SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦૭૪ પ્રબુદ્ધ જીવન ✩ एकोऽहं ચૈતન્ય તત્ત્વ અણુએ અણુમાં વ્યાપક છે એવું પર પરાથી સ્વીકારાતું આવ્યું છે, પણ એ અંગે ગંભીર વિચારણા બહુ ઓછા માણસે કરે છે. આવે। પ્રશ્ન માણસ સમક્ષ આવે છે ત્યારે ચૈતન્યની સર્વવ્યાપકતા વિશે તે વિચારવા માંડે છે, પણ એના મનમાં સ્પષ્ટ ચિત્ર ઉપસ્થિત થતું નથી. એના વિશે ` વિચારતાં માણસ વધુ ગૂંચવાય એવું બન્યું છે. આ ગૂંચવાડાનું અનુસંધાન છેક ઉપનિષદકાળ સુધી લઈ જઈ શકાય તેમ છે. “છાંદેગ્ય ' ઉપનિષદ”માં ઉદ્દાલક અરુણી અને તેના પુત્ર શ્વેતકેતુ વચ્ચે આ અંગે એક સુંદર સંવાદ થાય છે. ઉદ્દાલક અરુણી એ યુગના સમર્થ ઋષિ હતા. એમણે પ્રચલિત પ્રથા મુજબ શ્વેતકેતુને બ્રહ્મવિદ્યાના શાન માટે અન્ય ઋષિ પાસે બાર વર્ષ માટે મોકલેલા. તે મુજબ બાર વર્ષ ગુરુને ત્યાં અભ્યાસ કરી શાનની ખુમારી સાથે શ્વેતકેતુ પિતાના આશ્રમે પાછા ફર્યો. શ્વેતકેતુ પરિપૂર્ણ અભ્યાસ કરી આવ્યા તેથી પિતાજી ખૂબ રાજી થયા. તેમણે પુત્રને પેાતાની પાસે બેસાડયો અને શરીરે હાથ ફેરવી તેના ખબરઅંતર પૂછ્યા અને ગુરુના આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી. અભ્યાસ વિશે પૂછ્યું ત્યારે પિતાને શ્વેતકેતુના મુખ ઉપર તે જબરી સિદ્ધિ હાંસલ કરીને આવ્યા હોય તેવા ભાવના અણસારો જોવા મળ્યો. પોતે પ્રાપ્ત કરેલ બ્રહ્મવિદ્યા વિશે તેણે પિતાને વિગતે વાત કરી અને કશું ભણવાનું બાકી નથી રહ્યું તે પણ જણાવી દીધું. પુત્રને શાનના થોડો ધર્માંડ છે એવું લાગતાં ઉદ્દાલક મુનિને થયું કે શ્વેતકેતુને બ્રહ્મવિદ્યા વિશે પ્રશ્ન કરું તે એ કેટલા પાણીમાં છે તેને ખ્યાલ આવી જશે તેમણે શ્વેતકેતુના ખભા ઉપર હાથ મૂકી પૂછ્યું : બેટા શ્વેતકેતુ, તું તારા ગુરુ પાસેથી ઉત્તમ કોટિના અભ્યાસ કરી આવ્યો લાગે છે. તું મને એ કહે કે એવી કઈ વસ્તુ છે કે જેનું શ્રાવણ ન કર્યું હાય તે શ્રાવણ કરેલું થાય, ન વિચાર્યું હેાય તે વિચારેલું થાય અને જે અજ્ઞાત હાય તે શાત થાય ?” પિતાના પ્રશ્ન સાંભળી શ્વેતકેતુ વિચારમાં પડી ગયા. તેણે આ બાબતની ગુરુ સાથે કયારેય ચર્ચા કરી નહોતી. પોતે પિતા આગળ અવિવેક કર્યા તેનો તેને ભારે ક્ષોભ થયા. તે પિતાનાં ચરણામાં નમી પડ્યા અને બોલ્યો : ‘ભગવન, એ ક્યા ઉપદેશ છે ?” ઉદ્દાલકને થયું કે પુત્રને મિથ્યા ગૌરવનો ખ્યાલ આવી ગયો છે. એટલે પુત્રની મૂંઝવણ દૂર કરવા પ્રશ્નનો ઉત્તર આપવાનું ઉચિત ધાર્યું. તેમણે કહ્યું : હે સામ્ય, માટીના એક પિડનું શાન થતાં માટીમાંથી બનતી તમામ વસ્તુઓના ખ્યાલ આવી જાય છે. માટીમાંથી બનેલી વસ્તુઓ (ઘડા, લોટો, માટલી, તાવડી)નાં નામ જુદાં જુદા હાય છે, પણ એ આખરે તે માટી જ છે. તેમ જ હે સેામ્ય, સાનાની લગડીનું જ્ઞાન થયે સેનામાંથી બનતી તમામ વસ્તુઓ (વીંટી, એરિંગ, બંગડી, અછોડો)નાં નામ અલગ અલગ હોવા છતાં આખરે તે તે સુવર્ણ છે એમ ઓળખી શકાય છે. એવી રીતે લાહધાતુ વિશે કહી શકાય, નખ કાપવાની નરણીની ધાતુનુ જ્ઞાન થ લેાહમાંથી બનેલ (ચપ્પુ, છરી, સાય, સાણસી, કાતર ઈત્યાદિ) વસ્તુઓ આખરે લેાહ જ છે તેનો ખ્યાલ આવે છે. તેનું જ તે ઉપદેશનું છે. ચૈતન્ય તત્ત્વ એક છે અને સર્વત્ર એ જ વિલસી રહ્યું છે છતાં એ જુદાં જુદાં નામે ઓળખાય છે. એટલે આપણા મનમાં ગૂંચવાડો થાય છે એવું નિર્દેશન ઉદ્દાલક મુનિ ઉપર્યુકત કથનમાં કરે છે, પણ શ્વેતકેતુને તે બરાબર સ્પષ્ટ થતું નથી. ગુરુએ બાર વર્ષ સુધીમાં આ પ્રકારનું શિક્ષણ ન આપ્યું એના વસવસાથી એ बहुस्याम् ✩ ઘેરાઈ ગયા છે. એટલે પિતાની વાત સમજવાને બદલે પિતા સમા ગુરુના જ દોષ કાઢે છે. જો પોતાના દોષ કાઢે તો પિતા કદાચ ફીથી અભ્યાસ કરવા મેકલે એવા એને ભય હશે. એટલે પોતે કાચા છે એવું તે કબૂલ કરતા નથી, અને કહે છે: મારા ગુરુને એ બાબતનું જ્ઞાન જ નહેાનું. જો એમને આ બાબત વિદિત હોત તે તેઓ મને કેમ ન કહેત ? ગમે તેમ, પિતાજી તમે મને એ બાબતના ખ્યાલ આપો.’ ઉદ્દાલકને થાય છે કે શ્વેતકેતુ જ્ઞાન પામવા ઉત્કંઠ થયેા છે. આજુબાજુનું વાતાવરણ શાંત અને ગંભીર છે. માત્ર બાજુમાંથી વહેતાં ઝરણાંના ખળખળ પણ મધુર નિનાદ આવી રહ્યો છે. આવા પ્રસન્નગંભીર વાતવરણમાં ઉદ્દાલક બેલવાનું શરૂ કરે છે. કહે છે : ‘ હે સેામ્ય, શરૂઆતમાં આ (સત ્) એક અને અદ્રિતીય હતું. કેટલાક કહે છે કે શરૂઆતમાં માત્ર -સત હતું. બીજું કશું નહીં, અને -સત માંથી સત ઉત્પન્ન થયું. પણ હું શ્વેતકેતુ, એ કેવી રીતે બને ? - સતમાંથી સત કેવી રીતે ઉદ્દભવી શકે ? હકીકતે તે કશું જ સર્જાયુ નહાતું ત્યારે એકમાત્ર સત જ અસ્તિત્વ ધરાવતું હતું, માત્ર એક અને અદ્રિતીય. એ સતે એક સંકલ્પ કર્યા: હું બહુરૂપ થાઉં, વિકસ્યું. તેણે તેજ ઉત્પન્ન કર્યું. પછી તેજે સંકલ્પ કર્યો: હું બહુરૂપ થાઉં, વિકસ્યું. પછી તેણે જળ ઉત્પન્ન કર્યું. એટલે માણસ જયારે ખૂબ દુ:ખી થાય છે કે ગરમીથી તેને પ્રસ્વેદ થાય છે ત્યારે પેલા તેજમાંથી જળ બહાર નીકળે છે. પછી જળ સંકલ્પ કર્યા: હું બહુરૂપ થાઉં, વિકસ્યું. તેણે અન્ન ઉત્પન્ન કર્યું . એટલે જયાં જયાં વરસાદ પડે છે, ત્યાં ખૂબ ધાન્ય પાકે છે. ખરેખર જળમાંથી જ ખાવા માટેનું અન્ન ઉત્પન્ન થાય છે. ૧૧૯ એક જ ચૈતન્ય સર્વત્ર કેમ વ્યાપક છે તે દર્શાવવા તેઓ શ્વેતકેતુનેં અનેક દૃષ્ટાંત આપે છે, તે ધાં દૃષ્ટાંતા કહેવાનો લેાભ જતા કરી માત્ર બે દૃષ્ટાંતે જ રજૂ કર્યું છે. શ્વેતકેતુને વિશ્વમાત્રમાં સ્ફુરણ કરી રહેલા સત ને સમજવું છે, એટલે એ પિતાની ચર્ચામાં ઊંડા રસ લઈ રહ્યો છે, અને બરાબર જાગૃત બની ગયા છે. એટલે એ સતની વ્યાપક ` હસ્તી વિશે પિતાજીને પ્રશ્ન કરે છે. પુત્રની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થઈ છે જાણી તેઓ ખૂબ પ્રસન્નતા અનુભવે છે. તેઓ શ્વેતકેતુને કહે છે કે બેટા, સામે વડનું તિંગ વૃક્ષ ખડુ છે, અને તેની નીચે અનેક ટેટાએ પડેલા છે. એમાંથી એક ટેટા લઈ આવ. શ્વેતકેતુ દેડતા જઈ વડના ટેટા લઈ આવેછે અને પિતાજીના હાથમાં મૂકે છે. ઉદ્દાલક કહે છે, લે, આ ટેટા તારી પાસે જ રાખ અને હું કહ્યું” તેમ કર. ટેટાના બે ભાગ કરી નાખ. લે, આ મેં બે ભાગ કરી દીધા. એમાં તને શું દેખાય છે ? ઝીણાં ઝીણાં અસંખ્ય બીજ. એમાંથી એક બી કાઢ અને તેને પથ્થર વતી તાડ લેા, મેં એક બીને તેડવું. હવે તને શું દેખાય છે? કેમ, કશું જ નહીં, બિલકુલ, કંઈ જ નહીં. અરે પ્રિય પુત્ર, આ વિશાળ વટવૃક્ષા તદ્દન એમ ને એમ તે ઉત્પન્ન થાય નહીં. ભલે તને નરી આંખે બીજમાં રહેલું સૂક્ષ્મ તત્ત્વ દેખાતું ન હોય, પણ એમાંથી આ વિશાળ વૃક્ષ ઉત્પન્ન થયું છે. આ વૃક્ષનું અસ્તિત્વ જોઈ શકે છે. આ બીમાં એ જ સત છે, એ જ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy