________________
૧૨૦
પૃથદ્ધ જીવન
-
તા. ૧૬-૧૦-૭૪
અદશ્ય લાગતું સૂક્ષ્મ તત્ત્વ છે; એ સર્વવ્યાપક છે, અને એને લીધે બધું ટકી રહ્યું છે. હું શ્રદ્ધા રાખ. તમામ અસ્તિત્વનું કારણભૂત એ મહાન સંત છે. હું શ્વેતકેતુ, તું પણ એ સત છે. - પિતાની વાત સાંભળી શ્વેતકેતુ ઊંડા વિચારમાં પડી ગયો. એને સત ની પરમ સત્તાને ખ્યાલ તે આવી ગયો, પણ હવે તે ઉતાવળ થવા માગતો નહોતું. પોતાને બધું સમજાઈ ગયું છે એવું કહેવાની હવે તેનામાં હિંમત નહોતી. એટલે તે પિતાજીને કહે છે: “હજી આ બાબત ફરીથી સમજાવે તે સાર”
શ્વેતકેતુની આંખમાં આનંદનો ચમકારો જોઈ ઉદ્દાલક મુનિએ પ્રસન્નતા અનુભવી. તેમણે શ્વેતકેતુને કહ્યું : “બેટા, પાણી ભરીને લેટ અને મીઠાને ગાંગડો લઈ આવ.” શ્વેતકેતુ ઝૂંપડીમાંથી પાણી અને મીઠું લઈ હાજર થયે. પિતાએ કહ્યું કે હાથમાં રાખેલું મીઠું લોટાના પાણીમાં નાખી દે અને ઝૂંપડીમાં એક બાજુ મૂકી રાખ. નિદ્રાને સમય થઈ ગયો છે એટલે વધુ વાત કાલે પ્રપ્ત:કાળે કરીશું.'
બીજે દિવસે શ્વેતકેતુ વહેલો ઊઠી ગયે. પ્રાત:કર્મમાંથી પરવાર્યા પછી શ્વેતકેતુ પિતા પાસે ગયો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પિતા સમજી ગયા કે ગઈ કાલે અધૂરી મૂકેલી વાત એ જાણવા ઈચ્છે છે, એટલે તેમણે આગલી રાતે આપે જળને લેટે મગાવ્યો. પછી કહ્યું : “તેં ગઈ કાલે એ જળમાં. મીઠું નાખ્યું હતું તે મને પાછું અપ.” શ્વેતકેતુએ લેટીમાં હાથ નાખ્યો, પણ મીઠું પાણીમાં પૂરેપૂરું ઓગળી ગયું હતું. પાણીમાં એક પણ કરી દેખાતી નહતી. એટલે તેણે કહ્યું : “પિતાજી મીઠું તે પાણીમાં તદ્દન ઓગળી ગયું છે.' 'કઈ વાંધો નહીં, હવે એક કામ કર', પિતાએ કહ્યું : “લોટામાંનું પાણી હથેળીમાં લઈ ચીખી જો, કેવું લાગે છે? શ્વેતકેતુએ તે ચોખ્યું અને કહ્યું : : ખાવું. તેમાંથી થોડું પાણી ઢળી નાખી ફરી ચાખ.' તેને સ્વાદ પણ ખારો હતા. લોટાના તળિયે રહેલા પાણીને સ્વાદ પણ ખારી હતી,
ઉદ્દાલકે કહ્યું: “બેટા, મીઠું દેખાતું નથી, છતાં તે જળમાં બધે વ્યાપક છે તેમ સત દેખાતું નથી છતાં તે અણુએ અણુમાં વ્યાપક છે. જે એને પામવાનો પુરુષાર્થ કરે છે તેને તેની હયાતીને અનુભવ થાય છે
આટલું બોલી ઉદ્દાલક મુનિ શાંત થઈ ગયા. ઝૂંપડીની આજુબાજુ ઊગેલા ઘાસના લીલાછમ અંકુર, શ્યામ આકાશમાં ઊડી રહેલી ધવલ પંખીઓની કતારે, ગાયોનો ભાંભરવાને મીઠો અવાજ, બાજુની ઝૂંપડીમાંથી આવતે ઘમ્મરવલેણાને મધુર રવ, આસપાસ ચારો ચરતાં હરણેની આંખમાં દેખાતી ચમક અને પોતાની અંદરથી ઊભરાઈ રહેલ આનંદ - આ બધામાં શ્વેતકેતુને ચૈતન્યની લીલાની અપૂર્વ ઝાંખી થઈ. તે આંખે વીચી પિતા સમક્ષ બેસી રહો. કેટલો કાળ પસાર થયો તેને તેને ખ્યાલ ન રહ્યો. જયારે આંખે ખેલી ત્યારે સારી સુષ્ટિ પ્રકાશથી ઝળહળી રહી હતી.
કાંતિલાલ કાલાણી સંધના આજીવન સભ્ય ) સંઘના આજીવન સભ્યના ૫૦૦ નો લક્ષ્યાંકને પહોંચી વળવા માટેની ઝુંબેશ ચાલી રહી છે તે તરફ સંઘના સક્રિય સભ્યોનું ધ્યાન દોરવા રજા લઈએ છીએ. દરેક સક્રિય સભ્ય પાંચ પાંચ સભ્ય બનાવી આપે તે આ કામ ઘણું સહેલું બની જાય. ફકત એ વાત દઢપણે મન પર લેવાની જ આવશ્યકતા છે. તે તેમ કરવા આથી વિનંતિ કરીએ છીએ. અથવા તે પોતાના સ્નેહીએ કે મિત્રોને ફોન દ્વારા આજીવન સભ્ય થવાને લગતી ભલામણ કરીને તેમનાં નામ - સરનામાં અને ફેન - નંબર કાર્યાલયને લખી જણાવવા વિનંતિ છે. એટલે બાકીનું કામ કાર્યાલયદ્વારા પૂરું કરવામાં આવે.
અગાઉ ૩૫૦ આજીવન સભ્યોનાં નામો પ્રગટ થઈ ગયાં છે. ત્યાર બાદ આજીવન સભ્ય થવા માટે પ્રવેશપત્રો અમને મળ્યાં છે. એટલે એકંદર સંખ્યા ૩૬૫ થાય છે. લક્ષ્યાંકને પહોંચી વળવામાં હજુ ૧૩૫ નામે ખૂટે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
> ભાષાનું દાન ક ભારતમાં આવીને મારે ગુજરાતમાં કામ કરવાનું રહેશે એ ખબર પડી, ત્યારથી મેં ગુજરાતી શીખીને જ આવવાને સંકલ્પ કર્યો. એ વખતે હું મદ્રાસમાં ગણિતની ડિગ્રી માટે અભ્યાસ કરતે હતું. એમાં આંખે વ્યવહાર તે અંગ્રેજીમાં ચાલતે, અને બધા અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓ પણ શુદ્ધ અંગ્રેજી બોલતા. ભવિષ્યમાં મારે ગુજરાતમાં આવીને કૅલેજમાં ગણિત ભણાવવાનું હતું, અને કૅલેજમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતી બનશે એની કલ્પના પણ એ કાળે નહોતી, માટે મારું આખું કાર્ય અંગ્રેજીમાં જ ચાલશે એમ હું એ વખતે માનતે હતો. તે પણ મેં એ પણ જોયું કે એ મદ્રાસના વિદ્યાર્થીએ અંગ્રેજી સારી રીતે જાણતા હોવા છતાં વર્ગમાંથી બહાર આવે કે તરત આખા ય વ્યવહાર પિતાની મધુર તામિલ ભાષામાં કરે. એટલે મને થયું કે, ગુજરાતમાં પણ ગણિત તો ભલે અંગ્રેજીમાં ભણાવીશું, પણ કેળવણીનું જે સારું કામ વ્યકિતગત સંપર્ક અને માર્ગદર્શન અને મિત્રતા દ્વારા થાય એ માટે માતૃભાષા જ જોઈએ. .. અને ત્યારથી મેં નિશ્ચય કર્યો કે ગુજરાતમાં જઈશ તો ગુજરાતી શીખીને જ જઈશ. એ નિર્ણય લેવાની પ્રેરણા આપવા, અને ત્યાર પછી એને અમલ કરવા માટે પણ શકિત આપવા બદલ, મેં પ્રભુને. ઘણીવાર આભાર માને છે.
ભાષાઓ શીખવાને મને ઠીક અનુભવ હતો. નાનપણથી એ સંસ્કારો હતા. છોકરાએ નાની ઉંમરે ભાષાઓને અભ્યાસ શરૂ કરે, એ મારા પિતાશ્રીનો આગ્રહ હતો; એટલે હું પાંચ વર્ષને થયો ત્યારે સ્પેનના અમારા શહેરમાં ચાલતી એક જર્મન શાળામાં - મને મૂક, અને ઘેર એક શિક્ષિકાને બોલાવીને ફૂન્યની શરૂઆત પણ કરાવી. એ રીતે ભાષાઓ માટે મારામાં પ્રેમ અને રસ હતો જ; પણ આ નવી ભાષા શીખવામાં હવે જુદો પડકાર હતો. એક તે ઉમર ઠીક વધી હતી. ભાષાઓ જેમ વહેલી શીખાય તેમ સહેલી પડે, અને અમુક ઉંમર પછી નવી ભાષા બરાબર શીખી ન શકાય, એ હકીકત છે. બીજી બધી ભાષાઓ હું નાનપણમાં શીખ્યો હતો. પણ ગુજરાતીની પહેલી બાળપોથી મારા હાથમાં આવી ત્યારે મારું ઓગણત્રીસમું વર્ષ ચાલતું હતું. ને હજી બીજી મુશ્કેલી ભાષાના જુદાપણાની હતી. યુરોપની ભાષાએ તે જુદી જદી, પણ એકબીજીને મળતી આવે. ઘણા શબ્દો સરખા નીવડે, અને લિપિ પણ સરખી હોય; જ્યારે ગુજરાતી ભાષા તો સાવ જુદી, ભાગ્યે જ કોઈ પરિચિત શબ્દ કે ધાતુ આવે, અને લિપિ પણ એવી આગવી કે એક અક્ષર પણ ન ઉકેલાય. દિવસે સુધી એકએક અક્ષર એાળખીને જુદો પાડીને, ભૂલો કરીને, ધીરજની કસોટી કરીને વાંચવું પડવું – એ તપ. હજી યાદ છે.
મારી શીખવાની રીત લખતા રહેવાની હોય છે. ફકત ભાષામાં નહિ, કોઈ પણ વિષયમાં: એટલે એક બાજુ વ્યાકરણ અને શબ્દકોશ રાખ્યું અને બીજી બાજુ કાગળ અને પેન રાખું, અને વાંચવાનું, લખવાનું, ભૂલો કરવાની, તાળો મેળવવાને, છેકી નાખવાનું, ફાડી લેવાનું અને ફરીથી શરૂ કરવાનું-એ કાર્યક્રમ ચાલે. એ રીતે હું ઠીક પાયાના સિદ્ધાંત અને નિયમો શીખ્યો, અને શબ્દોને અને રૂઢિપ્રમેગેને પરિચય કેળવવા લાગ્યો. પણ ભાષા તે બોલવાની જ ચીજ છે, એટલે એ જીભ ઉપર આવે ત્યારે જ ખરી. અને બોલવા માટે બીજાઓને સહકાર જોઈએ અને ગ્ય વાતાવરણ જોઈએ. એની
ધમાં હું વિદ્યાનગર ગયો. ' મારો વિચાર સરળ હતો: એક વર્ષ સુધી હોસ્ટેલમાં રૂમ લઈને વિદ્યાર્થીઓની વચ્ચે રહેવું. આખું જીવન એમની સાથે અને