________________
120
૧૨૨
પ્રભુ જીવન
બિહાર આંદેલન – એક પત્ર
મુ. ચીમનભાઈ,
‘પ્રબુદ્ધ જીવન'ના છેલ્લા અંકમાં ‘બિહાર આંદોલન' વિષે આપે નીચેનાં વિધાના કર્યા:
‘જયપ્રકાશનું આંદોલન અહિંસા, સત્ય અને સંયમની દિશાથી ઘણુ' દૂર છે.’
‘ખૂબ વિચાર કરતાં પણ મને આ આંદોલન પ્રજાને માટે હિતકારી લાગતું નથી.'
તમારા પ્રમાણિક, મતભેદ માટે કોઈને વાંધા ન જ હાઈ શકે, પરંતુ જરા વિસ્તારથી સમજાવશે કે કઈ રીતે આ આંદોલન “અહિંસા, સત્ય અને સંયમથી ઘણું દૂર છે?” જો જ્યપ્રકાશજીના આ આંદોલન પર પ્રભાવ ન હોત તે ? તો હિંસાનાં તાંડવ ખેલાયાં ન હેાત ? લાંચરુશવત, મોંઘવારી, ભ્રષ્ટાચાર તથા ખુરશી માટેની ખેંચતાણથી તંગ આવેલી બિહારની પ્રજાને ક્રોધ અને ગુસ્સા મર્યાદા ન ઓળંગ્યા હેત? સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓ, યુવાન કાબૂમાં રહેતે ખરા? અને જો પરેશાન યુવાનો તથા પ્રજા કંઈ અવળા માર્ગ લે તે પાછા આપના જેવા મુરબ્બીએ એ ‘ઘેલછા’ પર ટીકા કરતે.
ખેર ! એક સવાલ પૂછું? આપને લાગે છે કે અહિંસા, અસહકાર અને સત્યાગ્રહથી આ સાશેાખીન કૉંગ્રેસવાળાઓને હટાવી શકાય? જે શસ્ત્ર પરદેશી રાજ આગળ ચાલ્યું તે શસ્ત્રની મહા સમજવામાં ‘આપણા જ રાજકર્તાઓ' ઊણા કેમ ઊતરે છે?
‘બિહાર બંધ’ના ત્રણ દિવસના કાર્યક્રમને જો આટ્લા સુંદર સહકાર પ્રજાએ એક અવાજે આપ્યો અને સાફ સાફ જણાવ્યું કે “અમને આ સરકાર ન ખપે’ ‘અમને આ વિધાનસભા ન ખપે - તેને બરખાસ્ત કરા' તે પછી કઈ પ્રતિષ્ઠા ઈન્દિરાજીને આડે આવે છે? કે પછી તમે પણ ‘એલ ઈન્ડિયા રેડીઓ' અને શંકરદયાળ શર્માના પ્રવચને પર આધાર રાખી એમ માના છે કે આ પ્રજાનું આંદોલન નથી?
સત્તાધારી પક્ષને હઠાવવાના પ્રમાણિક મતભેદની આપ વાત કરો છે. તે જણાવશે કે સરકાર બદલવી હોય તે પ્રજાએ શું કરવું? એક વાર ચૂંટયા એટલે પાંચ વર્ષ સુધી મૂંગા મૂંગા બધું જ સહન કરવું? કે પછી ગુજરાતને માર્ગે જવા સિવાય કાંઈ જ રસ્તે જ નથી? મારી તો માન્યતા હવે મક્કમ થતી જાય છે—બેશક આઝાદી પછીનાં ૨૭ વર્ષના અનુભવને આધારે કે અહિંસા, સત્ય, અસહકારથી થયેલા કોઈ જ દાલના આ સરકારે સ્વીકાર્યા નથી. આ સરકારે જ્યારે હિંસા ખેલાઈ છે, ઘેરાવ થયા છે, ભાંગફોડ થઈ છે અને પાટા, ટેલિફાન સાથે મરણિયા જંગ ખેલાયા છે ત્યારે જ ‘સમજણ’ બતાવી છે. અમર જરીવાલા
નોંધ :
શ્રી જરીવાલાના પત્રના મુદ્દાઓને જવાબ સંક્ષેપમાં આપું છું. આ મુદ્દાઓ વિષે મેં અગાઉ વિગતથી લખ્યું છે.
આ આંદોલન અહિંસા, સત્ય અને સંયમથી ઘણું દૂર છે તેના જવાબ શ્રી જરીવાલાએ પેાતે જ આપ્યો છે. તેમણે લખ્યું છે કે ૨૭ વર્ષના અનુભવે તેમની માન્યતા મક્કમ થતી જાય છે કે, અહિંસા, સત્ય, અસહકારથી થયેલ કોઈ.જ આંદોલન આ સરકારે
સ્વીકાર્યા નથી. જ્યારે હિંસા ખેલાઈ છે, ઘેરાવ થયા છે, ભાંગફોડ થઈ છે અને પાણ, ટેલિફોન સાથે મરણિયા જંગ ખેલાયા છે ત્યારે જ ‘સમજણ’બતાવી છે. આ આંદોલન પણ આવા પ્રકારનું જ છે અને તેમાં ભાગ લેનારાએ શી જરીવાલા જેવી જ માન્યતાના છે, પછી આ આંદોલન અહિંસા, સત્ય અને સંયમને સ્વીકારે છે એવું શ્રી જરીવાલા કયા આધારે કહેશે ? શ્રી જયપ્રકાશે હિંસાને કાબૂમાં રાખી છે એમ કહેવું હાય તે ભલે કહે. ચિનગારી ચાંપ્યા પછી આગ કયાં સુધી કાબૂમાં રહેશે તે કોણ કહી શકે?
તા. ૧૬-૧૦-૭૪
હકીકતમાં, વિચારમાં હિંસા ભરી હશે તે વાણી અને વર્તનમાં આવવાની જ. ગાંધીની અહિંસા એટલે વિચાર, વાણી અને વર્તનની અહિંસા, ગાંધીની અહિંસા એટલે અનિષ્ટને પ્રતિકાર પણ અનિષ્ટના કર્તા પ્રત્યે પ્રેમ, જયપ્રકાશે પ્રમાણિકપણે સ્પષ્ટ કહ્યું છે કે આવી અહિંસા તે સ્વીકારતા નથી, તેમનું આંદલન શાન્તિમય રહે એટલા જ તેમના પ્રયત્ન છે. અહિંસા કોઈ દિવસ સફળ થવાની હોય તે ગાંધીની અહિંસા જ સફળ થયું. બીજી બધી હિંસા છે. વ્યાવહારિક માર્ગ તરીકે વર્તનમાં સીધી હિંસા કાબૂમાં રાખીએ તે જુદી વાત છે. બિહારના ત્રણ દિવસના આંદેલનમાં ભાંગફોડ થઈ, ૧૫ નાં મૃત્યુ થયાં, ઘણા ઘાયલ થયા, જયપ્રકાશે કહ્યું કે તેમને સંતા છે કે આંદાલન એકંદરે શાન્તિમય રહ્યું છે અને હિંસા થઈ તેના દોષ સરકારને છે. સરકારી હિંસા પ્રતિહિંસા હતી કે મૂળભૂત તેને વિવાદ નિરર્થક છે.
શ્રી જરીવાલાએ બીજો મુદ્દો એ કહ્યો છે કે સરકારને બદલવી હેય તે શું કરવું? જો લાશાહી સ્વીકારતા હાઈએતા ચૂંટણીમાં સત્તાધારી પક્ષને હરાવવા એ માર્ગ છે. પ્રજાના સાથ છે એમ માનતા હાઈએ તે। આ માર્ગ અશકય નથી. લેકસભાની ચૂંટણી ૧૫ મહિના પછી જ આવે છે. કદાચ વહેલી પણ થાય. શાસક પક્ષને હરાવવાની ત્યારથી તૈયારી કરવી જોઈએ. જયપ્રકાશ કોઈ રાજકીય પક્ષ રવીકારતા નથી, લાકોએ પસંદ કરેલા સારા પ્રતિનિધિએ આવવા જોઈએ એવી તેમની મા યતા છે. એને માટે ઘણી તૈયારી કરવી પડે. વિદેશી સરકારને હટાવવા ચૂંટણીના માર્ગ ન હતેા તેથી લડત અનિવાર્ય હતી. પુખ્ત વયમતા - ધિકાર હોય ત્યાં પણ આંદોલનથી સરકાર બદલવી હેાય તે લેાકશાહી રહી ક્યાં? બિહાર વિધાનસભાનું વિસર્જન અને મંત્રીમંડળને બરખાસ્ત કર્યા પછી પણ જયપ્રકાશને મતે ફરી ચૂંટણી જ કરવી છે. એ ચૂંટણીમાં પણ અમુક વર્ગને મનપસંદ સભ્યા ન ચૂંટાય તે શું ફરી આંદાલન કરવું? ગુજરાતમાં ત્રણ -ચાર મહિના પછી ચૂંટણી થશે. ચૂંટાયેલા ધારાસભ્યો સામે ફરીથી આંદોલન થાય?
બિહાર ધારાસભાનું વિસર્જન થાય તે રાષ્ટ્રપતિ શાસન આવશે. ગુજરાતમાં તેમ થયું. પ્રજાને શું લાભ થયો? બિહારમાં બે કરોડ માણસા પૂર અને દુષ્કાળના સંકટમાં સપડાયા છે. તેમને કાંઈ મદદ પહોંચવાને બદલે, રાજ્યની બધી શકિત આંદોલનના સામના કરવામાં જ ખરચાય છે. પરિણામે પ્રજાની હાડમારી અને યાતનાઓ વધે છે.
કોઈ પણ રાજ્યમાં કે કેન્દ્રમાં આંદોલન થાય એટલે સરકારે ખસી જવું? પરિણામે સ્થિર શાસન રહે કે અરાજકતા? પ્રજા પ્રત્યે સરકારની શું ફરજ છે? બિહારમાં વિધાનસભા કે મંત્રીમંડળ જશે તે આંદાલનના કારણ કરતાં, કોંગ્રેસના અંદરોઅંદરના મતભેદને કારણે જવું પડશે.
કેન્દ્ર અને રાજય સરકારો સામે અસંતોષનાં ઘણાં અને સાચાં કારણેા છે. દુનિયાના લગભગ બધા દેશમાં આવી પરિસ્થિતિ છે. જ્યાં લાશહી નથી ત્યાં બળવેશ કરવા પડે છે. લેાશાહીમાં ચૂંટણી પદ્ધતિમાં ખામીએ હાય તે સુધારવી પડે. લોકશાહીમાં પણ કોઈ ખાસ અનિષ્ટ માટે આંદોલન થાય. પણ સરકારને જ હટાવવા આંદોલન થાય એ લેાકશાહી માટે જ ભયરૂપ છે.
યપ્રકાશ પાસે કોઈ ચેાક્કસ નીતિ નથી, કોઈ ચોક્કસ કાર્યક્રમ નથી. તેમને ટેકે આપનાર પક્ષેાનો શંભુમેળેા છે. જ્યપ્રકાશ પેાતે કોઈ જવાબદારી લેવા ઈચ્છતા નથી. તેને પેાતાના ગુણ માને છે કે તેમને સત્તા જોઈતી નથી.
A
આ આંદોલન ઘણા પાયાના મુદ્દા ઊભા કરે છે. વર્તમાન પરિસ્થિતિ અસહ્ય છે. પણ આ આંદોલન તેના સાચા માર્ગ છે એવી પ્રતીતિ થતી નથી. આ આંદોલનથી લેશાહી દઢ થાય કે ખતરામાં મુકાશે; પ્રજાને લાભ થાય કે હાનિ થાય એ ખરેખર વિચારણીય છે. ૯-૧૦-’૭૪ ચીમનલાલ ચકુભાઈ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧