SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ બુદ્ધ જીવન તા. ૧-૧૧-૭૪ પ્રકીર્ણ નેધ પ્રમોદથી માણસ પરાધીન થાય છે. સતત જાગ્રત હે તે મુકિતનું સુખ અનુભવે છે. સાચો વિજય રાગદ્વેષ ઉપરને વિજ્ય છે. અંતરના અરિને-રિપુને હણવા, ત્યારે અરિહંત થવાય છે. મહાવીરને ઉપદેશ જૈન ધર્મની વિશેષતા છે એમ નથી, આ ઉપદેશ ભારતીય સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ છે. ભારતના ત્રણ ધર્મો, વૈદિક, બૌદ્ધ અને જૈન, તેમની વચ્ચે તત્ત્વજ્ઞાનની બાબતમાં મતભેદ છે; ત, અદ્વૈત, વગેરે. પણ ચરિધની એકતા અને સળંગસૂત્રતા છે. સાધનામાર્ગમાં ભિન્નતા છે. કેઈ એક તત્ત્વ ઉપર, તે કોઈ બીજા તત્ત્વ ઉપર ભાર મૂકે છે. રાગદ્વેષ ઉપર વિજય મેળવવો, સાચી રીતે સ્વાધીન થવું, તેમાં બધા એકમત છે. સ્વાધીનતાને અવરોધે છે, તેને દૂર કરવાના માર્ગો ભિન્નપણે અપનાવ્યો છે. મહાવીરે અહિંસા અને તપને પ્રધાનતા આપી છે, બુદ્ધ તૃષ્ણત્યાગ અને કરુણાને, વૈદિક ધર્મ - ગીતાએ, અનાસકિત અને કર્મયેગને. મહાવીરે અહિંસાને પ્રધાનતા આપી તેનાં બે કારણો જણાય છે, અને તેમાં મહાવીરના ઉપદેશની વિશેષતા છે. - જૈન દર્શન માને છે કે જીવો અનંત છે. સકલ વિશ્વ જીવસભર છે. જૈન દર્શનની પાયાની માન્યતા છે કે સર્વ જીવો, કીડી અને કીટકથી માંડી મનુષ્ય સુધી, સત્તાએ સમાન છે, વિકસમાં ભિન્નતા છે. સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ - મિત્તીમે સવ્ય ભૂષ એ ધર્મ છે. કેઈ જીવને દુ:ખ થાય એ વિચાર, વાણી કે વર્તન પાપ છે. વળી સર્વ જીવ સુખ ઈચ્છે છે, કોઈને દુ:ખ ગમતું નથી. તેથી અહિંસા પરમ ધર્મ છે. અહિંસામાંથી અપરિગ્રહ, સંયમ આપો- આપ પરિણમે છે. અમર્યાદ પરિગ્રહ અને અસંયમ, દુ:ખ અને વિષમતાનાં કારણે છે. જીવનમાં સમતા અને સમન્વય, પિતાને અને બીજાને સુખકારી છે. અહિંસા માત્ર વર્તનમાં નહિ પણ વાણીમાં અને વિચારમાં પણ હેય તે જ સાચી અહિંસા પ્રકટે. અનેકાન્તદષ્ટિ મહાવીરની જગતને દેન છે. | આવો ધર્મ માત્ર સાધુ કે સંન્યાસી જ આચરી શકે તેમ નથી. 'ગૃહસ્થ પિતાની મર્યાદામાં રહી આચરી શકે છે, આચરવો જોઈએ. ગૃહસ્થધર્મ સમાજને સ્વસ્થ અને સમતોલ બનાવે છે, સામાજિક સંઘર્ષ ટાળે છે અને બહુજન હિતમાં પરિણમે છે. લોકશાહીને પાયે સમાનતા અને સર્વ પ્રત્યે આદર હોય તે આ ધર્મના આચરણથી સાચી લોકશાહીની સ્થાપના થાય. સ્વેચ્છાએ સ્વીકારેલ પરિગ્રહ પરિમાણ સામાજિક અને આર્થિક વિષમતાઓ ટાળે અને સાચા સમાજવાદને સ્થાપે. બધાં ક્ષેત્રોમાં આચરણમાં હિંસાની મર્યાદા સ્વીકારીએ તો સામાજિક, રાજકીય અને આંતરરાષ્ટ્રીય શક્તિ અનુભવીએ. મહાવીરે પ્રરૂપેલ ધર્મનાં આ શાશ્વત મૂલ્યો સાચા સુખ અને શાન્તિને માર્ગ છે. નાન્ય: પન્થી: ૨૭-૧૦-'૩૪ . , ચીમનલાલ ચકુભાઈ - “નવું વર્ષ તે કહેવાશે !” : શનિવાર, તા૦ ૩૦-૧૧-૧૭૪ના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આયે, શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે “નવું વર્ષ તો કહેવાશે” એ વિષય ઉપર શ્રી હરિભાઈ કોઠારી નૂતન વર્ષનું જાહેરઃ મંગળ પ્રવચન, યોજવામાં આવ્યું છે. સમાંતર સરકાર શ્રી જયપ્રકાશ નારાયણ બિહાર આંદોલનને વેગ આપવા વ્યાપક બનાવે છે. પહેલાં જાહેર કર્યું હતું કે ૪ નવેમ્બર પહેલાં બિહાર ધારાસભા અને મંત્રીમંડળનું વિસર્જન કરવામાં નહિ આવે તે સમાંતર સરકારની રચના કરવામાં આવશે. હવે આ મુદત ૩ ડિસેમ્બરની કરી છે. સરકારને એક મહિનાની નોટિસ આપશે. પછી નવી ધારાસભા રચશે, તેનું મંત્રીમંડળ થશે અને તે “સરકાર” રાજય કરશે, કરવેરા ઉઘરાવશે. આ મંત્રીમંડળ ખુલ્લા મેદાનમાં બેસી રાજ ચલાવશે. નવી ધારાસભાની રચના સંબંધે પહેલાં એમ કહ્યું હતું કે વર્તમાન ધારાસભામાંથી જે સભ્યો રાજીનામાં આપશે તે આપોઆપ નવી ધારાસભાના સભ્ય બનશે. આને અર્થ એમ થાય કે વર્તમાન ધારાસભાના સભ્યો લાયક નથી, કેટલાય ભ્રષ્ટાચારી છે, પણ રાજીનામું આપે તે લાયક બની જાય, શુદ્ધ લેખાય. પછી વળી કાંઈક બીજો વિચાર આવ્યું લાગે છે અને હવે કહ્યું છે કે લાયકાતની ચકાસણી કરવામાં આવશે. પંચાયતના મુખિયા, સરકારી ને કરો, પોલીસ, બધાને ચેતવણી આપવામાં આવી છે કે તેમનું વર્તન પ્રજાના આંદોલનવિરોધી રહેશે તો નવી સરકાર તેમને હિસાબ લેશે. જે ધારાસભ્યો રાજીનામાં નહિ આપે તેમને ઘેરો ઘાલવા અને બીજાં દબાણ લાવવાનું થશે. સમાન્તર સરકાર રચવી એ ખુલ્લો બળવો છે. જયપ્રકાશે કહ્યું કે સત્ય કહેવું બળવો હોય તે અમને બળવાખોર ગણજો, પણ આ સરકાર જવી જોઈએ. વિશેષમાં “ટિસ” આપી છે કે બિહાર ધારાસભા અને મંત્રી મંડળનું વિસર્જન કરવામાં નહિ આવે તે, આંદોલનને મેર દલ્હી બનશે. ઈન્દિરા ગાંધીને જયપ્રકાશ નારાયણે વખતોવખત ગંભીર ચેતવણી આપી છે કે તેમની માગણી સ્વીકારવામાં નહિ આવે તો ઈન્દિરા ગાંધીને હટાવવાં પડશે અને તેમણે જવું પડશે. - બિહાર કેંગ્રેસના આંતરિક વિખવાદો પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. મુખ્ય મંત્રી ગફુરની સામે આરોપ થાય છે કે તેઓ પોતાની સત્તા જાળવી રાખવા જયપ્રકાશના આંદોલનને આડકતરી રીતે ટેકો આપી રહ્યા છે. બિહાર કેંગ્રેસનાં વિરોધી જૂથ વચ્ચે પરસ્પર આશ્ચર્યજનક આક્ષેપ થાય છે. આવી વ્યકિતઓ રાજય ચલાવવાને લાયક કેવી રીતે ગણાય? લલિતનારાયણ મિશ્રાની ઝેરી અરાર બિહારના રાજકારણને ઘેરી વળી છે. ઈન્દિરા ગાંધી પણ તે અટકાવવા અસમર્થ જણાય છે. નવા કેંગ્રેસપ્રમુખ બરુઆ ૨૮ ઑકટોબરે પટના જવાના છે. ભાંગી પડેલી કેંગ્રેસને સજીવન કરવા પ્રયત્ન કરશે. આ બધા પ્રયત્નો ક્ષણિક હશે તેમ લાગે છે. સડે ઘણો ઊંડો છે. બિહાર ધારાસભા અને મંત્રીમંડળનું વિસર્જન કરવું કદાચ અનિવાર્ય બને આમ કરતાં અદાલનને સફળતા મળી છે એવી છાપ પડે અને તેના પડઘા બીજાં રાજયોમાં પડે એ જોખમ છતાં, બિહાર કેંગ્રેસના મૃતદેહને ભાર કયાં સુધી વહેવો? કદાચ તેથી વધારે નુકસાન થશે. સડેલું કાપી નાખવું હિતાવહ થાય. પણ અત્યારે કેન્દ્ર સરકાર અને કેંગ્રેસ બીજા મિજાજમાં છે. જયપ્રકાશના આંદોલન સામે પ્રતિઆંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં સામ્યવાદીઓને પૂરો સાથ છે. સામ્યવાદીઓ વધારે લાભ ઉઠાવશે એમ જણાય છે. જયપ્રકાશના આંદોલનની સફળતા કરતાં કેંગ્રેસની નિષ્ફળતા આ પરિસ્થિતિ માટે વધારે જવાબદાર છે. કંગ્રેસ સંગઠિત હેત તે અદાલન આટલું પણ અસરકારક ન થાત. જયપ્રકાશ આ બરાબર સમજે છે તેથી આંદોલનને વધારે વ્યાપક બનાવે છે. રાજસ્થાન, પંજાબ, દિલ્હી વગેરે સ્થળોએ તેમણે પ્રચાર
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy