________________
તા.૧૬-૧૦-૭૪
પ્રાદ્ધ જીવન
એમની જેમ ગાળવું, અને કૅલેજમાં ગુજરાતીના વર્ગમાં હાજર રહીને શીખતા રહેવું. કોઈ ડિગ્રી લેવાની વાત નહેાતી, અને વિશેષ અભ્યાસ કરવાના પણ વિચાર નહાતા. ‘ફકત પરિચય, રાજના મહાવરો, ચારે અને બાજુફેલાયેલ ગુજરાતીનું શુદ્ધ વાતાવરણ જોઈતાં હતાં. એ યોજના લઈને હું નમ્રભાવે અને કોઈની ઓળખાણ લીધા વગર વિદ્યાનગર ગયા. એમાં શ્રી ભાઈકાકાને મળવાની સૂચના મળી, એટલે હું એમને આંબાની નીચે મળવા ગયા. એ વખતે હું ગુજરાતીમાં બાલી શકતા નહાતા એટલે અંગ્રેજીમાં બાલવું પડયું. એમણે તરત મારી યોજના વધાવી અને પૂરી સગવડ કરી આપી. સામાન્ય વિદ્યાર્થીની જેમ ફી ભરીને વિદ્યાનગરનાં શિક્ષણ અને વાતાવરણ અને બધી સુવિધાઓને બને તેટલા લાભ લેવાની મને છૂટ'હતી. એમના આભાર માનીને હું એ સુંદર તકના પૂરા ઉપયાગ કરવા તૈયાર થયા.
એ રીતે બેાલવાનું, સાંભળવાનું, વાંચવાનું અને લખવાનું સાથે ચાલતાં, હાસ્ટેલમાં પણ મારા સમયના મોટો ભાગ લખવામાં જ જતા. વાતાવરણની હવે મદદ અને હૂંફ હતાં. પણ એમાં લખવાની મૂળમજૂરી તે ચાલુ જ હતી. બાલવાની કે વાંચવાની લાલચમાં જો કલમ ભુલાય તે નુકસાન થાય એ હું જાણતા હતા, એટલે
રો
સવારે સૌથી પ્રથમ હું ત્રણ કલાક સુધી લખતે, અને પછી જ બીજા કામેા કરતા. મને અનુભવ હતા કે જે લખવાનું કામ સૌથી પહેલું ન કરીએ તે! એ કોઈ ને કોઈ બહાને પાછળ ઠેલાતું જાય અને છેવટે ભુલાઈ જાય.
આખા વર્ષમાં મેં બીજું કોઈ કામ ન કર્યું. ભાષાના એકધારો અભ્યાસ લૂખા હોય છે. માટે વચ્ચે જો બીજી પ્રવૃત્તિઓ આવવા 'દઈએ ! એ અભ્યાસ દબાઈ જશે, એનું પૂરું જોખમ છે. ગણિતમાં મને અત્યંત રસ છે, અને એ વર્ષે” તો હું મદ્રાસથી ગણિતના ખાસા અભ્યાસ કરીને આવ્યા હતા. એટલે એની વૃત્તિ તેજ હતી. તેય વિદ્યાનગરના મારા એ આખા વર્ષ દરમિયન મેં ગણિતના એક ક્ષાર પણ વાંચ્યા નહિ, ભાષા અથવા તો કોઈ પણ વિષય ફાવી જાય ત્યારે જરૂર એ અનુકૂળતા પ્રમાણે લેવાય કે મુકાય, બીજા વિષયેાની સાથે ચાલે કે ઠીક સમય સુધી પણ રહેવા દેવાય, પરંતુ એ ભાષા કે વિષય શીખતી વખતે શિસ્ત જોઈએ અને એકાગ્રતા જોઈએ. વિદ્યાનગરમાં મને એકાગ્રતાને માટે ઉત્તમ તક મળી. વર્ષ પસાર થઈ ગયું: પરીક્ષાઓ નજીક આવી. કાલેજ મેગેઝિન માટે લેખા મગાવાયા. એમાં મેં એક લેખ મોકલ્યો: ‘કોકિલા’ નવલક્થાનું વિવેચન. એ મારા સૌથી પહેલા છાપેલા ગુજરાતી લેખ હતા! અને જે શાંતિથી હું આવ્યો હતા એ શાંતિથી એક દિવસ મિત્રાનો, અધ્યાપકોના અને મંડળના ચાધિકારીઓના આભાર માનીને મે' વિદ્યાનગરની વિદાય લીધી.
જૂનમાં કૉલેજ ખૂલી. ત્યારે બીજા વિદ્યાર્થીઓની જેમ હું હાસ્ટેલમાં રહેવા ગયા. શરૂઆતમાં સંકોચ ઠીક નડયા. વિદ્યાર્થીએ મારી તરફ સ્વાભાવિક કુતૂહલથી જોતાં: આ કોણ? પણ મારી પાસે આવવાનું કોઈ સાહસ કરતા નહોતા. હું કોઈને આળખતા તે નહાતા, ગુજરાતીમાં બહુ થેાડું અને ભાંગ્યુંતૂટયું જ બાલી શકતા: અને હેાસ્ટેલમાં પહેલેથી જ એક પણ અંગ્રેજી શબ્દ ન બાલવાની મારી પ્રતિજ્ઞા હતી. એટલે પહેલા સંપર્કો કષ્ટમય બન્યા. જમવા માટે કર્યાં જવાનું હતું એ કોઈને પૂછ્યું. એ મને પેાતાની સાથે મેંસમાં લઈ ગયા. જમ્યા : પાટલે બેસીને જમવાના એ મારા પહેલા પ્રસંગ હતા, અને મારા પગ લાંબા ને પાટલા નાના, એટલે સારી એવી યોગસાધના કરવી પડી. જમ્યા પછી ચાર-પાંચ છેાકરાએ સાથે ફરવા જતા હતા એમની જોડે હું ગયો. તેઓ ખુલ્લા મેદાન ઉપર બેઠા. એમની સાથે હું બેઠા. કલાકેક સુધી એમની વાતચીત ચાલી હશે. તે આખા કલાકમાં એમના એક પણ શબ્દ હું સમજી શક્યા નહિ, મારું ખૂંગું અસ્તિત્વ એમણે શાંતિથી સહન કર્યું. પછી ઊઠ્યા અને ગયા. હું પણ મારી રૂમમાં ગયા. કામ ગમે તેમ પણ ચાલુ તા થઈ ચૂકયું હતું.
કૉલેજમાં ગુજરાતીના વર્ગો શરૂ થયા તે હું નિયમિત ભરવા લાગ્યા. એકમાં મુનશીની ‘પાટણની પ્રભુતા’અને બીજામાં રમણલાલ દેસાઈની ‘કોકિલા’ નવલકથાઓ ચાલતી હતી. ઘણા રસ પડયા. તે સિવાય ગુજરાતી સાહિત્યના ઈતિહાસ અને વિવેચનના વર્ગમાં હું જતા. ધીરે ધીરે કાન કેળવાઈ જતા, વધુ ને વધુ સમજ પડતી જતી. બાલવામાં હજી કષ્ટ હતું અને લખવાનો મારો નિત્ય યશ તે ચાલુ જ હતે.
૧૨૧
વિદ્યાર્થીઓની સાથે પણ હું વધારે ફરતા થયા. વિદ્યાર્થીઓની એક કલબમાં હું જોડાયા, જમવાનું ગમે તેવું આપતા (અને હિસાબ ગમે તેવા રાખતા), પણ કલબને નિમિત્તે મળવાનું થતું અને ચર્ચાઆમાં ભાગ લેવાતા હતા, એ ફાયદા હતા. કાલેજની ચૂંટણીઓ પણ થઈ, અને એ પ્રસંગે સંપર્કો વધ્યા. બધા ઉમેદવાર મતની ઉઘરાણીએ મળવા આવ્યા. વાતચીતને એક સરળ વિષય મળ્યો. તે દરમિયાન મારા વિશેનાં વિદ્યાર્થીઓનાં કુતૂહલ અને વહેમ શમી ગયાં હતાં. અને હું ફકત ગુજરાતી ભાષા શીખવા આવ્યા હતા એની ખાતરી થઈ ત્યારે બધા મદદ કરવા તૈયાર થયા. કોઈ મને રૂઢિપ્રયોગનો અર્થ સમજાવે, કોઈ કહેવત કહે, કોઈ પત્રા શરૂ કરવાની અને પૂરા કરવાની રીત બતાવે, કોઈ શબ્દકોશમાં ન મળે એવી ગાળના મર્મ સમજાવે ... હેાસ્ટેલમાં હવે જેટલા વિદ્યાર્થીએ " હતા એટલા મારા શિક્ષાકો થયા એમ કહું તેય ચાલે.
J
આજે પાછળ જોતાં સ્પષ્ટ દેખાય છે કે એ વર્ષે મારા જીવનની દિશા બદલી આપી, જે હું વિદ્યાનગર ગયા ન હેાત તે મારા જીવનમાં ફકત ગણિત જ આવત. (એ વિકલ્પને હું ખોટો નથી કહેતા, પણ જુદું જ જીવન થાત). પરંતુ ગણિતની સાથે ભાષા આવી, એટલે આત્મીયતા આવી, હૂંફ આવી, સંપર્ક આવ્યા – હા, ગુજરાતીમાં જ ગણિત ભણાવવાને લહાવા પણ આવ્યો, અને છેવટે લેખો અને પુસ્તકો લખવાના ધંધા પણ આવ્યા. ભાષાનું દાન મને વિદ્યાનગરે આપ્યું. એ ઉપકાર હું કદી હિ ભૂલું. ફાધર વાલેસ ( ‘વિદ્યાનગર’માસિકમાંથી ટૂંકાવીને: જુલાઈ ૧૯૭૪)
આજ....
‘આજ’ના વિચાર કરી તેને જ સરસ રીતે જીવી લે!! કારણ કે ‘આજની દેખાતી નાનકડી યાત્રાના હાર્દમાં સર્વોત્તમ જીવનનાં રહસ્ય છુપાયેલાં છે.
‘આજ’ ની સંકીર્ણ ગતિરીતિમાં અનેક વિવિધતાઓ અને આકાર લેતું. આપણું અસ્તિત્વ છે.
નાની એવી ‘આજ’માં પ્રગતિને પમરાટ, સૌંદર્યની ખુશી અને ગૌરવની ઝલક છે.
ગઈ કાલ સ્વપ્ન બની જાય છે; આવતી કાલ મૃગજળ જેવી નરી ભ્રમણા છે.
પરંતુ ... હા! સુંદર રીતે જિવાયેલી ‘આજ તે ઘણુ ઘણુ છે. અને પછી તે કાળમાં વિલય પામતી આ બધી સરસ ‘આજ’ ગઈ કાલ બનીને પણ ભરીભરી જ રહે છે.
અને આવતી કાલ આશાનું ગાન છેડે છે. માટે જ તે ‘આજ’ ભણી જોવાની વાત ખૂબીની સરસ વાત છે.
અંગ્રેજી પરથી અનુ: શારદાબહેન બાબુભાઈ શાહ