SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. by youth 54 Licence No. : 37 ( ‘પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૬ : અંક: ૧૧ પ્રબુદ્ધ જીવન મુંબઈ, ૧ ઓકટોબર ૧૯૭૪ મંગળવાર 1 શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૨૨ છુટક નકલ c–૫૦ પસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્વેચ્છાએ નિવૃત્તિ કૅન્કલીન રૂઝવેલ્ટ ૧૩ વર્ષ અમેરિકાના પ્રમુખ રહ્યા. ચાર- વખત પ્રમુખ ચૂંટાયા, જે વિક્રમ છે. ૧૯૩૨માં પહેલા પ્રમુખ ચૂંટાયા ત્યારે અમેરિકા મટી મંદીમાં ફસાયું હતું. ઘણાં નવીન અને હિંમતભર્યા પગલાંથી આ કટોકટીને પાર કરી. બીજા વિશ્વયુદ્ધમાં હિટલર સામે મિત્રરાજાને ખૂબ સહાય કરી. નવેમ્બર ૧૯૪૪માં થી વખત પ્રમુખ ચૂંટાયા તે વર્ષમાં તેઓ બહુ માંદા હતા. માર્ચ ૧૯૪૪ માં ગંભીર માંદગીમાં સપડાયા હતા. પ્રજાને એમ જ કહેવામાં આવતું કે તેમની તબિયત ઘણી સારી છે. તે બતાવવા , ખુલ્લી મેટરમાં તેમને ફેરવવામાં આવતા, પણ થોડા વખતમાં થાકી જતા અને તુરત તેમની જગ્યાએ તેમના જેવી બીજી વ્યકિતને બેસાડી, તેમને સારવાર માટે લઈ જતા અને વળી થોડે વખતે પછી મોટરમાં લઈ આવતા. બીજું વિશ્વયુદ્ધ છેલ્લા તબક્કામાં હતું અને ઘણાં અગત્યના નિર્ણય લેવાના હતા. જાન્યુઆરી ૧૯૪૫માં - યાલ્ટામાં રૂઝવેલ્ટ, ચચલ અને સ્ટેલિનની મહત્ત્વની મંત્રણાઓ થઈ ત્યારે રૂઝવેલ્ટ બહુ માંદા હતા. મગજ ભમતું, બેલી શકાતું નહિ, અસંબદ્ધ વાતે કરે. એવી શારીરિક સ્થિતિ છતાં ચોથી વખત પ્રમુખપદ માટે ઊભા રહ્યા અને મોટી બહુમતીથી ચૂંટાયા. તાજે. તરમાં “રૂઝવેલ્ટનું છેલ્લું વર્ષ” નામનું પુસ્તક બહાર પડયું છે. તેમાં આ બધી હકીકતો આપીને લેખકે એ પ્રશ્નની ચર્ચા કરી છે કે આવી પરિસ્થિતિ હોવા છતાં ચોથી વખત પ્રમુખ થવાને આગ્રહ (માહ) રાખી રૂઝવેલ્ટે પ્રજાની સેવા કરી કે હાનિ ? એમના ખાનગી જીવનની બીજી વિગતો, તેમના કહેવાતા પ્રણયસંબંધો, તેમની પત્ની એલિનોર સાથે સંઘર્ષ અને તેનાં માનસિક પરિણામે વગેરે બીજી ઘણી હકીકત પણ આપી છે. ૧૨ એપ્રિલ ૧૯૪૫ને દિને તેમનું અવસાન થયું. રૂઝવેલ્ટ મહાન શકિતશાળી વ્યકિત હતા તે વિષે કોઈ સંદેહ નથી. વ્યકિતએ પોતાની શારીરિક, માનસિક અને બીજી મર્યાદાઓ સમજી સ્વેચ્છાએ નિવૃત્તિ લેવી એ પ્રશ્ન ઘણી વ્યકિતઓને લાગુ પડે છે. પોતાના કૌટુમ્બિક અથવા વ્યવસાયી જીવનમાં આ પ્રશ્ન જેટલો અગત્યને છે તેના કિરતાં જાહેર જીવનમાં પડેલ વ્યકિતઓ માટે વધારે અગત્યનું છે. તેમના વર્તનથી મેટા સમુદાયને લાભ-હાનિ થવાનો સંભવ છે. દરેક પ્રજામાં વ્યકિતપૂજા હોય છે, અને તેને લાભ લેવાય છે અને દુરુપયોગ થાય છે. આવી વ્યકિતઓને પણ ભ્રમ પેદા થાય છે કે તેમને વિના ચાલશે નહિ. પ્રજામાં માન્યતા થાય છે કે તેમનું સ્થાન લઈ શકે એવું કોઈ નથી. અમુક સ્થાન પ્રાપ્ત કર્યા પછી તેમની શકિત હોય તે પણ, તેમને દૂર કરવાનું અઘરું થઈ પડે છે. વર્તમાન જીવનમાં આવા ઘણા દાખલા મળે છે, માઉં, ચાઉ, ટીટે, ફ્રાન્કો, ચાંગ કેઈ શેક–બધા ૮૦ ની ઉંમર વટાવી ગયા છે. સમ્રાટ હેલ સેલાસી જે એક વખત પ્રજાના દેવ હતા તેને પદભ્રષ્ટ કરવા પડયા, સ્ટેલિનનાં છેલ્લાં વર્ષોમાં એમની એવી ભ્રમણા હતી કે ઘણા એમના દુશ્મન છે; અને તે બહાને હજારોને મારી - નાખ્યા. નહેરુને ભુવનેશ્વરમાં આંચકો લાગ્યો ત્યાર પછીનાં બે વર્ષ બહુ કામ કરી ન શકયા અને એ વર્ષે પ્રજા માટે નબળાં ગયાં. આવી વ્યકિતઓ આસપાસ ગુગલ દરબાર જેવું વાતારણ જામે છે; ખટપટ વધી પડે છે. રાજકારણ સિવાયનાં અન્ય ક્ષેત્રોમાં પણ આવા દાખલા મળે છે. સેવાના ક્ષેત્રમાં પણ એવું બને છે. વિનોબાજીએ એક વખત કાંઈક મજાકમાં અને કાંઈક ગંભીરતાથી એમ કહ્યું હતું કે રાંદ્રલોકમાં દુષ્કાળ પડે તો ત્યાં પણ રવિશંકર મહારાજ કદાચ દોડી જશે. કેટલીક વખત એમ લાગે કે વૃદ્ધો સમાજ ઉપર ભારરૂપ થઈ, દાબીને બેસી જાય છે, જનીનવી પેઢી વચ્ચેના અંતરનું આ એક મેટું કારણ છે. ' આપણામાં જીવનની ચાર આશ્રામવ્યવરથા બતાવી છે, તે મનોવૈજ્ઞાનિક દષ્ટિએ હિતકારી છે. વૃદ્ધાવસ્થામાં કદાચ અનુભવનું ડહાપણ વધતું હશે. જો કે સાઠે બુદ્ધિ નાઠી એ કહેવતમાં સત્યને અંશ છે. પણ ડહાપણ વધે કે ઘટે, ઉત્સાહ જરૂર મંદ પડે છે અને પલટાતી પરિસ્થિતિ સાથે તાલ મેળવવા બહુ અઘરો થાય છે. રઘુવંશમાં કાલિદાસે રઘુરાજઓ વિષે કહ્યું છે: शैशवेऽभ्यस्त विद्यानाम्, यौवने विषयैषिणाम् वार्धक्ये वानप्रस्थानाम्, योगमान्तनु जाम શૈશવમાં વિદ્યાભ્યાસ કરે, યૌવનમાં ગૃહસ્થાશ્રમ ભગવે, વાકયમાં વાનપ્રસ્થ થાય, અને અંતે પગમાં દેહ તજે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિ રાજર્ષિનું પ્રકરણ છે. મિથિલાના રાજા હતા. પછી પ્રવજયા ગ્રહણ કરી. ઈન્દ્ર તેમને સમજાવવા આવે છે કે, તેમના વિના મિથિલાની પ્રજા ટળવળે છે. પ્રજાના કલ્યાણ અને રક્ષણ માટે તેમણે રાજયધુરા સંભાળવી જોઈએ. નમિ રાજર્ષિએ કહ્યું, મિથિલા સળગતી હોય તે પણ મારું કાંઈ સળગતું નથી. આ કથનમાં કરુણહીનતા નથી પણ પૂર્ણ અનાસકિતભાવ છે. જેઓ રાજયની, સમાજની, કુટુંબની અથવા બીજી કોઈ પ્રકારની જવાબદારી લઈ બેઠા હોય છે તેમને બીજાનું ભલું કરી નાખવાની ઉત્કંઠા જાગે અને સંસારને સુધારી દેવાની ઉત્કંઠા જાગે છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ૧૮૯૪ માં શ્રીમદ્ રાજચંદ્રને ૨૭ પ્રશ્ન પૂછયા હતા, તેમાં એક પ્રશ્ન હતો: આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ? ' ગાંધીજી તે વખતે ખ્રિસ્તી મિશનરીઓના સંપર્કમાં હતા અને બાઈબલ પ્રમાણે ક્રાઈસ્ટના મતે આ દુનિયામાં ઈશ્વરનું રાજય થશે એ કથનના આધારે આ પ્રશ્ન પૂછયો જણાય છે. શ્રીમદે તેને બહુ માર્મિક જવાબ આપ્યો છે: “આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઈરછે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું ગ્ય નથી. સર્વ ભાવ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy