________________
તા. ૧-૧૧-૭૪.
શરૂ કર્યો છે. સમાન્તર સરકાર કઈ બને નહિ અને ચાલે નહિ તે જયપ્રકાશ સારી રીતે સમજે છે. પણ અરાજકતા ઊભી કરી શકાય. કોંગ્રેસ અને સામ્યવાદીએ પ્રતિઆંદોલનને માગે રહેશે તે તેાફાનો થવાનો સંભવ વધારે છે. આવા પ્રતિઆંદેલનને સફળ કરવું હાય બિહાર કોંગ્રેસમાં ઘણી સાફસૂફી કરવી પડે. તે માટે કોંગ્રેસની તૈયારી કે શકિત હાય તેમ અત્યારે જણાનું નથી. તે બિહાર ધારાસભા અને મંત્રીમંડળનું વિસર્જન કરવું પ્રજાના હિતમાં વધારે લેખાશે. બિહારના આંદોલનનું કારણ જતાં તે ઠંડું પડશે. બીજાં રાજપામાં આંદોલન શરૂ થાય તે પહેલાં કૉંગ્રેસે પેાતાનું ઘર સાફ કરી, સાવચેતીનાં પગલાં લેવાં વધારે યાગ્ય થશે.
ચૂંટણીખર્ચ
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક ચુકાદો આપ્યો છે કે કોઈ રાજકીય પક્ષા કે બીજી વ્યકિત, કોઈ ઉમેદવાર માટે ચૂંટણીમાં ખર્ચ કરે તે તેનું ખર્ચ ઉમેદવારે કરેલ લેખાય અને તેમ થતાં, ખર્ચની મર્યાદાનું ઉલ્લંધન થાય તે તેવી ચૂંટણી રદ ગણાય. પ્રજાકીય પ્રતિનિધિત્વ ધારો--પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એકટ-ની ક્લમના સુપ્રીમ કોર્ટે કરેલ આ આર્થ નવા છે. આ ક્લમ વર્ષોથી છે અને રાજકીય પક્ષ કે બીજી વ્યકિતએ કરેલ ખર્ચને ઉમેદવારના ખર્ચ તરીકે આજ સુધી લેખવામાં આવ્યું નથી. આ અર્થઘટન સાચું ગણીએ અથવા કાય દાના ભાવને અનુરૂપ છે એમ ગણીએ તે પણ પહેલી વખત આવું અર્થઘટન થયું છે. આવું હોવું જોઈએ એમ માનીએ તો કાયદાને વધારે સ્પષ્ટ કરવા જોઈએ, જેથી ઉમેદવાર પેાતાની પરિસ્થિતિ બરાબર સમજે અને તે પ્રમાણે વર્તે. છેલ્લી ચૂંટણીઓ થઈ તે અત્યાર સુધી કાયદાનું જે અર્થઘટન થયું છે તેના આધારે થઈ છે. નવું ધારણ સ્વીકારવું હોય તે તે બાબત વિચાર કરી કાયદામાં ફેરફાર કરવા વધારે યોગ્ય ગણાય અને તેનું નવું ધેારણ હવે પછી થતી ચૂંટણીઓને લાગુ પાડી શકાય. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા
પછી સરકારને તુરત વટહુકમ બહાર પાડી સ્પષ્ટતા કરવી પડી કે રાજકીય પક્ષાએ કે બીજી કોઈ વ્યકિતએ ઉમેદવાર માટે કરેલ ખર્ચ ઉમેદવારના ખર્ચમાં લેખાશે નહિ. આ વટહુકમની ટીકા થઈ છે. સરકારની દાનત બૂરી છે અને સુપ્રીમ કોર્ટના અનાદર કર્યો છે એવા આક્ષેપ। થયા છે. હકીકતમાં તેમ નથી. કાયદાના આ જ મુદ્દા ઉપર ચૂંટણીઓને પડકારતી ૧૮૦ અરજીો! કોર્ટો સમક્ષ અત્યારે પડી છે. બધા પક્ષના ઉમેદવારો અંગે છે, જો કે શાસક પક્ષના ઉમેદવારો તેમાં વધારે હશે. આ ચુકાદો વરિષ્ઠ કોર્ટનો હાઈ, આ બધી ચૂંટણીઓ રદ થાય. તેમ થાય તો જે માન્યતા ઉપર ચૂંટણીઓ લડવામાં આવી હતી તેના આધાર ન રહેતાં ઉમેદવારોને અન્યાય થાય, તે માટે સરકારને આ વટહુકમ બહાર પાડવા પડયા છે. ભવિષ્યમાં શું ધારણ સ્વીકારવું તે પ્રશ્ન અલગ છે. વર્તમાન કાયદો ઘડવામાં સંસદના ભાવ શેા હતા અને આજ સુધી તેનો અર્થ કેવી રીતે કરવામાં આવ્યા તે વાત લક્ષમાં લઈ યથાવત સ્થિતિ જાળવી રાખવા
આ વટહુકમ બહાર પાડવા પડયા છે. કેટલીય વખત એવું બને છે કે કોર્ટો કાયદાના એક અર્થ કરે તે કાં ! બરાબર ન હોય અથવા કાયન દાની અસ્પષ્ટતાને કારણે સંસદ કે ધારાસભાના ભાવથી વિપરીત અર્થ થઈ જાય, ત્યારે સ્પષ્ટતા કરવી પડે.
સરકારે હવે જાહેર કર્યું છે કે સર્વપક્ષીય પરિષદ સરકાર બાલાવવા ઈચ્છે છે અને ચૂંટણી ધારાઓમાં અને ચૂંટણીખર્ચ સંબંધ શું ફેરફારો કરવા તે વિચારવામાં આવશે. એ સુવિદિત હકીકત છે કે દરેક ઉમેદવાર અને રાજકીય પક્ષ, કાયદાએ બાંધેલ મર્યાદા કરતાં ઘણા વધારે ખર્ચ કરે છે. બધા રાજકીય પક્ષ આ મર્યાદા વધારવા
વન
૧૨૫
માગણી કરે છે. ચૂંટણીના મોટા ખરચા ભ્રષ્ટાચારનું કારણ બને છે. બધા રાજકીય પક્ષાને આ હકીકત લાગુ પડે છે, શાસક પાને વધારે, પછી તે કોઈ પણ પક્ષ હાય. અત્યારે બહાર પાડેલ વટહુકમ થઈ ગયેલ ચૂંટણીના રક્ષણ માટે છે. હવે પછીની ચૂંટણી માટે નવું ધારણ નક્કી કરી, સ્વચ્છ અને ન્યાયી ચૂંટણી થાય તેવા પ્રબંધ બધા રાજકીય પક્ષાએ મળી કરવા જોઈએ.
ગુજરાતનું રાજકારણ
ગુજરાત વિધાનસભાનું વિસર્જન થતાં ગુજરાતમાં કોંગ્રેસ શાસક પક્ષ છિન્નભિન્ન થઈ ગયું. તેને સજીવન કરવાના પ્રયત્નો હજુ રાફળ થયા છે તેમ ન કહેવાય. કૉંગ્રેસ એવી વ્યકિતની શોધમાં છે કે જેની હજી કંઈક પ્રતિષ્ઠા રહી હૈય અને પક્ષોથી પર હાય. એના એક પ્રયત્ન હમણાં થયા, પણ પીછેહઠ કરવી પડી.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા શ્રી રાઘવજી લેઉઆને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપ્યું, પણ તેમાંથી વિવાદ જાગ્યો. વિધાનસભાના અધ્યક્ષ કોઈ એક રાજકીય પક્ષની આગેવાની ન લે એવી પ્રણાલિકા છે. તે નિષ્પક્ષ હાવા જોઈએ, રહેવા જોઈએ. શ્રી લેઉઆએ કૉંગ્રેસની આગેવાની સ્વીકારી આ પ્રણાલિકા ભંગ કર્યો છે તેવા જોરદાર આક્ષેપ, ખાસ કરી સંસ્થા કૉંગ્રેસ તરફથી થયું. સરદારની જન્મશતાબ્દી ઊજવાય છે, તેમાં વિધાનસભાના અધ્યક્ષા તરીકે શ્રી લેઉઆ, કાર્યાધ્યક્ષ છે. શાસક પક્ષના આગેવાન થયા એટલે સંસ્થા કોંગ્રેસના આગેવાન એ સરદાર જયન્તીના બહિષ્કાર જાહેર કર્યો. શ્રી લેઉઆએ બચાવ કરવા પ્રયત્ન કર્યો, વિધાનસભાના અધ્યક્ષ તરીકે, બંધારણ મુજબ, તેઓ રાજીનામું આપી શકતા નથી. વિધાનસભાનું વિસર્જન થયું છે એટલે ૨ાધ્યક્ષા તરીકે કોઈ કામગીરીબજાવવાની નથી અને નવી વિધાનસભાની રચના થતાં તુરત તેઓ રાજીનામું આપશે. તેથી તેમનાં બે પદ વચ્ચે કોઈ વિરોધ થવાને સંભવ નથી. પણ આ બચાવથી સંતેષ થયે નહિ, અંતે ગુજરાત કાગ્રેસની આગેવાની તેમણે છેડી છે. આ પગલું વાજબી છે અને સારું કર્યું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરીમાં થવા સંભવ છે, થવી જરૂરી છે. રાષ્ટ્રપતિ શાસન લાંબે વખત ચલાવવું ન જોઈએ. દુષ્કાળની સ્થિતિ કાંઈક હળવી થઈ છે. ચૂંટણી લંબાવવાનું કોઈ કારણ નથી. શાસક પક્ષની આંતરિક મુસીબતે ગમે તેટલી હાય તેથી ચૂંટણી ઠેલી ન શકાય. શ્રી ચીમનભાઈ પટેલે તેમના પક્ષ રચ્યો છે. રાંસ્થા કૉંગ્રેસના ગુજરાતના સર્વોચ્ચ નેતા શ્રી મેરારજીભાઈ અને ચીમનભાઈ પટેલ વચ્ચે કાંઈ વાટાઘાટો થતી હોય તેવી વાત બહાર આવી છે. સંસ્થા કૉંગ્રેસના બીજા આગેવાર તેથી સકારણ ચાંકયા છે. શ્રી હિતેન્દ્ર દેસાઈ, બ્રહ્માનંદ રેડ્ડીને મળ્યા તે સૂચક લેખાય છે. સંસ્થા કૉંગ્રેસ અને શાસક કેંગ્રેસ એક થાય અથવા સંસ્થા કાગ્રેસના સન્નિષ્ઠ કાર્યકરો શાસક કૉંગ્રેસમાં જોડાય તે ગુજરાતના હિતમાં છે. શાસક કેંગ્રેસમાં અનિષ્ટ તત્ત્વ દાખલ થયાં છે, જેનાં પરિણામે ગુજરાતની પ્રજાએ ભગવવાં પડયાં છે. શાસક કૉંગ્રેસને હરાવવાના મેહમાં શ્રી મેારારજીભાઈ, શ્રાી ચીમનભાઈ પટેલ સાથે કાંઈ સમજૂતી કરે તે ઘણું અયેાગ્ય અને અહિતકારી પગલું થશે. સંસ્થા કેંગ્રેસના આગેવાને એ દીર્ઘ વિચાર કરી, ગુજરાતના હિતમાં નિર્ણય લેવા ઘણે જરૂરી છે. ગુજરાતની પ્રજાને સ્થિર અને સ્વચ્છ શાસન મળે એમ અંત:કરણપૂર્વક ઈચ્છીએ..
ચીમનલાલ ચકુભાઇ