SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૭૪ માનવ – અસ્તિત્વની ચર્ચગેટ પર ટૂ ન આવે એટલે ડબામાંથી વેરાતા મગના દાણાની માફ્ક માણસે ઊતરી પડે છે. રોજરાજ વધતી જતી ગિરદીમાં માણસનું અસ્તિત્વ ચગદાતું રહે છે. કયારેક લાગેછેકે ભીડમાં ચાલતા માણસ પોતાની જ સ્મશાનયાત્રામાં શરીક થતા હાય છે. બે સ્મશાનયાત્રીઓ વચ્ચે ઉલ્ફતના કે વાતચીતના સંબંધ હોય છે પણ ભીડમાં ભચડાતાં માણસે ભારે અનાસકત હાય છે. સ્મશાનયાત્રા જેમ જેમ લાંબી થતી જાય તેમ શહેરના વિકાસ ઝડપી છે એવું ચતુરસુજાણેને લાગ્યા કરે છે. માણસના અસ્તિત્વના રકાસ એના વિકાસના પર્યાય બની રહે છે. માઓના પ્રખ્યાત કાવ્યમાં સે। સેકુસુમાને એકસાથે ખીલવા દેવાની વાત હતી. પુષ્પાને એક પેટીમાં આપણે ઠાંસીઠાંસીને ભરીશું ખરા ? આવું આપણે નથી કરતા, કારણ કે પુષ્પનું પુષ્પત્વ આપણને આદરણીય લાગે છે. એક વેગનમાં છ કે આઠથી વધારે ભેસે ને જઈ શકે એવા નિયમ છે, બે ભેસાનાં શિંગડાં એકબીજામાં ભેરવાઈ ન જાય તે માટે દારડાં બાંધી ગાળા રાખવામાં આવે છે અને બેસવા માટે ઘાસ પાથરવામાં આવે છે, એક રેફ્રિજરેટર એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાનું હાય ત્યારે ગેાદરેજવાળા રૂ. ૧૧૦/એને પેક કરવાના લે છે અને એ પેકિંગ દૂર કરવાના પણ રૂ. ૫૦/લે છે. રેફિજરેટરને ક્યાંય ગેાબ ન પડે, અરે, કયાંય નાને કાતરો ન પડે તેની સંભાળ લેવામાં આવે છે. વીમે ઉતરાવવામાં આવે છે. જરા અમથે। ડાઘ પડે ત્યારે ગૃહિણીને તે જીવ બળી જાય છે. ટૂંકમાં રેફ઼િજરેટરના અસ્તિત્વ (being )ના આપણે આદર કરીએ છીએ. માત્ર માણસ જ એવું પ્રાણી છે જે ગમે તે સ્થિતિમાં મુસાફરી કરતું રહે છે. ખેડૂત બે ચાસ વચ્ચે અમુક જગ્યા છેડે છે અને બે છેડવા વચ્ચે પણ ઘેાડુંક અંતર રહે એવે આગ્રહ રાખે છે, જેથી છેડનું વ્યકિતત્વ જોખમાય નહીં. બારડોલીથી કેળાં સ્ટીમર દ્વારા છેક રશિયા મેાકલવામાં આવે છે ત્યારે કેળાનું કેળાપણું. (banananess) અકબંધ રહે તેની ભા૨ે દરકાર રાખવામાં આવે છે. પ્રશ્ન થાય કે માનવનું માનવ્ય જ આટલું સસ્તું કાં ? ડાર્વિને ઉત્ક્રાંતિના વિચાર દ્વારા આપણા અસ્તિત્વની સર્વોચ્ચતા પ્રતિપાદિત કરી આપી, પણ આપણે તે જાળવી શકયા છીએ ખરા ? ઉત્ક્રાંતિવાદે માણસને એક પ્રકારનું કુલાભિમાન આપ્યું, પણ પુરુષાર્થ વગરનું કુલાભિમાન કર્યાં સુધી ટકે ? . લાણે માણસ અમુક માણસને ચમચે છે એવું હમણાં વારંવાર સાંભળવા મળે છે. એક સ્વયંપૂર્ણ અસ્તિત્વને જાણે ગિરવે મૂકવામાં આવે છે. માણસ પેાતાની હસ્તી ( being )ના આવા ખંડિત ટુકડાઓ જ્યાં ત્યાં વેરતા રહે છે અને એટલે અંશે એ મરતા રહે છે. શોષણ કરનારો અને શાષિત એમ બંને જણા પેાતાની હસ્તીની રાખાડી કરતા રહે છે. એક વડીલે આશીર્વાદ આપતાં લખ્યું : તમે મા ત્યાં સુધી જીવા. જબરી વાત કરી દીધી. સ્મશાનમાં જે બળે છે તે તે નિશ્ચેષ્ટ જીવનનું ખંડેર માત્ર છે. આપણી જીવનલતાના કેટલે ભાગ લાકડું બની ચૂકયા છે તે વાત મહત્ત્વની છે. ડાળી અને લાકડામાં પાયાના તફાવત એટલા જ કે એકમાંથી જીવનરસ વહે છે જયારે બીજામાંથી એનું વહન અટકી ગયું છે. હું કોઈકની અદેખાઈ કરું ત્યારે મારા મરી પરવારેલા અસ્તિત્વની રાખેડી બીજા પર ચાપડત હાઉ છું. કહે છેકે અદેખાઈ કરનારને પિત્ત થાય છે. સાચા પ્રેમ અનસૂય છે, કારણ કે એમાં અસ્તિત્વ માત્રનું અભિવાદન છે. કોયલના ટહુકો અને આબે આવેલા મ્હાર વચ્ચે અદેખાઈ હાઈ શકે ? મુદ્ધ જીવન વિરાટ સ્મશાનયાત્રા ટહુકાનું, મ્હારનું અને વસંતના વાયણનું અસ્તિત્વ વિસંવાદી નથી હેાનું. ૧૦૭ વિનાબાજીએ સૂક્ષ્મપ્રવેશને મહિમા વધાર્યા છે. પરમાણુની શકિતનો પરચે મેળવીને માણસે ભૌતિક પર્યાવરણમાં સૂક્ષ્મપ્રવેશ કર્યો છે. આવે. એકતરફી સૂક્ષ્મપ્રવેશ ખતરનાક નીવડે તેમ છે. જીવશાસ્રીય પર્યાવરણમાં બેકટેરિયા અને વાઈરસ સુધી પહોંચવાથી સૂક્ષ્મપ્રવેશની ભૂમિકા જરૂર થઈ છે. આલ્બર્ટ સ્વાઈત્ઝર જયારે જીવમાત્ર પ્રત્યેના આદરની વાત કરે છે ત્યારે અણુશકિતને સમાંતર એવી ભદ્ર બાજુ ખૂલે છે એમ પણ લાગે. ણુની શકિત ત્યારે જ પચે જયારે બેકિટરિયાના અસ્તિત્વના પણ આપણે આદર કરીએ. આવા વિરાટ આદરને, આવા સૂક્ષ્મ અભિવાદનને સંતોએ પ્રેમ કહ્યો છે. આજે જગતને આવા “માઈક્રોફાઈન્ડ” પ્રેમની જરૂર ખાસ પડી છે, કારણ કે પરમાણુને એ પહેચાનતા થયા છે. કે આપણા અસ્તિત્વને રાખોડી બનતું અટકાવવાનો આ જ એક ઉપાય છે.દ. ચાદિનની પંકિતઓ બાકીની વાત કહી દેશે: એક દિ' પવન, મોજા, ભરતી અને ગુરુત્વાકર્ષણને નાથ્યા પછી આપણે પ્રભુ માટે પ્રેમની શકિત જોતરીશું. પછી ઈતિહાસમાં બીજી વાર માણસ અગ્નિની શોધ કરશે . ૐ. ગુણવંત શાહ જાપાનના હિંસાવાદી વિદ્યાર્થી –ક્રાંતિવીર તાજેતરમાં જાપાનના ‘રેડ આર્મી તરીકે ઓળખાતા વિદ્યાર્થીઓના એક દળના ત્રણ ઉદ્દામવાદીઓએ દ્વેગમાં (હાલાન્ડ) રહેલા એક ફ્રેન્ચ રાજદૂતને બાનમાં પકડયા હતા. ફાંસમાં ‘રેડ આર્મી’ના એક જાપાની ગેરીલાને પકડયા હતા તેને છેડાવવા માટે ફૂં ન્ચ રાજદૂત ઉપર આ હથિયારધારી ઉદ્દામવાદી ત્રાટક્યા હતા. જાપાનનું આ ‘રેડ આર્મી' શું છે? જાપાનમાં માત્ર આ એક જ ઉદ્દામવાદી દળ નથી. (૧) અમેરિકા અને જાપાન વચ્ચેના સલામતી અંગેના કરારના વિરોધ કરતું એક દળ છે તેને ‘આમ્પે કઈહીન' કહે છે. (૨) ઉદ્દામવાદી વિદ્યાર્થીઓના બીજા દળને ‘સેકીગુન્હા’ કહે છે. અંગ્રેજીમાં તેને ‘રેડ આર્મી' પણ કહે છે. (૩) ત્રીજું દળ ઓછું ઉદ્દામવાદી છે. તેનું નામ ‘ચુકાકહા’ છે. જાપાની વિદ્યાર્થીએ પેાતાના રાજકીય મંતવ્ય અંગે બહુ જઝનૂની બની શકે છે. તેના કેટલાક દાખલા જોવા જેવા છે. આ વરસની શરૂઆતમાં બે જાપાની વિદ્યાર્થીનું ટોકિયા મુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં જ ખૂન થઈ ગયું. પેાલીસે કહ્યું કે આ બે વિદ્યાર્થીઓ ‘રૅડ આર્મી’ના સભ્યો ઉપર જાસૂસી કરતા હતા એટલે રેડ આર્મી’ના વિદ્યાર્થીએ તેમને હુલાવી દીધા. જાપાનમાં આ પ્રકારનો ખૂન સામાન્ય થઈ પડયાં છે. જો કે જ્યારે ઈઝરાયલના તેલ અવીવ ખાતેના એરપાર્ટ ઉપર જાપાની યુવાને એ નિર્દોષ મુસાફરોની કતલ કરી ત્યારે જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રૅડ આર્મી” પ્રખ્યાત થઈ ગયું હતું. રેડ આર્મી' અને બીજા ઉદ્દામવાદી વિદ્યાર્થીઓની ખૂનની પ્રવૃત્તિ વ્યાપક છે. પેાલીસ, સરકારી અમલદારો, પ્રેાફેસરો અને
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy