SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૧૦–૭૪. , પ્રબુદ્ધ જીવન ૧૦૫. with its success or failure. જ્યપ્રકાશ નારાયણે એમ કહ્યું છે કે આ આંદોલન સમૂળી ક્રાનિત છે - સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક - પણ તેનું સુરતનું ધ્યેય બિહાર વિધાનસભા અને મંત્રીમંડળનું વિસર્જન છે. તેમણે વિશેષમાં કહ્યું છે કે ગાંધીજીના ખૂનથી જે ક્રાન્તિ અધૂરી રહી અને છેલ્લાં ૨૭ વર્ષમાં સત્તાધારી પક્ષ આ કાતિથી વધુ ને વધુ દૂર જ રહ્યો છે તે કાન્તિ હવે પૂરી કરવી છે. તે માટે પહેલા સત્તાપલટો કર અને સત્તા ઉપર જે પક્ષ છે તેને હટાવો. ' આ બાબતમાં ગાંધીજીનું નામ લાવવું કેટલું ઉચિત છે તેની ચર્ચામાં ન પડીએ. ગાંધીજીના મનમાં કેવા પ્રકારની કાન્તિ હતી અને તે માટે આવા આંદોલનને તેમણે આશ્રય લીધે હેત કે નહિ તે વિવાદ નિરર્થક છે. પણ એક સૂચક હકીકતો લક્ષમાં લેવા જેવી છે. થોડા દિવસ પહેલાં એક પત્રકાર પરિષદમાં મોરારજીભાઈએ કહ્યું કે પોતે જયપ્રકાશના રસ્તે જવા માગતા નથી. સરકારના પલટા. માટે આંદોલનને માર્ગ મારે નથી લેવો. લોકતંત્રમાં તંત્રવાહકોને ભાને આવવું જોઈએ કે પ્રજા નારાજ થાય તે તેમને ઉખાડીને ફેંકી દઈ શકે છે. તેમણે કહ્યું, પ્રજામાં ગાંધીજીના યુગની સત્યાગ્રહની ભાવના પ્રગટાવવી જોઈએ, ભાંગફોડવાળા આંદોલનની નહિ. આવા આંદોલન પ્રત્યે વિનેબાને વિરોધ જાણીતે છે. સર્વોદય કાર્યકર્તાઓને તેમણે ન છૂટકે ભાગ લેવાની છૂટ આપી છે, પણ એક શરતે કે અહિંસા, સત્ય અને સંયમ જાળવવાં. જયપ્રકાશનું આંદોલન આ દિશાથી ઘણું દૂર છે એ કહેવાની જરૂર નથી. જયપ્રકાશે કહ્યું છે કે ઈન્દિરા ગાંધીએ બિહારને પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવ્યા છે. કોઈ એમ પણ કહી શકે કે જયપ્રકાશે આ અદો. લનને પોતાની પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવ્યા છે. દેશ એકમેટી આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. દુષ્કાળ અને પૂરમાં દેશને મોટો ભાગ સપડાય છે. ત્યારે રાજ્યની શકિત સંકટગ્રસ્તોને સહાય કરવિામાં ખરચવા કરતાં આવા આંદોલનને વિરોધ કરવામાં ખરચવી પડે તે કેટલું યોગ્ય છે તે વિચારણીય છે. સામ્યવાદી વિચારસરણી એવી છે કે સત્તાપલટ કરવો હોય તે પ્રજાની હાડમારી વધારવી, જેથી પ્રજાનો અસંતોષ વધે અને તેનો વિરોધ ઉગ્ર થાય. જયપ્રકાશ આ પદ્ધતિથી અપરિચિત નથી. આ આંદોલન પાછળ તેમની બધી શકિત અને નૈતિક બળ તેમણે રેડયાં છે. જયપ્રકાશના આંદોલન વિશે મારે વખતે વખત લખવું પડે છે તેનું મને દુ:ખ છે. જયપ્રકાશ વિષે મને ઘણા આદર છે. પણ મારી જાતને મારે વફાદાર રહેવું જોઈએ. ખૂબ વિચાર કરતાં પણ, મને આ આંદોલન પ્રજાને માટે હિતકારી લાગતું નથી. આ આંદોલન સાથે સંમત ન થઈ શકે તેઓ આ સરકારના ટેકેદાર છે તેમ માનવાનું કોઈ કારણ નથી. સત્તાધારી પક્ષને હટાવવો હોય તે પણ આ માર્ગની યોગ્યતા વિશે મતભેદ પ્રામાણિકપણે હોઈ શકે. દાણચોરોની ધરપકડો સરકારે મોટા પાયા ઉપર દેશભરમાં દાણા અને કરારોની ધરપકડ કરી છે અને સંખ્યાબંધ ધાડ પાડી છે. જે રીતે આ બધું થાય છે તે ઉપરથી લાગે કે ઠીક લાંબા સમયથી બધી તૈયારી કરી હશે. આવા ગુનાઓમાં સંડોવાયેલ વ્યકિતઓ વિશે સરકાર પાસે સારી માહિતી છે. પ્રશ્ન એ થાય કે આવી માહિતી છતાં આટલો સમય અસરકારક પગલાં ન લીધાં અને અત્યારે કેમ એકદમ ધડાકા કરવા લાગ્યા? કેટલી વ્યાપક દાણચારી, કરચોરી અને વિદેશી હુંડિયામણની ચોરી છે તે જાણી આશ્ચર્ય અને ખેદ થાય. હજી જે બહાર આવ્યું છે તે એક અંશ છે. દેશના અર્થતંત્રને ખાડે નાખવામાં આ કૌભાંડો કારણભૂત છે. આવી વ્યકિતઓ સામે જેટલા સખત પગલાં લેવાય એટલાં ઓછાં છે. પૂરતી માહિતી હોય છતાં કોર્ટમાં પુરવાર કરવું મુશ્કેલ બને અને લાંબા સમય કેસ ચાલે. તેમાં લાખ રૂપિયા બરબાદ થાય તે ઉપરાંત અસર ભૂંસાઈ જાય. આવા ગુનાઓની તપાસ માટે સ્પેશિયલ કોર્ટે આવી ચોવી સૂચના થઈ છે. સ્પેશિયલ કોર્ટને વિશેષ સત્તા આપવી પડે અને અપીલે બંધ કરવી પડે. ન્યાયને એક સિદ્ધાંત છે કે નવ ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષ દંડા ન જોઈએ. સામાન્ય ગુનાઓ માટે આ સિદ્ધાંત ઠીક છે, પણ આવા ભયંકર ગુનાઓ માટે બીજી રીતે વિચારવું પડે. આ બાબતમાં કોઈ નિર્દોષ ખોટી રીતે દડાવાનો સંભવ નજીવે છે. જેટલા પકડાયા છે તેમાં કોઈને વિશે એમ સાંભળ્યું નથી કે તે નિર્દોષ છે. દરેક જાણીતા ગુનેગારો છે એમ કહેવાય છે. મિઝાના કાયદા નીચે તેમની ધરપકડ કરવી પડી. આ કાયદો સરકારને વિશાળ સત્તા આપે છે. તેના દુરુપયોગને પૂરો સંભવ છે. પણ બે અનિષ્ટો વરચે પસંદગી કરવાની રહી. સ્પેશિયલ કોર્ટોને વિશાળ સત્તા આપવામાં આવે ત્યાં પણ ભૂલથી યે કોઈક કેસમાં અન્યાયનો સંભવ છે. એવા કેસ થયા છે કે જેમાં જજ સ્પષ્ટપણે કહે. કે મને નૈતિક ખાતરી થઈ છે કે આરોપી ગુનેગાર છે, પણ કાયદેસરના પુરાવાઓ ન હોવાથી મારે આરોપીને ખેદ સાથે છેડી મૂકવું પડે છે. સાક્ષીએ ફોડી નાખ્યા હોય, દસ્તાવેજોને નાશ કર્યો હોય, બધી કડીઓ મળતી ન હોય છતાં પ્રાપ્ત હકીકતે ઉપરથી ગુનાની ખાતરી થઈ હોય એવું બને છે. અલબત્ત, આવી કોર્ટોમાં જો ઉરચ કોટિના અને ન્યાયદષ્ટિવાળા હોવા જોઈએ. એવી વ્યકિતઓ આપણા દેશમાં જરૂર મળી રહે. પણ આ સડાને સાફ કરે જ જોઈએ. અને આવા લોકોએ જાણવું જોઈએ કે આ ભ્રષ્ટાચાર હવે સહન નહિ થાય. સરકાર આટલી હદે જવા તૈયાર છે? સરકારની નિષ્ઠા વિશે લોકોને સુકીરણ શંકા છે. આવા મેટા છડેચોક ભ્રષ્ટાચારમાં ઉચ્ચ અમલદારો અને સત્તાસ્થાને બેઠેલ અધિકારી વ્યકિતઓ સંડેવાયેલી ને હોય તે તે શકય નથી. આટલી હદે સાફસૂફી કરવા સરકાર તૈયાર છે? નહિ કરે તે સરકાર પોતે જ સાફ થઈ જશે. એવું પણ બને, અને આપણે આશા રાખીએ કે તેમ થાય, કે પકડાયેલામાંના કેટલાક હિંમત કરી સાચી હકીકતે બહાર પાડે. વેટરગેટમાં એમ જ થયું. સૌ પ્રથમ એક જ વ્યકિતમેકર્ડ - કબૂલાત કરી અને ધીમે ધીમે બધું બહાર આવ્યું. ગુનેગારોની નૈતિક હિંમત તૂટી જાય છે અને અંદર અંદર ફાટફ ટ પડે છે. કેટલાકને કોર્ટોએ માફી આપી કબૂલાત લેવી જોઈએ. દેશના અર્થતંત્રને ખેદાનમેદાન કરી નાખનાર આ પાંત્રનો ભાંડે પૂરો ફટે એ જરૂરનું છે. દુષ્કાળ દેશના કેટલાક ભાગોમાં દુષ્કાળ છે, જ્યારે બીજા કેટલાક પ્રદેશોમાં વિનાશકારી પૂરો આવ્યાં છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ત્રીજે વરસે દુષ્કાળમાં સપડાયા છે. પશુધન અને મનુષ્ય બન્ને માટે મોટું સંકટ છે. ભાદરવા મહિનાથી દુષ્કાળની અસર દેખાય એવું ભાગ્યે જ બને છે. સામાન્યપણે ફગણ - ચૌત્ર માસથી અસર જણાય આ વખતે પીવાનાં પાણી, ઘાસ અને અનાજ ત્રણે બાબતમાં મુસીબતો છે. મેઘવારી આ સંકટમાં ઉમેરો કરે છે. - ઘાસ અને અનાજના ભાવ ખૂબ વધી ગયા છે. માલધારીઓ, ખેડૂતો પિતાનાં સારાં પશુ પણ છોડી મૂકે છે અને પાંજરાપોળોમાં ઠેર ઊભરાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સેવાભાવી ભાઈઓ અને સંસ્થાઓ જાગ્રત છે. પણ દરેક પોતાના ગામ કે તાલુકાનું જુએ છે. એ પણ ઠીક છે. આવી મમતા સ્વાભાવિક છે. પણ વ્યવસ્થિત કામ એક - બે મધ્યવર્તી સંસ્થાઓ મારફત કરવાથી સરકારી મદદ લાભ વિશેષ મળે તેમ છે. હજી દસ મહિના ખેંચવા છે. આપણી બધી શકિતને સંચય કરવો પડશે. ભગવાન મહાવીર કલ્યાણકેન્દ્ર, જે આવી કુદરતી આફતે સમયે વર્ષોથી કામ કરતું આવ્યું છે તેના તરફથી કામ ઉપાડી લેવાયું છે. સૌ ભાઈ, સંસ્થાઓ અને એસેસિયેશનેને મારી વિનંતિ છે કે કલ્યાણકેન્દ્રને આ કામમાં સહાય કરે, તેને અપાતાં દાન કરમુકત છે. ૨૮-૯૭૪ - ચીમનલાલ ચકુભાઈ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy