીશ્રી, “પ્રબુદ્ધ જીવન, ગુજરાતના રાજકારણમાં વિદ્યાર્થીઓએ જે ઈતિહાસ રચ્યો એવો જ સારો કે ખરાબ ઈતિહાસ હવે બિહારમાં રચાશે. રાજકારણમાં ભ્રષ્ટાચાર ન હોય એવું સૌ કોઈ ઈચ્છે છે, પરંતુ રાજકારણ સિવાયનાં ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને અનૈતિકતા કયાં ઓછાં છે? આજે ગુજરાતમાં વિદ્યાર્થીઓએ જે આંદોલન કર્યું અને પરિણામે રાષ્ટ્રપતિ શાસન આવ્યું. એ પરિણામ સુભગ ગણાય ખરું? આટલા સમય પછી પણ નિ:સ્વાર્થ – સેવાપરાયણી અને પ્રામાણિક ભાવિ નેતાઓનાં નામે બહાર આવ્યાં ખરાં? જનતાની નાડ પારખનારા અને જનતાએ ચૂંટી કાઢેલા એવા પ્રતિનિધિઓ ભવિષ્યને માટે દેખાય છે ખરા? પ્રામાણિક પ્રતિનિધિનું પ્રમાણપત્ર શું અને એ કોણ આપશે? આ સિવાય નવનિર્માણ આંદોલનનાં ચીર આગેવાનો-સર્વશી મનીષી જાની, મુકેશ પટેલ, અશોક ઢબુવાલા અને કુ. સેનલ દેસાઈને આ વર્ષનાં છોટુભાઈ પુરાણી પારિતોષિકે આપવામાં આવ્યાં છે. એમ કહેવાય છે કે લેકજીવનનાં નૈતિક મૂલ્યોની રખેવાળી માટે આ ચાર જણને પારિતોષિક આપવાનું ઠરાવાયું છે. પ્રશ્ન થાય છે કે ગુજરાતમાં જે આંદોલન ભ્રષ્ટાચાર સામે થયું, મેઘવારી સામે થયું, એમાં અનેકના જાનમાલને હાનિ પહોંચી છે, એટલું જ નહિ, વિદ્યાર્થીઓએ કૅલેજો અને યુનિવર્સિટીએને પણ ભયંકર નુકસાન પહોંચાડયું છે, પરીક્ષા અંગે એમનું ચલણ રહ્યું છે અને પરિણામે શિ, ણ અને કેળવણીની જાણે મશ્કરી જ થઈ છે. તે, આ શું લોકજીવનનાં નૈતિક મૂલ્યોની રખેવાળી કહેવાય? આપનો અભિપ્રાય આ પારિતોષિક રાંદર્ભમાં મળે ખરો? આંદોલનના આગેવાને નૈતિકતીની પારિતોષિકની ' અધિકારી કહેવાય ખરા? ચીમનલાલ જે. શાહ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy