SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૭૪ પ્રબુદ્ધ જીવન ૧૨૭ આધ્યાત્મિકતા - દષ્ટિએ ઊંચ-નીચની ભાવના રહેલી છે. આ પ્રકારની વિકૃતિએની યાદી ઘણી લાંબી થઈ શકે તેમ છે. હકીકત એ છે કે ભગવાન મહાવીરને કેવલ્યજ્ઞાન થયું એ પહેલાં આપણો દેશ જેવી સામાજિક અને આર્થિક વિષમતાની સ્થિતિમાં હતો એથી યે ખરાબ સ્થિતિ અત્યારે આપણે એની કરી દીધી છે–એ પણ પાછું ધાર્મિકતાના બહાને કે ધાર્મિકતાના નામે કરવામાં આવ્યું છે. આ ધાર્મિક દંભને આપણે મૂળ સાચો ધર્મ માની લીધું છે અને રૂઢિએને ધર્મનું નામ આપીને ધાર્મિક હોવાને દાવો કરી રહ્યા છીએ. જૈન સમાજના સમસ્ત સંપ્રદાય - ઉપસંપ્રદાયમાં ‘ણમુકકાર, મંત્ર’ (નમસ્કાર મંત્ર)ને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે અને એના પ્રત્યે પૂજ્યભાવ રાખવામાં આવે છે. એના અંતિમ પદ ‘ણમેલોએ સવ્વ સાહૂણેમાં આપણા પૂજ્ય ગણધરેએ જે ઉદારતાને સમાવેશ કર્યો છે એ દષ્ટિએ તે જૈન સમાજ પાસે એવી અપેક્ષા રાખવી અનુચિત ન ગણાય કે એ એક અત્યંત ઉદાર તથા સમસ્ત વિશ્વને ઉજાળનાર બની રહે. આ જ કારણે જૈન ધર્મ વિશ્વધર્મ બની શકે તેમ છે, પણ એ સત્ય સિદ્ધ થઈ શકયું નથી એને ખેદ સાથે સ્વીકાર કરવો પડે છે. આપણા પૂજ્ય ગણધરોએ પંદર પ્રકારે સિદ્ધિ મળી શકે એમ કહ્યું છે–પછી એ તીર્થ (જૈન સંઘ) હોય કે અન્ય તીર્થોને હોય, એ ગૃહસ્થ હોય કે સાધુ હોય, ગમે તે હોય. આ બધાને મુકિત મળી શકે છે. એમાં શરત માત્ર એટલી જ કે એ શુદ્ધાત્મા હવે જોઈએ તથા એણે કર્મમળને હઠાવીને શુદ્ધાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું હોવું જોઈએ. ભેદવિજ્ઞાન દ્વારા સ્વપરનું રહસ્ય જાણીને પિતાના નિજી સ્વરૂપમાં એ રમણ કરતે હોય અથવા તો બીજા શબ્દોમાં કહીએ તે મહાન આત્મા પેતાના (એથી ઊલટું જિન) સ્વરૂપમાં સ્થિર થઈ ગયું હોય. એ મુકિતગામી હોઈ શકે છે. એથી ઊલટું એક સંપ્રદાયના સાધુને બીજા સંપ્રદાયના સાધુ હૃદયપૂર્વક સાધક માનતા નથી, કેટલીક વાર એને અસંયમી માને છે. તાત્પર્ય એ છે કે આજે જૈન સમાજની એક વ્યકિત (પછી તે સાધુ હોય કે ગૃહસ્થ) એટલી બધી વિકૃતિએને શિકાર બની છે કે જેને લીધે એને ગુણ, કર્મ અનુસાર જેન કહેવામાં સંકોચ થાય છે. આ કારણે મારે એવો દઢ વિશ્વાસ છે કે જે આજે ભગવાન મહાવીર આ વિશ્વમાં હેત અને ૨૫૦૦ વર્ષ પહેલાં એમણે આપેલ ઉપદેશ આપત તે આપણે એમને મહાવીર તરીકે સ્વીકારત નહિ અથવા તે આપણે એમના અનુયાયી છીએ એ હકીકતને ઈનકાર કરત. બંને રીતે પરિણામ એક જ આવ્યું હોત. એટલે ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવના શુભ પ્રસંગે જૈન સમાજ કે ઐતિહાસિક ઉદાર નિર્ણય કરીને પોતાનું સાર્વભૌમત્વ સિદ્ધ કરી શકે તે એ ભગવાન મહાવીરનાં ચરણોમાં પવિત્ર શ્રદ્ધાંજલિરૂપ બનશે. સૌભાગ્યમલજી જૈન સંધ સમાચાર - સંઘના આજીવન સભ્યો કે ગતાંકમાં સંધના આજીવન સભ્યો ૩૬૫ થયાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ૧૦ નવાં પ્રવેશપત્રો અમને મળ્યાં છે, એટલે આજીવન સભ્યોની સંખ્યા ૩૭૫ની થાય છે. આપણી લક્ષ્યાંકને પહોંચવામાં હજુ ૧૨૫ ની સંખ્યા ખૂટે છે. દરેક સભ્ય એક એક આજીવન સભ્ય મેળવી આપે એવી આથી વિનતિ કરવામાં આવે છે. કાર્યવાહક સમિતિ રાંધની કાર્યવાહક સમિતિમાં શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરીને સમિતિના સભ્ય તરીકે ઉમેરો કરવામાં આવ્યા છે. ચીમનલાલ જે. શાહ * કે. પી. શાહ' મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ આધ્યાત્મિક શબ્દ બહુ વપરાય છે. આધ્યાત્મિકતાને નામે યેગ, ધ્યાન, ભકિત વગેરે ઘણા પગે ચાલે છે. વ્યાખ્યાને, શિબિરે વગેરે પણ થાય છે. લોકોમાં તેની ઉત્કંઠા છે. પશ્ચિમમાં આ માટે ગુરુએાને રાફડો ફાટયે છે. કેટલાકે સારી જમાવટ કરી છે. મણિસનું જીવન વર્તમાનમાં બહુ વ્યસ્ત છે. તેમાંથી સુખ અને શાન્તિને કોઈ માર્ગ મળતી હોય તો તેને માટે દેડાડી કરે છે. આપણે ત્યાં પણ કેટલીક કુશળ વ્યકિતઓએ ઘણા લોકોને આકર્ષી છે. આધ્યાત્મનું નામ પડે એટલે લોકો દોડે છે. પ્રવચન સાંભળવાનું લગભગ વ્યસન થઈ જાય તેવું લાગે. ભાગવત કથાએ હોય, ગીતાનાં પ્રવચનો હોય, શંકરાચાર્યના કોઈ ગ્રથ ઉપર વ્યાખ્યાનો હોય, આધ્યાન્મનું નામ આવે એટલે આકર્ષણ થાય. એમ લાગે કે તેનું ઘેન ચડે છે. કદાચ બીજું કાંઈ ન કરવુ હોય તે તેને માટે આત્મસંતોષ લેવાને આ એક માર્ગ હશે. ભારતીય સંસ્કૃતિ કે જૈન સંસ્કૃતિનું નામ લેવું, આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યના પ્રચારનું કહેવું અને લોકો એકર્યાશે. એ પણ દેખાશે કે આમાં દેખીતી રીતે પ્રમાણમાં સુખી, ખાસ કરી પૈસેટકે, એવા માણસે વધારે જોડાય છે. સંસ્કારી કહીએ, Sophisticated, એવો એક વર્ગ આવી આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા તત્પર થયેલ છે. આ વર્ગને દેહકષ્ટ પડે કે સામાજિક સેવાનાં કામાં જોડાવું પડે તેના કરતાં સરળતાથી આધ્યાત્મિકતા મળતી હોય તે વધારે આકર્ષણ છે. કાંઈ ત્યાગ કર્યા વિના આધ્યાત્મિકતાને મા બતાવનાર વ્યકિતઓ આવા વર્ગને વધારે આવકારપાત્ર થઈ પડે છે. આધ્યાત્મિકતા શું છે? અનુભવી અને હાની પુર એ કહ્યું છે કે અાત્મા પોતે પોતાને શત્રુ છે અને મિત્ર છે. બહારનાં કારણે તેના સુખદુ:ખનાં નિમિત્ત બને છે. પણ મોટે ભાગે માણસ પોતાની પ્રકૃતિથી સુખ-દુ:ખ પ્રાપ્ત કરે છે અને બીજાને સુખી અથવા દુ:ખી કરે છે. આ પ્રકૃતિ એટલે વ્યકિતના રોગ અને દ્વેષ, તેના કપાયે, કામના અને વાસના. આ કથા મુખ્યત્વે છે, કામ, ક્રોધ, મદ, મેહ અને લાભ. તે અયિ પ્રબળ હોય છે. મનુષ્યની અનિચ્છા છતાં તેને ખેંચી જાય છે. પરિગ્રહ રાતે ઈન્દ્રિય સુખોપભેગની લાલસા માણસના મનને વિષુબ્ધ અને ચંગાળ બનાવે છે, તેની બુદ્ધિને ભ્રમિત કરે છે. આધ્યાત્મિકતા એટલે રાગ-દ્વેષ એપછા કરવા, વાસનાઓ ઉપર અંકુશ રાખ, કાબૂ મેળવવા. આટલું થાય તે ચિત્તાની અને બુદ્ધિની સ્થિરતા થાય. ધ્યાન, યોગ કે ભકિત તેમાં સહાયભૂત થાય, પણ યમનિયમનું પાલન અને સંયમ ન હોય, પરિગ્રહમેહિ અને સુખેપભેગની અભિલાષા ઓછાં ન થાય તો આવાં ધ્યાન, યોગ, તપ કે ભકિત સફળ થતાં નથી. વ્યાખ્યાને, પ્રવચને, વાચન માર્ગદર્શક થાય છે, પણ અચિરણ ન હોય તે મિથ્યા છે. આ સાધના કઠિન છે. સતત હોવી જોઈએ. આત્મસંતેલ લઈએ એટલી સહેલી નથી. તેમાં ત્યાગ અને વૈરાગ્યભાવ અનિવાર્ય છે. સુખશીલ -- અને સુંવાળા જીવનને અ• ફળ નથી. દેહની આળપંપાળ ઓછી ન થાય તે આધ્યાત્મિક ગુણનો વિકાસ થતો નથી. , સ્વાર્થભાવ ઘટવો જોઈએ. માણસ માટે : ભાગે Selfcentred-સ્વલક્ષી–છે. બીજાનાં સુખ-:ખની .. પરવા કરતા નથી. આવો સ્વાભાવ ઓછો કરવાને સરળ માર્ગ કાંઈક સેવાનું કાર્ય કરવું, બીજાનાં સુખદુ:ખના સાથી બનવું, અહંભાવ ઘટીવી સાચી નમ્રતા કેળવવી.' - આધ્યાત્મિકતાને નામે અત્યારે જે ચાલી રહ્યું છે તે ભ્રમ‘જાળ છે, તેમાં સાચી સાધના નથી. - ' ચીમનલાલ ચકુભાઈ (ઋતંભરા વિશ્વવિદ્યાપીઠના સુવૅનીરમાંથી સાભાર).
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy