________________
તા.૧-૧૦-૭૪
પ્રબુદ્ધ જીવન
માતા
આનંદમયી
[ગત પર્યુષણ ાણનાળામાં “માતા આનંદમયી” વિશે શ્રીમતી વસુબહેન ભટ્ટે આપેલા વ્યાખ્યાનનો સારભાગ અહીં પ્રગટ કરવામાં આવ્યો છે.]
મા નંઠમથી ખૂબ સ્વરૂપવાન છે. એમની મુખમુદ્રા ભવ્ય, તેજસ્વી અને અલૌકિક છે. જે રીતે બંગાળી ભાવે શ્વેત વસ્ત્રો પરિધાન કરે છે એમાં એમનું વ્યકિતત્વ ખૂબ જ આકર્ષક લાગે છે. અસાધારણ તેજ એમના પર વિલસી રહ્યું છે. તેજપુંજસમી આખામાં ભારોભાર કારુણ્ય જોવા મળે,
કે જેમાં જ્ઞાન-અજ્ઞાનના પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી. એમાં અમુક કક્ષાએ પહોંચતાં સાધક પોતાના ધ્યેય સાથે એકાકાર દશા અનુભવે છે. એ દશામાંથી એ ધારે તે પાછે સ્વભાનના સામાન્ય સ્તર પર આવી શકે, પરંતુ આ જાતની સમાધિનું પણ અતિક્રમણ થવું જોઈએ અદ્રિતીયતાની મૂઆ ઉચ્ચતમ સ્થિતિ કોઈ પણ ભાષાથી સમજાવી કે વર્ણવી શકાય તેમ નથી. એ તે કેવળ એક અનોખી અનુભૂતિ જ છે.” મા કહે છે તેમ આવી પરમ શાંતિને પામવા અંતરદેવાને જગાડવા જોઈએ. એને શોધવા બહાર ફાંફાં ન મારો. વારંવાર સ્મરણ કરવાથી એની શ્રાદ્ધા જન્મે છે. એથી સત્સંગ, મૌન, પરમતત્ત્વનું ાન કેળવી સ્થિર બેસવું જોઈએ; અને વિચારોને દેશવટો દીધા બાદ સમાધિસ્થ થવાય છે. માને ચીજવસ્તુ આપી દેવામાં ય આનંદ છે. એ ખૂબ ઉદાર છે. કહે છે કે દઈને તે દૈવત્વ મળે છે. આંતરિક સ્વચ્છતાન પડઘા એમના બાહ્યા શરીર પર પડે છે.
આનંદ પરસ્પર હાય છે. એમની સાથે વાત કરતા હાઈએ ત્યારેય જાણ્યા વગર રહેવાય જ નહીં કે એમાંય સામાને કશુંક આપવાની વૃત્તિ જ દેખાય, જાણે કે પ્રેમની લહાણી કરતાં ન હાય. એમની યાદશકિત પણ અદ્ભૂત છે.
આવી આ વ્યકિત છે. એમના વ્યકિતત્વથી, સૌમ્યત્વથી અને એમના ચિત્તથી હું પ્રભાવિત થઈ છું. અનેક સાધુઓસંતાને મળી છું, પણ એ સૌમાં માનું એક અનોખું સ્વરૂપ જોવા સાંપડયું છે. દર્શનાર્થીઓનાં ટોળાં વચ્ચેય માના બાહ્ય સૌન્દર્યની સાથે આંતરસૌન્દર્યની, સૌમ્યત્વની, સ્નેહ - સાદાઈની અને સદ્ભાવની
ઝાંખી થયા વગર રહે જ નહીં.
ઈશ્વરની આ દુનિયામાં પ્રભુએ એને સમજી શકે એવા અને ન સમજી શકે એવા બન્નેનું સર્જન કર્યું છે. સર્જનહારના સર્જનને સંતાયે તેવા સ્નેહથી રમકડાં આપવાં જરૂરી છે.
એમની સાધનામાં શાન, ભકિત અને કર્મના ત્રિવેણીસંગમ જોવા મળે છે. માની મુખ્ય વિભાવના છે વેદના તત્ત્વજ્ઞાન મુજબ “એક એવ અદ્વિતીયમ નાસ્તિ” પરમાત્મા એક જ છે. માણસનું બાહ્યા ક્લેવર એ તો ખાળિયું છે; મુખ્ય છે તેના આત્મા. માની આ દષ્ટિ છે. એ સહુમાં સમાનતા ભાળે છે. ધર્મ, જાતિ, વર્ગ તરફ એક જ ભાવ છે. ઝરણુ` સાગર તરફ પ્રયાણ કરે છે—બસ એમ જ. દ્વૈતના ભાવ એમાં કયાંય જોવા મળતા નથી. સત્યની અનુભૂતિ એમાં સ્પષ્ટ છે.
તેઓ ફૂલ જેવાં કોમળ છે. તેની તાજગી, સુગંધ પણ એમનામાં સાથે છે જ. આવાં આનંદમયીના જન્મ ૩૦મી એપ્રિલ ૧૮૯૬માં ત્રિપુરામાં થયા હતા. મૂળ નામ નિર્મળાસુંદરી. પિતાનું નામ વિપિનવિહારી ભટ્ટાચાર્ય અને માતાનું નામ મક્ષિસુંદરી. બાર વર્ષની વયે વિક્રમપુરના રમણીમેાહન સાથે એમનાં લગ્ન થયાં હતાં.
નાનપણથી તેઓ ભાવાવેશમાં આવી જતાં. લગ્ન પછી પણ આવું થતું જ. સાસરામાં થયું કે આ કંઈક ભૂત-ચૂડેલ છે. ભૂવા બાલાવ્યા, મોટા દાકતર પાસે ચિકિત્સા કરાવી, પરંતુ સૌને એમાં ઉચ્ચ આધ્યાત્મિકતાના વિકાસ જ થતા દેખાયા. આવી અવસ્થાના અનુભવ ડૉ. મહેન્દ્ર નંદીનેય થયા હતા. ત્યાર પછી એમના પતિ એમના પ્રથમ શિષ્ય બન્યા અને ભાળાનાથ નામે વિખ્યાત થયા.
આનંદમયી નામ તે પછી કેવી રીતે આવ્યું? એક વખત એ સિદ્ધશ્વર આશ્રમે સપરિવાર જાય છે, સમાધિ લગાડે છે. તેમના સ્વરૂપમાં સૌન્દર્ય, સ્ફૂર્તિ, લાવણ્ય હતાં જ. એમની ચેતનામાં માંગલ્ય, આનંદ, કારુણ્ય હતાં, અને એમને સર્વત્ર આનંદ થવા લાગ્યા એની અનુભૂતિ થઈ. ત્યારથી એ આનંદમયી થયાં.
વાણીના સયમ પર મા ખૂબ ભાર મૂકે છે. ૧૯૨૪થી તા એમણે પોતે સ્વહસ્તે ખાવાનું છેાડી દીધું છે. છતાં અન્યને જમઢવામાં એ સાચા અર્થમાં અન્નપૂર્ણા છે. માત્ર ભેજન પીરસવું, આપી દેવું, એ જમાડવું નથી. એમાં સ્વચ્છતા જોઈએ, કાળજી જોઈએ, પ્રેમ જોઈએ.
સમાધિ અંગે પૂછતાં મા પોતે કહે છે : “સર્વ ક્રિયાઓ અને ગુત્તિઓના લય તે જ સમાધિ કહેવાઈ શકે.એ એક એવી અવસ્થા છે
૧૦૯
માતાજીને પ્રવાસને ખૂબશેાખ છે, અને જે તે સ્થળને માનવીથી ઓળખે છે. એમને કલામાં રસ છે, જનસંપર્કમાં રસ છે. આ કારણે પ્રવાસ વધુ કરે છે. કહે છે તેમ : “ભવ્ય બગીચા વિશ્વમાં પથરાય છે. ઝાડ, પાન, ફળ, ફૂલ, પશુપંખી અને માનવ આ બગીચામાં અનેક રીતે રમે છે. દરેકને એનું આગવું સૌન્દર્ય છે. દરેક એની ભવ્યતામાં ઉમેરો કરે છે. આ શરીર ફરે છે, કારણ એને એની વિવિધતામાં અનેરો આનંદ આવે છે.”
એમનામાં અહંકારને અભાવ છે. હમેશાં દર્શનાર્થીઓ સાથે માનવતાભર્યો, તટસ્થ, નિર્લેપ વર્તાવ કરે છે—જાણે કેsupreme unconcerned નહાય !
મા કહે છે કે સારું-ખોટું એ તમારા વિચાર પર આધાર રાખે છે. કૃત્ય એના વિચાર કે વ્યકિતગત લાગણી પર આધાર રાખતું નથી. માનવના અહંકાર વિશે કહે છે કે જે ક્ષણે આ અહમ્ અટકી જાય છે ત્યાં જ પરમ તત્ત્વ તેનું સ્થાન લે છે. આ પ્રભુના પંથ છે.
આ ‘અહમ્” શું છે ? માના જવાબ જોવા જેવા છે: “તમે એમ માની લેા કે તમારા કાર્યના કર્તા તમે છે! એ જ ક્ષણે તમારામાં અહમ ના આવાસ થાય છે. દુનિયાના અર્થ જ દુનિયા. બૅ. અહીં જ સંઘર્ષનું મૂળ છે અપૂર્ણતામાં અહમ્ હાજર છે. જ્યારે સત્યજ્ઞાનના સાક્ષાત્કારમાં ‘હું” એટલે આત્મા સંપૂર્ણ છે. પૂર્ણતામાં ‘હુ’ અહમ્ છે. અજ્ઞાનતાનું પરિણામ અંધકાર છે. ભૌતિક જીવનમાં મનના પડામાં દ્વૈતના ભાવ દુ:ખ ઊભાં કરે છે. પવાદ વગર દરેક વસ્તુમાં ઈશ્વરના જ આકાર છે. જ્યાં ઈશ્વરને વિચાર નથી ત્યાં દુ:ખ છે.”
માની બીજી લાક્ષણિકતા છે તેમનું અણિશુદ્ધ પવિત્ર જીવન. શુદ્ધ ફ્લ જ ઈશ્વરના ચરણમાં સ્થાન લે છે. માટે ઈશ્વર પાસે જવા માટે આવું અણિશુદ્ધ પવિત્ર જીવન જીવવું જોઈએ; એના અધિકારી બનવું જોઈએ.
મા જ્ઞાન સાથે ભકિતને પણ પ્રાધાન્ય આપે છે. અંતરથી ઈશ્વરને બાલાવીએ તે એને આવ્યા વગર છૂટકો થતા જ નથી.
તેથી તે! દરેક સમારભને અંતે માતાજી એ ભિક્ષા માગે છે કે તમે તમારા જીવનમાં ભકિત માટે નિશ્ચિત સમય નક્કી કરો અને તેનું પાલન કરો. કોઈ પણ નામ લેા.સ્વજાગૃતિ માટે “તમારી બુદ્ધિ, તર્ક અને શકિતને પરમતત્ત્વની પ્રાર્થનામાં” લગાડવાનું એ કહે છે. “બુદ્ધિથી પામી ન શકાય એવી પરમ કૃપા અવતરે છે. એ એની