SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, by south 54 Licence No.: 37 પબુ જીવન પ્રબુદ્ધ જૈનનુ નવસંસ્કરણ વર્ષ ૩૬ : ૧૩ મુંબઇ, ૧ નવેમ્બર ૧૯૭૪ શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શલિંગ : ૨૨ શ્રી મુ”ઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂક નકલ ૫૦ પસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ભગવાન મહાવીર નિર્વાણુ-મહાત્સવ * તારીખ ૧૩ નવેમ્બર, ૧૯૭૪, દીપાવલિને દિને, ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને ૨૫૦૦ વર્ષ થાય છે. રાષ્ટ્રીય સ્તરે આ અપૂર્વ અવસરની ઉજવણી થાય છે. શ્રમણ સસ્કૃતિ અતિ પ્રાચીન છે. પણ જૈન ધર્મ અને ચતુર્વિધ સંઘનું વર્ત માન સ્વરૂપ ભગવાન મહાવીરે જે ઘડયું, તે ૨૫૦ વર્ષથી લગભગ અખંડ જળવાઈ રહ્યું છે. ધર્મનાં બે સ્વરૂપ છે, સનાતન અને સાંપ્રદાયિક. સનાતન સ્વરૂપ છે તેના મૂળભૂત સિ દ્રાંતે. સાંપ્રદાયિક સ્વરૂપ Established Church-ને હાય છે તેના ધર્મગુરુઓ, ધર્મશાસ્ત્રો, મંદિરો, પૂજાવિધિ, ક્રિયાકાંડ વગેરે. સનાતન સિદ્ધાંતે જોઈએ તે બધા ધર્મમાં લગભગ એકતા જણાશે. સાંપ્રદાયિક સ્વરૂપ ધર્માને અને તેના અનુયાયીઓને એકબીજાથી જુદા પાડે છે. સાંપ્રદાયિક ધર્મમાં મતાગ્રહ અને ઝનૂન પ્રવેશે છે, ગચ્છવાડાઓ થાય છે. કાળક્રમે, સાંપ્રદાયિક સ્વરૂપ શાશ્વત સ્વરૂપને ઢાંકી દે છે, વિકૃત કરે છે. બધા ધર્મોમાં આમ બન્યું છે, જૈન ધર્મ તેમાં અપવાદ નથી. મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે. મનુષ્યેતર પ્રાણીસૃષ્ટિથી મનુષ્યની વિશેષતા એ છે કે તે પેાતાના વિષે વિચાર કરી શકે છે, અંતર્મુખ થઈ શકે છે. મનુષ્યને સ્મૃતિ છે તેથી ભૂતકાળને વિચાર કરે છે. અનેક સદીઓાના અનુભવેાને તે વારસદાર છે. અનુભવથી શીખે છે, ઘડાય છે. મનુષ્યને બુદ્ધિ છે તેથી વર્તમાનના વિચાર કરે છે. મનુષ્યને કલ્પના છે તેથી ભવિષ્યને વિચાર કરે છે. તેનામાં જિજ્ઞાસા છે તેથી ખાજ કરે છે, અંતર અને બાહ્ય સૃષ્ટિની. આ જિજ્ઞાસા મનુષ્યને જાણવા પ્રેરે છે કે હુંકણ છુ, મારી ગંતિ શું છે, મારે અંત શું છે? વિશેષ જાણવા પ્રેરે છે કે આ જગત શું છે, કોઈએ રચ્યું છે; તેના અંત છે, તેમાં મારું સ્થાન શું છે? શાનની આ જિજ્ઞાસા સાથે સુખની અને શાન્તિની અભિ લાષા છે. તે કેમ પ્રાપ્ત થાય તેની શેાધ કરે છે. તેને ચારે તરફ દુ:ખનો અનુભવ થાય છે. શા માટે આ દુ:ખછે? તેમાંથી મુકિત છે ? મુકિતના માર્ગ છે?સાચું અને સ્થાયી સુખ અને શાન્તિ શેમાં છે? હજારો વર્ષથી મનુષ્ય આ પ્રશ્ન પૂછતો આવ્યો છે. શાની અને અનુભવી વ્યકિતઓએ માર્ગદર્શન આપ્યું છે, પણ તે ખાજ હજી અધૂરી છે, ચાલુ છે. કારણ કે દરેક વ્યકિતએ પોતે તે શાન પ્રાપ્ત કરવાનું છે. કોઈનું આખું કામ લાગતું નથી. પેાતાના અનુભવથી તે મેળવવાનું છે. તેની સાધના સહેલી નથી, દીર્ઘકાળની છે. *** જે મહાપુરુષાએ માર્ગદર્શન આપ્યું છે તેમાં મહાવીર એક હતા. માણસનો અંતરના આ બધા સવાલાનું સમાધાન થાય એવું શામ-દર્શન 'મહાવીરે આપ્યું છે. જાણવું એક વસ્તુ છે, અનુભવવું બીજી વસ્તુ છે. શ્રાવણ, વાચન, મંનનથી કેટલુંક જાણી શકીએ, પણ સ્વાનુભવ વિના તેનું * પૂર્ણસ્વરૂપ સમજાય નહિ, સમજ્યા વિના આચરણમાં ઊતરે નહિ. જૈન ધર્મ બુદ્ધિગમ્ય છે, અનુભવગમ્ય છે. તેમાં એવાં ગૂઢ રહસ્યો નથી કે. વ્યકિત વિચાર કરે તે ગ્રહણ કરી ન શકે. મહાવીરના ધર્મના મુખ્ય સિદ્ધાંત એ છે કે દરેક આત્મા પેતાના સુખદુ:ખના કર્તા છે, વિકર્તા છે. ભકતા છે. બાહ્ય સંજોગ નિમિત્ત બને પણ વ્યકિત પોતે સ્વાધીન છે, પરાધીન નથી. માણસ પેાતાની પ્રકૃતિથી સુખદુ:ખ ભાગવે છે, બીજાને પણ સુખીદુ:ખી કરે છે. અનંત દેખાતા બાહ્ય વિશ્વ કરતાં પણ માણસની અંતરસૃષ્ટિ વધારે અગાધ આ ભીતરના જગતને સમજવા અંતર્મુખતા કેળવવી પડે. તેમાં લીન થતા શીખવું પડે. બહારની દુનિયા માણસના મનના કબજો લે છે. તેનાથી મન ભરાઈ જાય છે. પેાતાની જાતને વિચાર કરવાને અવકાશ રહેતે નથી. તેથી અંતરશકિતનો પરિચય થતા નથી. બહારની શકિત ઉપર આધાર રાખતા થઈએ છીએ. મહાવીરે કહ્યું, આત્મા પોતે પેાતાને મિત્ર છે, પેાતાના શત્રુ છે. બહિર્મુખ દષ્ટિને કારણે માણસ બહારના મિત્ર અને શત્રુને 'પ્રધાનતા આપે છે. આ અંતરના મિત્ર કોણ છે, અંતરને શત્રુ કણ છે?. મહાવીરે કહ્યું, અંતરને મિત્ર શુદ્ધ સ્વરૂપ ચૈતન્યમય આત્મા છે, જેની અત્યંત શકિત છે. અંતરના શત્રુ છે રાગ–દ્રેષ, કષાય, વાસનાએ,કામનાઓ, જેનાથી આત્મા ઘેરાયેલા છે, પરાધીન છે. આત્માની સ્વાધીનતાનેા બીજી રીતે વિચાર કરીએ તે તેમાં જણાશે કર્મના સિદ્ધાંત. જૈન ધર્મે આ સિદ્ધાંતનું ઊંડું વગાહન કર્યું છે. સરળ રીતે કહેવું હાય તો, માણસ વાવે તેવું લણે, કરે તેવું ભગવે. આ સાથે સંકળાયેલ છે, આત્માની નિત્યતા અને પુનર્જન્મ, આપણે જેને નસીબ કે પ્રારબ્ધ માની બેસીએ છીએ તે પૂર્વજન્મનાં સંચિત કર્મ છે. તે પણ સ્વપાર્જિત છે, ભાગવવાં પડે છે. પણ આત્મા તેથી પરાધીન થતુ નથી એટલું જ નહિં પણ પુરુષાર્થથી પૂર્વસંચિત કર્મોના હ્રાય કરી શકે છે અને નવાં. બંધાતાં રોકી શકે છે. પ્રારબ્ધ અને પુરુષાર્થમાં વિરાધ નથી. આ ઉપરથી જણાશે કે સાચું સુખ સ્વાધીનતામાં છે, પરાધીનતા દુ:ખ છે. આ પરાધીનતા એટલે બાહ્ય બંધન નહિ પણ અંતરનું બંધન. પરાધીન સપને સુખ નાહિ' એવું તુલસીદાસે કહ્યું ત્યારે કોઈ બાહ્ય બંધનના વિચાર નહોતા કરતા. માણસ પેતાની વાસનાઓ અને કષાયોના ગુલામ બને તે ખરી પરાધીનત છે. જેલમાં બેઠે હાય તા પણ સ્વાધીન હાય, મહેલમાં પણ પરાધીન હાય. સાચું સુખ અંતરનું સુખ છે. બાહ્ય સાધને અને પરપદાર્થો ઉપર આધાર રાખવા તે પરાધીનતા છે. અંતરની પરાધીનતામાંથી મુકત થયું તે વિકટ છે. કામ, ક્રોધ, મદ, મેહ, લાભ, આ બધા કષાયો અતિ પ્રબંળ છે. માણસના મનને જોરથી ખેંચી જાય છે.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy