________________
૧૦૪
પ્રાદ્ધ જીવન
અનાદિ છે. નીતિ, અનીતિ; તથાપિ તમેઅમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તે તે સ્વીકારી શકાય તેવું છે અને એ જ આત્મા તે કર્તવ્ય છે; અને સર્વ જીવાયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય. નથી.”
જેઓ વૃદ્ધાવસ્થા અને અશકિત છતાં સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારતા નથી તેનું એક કારણ એ હાય છે કે નિવૃત્ત થઈને કરવું શું, સમય કેમ વ્યતીત કરવા તે મૂંઝવણ હોય, છે. આપણી દષ્ટિ સામાન્યતયા બહિર્મુખ હોય છે. દુનિયાના બધા કચરો મનમાં ભરીએ છીએ. તેને કાઢી નાખી, અંતર્મુખ દષ્ટિ થયા વિના નિવૃત્તિ ભારરૂપ થાય છે. મોતીલાલ સેતલવડ કે ચાગલાની આત્મકથા વાંચીએ તે જણાય છે કે એકલતા તેમને સાલે અને કામ (બહારનું) વિના જીવી ન શકે. બહારનું જગત મનનો કબજો લઈને બેઠું છે. તેમાંથી તેને મુકત ન કરીએ ત્યાં સુધી અંતરનું તેજ પ્રકટતું નથી. આવી માનસિક સ્થિતિ પ્રાપ્ત થઈ હાય તા બહારનું કામ ચાલુ રાખે તે પણ મમતા કે અહંતા રહેતાં નથી. નિવૃત્તિ એટલે પ્રમાદ કે જડતા નહિ પણ વધારે પુરુષાર્થ અને તેજસ્વિતા અંતરનાં, તેને માટે સારી પેઠે પૂર્વતૈયારી કરવી પડે.
સરકારી અને બીજી નાકરીમાં ફરજિયાત નિવૃત્તિ છે તેનો હેતુ યુવાન વર્ગને તક આપવાના અને સંઘર્ષ ટાળવાનો વ્યવસાયમાં અથવા અન્ય ક્ષેત્રોમાં ફરજિયાત નિવૃત્તિ નથી ત્યાં પણ સ્વૈચ્છિક મર્યાદા સ્વીકારાય તો હિતાવહ છે. કુટુમ્બના વડા હાય તે પણ ક્રમશ: પેાતાની જવાબદારી ઓછી કરી પુત્ર ઉપર બાજો નાખતા જાય તે યોગ્ય છે. પરાણે કાઢવા પડે અથવા અળખામણા થઈ પડે તેટલી હદે . મમતા રાખવી ન જોઈએ, વ્યાવહારિક અને આધ્યાત્મિક બન્ને દષ્ટિએ ક્રમિક નિવૃત્તિ આવકારદાયક છે. પણ રાગદ્વેષ પાતળા ન પડે ત્યાં સુધી આવી વૃત્તિ સહેજે આવતી નથી. રાગદ્ર ષથી કામમાં વેગ આવે છે અને પેાતાના કાર્યને નિ:સ્વાર્થ માનતા હોઈએ ત્યાં પણ રાગદ્ન ષ તીવ્ર હાય છે. ખરી રીતે તે વૃદ્ધાવસ્થા થાય એટલે કાંઈક તુરત કરી જવાની તાલાવેલીથી અધીરાઈ આવે છે અને ચીડિયાપણું થાય છે. આવા પ્રસંગેામાં, નિ:સ્વાર્થતા એટલે દેખીતી રીતે પૈસા અથવા સત્તા મેળવવાની લાલસા નથી એટલું બસ નથી, સૂક્ષ્મ રીતે બીજા રાગ ! પ્રબળ હોય છે, માનસિક શાન્તિના અભાવ હોય છે, જુદા પ્રકારના સ્વાર્થ હોય છે. તેમાંથી મુકત થવું સહેલું નથી. ૨૭-૮-૭૪ ચીમનલાલ ચકુભાઇ
પ્રકીણ માંધ
બ્રિટનમાં સામાન્ય ચૂંટણી
વડા પ્રધાન શ્રી વિલ્સને પાર્લામે ટ વિસર્જન કરાવી ૧૦ મી ઓકટોબરે સામાન્ય ચૂંટણી રાખી છે. છ મહિનાના ગાળામાં બ્રિટનમાં બીજી વખત સામાન્ય ચૂંટણી થાય છે. ગયા ફેબ્રુઆરીમાં ચૂંટણી થઈ તેમાં કંઈ પાને સ્પષ્ટ બહુમતી ન મળી ત્યારે જ લાગતું હતું કે ટ ક સમયમાં બીજી ચૂંટણી કરવી પડશે, આવતી ચૂંટણીમાં પણ કોઈ પાને સ્પષ્ટ બહુમની મળે તેવી ખાતરી નથી અને તેમ ન થાય તે અનિશ્ચિતતા ચાલુ રહેશે. ઈંગ્લાંડમાં ફ ુગાવા અને માંઘવારી ખૂબ વધી રહ્યાં છે. મજૂર સંઘે। જે બહુ બળવાન છે તેમની પગારવધારાની માગણીઓ જોરદાર છે. ઈંગ્લાંડ વર્ગવિગ્રહ તરફ ધસી રહ્યું હોય તેમ લાગે. મજૂર પક્ષો ચૂંટણીઢંઢેરો બહાર પાડયા છે તેમાં ભારે કરવેરા, ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ અને સરકારી અંકુશાની વ્યાપકતા ઉપર ભાર મૂકયા છે. અત્યારે એમ લાગે છે કે મજૂર પક્ષને બહુમતી – પાતળી પણ – મળશે. ફુગાવા અને
(14.9-90-7
મોંઘવારીને પહોંચીવળવા મજૂર પક્ષ સમાજવાદ તરફ જવા ઈચ્છે છે. ઈંગ્લાંડમાં અત્યારે એવી ગંભીર પરિસ્થિતિ છે કે સંસદીય લાકશાહીના ભાવિ વિષે શંકા સેવાય છે અને લશ્કરી અમલ લાવવા જોઈએ એવી વાત થાય છે. અલબત્ત, ઈંગ્લાંડમાં વર્તમાનમાં આવું બને તેમ નથી, પણ કેટલું તંગ વાતાવરણ છે તેને આ ઉપરથી ખ્યાલ આવે છે. આર્થિક આંધી છે, તેને પહોંચીવળવાનું સંસદીય લેશાહી પદ્ધતિ માટે શકય નથી એવી માન્યતા થતી જાય છે. એ પણ એક નોંધપાત્ર હકીકત છે કે જ્યારે દુનિયાના ઘણા દેશે ફુગાવા અને મેાંઘવારીની ભીંસમાં સપડાયા છે ત્યારે સામ્યવાદી દેશા – ચીન, રશિયા, પૂર્વ જર્મની વગેરે - આ સંકટથી મેટે ભાગે બચી ગયા છે.આ દેશમાં જીવનની જરૂરિયાતાની વસ્તુઓ પ્રમાણમાં વ્યાજબી ભાવે આમજનતાને મળી રહે છે. તેનું કારણ એમ મનાય છે કે, અર્થતંત્ર ઉપર રાજ્યને પૂરો અંકુશ છે. એટલે સંગ્રહખોરી, નફાખારી, દાણચારી વગેરેને અવકાશ નથી, અલબત્ત, સ્વતંત્રતાને ભાગે આવી સલામતી મેળવી છે. આમજનતા બે ટંક ખાવાનું મળે તે પસંદ કરશે કે નામની સ્વતંત્રતાને વધારે કીમતી માનશે? મૂડીવાદી અર્થતંત્ર અથવા મિશ્રા અર્થતંત્ર પણ નિષ્ફળ ગયું છે અને ઈંગ્લાંડ જેવા દેશમાં પણ મજૂર પા બને તેટલા વધારે સરકારી અંકુશ ઉપર જ આધાર રાખે છે. સરકારી અંકુશાનાં અનિષ્ટો સુવિદિત છે, વિશાળ નાકરશાહી, લાંચરુશવત વગેરે. પણ અર્થતંત્ર જ્યાં સુધી કેન્દ્રિત રહેવાનું છે. – અને વિજ્ઞાનનાં સાધનાને કારણે કેન્દ્રીકરણ વધતું જાય છે. - ત્યાં ખાનગી ક્ષેત્રને મેક્કુ મેદન આપવાથી પેાતાના લેાભ ઉપર સ્વેચ્છાએ કોઈ મર્યાદા મૂકે તે શક્ય જણાતું નથી. વિકેન્દ્રિત અર્થતંત્રની બહુ શક્યતા અત્યારે જણાતી નથી ત્યારે સમાજવાદ તરફ વધારે આગળ વધવું એ જ માર્ગ રહ્યો છે. મજૂર પક્ષ સત્તા ઉપર આવીને કેટલે દરજજે એ દિશામાં જાય છે તે જોવાનું અથવા બ્રિટિશ પ્રજા કેટલે દરજજે તે દિશામાં જવા ઈચ્છે છે તે આ ચૂંટણી ઉપરથી ખબર પડશે, બિહારનું આંદોલન
બીજી ઓકટોબરથી બિહારનું આંદોલન નવા તબક્કામાં પ્રવેશ કરે છે. તેને વધારે ઉગ્ર બનાવવાને જ્યપ્રકાશ નારાયણે નિર્ધાર જાહેર કર્યો છે. સરકારી કામ બધું અંભિત કરી દેવું, કરવેરા ભરવા નહિં, સરકારી કચેરીઓને કબજો લેવા, જે ધારાસભ્યા રાજીનામાં ન આપે તેમને ઘેરવા, તમાચા મારવા, કોઈ પણ ભાગે મંત્રીમંડળ અને ધારાસભાનું વિસર્જન કરાવવું, તેને માટે વ્યાપક કાર્યક્રમ જાહેર કર્યા છે. પણ તેથી વિશેષ આ આંદોલન હવે બિહાર પૂરતું મર્યાદિત નથી પણ દેશવ્યાપી બનાવવું એવી જાહેરાત કરી છે. ક્રમેક્રમે આંદાલનને જયપ્રકાશ વિસ્તારતા રહ્યા છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓની ૧૨ માગણીએ પૂરનું આંદોલન હતું, જેમાં મંત્રીમંડળ કે ધારાસભા વિસર્જનની વાત ન હતી. વિદ્યાર્થીઓની વિનંતિથી જ્યપ્રકાશે આગેવાની લીધી. આ આંદાલન પેાતે શરૂ કરેલ નથી એવું ભારપૂર્વક વખતાવખત તેઓ જાહેર કરતા. ત્યાર પછી કેટલાક બનાવાને કારણે મંત્રીમંડળ અને ધારાસભા વિસર્જનની માગણી કરી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ આંદોલન બિહાર પૂરતું મર્યાદિત છે અને તેને વિસ્તારવાની તેમની કોઈ ઈચ્છા કે શકિત નથી.
હવે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ આંદોલન બિહાર મંત્રીમંડળ કે ધારાસભા સામે નહિ પણ દિલ્હી સામે છે. તેથી બીજી ઓકટોબરે (હવે છઠ્ઠી ઓકટોબરે) આચાર્ય કૃપલાનીની આગેવાની નીચે દિલ્હીમાં મોટા મેરચેા વડા પ્રધાનના નિવાસસ્થાને અથવા કચેરી ઉપર લઈ જવાની ઘેાષણા થઈ છે, અને બધાં રાજ્યમાંથી સ્વયંસેવકોની ભરતી માગી છે. તેમના પત્ર ‘એવરીમેનનાં તંત્રીલેખમાં જયપ્રકાશે લખ્યું છે : The Bihar struggle is no longer a state issue. It has acquired an all-India importance and the country's fate has come to be bound up