SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૭૪ જ વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડો. રમણલાલ શાહનું સન્માન જ તા. ૨૬-૯૭૪ ગુરૂવારના રોજ સાંજના, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળતા અંગે જાનંદ વ્યકત કરવા તેમજ તેના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહનું સન્માન કરવા, સંઘના એક અગ્રગણ્ય સભ્ય શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરીના પ્રેમભર્યા નિમંત્રણને માન આપીને ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલા તેમના નિવાસસ્થાનના “દિવાને ખાસ” જેવા હોલમાં સીમિત આકારનું એક સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. પ્રથમ શ્રી દામિનીબહેન જરીવાળાએ “મેં તે પ્રેમ દીવાની” એ મીરાંનું ભકિતગીત ગાયું હતું. ત્યારે વાતાવરણ નિરવ સ્તબ્ધતાસભર બની ગયું હતું. કારણકે તેમને સ્વર અંતરના ઊંડાણમાંથી પ્રગટ થઈને શ્રોતાઓના અંતરને સ્પર્શતે હતો જાણે એક દવે બીજા દીવાઓને પ્રગટાવી રહૃાો ન હોય! એ બે મિનિટ સ્મૃતિપટ પરથી જલદી ભૂંસાશે નહિ. - ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે બોલતાં જણાવ્યું કે, સંઘની પ્રવૃત્તિઓનો વિકાસ થાય એ માટે અમે સતત ચિન્તનશીલ રહીએ છીએ અને કાર્યકરોના સહકારથી સંઘની પ્રવૃત્તિઓને વિકાસ સાધી રહ્યા છીએ. * વ્યાખ્યાનમાળાને ડે. રમણલાલ શાહ જેવા યોગ્ય પ્રમુખ સાંપડયા છે તે સંઘનું સૌભાગ્ય છે. આ વ્યાખ્યાનમાળા સાંગોપાંગ સફળ નીવડી તે માટે ર્ડો. રમણલાલ શાહનું હું અભિવાદન કરું છું અને સંગીતા બહેને વગેરેએ જેમણે જેમણે અમને સહકાર આપ્યો છે તે સૌને અંત:કરણપૂર્વક આભાર માનું છું. . - ત્યાર બાદ યજમાન શ્રી ગણપતભાઈ ઝવેરીએ, સંઘના સંચાલકોએ તેમનું નિમંત્રણ સ્વીકાર્યું તે બદલ પોતાની ખુશી વ્યકત કરી હતી અને આભાર માન્યો હતો તેમ જ સૌને આવકાર આપ્યો હતો અને જયારે વિચાર થાય ત્યારે તેમને ત્યાં સંઘને લગતી સભા બેલાવવાનું તેમણે નિમંત્રણ આપ્યું હતું અને નવેય દિવસના અઢાર વ્યાખ્યાનના તેમના મન પર પડેલા પ્રત્યાઘાતો વાંચી સંભળાવ્યા હતા. ત્યાર બાદ શ્રી હીરાબહેન પાઠકે સંઘ આયોજિત આ વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિને એક વિશિષ્ટ તેમ જ ખૂબ જ ઉચ્ચકોટિની તેમ જ પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળા ગણાવી હતી. તેમણે કહ્યું કે આ વ્યાખ્યાનમાળા ખરેખર સાત્ત્વિક વાતાવરણ ઊભું કરે છે અને આ અસર શ્રોતાઓનાં દિલ પર લાંબા સમય સુધી ટકી રહે છે. ત્યાર બાદ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહે પણ આ વ્યાખ્યાનમાળાની ગુણવત્તા બાબત પોતાના વિચારો જણાવ્યા હતા, અને તેમણે જણાવ્યું કે વ્યાખ્યાનમાળાને પ્રે. રમણલાલ શાહ જેવા વિદ્વાન પ્રમુખ સાંપડયા છે તે ખરેખર સંધના ધન્યભાગ્ય છે. અને છે. રમણભાઈને તેમણે અંતકરણપૂર્વક આભાર માન્યો હતો. ત્યાર બાદ શ્રી સુબોધભાઈ એમ. શાહે વ્યાખ્યાનમાળાના અનુસંધાનમાં થોડાંક સૂચનો કર્યા હતાં. ત્યાર બાદ છે. રમણલાલ શાહે બેલતાં જણાવ્યું કે આપ સૌ વડીલોએ મારી જે પ્રશંસા કરી છે તે માટે હું કેટલું લાયક છું તે હું બરાબર સમજું છું, પરંતુ આપ સૌને મારા પર એટલો બધે સદ્ભાવ છે તેનું મારે મન મોટું ગૌરવ છે. અને તેમણે કહ્યું કે આપણી વ્યાખ્યાનમાળા ખરેખર વિશિષ્ટ કોટિની છે. તેને શ્રોતાવર્ગ, વકતાઓ અને કાર્યકરે સૌમાં વિશિષ્ટતા જોવા મળે છે, અને મુંબઈ બહારથી પણ થોડા શ્રોતાઓ આવ્યાખ્યાને સાંભળવા માટે નવ દિવસ માટે ખાસ મુંબઈ આવે છે. વ્યાખ્યાનમાળાના વકતાઓ નક્કી કરતાં પહેલાં કેટલાં પાસાંઓ તપાસવાં પડતાં હોય છે તેને વિગતથી તેમણે ખ્યાલ આપ્યો હતો, અને વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાને નવ દિવસ સંભાળવામાં તેમને પોતાને પણ ઘણું બધું જાણવાનું મળે છે ' એમ કહીને તેમણે પોતાની ખુશી વ્યકત કરી હતી. અને છેલ્લે સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે જણાવ્યું કે થોડાક ' જ પ્રયત્નથી આ વખતે આપણે સંઘના ૧૦૬ આજીવન સભ્યો મેળવી શકયા છીએ. આપણા લક્ષ્યાંકમાં હવે ફકત ૧૫૦આજીવન સભ્યો ૧૯૭૪ના અંત સુધીમાં મેળવવાના બાકી રહે છે. તે માટે સૌ સભ્યો સક્રિય બને એ માટે વિનંતિ કરી હતી અને સંઘના અને વ્યાખ્યાનમાળાના પ્રમુખશ્રીનું અભિવાદન કર્યું હતું અને સંઘની પ્રવૃત્તિને ખૂબ ખૂબ વિકાસ કરવાને લગતી તેમની લાગણી તેમણે વ્યકત કરી હતી, અને આજના યજમાન શ્રી ગણપતભાઈ ઝવેરીએ નિમંત્રણ આપીને જે સરભરા કરી તે માટે તેમને આભાર માન્યો હતે. સંકલન : શાન્તિલાલ ટી. શેઠ પ્રસન્ન વાતાવરણમાં પૂરી થયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા એક નાનકડા ફેરફાર સિવાય સળંગ રીતે પાર પડી હતી. બુધવાર તા. ૧૮મીએ પ્રથમ પ્રવચન શ્રી રઘુવીર ચૌધરીનું નક્કી હતું, પરંતુ સંજોગવશાત તેમનું ઉપસ્થિત થવું શકય બન્યું નહિ. આથી એમની જગ્યાએ શી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પ્રવચન આપી એક મિત્રધર્મ બજાવ્યો હતે. નવેય દિવસ, નિશ્ચિત સમયે કાર્યક્રમની શરૂઆત ભજનથી થઈ હતી. ભજનિકોમાં શ્રી અજિત શેઠ, શ્રીમતી નિરૂપમાં શેઠ, શ્રીમતી પૂ[ણમા પકવાસા, શ્રી સુશાંતે બેનરજી, શ્રીમતી શારદાબેન, શ્રીમતી કમલિની શેટ્ટી, શ્રી ઉપેન શાહ, શ્રીમતી નિરુબેન શાહ, શ્રી રાજુ શાહ, શ્રીમતી મંદાકિનીબેન અને શ્રીમતી રમાબેન ઝવેરી હતાં. બહારગામથી આવનારા વકતાઓમાં શ્રી જયેન્દ્ર ત્રિવેદી ભાવનગરથી, ફાધર વાલેસ, શ્રી પુરુષોત્તમ માવળંકર તથા શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમદાવાદથી, શ્રી યશવંત શુકલ રાજકોટથી અને શ્રી રોહિત મહેતા અને શ્રી શ્રીદેવી મહેતા બનારસથી અમારા નિમંત્રણને માન આપીને પધાર્યા હતાં. - દરેક વકતાઓએ એમના વિષયોને પૂરેપૂરે ન્યાય આપ્યો હતો. વ્યાખ્યાનમાળાનું સંચાલન . રમણલાલ ચી. શાહે સુંદર રીતે કર્યું હતું. વ્યાખ્યાનમાળાની સમગ્ર આલોચના હવે પછીના અંકમાં તેઓશ્રી કરશે. શ્રોતાઓને સહકાર, શાંતિ અને શિસ્ત, વકતાઓની મુકત તારીફ પામ્યાં હતાં. - શ્રી હિત મહેતાએ પર્યુષણ વ્યાખ્યાનમાળાને સંરકારઘડતર કરતી સંસ્કાર વ્યાખ્યાનમાળા કહી હતી. જ્યારે સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકભાઈએ કહ્યું હતું કે, વ્યાખ્યાનમાળાને ઉદ્દેશ છે શાને માટે જિજ્ઞાાસા પેદા કરવાનો. આમ નવે દિવસનું શાનપર્વ પ્રસન્ન વાતાવરણમાં પૂરું થવું હતું. મંત્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રબુદ્ધ જીવન” અગે પત્ર “પ્રબુદ્ધ જીવન, વાચકો માટે ખૂબ જ પ્રિય પત્ર બની રહ્યાં છે. તેને લગતા પત્ર અવારનવાર આવતા જ રહે છે. આવા પત્રોને “પ્રબુદ્ધજીવન”માં પ્રસિદ્ધિ આપવી જોઈએ એ અમારો આગ્રહ હોય છે, જયારે તંત્રીશ્રી તેમ કરવાની એકખી ના પાડતા હોય છે. એમ છતાં કયારેક કોઈ વિશિષ્ટ વ્યકિતને અભિપ્રાય પત્રદ્રારા આવે ત્યારે તે તે પ્રગટ કરવો જ જોઈએ એમ સમજીને શ્રી. ભોગીલાલ સાંડેસરાને આવેલો પત્ર નીચે પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ચીમનલાલ જે. શાહ " કે. પી. શાહ, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. ને. શ્રી ચિમનભાઈ, , કુશળ હશે. ‘પ્રબુદ્ધ જીવન” નિયમિત વાંગુ છું. એ વિશે ઘણીવાર મિત્રો સાથે વાત કરતે હતો અને તમને પત્ર લખવાને વિચાર કરતો હતું, પણ એ વિચારને અમલ હમણાં જ કરી શકું છું. એક વૈચારિક પત્ર તરીકે “પ્રબુદ્ધ જીવને પિતાનું સત્ત્વ, જાળવી રાખ્યું છે એટલું જ નહિ, પણ એમાં વૃદ્ધિ કરી છે. એમાંની તમારી પ્રકીર્ણ નોંધ’ વર્ષો પહેલાંની રામાનંદ ચેટરજીના મોડર્ન રિવ્યુની નોંધોની યાદ આપે છે. પણ તમારી નોંધોએ ગુજરાતી ભાષાના પત્રકારત્વમાં સમતલ લોકહિતકારી અભિગમ તથા સરલ વિશદ અને આવેશરહિત છતાં પ્રસંગાનુસાર વેગવંતી શૈલીની એક વિશિષ્ટ પરંપરા ઊભી કરી છે એ એનું આગવું - પ્રદાન છે. વિચારક અને અભ્યાસી પત્રકાર ચિમનભાઈનાં લખાણો મને “પ્રબુદ્ધ જીવન”ના પ્રત્યેક અંકમાં વાંચવા મળે એ જોવા કાર્યવસ્ત વ્યવસાયી ચિમનભાઈને અમારી વિનંતી છે. લિ. સ્નેહાંકિત ભેગીલાલ સાંડેસરાના નમસ્કાર
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy