________________
°°
૧૦૨
પ્રબુદ્ધ જીવન
ધર્મના સમ
'E
જીવમાત્ર સુખને જ ઈચ્છે છે. દુ:ખ કોઈનેય ગમતું નથી. જીવમાત્રની દોડધામ પણ એ અથૅ જ હોય છે. છતાં જીવને સાચું સુખ મળતું નથી અને આમ છતાં જે કંઈ ભૌતિક સુખ મળે છે. ટેકતું પણ નથી. કારણ કે અજ્ઞાન–મિથ્યાત્વને કારણે જીવની દાડ જ ઊંધી હેાય છે, ને તેથી એ શેાધે છે સુખ પણ એથી ઊલટાં અશાંતિ અને અજંપોજ પ્રાપ્ત થાય છે. કારણ એ છે કે કોઈ પણ ભૌતિક સુખ હિંસા વિના પ્રાપ્ત થતું જ નથી. જેમ ભીંત પર ફાળેલા દડા જેટલા જોરથી અથડાય છે એટલાજ પ્રમાણમાં એ પ્રત્યાઘાત પામી પાછા આપણાજ હાથમાં આવે છે તે જ પ્રકારે હિંસાનું ફળ પ્રત્યાઘાત પામી પ્રતિહિંસારૂપે આપણી સામે ઊઠયા વિના રહેતું જ નથી. પરિણામે એથી કલેશ-સંઘર્ષ– ભય કે પ્રસંગે યુદ્ધ આવી પડતાં માનવ અશાંતિ અને અજંપે નોતરી બેસે છે. કદાચ એ સંઘર્ષમાં વિજય મેળવે છે તે પણ એથી એને હમેશાં વિરોધીઓથી સજાગ રહેવું જ પડે છે. આમ માનવ હમેશાં ક્રિયા-પ્રતિક્રિયા, આઘાત-પ્રત્યાઘાતના વમળમાં ઘેરાયેલા જ રહે છે અને આઘાત-પ્રત્યાઘાતના વમળે! એટલે જ સંસાર. એટલે જ્યાં સુધી એ વમળમાં ઘેરાયેલા રહે છે ત્યાં સુધી એને સુખ કે ચેન પ્રાપ્ત થતાં જ નથી. એટલે સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય તે એ વમળામાંથી છૂટવાના છે; અને એ ત્યારે જ શક્ય બને કે આઘાતપ્રત્યાઘાતને ઝીલી લઈ એ નવા આધાત ઊભા ન કરે. એવા આઘાત ઊભા ન થવા દેવા એનું નામ જ અહિંસા છે.
આમ જ્યાં અહિંસા છે-પ્રેમ છે, બીજા અર્થે ઘસાવાની વૃત્તિ છે અને અન્યને ઉપકારી થવાની ભાવના છે ત્યાં જીવમાત્ર પ્રત્યે એકાત્મભાવ પ્રગટવા લાગે છે. અને એવા એકાત્મભાવ પ્રગટ થતાં ‘અહ’ની વૃત્તિના સૂક્ષ્મ બની જીવમાત્ર સાથે તાદાત્મ્ય ભાવરૂપે પથરાઈ જાય છે ત્યારે એ માનવને કે માનવેતર સૃષ્ટિને ભેદભાવ ઉત્પન્ન કરનારા દેહ દ્વારા નહીં પણ એમાં વિલસી રહેલા ચૈતન્યરૂપે જ જોવા મથે છે, ને આમ બાહ્ય ભેદ નાશ પામતાં એને સર્વત્ર એક જ ચૈતન્ય તત્ત્વ ધબકતું દેખાય છે. પરિણામે એથી એને પોતાના સ્વરૂપનું પણ ભાન થાય છે, જેને આત્મદર્શન કહેવામાં આવે છે. પરિણામે આથી શાશ્વત સુખાંતિના કારણરૂપ નિર્વાણ-મેાક્ષના માર્ગ ઊઘડી જાય છે. આમ અહિંસા એ તે જીવનનું નવનીત છે, તત્ત્વોને સાર છે. પણ માનવ એક યા બીજા પ્રકારના પરિગ્રહ – મૂર્છાને કારણે અહિંસાની શકિતને નથી પરિચય કરી શકતા, નથી એનેા લાભ ઉઠાવી શકતા. ભગવાને પણ કારણે કહ્યું છે, કે તસ્થિત રિસો વાસો વિંઘો અસ્થિ સવ્વ નીવાળ’--સંસારના જીવાને જકડનાર પરિગ્રહ જેવું કોઈ બંધન જ નથી. આમ જીવ પરિગ્રહ-મૂર્છાને કારણે મેહ-મમત્વના બંધનમાંથી છૂટી શકતા નથી અને તેથી એ મમત્વને કારણે પરિગ્રહ વધારવા ઉપરથી હિંસા આચરતા રહે છે ને એ રીતે અહિંસા ધર્મને આચરવાની ભાવના હાવા છતાં એથી એ દૂર જ રહે છે.
જ
આમ પરિગ્રહ-મૂર્છા માત્ર ધનસંપત્તિ વધારવામાં જ નથી, પણ પેાતાના વિચારોના માન્યતાઓને દુરાગ્રહ એ પણ મૂર્છા જ છે. માનવ ધનસંપત્તિનો ત્યાગ કરી શકે છે, પુત્રાદિ કુટુંબનો પણ ત્યાગ કરી શકે છે, પણ ધણા અને લાણાના ત્યાગ પ્રબળ પરાક્રમ વિના કરી શકતા નથી. પરિણામે લોકેષણાને કારણે હું કંઈક છું એવા ચાહ ભાવ છૂટી શકતા નથી અને તેથી જે કોઈ એના માર્ગમાં આડો આવે છે એની સાથે એ ત્યાગી હાવા છતાં પણ ક્રોધથી જલી ઊઠે છે ને પોતાનું વર્ચસ જમાવવા માયાજાળા પણ ઊભી કરે છે, તે બીજી બાજુ ધર્મે પણાને કારણે પેાતાનું જ
તા. ૧૬-૯-૭૪
મંતવ્ય સાચું હાવાના–પોતાના જ વિચારો સાચા હેાવાના દુરાગ્રહ પકડી બીજા પર સરસાઈ ભાગવવા કૈંક પ્રકારના કૌભાંડો પણ રચે છે. આમ ભૌતિક વસ્તું ઉપરાંત આચારવિચારના પરિગ્રહને કારણે એ કષાયાની હાળીઓ સળગાવી મૂકે છે. ભગવાને આવા જ કારણે સ્યાદ્નાદ–અનેકાંતવાદના સિદ્ધાંત શોધી કાઢી-જેટલું આપણું મંતવ્ય સાચું છે તેટલું જ વિરોધીનું પણ સાચું હોવાના સંભવ છે એવી અનાગ્રહ બુદ્ધિથી સત્ય શોધવાની વાન કરી છે. અને તેથી માત્ર આપણું જ મંતવ્ય સાચું છે એમ ન માનતાં, જ્યાંથી મળે ત્યાંથી સત્યપનાવવાની વાત કરી કહ્યું છે કે જે મારું છે તે જ સત્ય છે 'થર્ મવીય સત્ય', એમ નહીં માનતાં જે સત્ય છે એ જ મારું હા‘યત્ સત્યં તત્`મવીય ' એવી કે ન્યાયભરી ઉદાર બુદ્ધિને અપનાવવાથી જ સત્યના ઊંડાણમાં પહોંચી શકાય છે.
આવાં બધાં કારણાઓ ભગવાને અહિંસાને પાયો પરિગ્રહત્યાગ છે એમ કહ્યું છે. પણ આવે ત્યાગ અને તેમાં પણ ખાસ કરી ભૌતિક સુખને ત્યાગ-નિષ્કુલાનંદના શબ્દોમાં કહીએ તો ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના -વૈરાગ્ય વિના ટકતા જ નથી. તેમ જ જો જીવનને ખંડતલઠાર ` ન બનાવ્યું હાય તે। સુખશીલિયા પ્રકૃતિને કારણે પણ એ ટકી શકતા નથી. એટલે પરિગ્રહને પાયા વૈરાગ્ય અને કઠોર જીવનની સાધના છે, જેમાંથી વૈરાગ્યને વિચારવિષયક અને ઠાર જીવનને આચારવિષયક તપશ્ચર્યા કહી શકાય. વસ્તુની ક્ષણભંગુરતાના—એની નાશવંતતાના—એની ક્ષુલ્લકતાન વિચાર કરવાથી તેમ જ આ સંસારમાં જે જે કઈ લેાભામણાં ઉચ્ચ સ્થાન છે, તેમ જ જેમનાં ખૂબ આદરમાન થતાં રહે છે, ટૂંકમાં કહીએ તે માનવજીવનમાં કે માનવેતર જીવનમાં જે જે કઈ સંકલ્પ–વિક્લ્પા ઊઠયા કરે છે એને અનુરૂપ હું આજ સુધીમાં અનેક્વાર આવી રમત રમી ચૂક્યા છું, અનેક ખેલ ખેલી ચૂક્યા છું તે હવે એમાં મેહાવાનું શું? આવા વિચારો સતત કર્યા કરવાથી જેમ વૈરાગ્ય પાષાય છે તેમ જીવનને ખડતલ બનાવવાના, ગમે તે વસ્તુથી ચલાવી લેવાના અભ્યાસથી ઠાર જીવનનું ઘડતર પણ થાય છે. આમ ત્યાગ—અપરિગ્રહના પાયે તપશ્ચર્યા જે જીવનને ઘડનારી એક સાધના બને છે.
પણ એ તપશ્ચર્યા ઓછી વસ્તુથી ચલાવી લેવા પર તેમ જ ખાનપાન પર આધારિત છે. કારણ કે સ્વાદ દ્રિયને જીતવી ભારે કઠિન છે. આમ તપશ્ચર્યાના પાયા ખાનપાન અર્થાત સ્વાદ્રિય પર અવલંબિત છે અને ખાનપાન સંયમ પર આધારિત છે. સંયમ વિના સ્વાદવૃત્તિ કે આરામ–ભાગની વૃત્તિ વશ થતી જ નથી. કારણે સંયમ પર જ સાધનાની ઈમારત ખડી થઈ શકે છે. પણ એવા સંયમ માટે, મનને જીતવા માટે પણ પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. આ કારણે અહિંસાની મંઝિલ સુધીનાં બધાં જ પગથિયાંઓ ઠેઠ નીચેના પુરુષાર્થ' પર જ વલંબિત હોઈ જૈન ધર્મ એ ગુરુપાર્થવાદી પંથ કહેવાય છે અને સર્વોચ્ચ શિખરના પ્રાપ્ત ધ્યેય અંગે એ અહિંસા ધર્મ પણ કહેવાય છે. આમ પુરુષાર્થથી માંડી ચાહિંસાની મંઝિલ સુધીની જે એક ઈમારત ઊભી થઈ શકે છે એનું નામ જ ધર્મ છે, જેને અપનાવ્યા વિના નથી જીવને સુખ પ્રાપ્ત થતું કે નથી શાશ્વત શાંતિ પ્રાપ્ત થતી.
ફરી ટૂંકમાં કહીએ તે આઘાત-પ્રત્યાઘાતને ઊઠવા ન દેવામાં જ યા એમાંથી છૂટવાના પ્રયત્નમાં જે આંતરિક અનુભવા થાય છે એથી સંસાર તુચ્છ લાગે છે અને ભીતરમાં આનંદ-શાંતિના મહાસાગર ઘૂઘવતા નજરે પડે છે. એના સ્નાનની મજા ચાખવી એ જ ધર્મ સમજવાના મૂર્ખ છે.
શાહ રતિલાલ મફાભાઈ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧