SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૭૪ 4 પ્રમુખ જીવન બિહાર આંદોલન * [૧] [બિહાર આંદોલન સંબંધે ખાદી કમિશનના અધ્યક્ષા શ્રી રામચંદ્રનનો ‘ગાંધીમાર્ગ’માં આવેલ તંત્રીલેખ તથા ‘ભૂમિપુત્રમાં સ્વામી આનંદના લેખ, બન્ને અહીં આપ્યા છે. શ્રી રામચંદ્રનનો લેખ વર્ધમાં સર્વોદય સંમેલન ચાલતું હતું ત્યારે લખાયેલ છે. સંમેલનને અંતે, જે સર્વોદય કાર્યકરને આંદોલનમાં ભાગ લેવાની ઈચ્છા હોય તેને વિનેબાજીએ છૂટ આપી છે, એક શરતે કે આંદોલનમાં સત્ય, અહિંસા અને સંયમ સચવાઈ રહેવાં જોઈએ. આ શરતનું કેટલે દરજજે પાલન થશે અથવા પાલન કરવાની ભાવના છે તે હવે પછીના બનાવો બતાવશે. તંત્રી] પૃથક્કરણમાં નૈતિક અને રાજકીય ઉભયવિધ પ્રશ્નો સંડોવાયેલા રહ્યા છે. ઘણાં વર્ષો થયાં જે. પી,એ નૈતિક સપાટી પરથી કાર્ય કર્યું છે અને ભારતના શાંત.કરણના પ્રવેશદ્રાર ચોકીદાર બનીને ઊભા રહ્યા છે. રાજકીય નેતાઓએ તેમની વાત કાને ધરી ન હોય તે પણ વખતેવખત જે. પી. તરફથી જે નૈતિક પડકારો થતા રહ્યાા છે તે ઘણીવાર લોકોના મનમાં ઊંડે ઊતરી ગયા છે, અને લોકો એ વિશે ોમાંચ અને આભારની લાગણી - દર્શાવે છે કે ગાંધીજી અને વિનોબાજીએ આપણા જાહેર જીવનમાં જે શાશ્વત મૂલ્યાની પ્રતિષ્ઠા કરી છે તે મૂલ્યો માટે જે. પી. હિમાયત કરી રહ્યા છે. એક સાચા અર્થમાં જે. પી. વિનાબાજી માટે એવું ઉદાત્ત બળ બની રહ્યા છે, જેવું પંડિત નહેરુ ગાંધીજી માટૅ હતા.ગાંધીજી ઊમિલતાથી પર હતા અને પંડિત નહેરુને એમણે જ્યારે પોતાના રાજકીય વારસ તરીકે પસંદ કર્યા ત્યારે એક પ્રખર વાસ્તવવાદી તરીકે જ તેમણે એમ કર્યું હતું. પેાતાની અને નહેરુની વચ્ચેના મતભેદોને પૂરી રીતે જાણતા હૈાવા છતાં ગાંધીજીએ આમ કર્યું હતું. જે. પી.એ પોતાનાં ચારિત્ર્ય અને વ્યકિતત્વના પૂરા જસપૂર્વક વિનોબાજીના ભૂદાન-ગ્રામદાન આંદોલનમાં ઝંપલાવ્યું અને એ ઝુંબેશમાં વિપુલ બળ પૂર્યાં. વિનેબાજીની રાહબરી હેઠળ તેઓ જીવનદાની બન્યા અને વારંવાર કહ્યું કે સર્વપક્ષીય રાજકારણથી તેઓ વિમુખ થઈ રહ્યા છે. તેમણે જે એકમાત્ર રાજકારણ સ્વીકાર્યું તે લેાકશકિત પેદા કરવાનું રાજકારણ હતું. પણ હવે પેાતાના નવા પાઠમાં જે. પી. એ સીધાં રાજકીય પગલાંની સાથે નૈતિક મૂલ્યોને સંયેાજવાના ઉપકમ આદર્યો છે. જેમાં લાંબા સમયથી તેઓ ઉદાત્ત બળ બની રહ્યા હતા તે નીતિમત્તાના ક્ષેત્ર દ્વારા રાજકારણ પર પ્રભાવ પાડવાની વાતથી હવે તેમને સંતાય નથી. દેખીતી રીતે જ તેઓ એવા તારણ પર આવ્યા છે કે નૈતિક નેતૃત્વ દ્વારા રાજકારણ પર પ્રભાવ પારવા એ એક ખૂબ જ લાંબી અને થકવી નાખનારી પ્રક્રિયા છે. આથી એમણે ટૂંકો માર્ગ ગ્રહણ કર્યો છે અને સીધી ને સ્પષ્ટ રીતે રાજકીય અખાડામાં ઊતરી આવ્યા છે. એમ કરવાના એમને પૂરો અધિકાર છે. એ માટે એમનાથી વિશેષ અધિકાર સંભવત: કોઈને નથી. આમ છતાં પરિણામે ઘણાં ખતરનાક હશે અને તેમણે જે ઉદ્દેશ સેવ્યા છે તેવાં નહિ હોય. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે લાશક્તિની તાકાત અને ભવ્યતા પ્રગટાવવી એ એક વસ્તુ છે અને થૅગ્ય રીતે ચૂંટાયેલી બિહાર વિધાનસભાના વિસર્જન માટે તથા યોગ્ય રીતે રચાયેલી બિહાર સરકારના રાજીનામા માટે આગ્રહ રાખ્વા એ તદ્ન જુદી બાબત છે. આ માગણી જે. પી. ને નૈતિક સપાટી પરથી તત્કાળ, ભલે આડકતરી રીતે પણ, પક્ષીય રાજકારણના સ્તર પર ઉતારી દે છે; અને તેમના નૈતિક આદર્શવાદમાં કે પક્ષનિરપેક્ષ લેાશાહી વિશેની તેમની લગનીમાં સહયોગી નહિ તેવા રાજકીય પક્ષા પર મહદ્ અંશે જયારે તેઓ આધાર રાખી રહ્યા છે ત્યારે તે સવિશેષપણે આમ બને છે. જે. પી.ના નવા પાઠને આપણે, ભારતના નૈતિક અંતઃકરણના ચેાકીદારના-આપણા રાજકારણના શુદ્ધિકરણ અને ઊર્ધીકરણ માટે એ અંત:કરણની જાગૃતિ પર આધાર રાખતા ચાકીદારના રૂપમાં નહિ, પણ તાત્કાલિક રાજકીય લક્ષ્યાને તાકતા એક રાજકારણીના રૂપમાં નિંહાળવા પડશે. સંભવ છે કે તેમના તાત્કાલિક ઉદ્દેશે જયપ્રકાશ નારાયણ બહાર પડે એ અનિવાર્ય ગણાતું હતું. કારણ દેશની પરિસ્થિતિ હતાજનક અને પડકારરૂપ બની ગઈ છે. જે. પી. અણનમ નિરધાર અને દઢ પ્રતીતિ સાથે આજે મેદાનમાં ઊતર્યા છે તેનું નહિ, પણ તેમણે આટલા લાંબે સમય રાહ જોઈ તેનું જ અમને આશ્ચર્ય છે. ઈન્દિરા ગાંધી સત્ત્તા પર આવ્યાં તેની પણ પહેલાંથી આ ાનિષ્ટો સામે જે. પી. ઉક્ળાટ અનુભવતા હતા. અગાઉ લગભગ બે દાયકા સુધી પંડિત નહેરુ સત્તા પર હતા. જે. પી સ્પષ્ટપણે એમ માનતા હતા કે ખંડિત નહેરુ ગેરદારવણી આપી રહ્યા હતા અને દેશને રાજકીય અને આર્થિક વિનાશ તરફ ધકેલી રહ્યા હતા.પોતાની આ માન્યતાને તેમણે કદી ગુપ્ત રાખીન હતી, જો કે તે સમયે તેમણે આવાં કોઈ જાહેર નિવેદન કર્યા ન હતાં. ઘણાં વર્ષો પૂર્વે આ લેખક સાથે એક વાતચીત દરમિયાન જે. પી.ને જ્યારે એમ દર્શાવવામાં આવ્યું કે પંડિત નહેરુને લોકોના ધરખમ ટેકો છે ત્યારે તેમણે એવા ત્વરિત અને ૨ાસંદિગ્ધ પ્રતિભાવ દાખવ્યો હતેાકે લોકો ક્યારેક ભેટ બની જઈ શકે છે. ચાલબત્ત, એ સંવાદ પર ત્યાં જ પૂર્ણવિરામ મુકાયું હતું ! પણ જે. પી.ના દિલમાં પંડિત નહેરુ વિશે હમેશાં ઊંડા સ્નેહની લાગણી રહી હતી. અને પંડિત નહેરુના વ્યકિતગત રીતે પણ તેઓ ભારે આદર કરતા હતા. વર્તમાન કટોકટીમાં જે. પી. જ્યારે ભારત સરકાર સાથે ફેસલા કરી લેવા માટેના યુદ્ધમાં કમર કસી રહ્યા છે અને બિહારને પોતાના જંગનું આરંભબિન્દુ બનાવી રહ્યાા છે ત્યારે તેમને ઈન્દિરા ગાંધી માટેના સ્નેહ કે આદરના આવા કોઈ સંકોચ નડી રહ્યો નથી. વ્યકિતગત સમીકરણાનું કોઈ પણ યથાર્થ ખુથક્કરણ એમ દર્શાવી આપશે કે જે, પી, ઈન્દિરા ગાંધી તરફ સખત અણગમે! ધરાવે છે એ વિશે કોઈ શક નથી. પણ ભારતમાં આજે યપ્રકાશ નારાયણ જે નવે! પાઠ ભજવી રહ્યા છે તેના આ વર્તમાન અભ્યાસમાં આ અણગમાના સ્વીકારની વાત ચાપણા માટે જરા પણ પ્રસ્તુત નથી. જે. પી. ની નૈતિક અને રાજકીય વ્યક્તિમાને ક્ષણભર માટે પણ કોઈ વીસરી શકે નહિ. આપણે હમેશાં એમ માન્યું છે કે ગાંધીજી પછી ભારતના રાજકારણમાં તેઓ સૌથી પ્રભાવક નૈતિક બળ બની રહ્યાા છે. બલિદાન, ધૈર્ય અને લેાકસેવાની લગભગ અદ્રિતીય એવી એમની કારકિર્દી રહી છે. રોમની કોઈ પણ ટીકા થીરામનાં ચારિત્ર્ય અને વ્યકિતત્વ માટેના ઊંડા આદરની ભૂમિકા પરથી જ માત્ર હોઈ શકે. કોઈએ હળવાશથી તેમના તરફ પથરો ફેંકવા જેઈએ નહિ. એમનાથી જુદા મત ધરાવતા હોઈએ ત્યારે પણ આવશ્યક રીતે શ્રેષ્ઠ આદર અને સંકોચસહુ આપણે મતભેદ વ્યક્ત કરવા જોઈએ. અંતે, એમના જેવી વ્યકિતમત્તા અને દરજજાના માનવી, સંભવ છેકે સાચા હોઈ શકે.આપણા મતભેદ સાચા હોવાની શક્યતા આથી ભૂંસાઈ જતી નથી. એક સત્યાગ્રહી સામસામાં અંતિમે માં સત્ય રહેલું હાવાની સંભવિતતા સ્વીકારે છે. સર્વોચ્ચ નૈતિક સપાટી પર ઉલ્ટ લાગણીઓ ઉભય પક્ષે સંડોવાયેલી રહેશે અને તેથી જ આપણી અને જે. પી.ની વચ્ચેના વૈચારિક અને અભિગમોના સંઘર્ષ-ક્ષેત્રમાં આપણે ખૂબ સાવધપણે અને ઘણા વિનમ્ર ભાવે ચાલવું જોઈશે. આપણા દેશની બાબતમાં જે. પી.ના વર્તમાન પાઠના કોઈપણ ૯૭
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy